હવે તો દિવાળીને એક દિવસની વાર આવતી કાલે તો દિવાળી આંગણે આવીને ઉભી રહેશે.. દિવસો,મહિનાઓ,વર્ષો અને જીંદગી જતાં ક્યાં વાર લાગે છે. એટલે જ ચિંતકો કહે છે કે:

“કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ;
પલમે પરલે હોયગી, બહુરી કરેગા કબ?”

સારા કાર્યો તરત જ કરવા જોઈએ કારણ કે સારા કામમાં સો વિઘન. તહેવારો અને પર્વો આપણા જીવનમાં ફરી પાછો ઉત્સાહનો સંચાર કરે છે. એકધારા જીવનની ઘરેડમાંથી થોડા બહાર નીકળીને કઈક નવી જ રીતે જીવવાની પ્રેરણા આપે છે. હા તે ખરું કે આપણાં દેશમાં પર્વોનો અતિરેક છે પણ આમ જોઈએ તો જુદા જુદા માનવીઓને પોતાની પ્રકૃતિ અનુસાર જુદા જુદા તહેવારો ગમે છે તેથી તહેવારોમાં રહેલી આવી વિવિધતામાંથી પ્રત્યેક વ્યક્તિને કશુક મનપસંદ મળી રહે છે. વળી ઘણાં લોકોને તેમાંથી રોજગારી પણ મળે છે.

અરે ગાડી પાછી આડે પાટે ચડી ગઈ, આપણે વાત કરતાં હતા રંગોળીની. આસ્થાએ ભાવનગર કલા શિક્ષક સંઘ દ્વારા યોજાયેલી રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો તેના ૩ ફોટોગ્રાફ આજે અહીં મુક્યા છે. અને હા, આજની “મધુવન” ની રંગોળી તો ખરી જ..


સ્પર્ધાની રંગોળી




“મધુવન” ની રંગોળી

રંગાઈ જાને રંગમાં..
તું રંગાઈ જાને રંગમાં…
સીતા રામ તણાં સત્સંગમાં..
રાધે શ્યામ તણાં તું રંગમાં…

( દિપાવલી પર્વમાં આપનું સ્વાગત છે )