ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Monthly Archives: મે 2011

RUDAALI Movie Songs Lyrics
Dil Hoom Hoom Kare Lyrics Hindi Song Title: Dil Hoom Hoom Kare : RUDAALIHindi Lyrics:
Dil hoom hoom kare, ghabraaye
Ghan dham dham kare, darr jaaye
Ek boond kabhi paani ki mori ankhiyon se barsaaye
Dil hoom hoom kare, ghabraaye
Teri jhori daaroon sab sukhe paat jo aaye
Tera chhua laage, meri sukhi daar hariyaaye
Dil hoom hoom kare, ghabraaye
Jis tan ko chhua tune, us tan ko chhupaaoon
Jis man ko laage naina, voh kisko dikhaaoon
O more chandrama, teri chaandni ang jalaaye
Teri oonchi ataari maine pankh liye katwaaye
Dil hoom hoom kare, ghabraaye
Ghan dham dham kare, darr jaaye
Ek boond kabhi paani ki mori ankhiyon se barsaaye
Dil hoom hoom kare, ghabraayeમિત્રો,

શાળામાં અત્યારે વેકેશન ચાલે છે. આ વખતે અતુલે કેરી ખાવાની નથી તેથી બાળકોને તેના ભાગની કેરી પણ ખાવી પડે છે. હવે કેરીઓ પુરતી ખાઈ લીધી છે અને વેકેશન થોડા વખત પછી પુરુ થઈ જશે તો સ્વાભાવિક છે કે બાળકો અને તેના પપ્પાને પણ ક્યાંક ફરવા જવાની ઈચ્છા થાય. તેથી હવે થોડાં દિવસ અમે વેકેશનમાં ફરવા જઈશું. ક્યાં જઈશું તે નક્કી છે – શું કરશું તે નક્કી નથી. સ્થળ અને સમયને અનુસાર કાર્યક્રમ ગોઠવાતો જશે. તો દોસ્તો પાછા આવવાની ચોક્કસ તારીખ નક્કી નથી પણ મોડામાં મોડા ૮મી જૂને પાછા ફરવાની ગણતરી છે. આવતી કાલથી ભજનામૃતવાણીમાં અને મધુવનમાં રજા રહેશે. જો કે ભજનામૃતવાણીમાં જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરના જીવનચરિત્રની પોસ્ટ ૪થી જૂન સુધીની અતુલે શેડ્યુલ કરી રાખી છે તો અનુકુળતાએ વાંચતા રહેશો. પ્રતિભાવની અપેક્ષા તો ક્યારેય હતી નહિં પણ વાંચતા રહેશો તેવી આશા અસ્થાને નહિં ગણાય.

લ્યો ત્યારે સહુને જય બ્લોગેશ.


મહારોગ તને થયો, કહે હવે શું થાય છે ?
ઘડી હસે, ઘડી રડે આ તે કેવી ભવાઈ છે ?

પુછું છું કાઈક અને ઉત્તર આપે છે કાઈક
આખો વખત શું એના વિચારો માં જ ખોવાઈ છે ?

કાળો છે કે ગોરો છે ? કહેને કેવો છોરો છે ?
મનેય જાણવાની હવે ઘણી ઉત્કંઠા થાય છે.

ખોટું ન બોલીશ જરા, કશુ નથી તેમ ના કહે
આંખો તારી ચમકે છે ને, ચાલ તારી બદલાઈ છે.

આપ તારો બગલથેલો, જોવા દે તારી નોટો
અરે આ પુસ્તકની વચ્ચે, શેની ચબરખી દેખાય છે ?

હવે તું માની જરા, પ્રેમ થયો ભારે તને
કહે તું વિગતો હવે, શું શું હ્રદયમાં થાય છે ?


સૌજન્ય: સર્જન સહિયારુંકવિતા શું લખે જેને વ્યથા નથી મળતી,
સુખી જે હોય છે એને કલા નથી મળતી.

અપૂર્ણ મોતથી રહી જાય છે જીવન-કથની,
જગતમાં પૂર્ણ કોઈ પણ કથા નથી મળતી.

મળે છે એની દયાથી ગુનાહની માફી,
પરંતુ જે ગઈ નિર્દોષતા નથી મળતી.

હું શોધમાં જ રહ્યો કોઈ ના મળી મંજિલ,
હવે તો મારી અસલ પણ જગા નથી મળતી.

બતાવ મુજ સમો દર્દી તો સાંત્વન મળશે,
જો મારા દર્દની તુજને દવા નથી મળતી.

હું પાપનેય ગણું પુન્ય, તો છે શો વાંધો?
કે પાપમાંય હવે તો મજા નથી મળતી.

સુખી છું માનવાને ’નઝ્ર’ લાખ ચાહું છું,
પરંતુ એવી મને કલ્પના નથી મળતી.ખારાં-ખારાં ઊસ જેવાં, આછાં-આછાં તેલ
પોણી દુનિયા ઉપર એવાં પાણી રેલમછેલ

આરો કે ઓવારો નહીં
પાળ કે પરથારો નહીં
સામો તો કિનારો નહીં
પથરાયા એ જળભંડાર સભરભર્યા

આભના સીમાડા પરથી
મોટા-મોટા તરંગ ઊઠી
વાયુ વેગે આગળ ધાય
ને અથડાતા-પછડાતા પાછા જાય

ઘોર કરીને ઘૂઘવે
ગરજે સાગર ઘેરે રવે
કિનારાના ખડકો સાથે
ધિંગામસ્તી કરતો-કરતો
ફીણથી ફૂંફાડા કરતો
ઓરો આવે, આઘો જાય
ને ભરતી-ઓટ કરતો જાય

ઊંડો-ઊંડો ગજબ ઊંડો
માણસ ડૂબે, ઘોડા ડૂબે
ઊંચાં ઊંચાં ઊંટ ડૂબે
હાથી જેવાં તૂત ડૂબે
કિલ્લાની કિનાર ડૂબે
તાડ જેવાં ઝાડ ડૂબે
મોટા-મોટા પહાડ ડૂબે
ગાંડો થઈને રેલે તો તો
આખી દુનિયા જળબંબોળ જળબંબોળ

વિશાળ, લાંબો, પહોળો, ઊંડો
એવો મોટો ગંજાવર
એના જેવું કોઈયે ન મળે
મહાસાગર તો મહાસાગર


આભાર: માવજીભાઈસૌરાષ્ટ્રનાં દેશી રજવાડાંમાં ભાવનગરનું સ્થાન હંમેશાં વિશિષ્ટ રહ્યું છે. તે પ્રગતિશીલ રાજ્ય હતું. ત્યાંના રાજા પ્રજાવત્સલ અને કલ્યાણ રાજ્યના હિમાયતી હતા. સ્વાતંત્ર્ય પછી ભારતમાં ભળી જનારાં રાજ્યોમાં ભાવનગર એક અગ્રણી રાજ્ય હતું. પ્રજાને જવાબદાર રાજતંત્ર આપનારા સૌરાષ્ટ્રનાં રાજ્યોમાં ભાવનગર પ્રથમ હતું. અન્ય રજવાડાં ભાવનગરના રાજા અને રાજ્ય તરફ માન અને અહોભાવથી જોતાં હતાં. ભાવનગર ભૌગોલિક દષ્ટિએ સૌરાષ્ટ્રમાં હતું, પરંતુ તેનો સાંસ્કૃતિક-વ્યાપારિક સંબંધ સવિશેષ, અમદાવાદ-તળ ગુજરાત સાથે હતો અને છે. ભાવનગરની ગુજરાતી શિષ્ટ ગુજરાતીની સૌથી નજીક છે. ભાવનગર શહેર પણ ગાયકવાડી રાજ્યના પાટનગર વડોદરાની જેમ, ‘સંસ્કારનગરી’ તરીકે જાણીતું છે. વીસમી સદીના આરંભકાળના ત્રણ ચાર દાયકા દરમિયાન શિક્ષણ-સાહિત્ય-સંસ્કારના અનેક અવનવા સ્ત્રોતો ભાવનગરમાંથી વહેવા શરૂ થયાં હતાં અને સમગ્ર ગુજરાતમાં તે રેલાયાં હતાં.

વધુ આગળ વાંચો: વાહ, ભાવનગર !


જેને આનંદમાં રહેવું છે તે તો કોઈ પણ બાબતમાંથી આનંદ લઈ શકે છે. જેને ફરીયાદ કરવી છે તે તો સોનાની ચમચી લઈને જન્મ્યાં હશે અને પાણી માંગો ત્યાં દૂધ હાજર થાય તેવી સાહ્યબી ભોગવતા હશે તો યે દુ:ખમાં રહેવાના છે.

જીવનનો આનંદ કેટલો લૂંટ્વો તેનો બધોએ આધાર આપણાં મન પર રહેલો છે. એક નાનકડું બાળક બાકસની છાપ, શંખલા-છિપલાં, લખોટી, ગિલ્લી-દંડા અને તેવા સાવ સામાન્ય ઉપકરણોથી પણ રાજી રહે છે અને કહેવાતા મોટેરાઓ AC કારમાં બેઠા બેઠા યે વિષાદમય ચહેરે ફરતાં હોય છે.

અત્યારે હવે લીમડાંમાં લીંબોળીઓ પાકી ગઈ છે. પાકી લીંબોળી પીળી હોય અને થોડી મીઠી લાગે. આં લીંબોળીઓ લીમડા પરથી ખરી પડે તેનુંયે રમકડું બનાવી શકાય. માન્યામાં નથી આવતું? તો ખરેલી લીંબોળીઓ ભેગી કરી લ્યો. જો તેમાં ઠળીયો હોય તો સહેજ દબાવો એટલે નીકળી જશે. તેનો રસ મીઠો હશે ઈચ્છા થાય તો ચૂસી જાવ. હવે એક નાનકડી મજબુત સળી લ્યો. આ સળીના એક છેડે આ ખાલી લીંબોળી ભરાવો. સળીને સહેજ વાળો અને છોડો. લીંબોળી હવામાં દૂર દૂર ઉડશે. લ્યો થઈ ગઈ નાનકડી ગીલ્લોલ તૈયાર. બાળકોને બોલાવો અને શીખવાડી દ્યો આ રમત. તમેય ખુશ અને બાળકો પણ ખુશ.

બોલો – શું આનંદ પ્રાપ્તિ અઘરી છે?

કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.
–હરીન્દ્ર દવે: મુક્તક :

જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,
ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો;
ઓ મુસીબત! એટલી જિંદાદિલીને દાદ દે;
તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો.

: ગઝલ :

કોઈના ઈકરાર ને ઈન્કાર પર હસતો રહ્યો,
જે મળ્યો આધાર એ આધાર પર હસતો રહ્યો;
કોઈની મહેફિલ મહીં, થોડા ખુશામદખોરમાં,
ના સ્વીકાર્યું સ્થાન ને પગથાર પર હસતો રહ્યો.

ફૂલ આપ્યાં ને મળ્યા પથ્થર કદી તેનેય પણ,
પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો;
જીવતો દાટી કબરમાં એ પછી રડતાં રહ્યાં,
હું કબરમાં પણ કરેલા પ્યાર પર હસતો રહ્યો.

નાવ જે મઝધાર પર છોડી મને ચલી ગઈ,
એ કિનારે જઈ ડૂબી, હું’ ધાર પર હસતો રહ્યો;
ભોમિયાને પારકો આધાર લેતો જોઈને,
દૂર જઈ એ પાંગળી વણઝાર પર હસતો રહ્યો.


શબ્દ સૌજન્ય: લયસ્તરોગનીદાદા ના દીકરાએ કહ્યું કે “બાપુજી બધા નાં છોકરો પરદેશ જાય છે, તો મારે પણ જાવું છે. રશિઆમાં ઓફીસ અને કારખાના માં માણસોની જરૂર છે. મેં રશિયન એમ્બેસી માં અરજી કરેલી તે પાસ થઇ ગઈ અને વિસા મળી ગયો છે. તમે રજા આપો તેટલી વાર છે.”

“ભાઈ રશિઆ માં કોમ્યુનીસ્ટ પાર્ટી નું રાજ છે. અને ત્યાની સરકાર વિરૃદ્ધ કંઈ લાખો કે કરો તો જેલ ભેગા કરીદે.સેન્સરશીપ બહુ કડક છે. અરે તમારો બીજા સાથે નો પત્રવ્યવહાર પણ કેજીબી વાળા તપાસે…. ફસાઈ જાશો.” ગનીદાદા એ સલાહ આપી. “પણ બાપુજી આ ભાવનગરમાં તમે નોકરી કરોછો અને હું રીટાયર બેઠો છું. આની કરતા કંઈ કામ તો મળશે. એ લોકો યુંનીફર્મ આપે છે અને રહેવાની, જમવાની વ્યવસ્થા પણ કરી આપેછે. જો હું ત્યાં બરાબર સેટ થાઉં તો મારા બીજા ભાઈઓને પણ બોલાવી લઈશ.”

” તારો વિચાર વ્યાજબી છે. પણ ત્યાં સારૂછે કે ખરાબ એ તું અમને કેવી રીતે જણાવીશ? પત્રો બધા સેન્સર થાય છે એટલે તું એમ લખીશ કે અહી હાલત કંગાળ છે અને આવવા જેવું નથી તો તને જેલ ભેગો કરી દેશે.” ગનીદાદા એ કહ્યું. “એક રીતે થઇ શકે. તું ત્યાં જા. જો બધું બરાબર હોઇ તો કાળી શાહી થી પત્ર લખી ખબર અંતર જણાવજે. અને જો બરાબર ન હોઇ અને ત્યાં આવવા જેવું કંઈ નો હોઇ તો પત્ર લાલ શાહી થી લખજે એટલે અમે સમજી જાશું.” ગનીદાદા એ કોઠાસૂઝ સૂચના આપી અને દીકરાને રશિયા રવાના કર્યો.

મહિનાઓ સુધી કંઈ ખબર નાં આવ્યા. લગભગ છ સાત મહિના બાદ તેનો પત્ર આવ્યો.

“પુજ્ય બા અને બાપુજી,

અહી તો બધું ખુબ સરસ છે. બધીજ જાતની સુખ સગવડો છે. મને સારો ઓરડો રહેવા આપ્યો છે, જમવા માટે એક સામાજિક રસોડું છે. તેમાં સરસ મજાની પાઉં અને રસાવાળું સ્વાદિષ્ટ શાક દરરોજ સવાર સાંજ પીરસે છે. યુનિફોર્મ આપ્યો છે. ખટારા માં કારખાના માં કામ કરવા લઇ જાય છે. બધા લોકો ખુબ સુખી છે. બધું સ્વર્ગ જેવું છે. ફક્ત એક વાત નો અફસોસ છે. તે એ કે અહી લાલ શાહી નથી મળતી.

લિ. તમારો દિકરો”


સૌજન્ય: ભાવનગરી ગૃપ