ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Monthly Archives: જૂન 2011

ગુરુજીના નામની હો… માળા છે ડોકમાં
નારાયણ નામની હો.. માળા છે ડોકમાં

જુઠુ બોલાય નહીં, ખોટુ લેવાય નહીં
અવળુ ચલાય નહીં હો… માળા છે ડોકમાં

ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં
કોઇને દુભવાય નહીં હો… માળા છે ડોકમાં

પરને પીડાય નહીં, હું પદ ધરાય નહીં
પાપને પોષાય નહીં હો… માળા છે ડોકમાં

સુખમાં છકાય નહીં, દુ:ખમાં રડાય નહીં
“ભક્તિ” ભુલાય નહીં હો.. માળા છે ડોકમાં

ધન સંધરાય નહીં, એકલા ખવાય નહીં
ભેદ રખાય નહીં હો – માળા છે ડોકમાં

બોલ્યું બદલાય નહીં, ટેકને તજાય નહીં
બાનું લજવાય નહી હો.. માળા છે ડોકમાં

હરિહરાનંદ કહે, સત્ય ચૂકાય નહીં
નારાયણ વિસરાય નહીં હો.. માળા છે ડોકમાં

સૌજન્યઃ ભજનામૃત વાણીદોસ્તો,

શ્રી ગિજુભાઈ બધેકાની આ પુસ્તિકા અહિં આપણે ક્રમે ક્રમે જોવાનો પ્રયાસ કરશું. જે જમાનામાં પારંપરિક શિક્ષણ પણ યોગ્ય રીતે નહોતું આપવામાંઆવતું તે વખતે તેમણે ભાર વગરના ભણતરની સંકલ્પના કરી હતી અને તેને મૂર્તિમંત કરી હતી. આ પુસ્તક ૪ ખંડમાં વહેંચાયેલું છે. અત્યારે આપણે પ્રથમ ખંડ “પ્રયોગની શરૂઆત” જોઈ રહ્યાં છીએ.

આ પુસ્તકની પ્રસ્તાવના વાંચવા અહિં ક્લિક કરશો.દોસ્તો,

દેશ અને વિદેશના લોકોએ આ મહાત્માનો કેવો કેવો ઉપયોગ કર્યો છે તે વિશે વિચારીએ ત્યારે આશ્ચર્યચકિત થઈ જવાય છે. એક ઉદાહરણ આ શે’ર દ્વારા જોઈએ.

કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો,
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો.
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

સૌજન્ય: ગાગરમાં સાગરદોસ્તો,

શ્રી ગિજુભાઈ બધેકાની આ પુસ્તિકા અહિં આપણે ક્રમે ક્રમે જોવાનો પ્રયાસ કરશું. જે જમાનામાં પારંપરિક શિક્ષણ પણ યોગ્ય રીતે નહોતું આપવામાંઆવતું તે વખતે તેમણે ભાર વગરના ભણતરની સંકલ્પના કરી હતી અને તેને મૂર્તિમંત કરી હતી. આ પુસ્તક ૪ ખંડમાં વહેંચાયેલું છે. અત્યારે આપણે પ્રથમ ખંડ “પ્રયોગની શરૂઆત” જોઈ રહ્યાં છીએ.દોસ્તો,

આજે શ્રી રવિ ઉપાધ્યાયનું આ ’જરા હટકે’ કાવ્ય માણી લઈએ. જરાક કેમીકલ સ્ત્રવી જાય તો પોતાને સર્વોપરી માનવા લાગતો આ મગતરાં જેવો માનવ કેવા કેવા ફાંફા મારે છે તે તેમણે ચોટદાર રીતે વ્યક્ત કર્યું છે.

મિથ્યાવાદી મોહજાળમાં માનવ ફાંફા મારે!
આ માનવ ફાંફા મારે!
હોય ભલે વેરણ રણભૂમિ, તોયે મૃગજળ ભાળે!
આ માનવ ફાંફા મારે!….. મિથ્યાવાદી. 1

કોઇ રડે કોઇને ગુમાવી, કોઇ હસે કંઇ પામી,
ફરતી આ ઘટમાળ કાળની, કોઇ નહીં અહીં સ્થાયી !
વેરઝેરના અગ્નિતાંડવે, એક જીતે એક હારે !
આ માનવ ફાંફા મારે!….. મિથ્યાવાદી. 2

રાય-રંકને ઊંચ-નીચના ભેદભાવ જનમાવ્યા !
માનવીએ માનવતાં કેરાં કુસુમ કુમળાં કરમાવ્યાં !
કપટ અને લંપટનો અગ્નિ લાખો હૈયાં બાળે !
આ માનવ ફાંફા મારે!….. મિથ્યાવાદી. 3

આવ્યો ત્યારે લાવ્યો કૈં ના, જાવું ખાલી હાથે;
નિશ્ચે કાળમુખે ભરખાવું, કોઇ ન આવે સાથે !
(આ) સત્ય સહું સમજે છે, તો યે વૃથા જીન્દગી ગાળે!
આ માનવ ફાંફા મારે!….. મિથ્યાવાદી. 4

રહી જશે….. આશા ને મમતાના સહુ ખેલ અધુરા !
લોભ, લાલસા થકી થશે ના, જીવનગીત મધુરાં !
તોયે મથે સંગીત સર્જાવા, વ્યર્થ તૂટેલા તારે!
આ માનવ ફાંફા મારે!….. મિથ્યાવાદી. 5

સૌજન્ય: રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનોદોસ્તો,

શ્રી ગિજુભાઈ બધેકાની આ પુસ્તિકા અહિં આપણે ક્રમે ક્રમે જોવાનો પ્રયાસ કરશું. જે જમાનામાં પારંપરિક શિક્ષણ પણ યોગ્ય રીતે નહોતું આપવામાંઆવતું તે વખતે તેમણે ભાર વગરના ભણતરની સંકલ્પના કરી હતી અને તેને મૂર્તિમંત કરી હતી. આ પુસ્તક ૪ ખંડમાં વહેંચાયેલું છે. અત્યારે આપણે પ્રથમ ખંડ “પ્રયોગની શરૂઆત” જોઈ રહ્યાં છીએ.

આ પુસ્તકની પ્રસ્તાવના વાંચવા અહિં ક્લિક કરશો.દોસ્તો,

શ્રી ગિજુભાઈ બધેકાની આ પુસ્તિકા અહિં આપણે ક્રમે ક્રમે જોવાનો પ્રયાસ કરશું. જે જમાનામાં પારંપરિક શિક્ષણ પણ યોગ્ય રીતે નહોતું આપવામાંઆવતું તે વખતે તેમણે ભાર વગરના ભણતરની સંકલ્પના કરી હતી અને તેને મૂર્તિમંત કરી હતી. આ પુસ્તક ૪ ખંડમાં વહેંચાયેલું છે. અત્યારે આપણે પ્રથમ ખંડ “પ્રયોગની શરૂઆત” જોઈ રહ્યાં છીએ.

આ પુસ્તકની પ્રસ્તાવના વાંચવા અહિં ક્લિક કરશો.