ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Monthly Archives: જાન્યુઆરી 2011

ઉપરોક્ત વ્યક્તિના આજે “મધુવન” અને “દાદાની વાડી” માં પગલાં થયાં. આપનામાંથી કોણ એમનું નામ કહી શકશે?


તા.૨૯ જાન્યુઆરી ૨૦૧૧
ચેમ્બર હોલ, સાગર કોમ્પ્લેક્ષ, જશોનાથ સર્કલ
ભાવનગર.

દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચારના નવપ્રસ્થાન નિમિત્તે ઉજવણીના ત્રી-દિવસીય કાર્યક્રમ અંતર્ગત આજના અંતિમ દિવસે સાંજે ૫:૦૦ કલાકે ગુજરાતી સાહિત્યના પ્રખર લેખિકા કાજલ ઓઝા વૈદ્ય સાથે સાહિત્ય ગોષ્ઠિનું સરસ આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રથમ દિવસે સંગીત સંધ્યા, દ્વિતિય દિવસે શ્રી માયાભાઈ આહીરનો લોક-ડાયરો અને આજે શ્રી કાજલ ઓઝા વૈદ્ય સાથે સાહિત્ય ગોષ્ઠી આમ આ ત્રણ દિવસ ભાવનગરની કલા અને સાહિત્યની રસીક જનતા માટે એક પર્વ સમાન બની ગયા.

ગુજરાતી સાહિત્યના નવા પ્રવાહો અને તેમાં મહિલાઓનો સમાવેશ વિશે આ સાહિત્ય ગોષ્ઠિમાં વિચાર વિમર્શ કરવામાં આવેલ.

શ્રી કાજલ ઓઝા વૈદ્યે કૃષ્ણાયન, યોગ-વિયોગ, પોતપોતાની પાનખર, દરિયો એક તરસનો, સત્ય-અસત્ય જેવી લોકપ્રિય નવલકથાનું સર્જન કર્યું છે. આ ઉપરાંત તેમણે કવિતા, નવલિકા, નિબંધ, પત્રો અને અનુવાદ ક્ષેત્રે પણ ગુજરાતી સાહિત્યને વધુ સમૃદ્ધ કર્યું છે. વળી પરફેક્ટ હસબન્ડ જેવા નાટકો દ્વારા નાટ્યક્ષેત્રે પણ અનોખું સ્થાન પ્રાપ્ત કરેલ છે.

આમ તો કાજલ બહેન સમયની પાબંદીમાં ચૂસ્ત પણે માને છે વળી ભાવનગરના જ મુળ વતની છે પણ ઘણાં વખતે આવ્યાં હોવાથી રસ્તો ભુલી જતાં ખાસ્સા કલાકથી દોઢ કલાક મોડા પહોંચેલા – જો કે શ્રોતાઓ અને સાહિત્ય રસીકોને તે વાતનો બીલકુલ ખેદ ન હતો પરંતુ તેમની સાથે વિચાર ગોષ્ઠિ થઈ શકી તે બાબતનો આનંદ જ હતો.

કાર્યક્રમની શરુઆત ડો. વિનોદ જોષી દ્વારા કાજલ બહેનના પરીચય આપવાથી થઈ. ત્યાર બાદ શ્રી કાના બાંટવાએ ઉદબોધન કર્યું અને શ્રી કાજલ બહેનને પોતાની રસપ્રદ ગોષ્ઠિ દ્વારા સાહિત્ય પ્રેમીઓને વિચારતા કરી દેવા માટે આમંત્રણ આપ્યું. ત્યાર બાદ શ્રી કાજલ બહેને લગભગ અડધો કલાક સુધી પોતાની સ્પષ્ટ અને સુમધુર ભાષામાં રસપ્રદ વક્તવ્ય આપ્યું જે આપ અહીં માણી શકશો.

ત્યાર બાદ પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ થયો હતો જેના સંતોષકારક પ્રત્યુત્તરો કાજલ બહેને આપેલા. ઘણાં બધા વાચકોએ કાજલબહેનના સહિત્યની પોતાના પર ઉંડી અસર પડી છે તેમ કબુલ કરેલું અને પ્રતિભાવમાં કાજલબહેને તેમનો આભાર માનેલો.

અંતમાં શ્રી તારકભાઈ શાહ દ્વારા આભાર વિધી કરવામાં આવી તથા શ્રી કાના બાંટવા અને ડો.વિનોદભાઈ જોષી ના હસ્તે શ્રી કાજલબહેનને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યો. છુટાં પડતી વખતે કાજલ બહેને પ્રેમપૂર્વક સાહિત્ય રસીકોને પોતાના હસ્તાક્ષર આપ્યાં અને આમ આ સાહિત્ય ગોષ્ઠિ તથા ત્રિ-દિવસીય કાર્યક્રમ પૂર્ણ થયો.


તા.૨૭ જાન્યુઆરી ૨૦૧૧
ભાવનગર.

દિવ્યભાસ્કર ગૃપનું સૌરાષ્ટનું અગ્રણી દૈનિક “સૌરાષ્ટ્ર સમાચાર” તેના નવા બનેલા મકાનમાં જ્યારે નવપ્રસ્થાન કરી રહ્યું છે તથા સહુ પ્રથમ ૩ડી અખબાર બહાર પાડવાનું શ્રેય જેમને જાય છે તેવા પ્રસંગને વધાવવા માટે ભાવનગરના કલાકારોને પોતાની કલા પીરસવાનો મોકો દિવ્યભાસ્કર ગૃપ દ્વારા પુરો પાડવામાં આવ્યો હતો.

ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહમાં યોજાયેલ આ કાર્યક્રમમાં ભાવનગરના જ ગાયકો શ્રી પ્રણવ મહેતા અને શ્રી ધર્મિન મહેતાએ પોતાના જોશીલા અને ખુમારી ભર્યા કંઠથી શ્રોતાઓને આંદોલિત કર્યા હતાં. જ્યારે ડો.ભાવના પ્રણવ મહેતા અને કુમારી ખુશાલી શુક્લના ભાવવાહી અને સુમધુર કંઠનું આકંઠ પાન કરીને શ્રોતાઓ એક અગમ્ય ભાવ-જગતમાં સરી પડ્યા હતા.

નીરવ પંડ્યાએ કી-બોર્ડ પર, મીલન મહેતાએ ઢોલક પર અને જ્વલંત ભટ્ટે તબલાં પર સંગત આપી હતી. આ ઉપરાંત કી-બોર્ડના ભારતની બહાર પણ જેઓ પોતાની કલા પીરસી ચૂક્યા છે તેવા એક મિત્રએ પણ સંગત આપી હતી (જેનું નામ ભુલાઈ ગયું છે – ક્યાંયથી જાણવા મળશે તો જણાવીશું).

કાર્યક્રમની શરુઆત ભાવના અને ખુશાલીના યુગલ સ્વરમાં “મીલે સૂર મેરા તુમ્હારા” ની બે પંક્તિઓ ગાઈને શ્રી ભીમસેન જોષીને શ્રદ્ધાંજલિ અર્પીને કરવામાં આવી હતી.

જુના અને નવા અનેક ગીતોના સુમેળથી આ ચારેય ગાયકોએ શ્રોતાઓને શરુઆતથી અંત સુધી જકડી રાખ્યા હતા. પ્રત્યેક ગીતની પહેલાં મીતુલ રાવલનો સંવાદ સમગ્ર માહોલને સંવાદી બનાવી અને શ્રોતાઓના ચહેરા પર એક આછેરું સ્મિત ફેલાવતો રહ્યો હતો.

અંતમાં “વંદે માતરમ” ગીતથી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આયોજકો, કલાકારો અને શ્રોતાઓ ઉંડા સંતોષ અને કશુંક પામ્યાની ભાવના લઈને વીખરાયા હતા.


દુ:ખનો જીવનમાં જ્યારે કોઈ ભાર હોય છે,
મારા ઉપર મને જ અધિકાર હોય છે.

પુષ્પોની સાથસાથ સદા ખાર હોય છે,
કષ્ટો જીવનના એ રીતે શણગાર હોય છે.

ફરિયાદની જગા કોઈ મળતી નથી મને,
જેને મળું છું તારો તરફદાર હોય છે.

મુખ પર વ્યથાના ભાવ કદી પણ નહીં મળે,
ટેવાયેલું હ્રદય તો મિલનસાર હોય છે.

આંસુ બિચારા કેટલી રાહત દઈ શકે!
ચારે તરફ નસીબનો અંગાર હોય છે.

તો યે હ્રદયમાં બીક છે કારણ નહીં કહું…
મિત્રો હજાર – દુશ્મનો બેચાર હોય છે.

જ્યારે મળે છે તેઓ હસી દે છે આંખથી,
એ પણ ઘણું છે, એટલો વ્યવહાર હોય છે.

દુ:ખની દશામાં એક અનુભવ થયો ‘ઈજન’,
જેઓ મને મળે છે, સમજદાર હોય છે.


આજે સાંભળીએ આ ભાવવાહી ગીત…..ma mujhe apne aanchal me chipa ley, gale se laga ley
kee aur meraa koyee nahee
phir naa sataunga kabhee pas bula ley, gale se laga ley
kee aur meraa koyee nahee
ma mujhe apne………..

bhul meree chhotee see bhul jao mata
aaise koyee apno se ruth nahee jata
ruth gaya hu mai too mujhko mana ley, gale se laga ley
kee aur meraa koyee nahee
ma mujhe apne………..

god me teree aaj tak mai pala hu
ungalee pakad key teree man mai chala hu
tere bina mujhko abb kaun sambhale, gale se laga ley
kee aur meraa koyee nahee
ma mujhe apne………..https://madhuvan1205.files.wordpress.com/2011/01/sabase_unchi_vijaya_pataka.jpg

सबसे उँची विजय पताका
सबसे उँची विजय पताका लिए हिमालय खड़ा रहेगा।
मानवता का मानबिन्दु यह भारत सबसे बडा रहेगा॥

विन्ध्या की चट्टानों पर रेवा की यह गति तूफानी
शत शत वर्षो तक गायेगी जीवन की संघर्ष कहानी
इसके चरणों में नत होकर हिन्दु महोदधि पडा रहेगा
भारत सबसे बड़ा रहेगा ॥१॥

गंगा यमुना घट से निकलीं जहां एक होकर बहने को
जहाँ प्रकृति के पास रहा है सदा पुरुष से कुछ कहने को
उस भारत में पराक्रमों का प्यारा झंडा गड़ा रहेगा
भारत सबसे बडा रहेगा ॥२॥

जिसकी मिट्टी में पारस है स्वर्ण-धूलि उस बंग भूमि की
पंचनदो के फव्वारों से सिंची बहारें पूण्य-भूमि की।
शीर्ष-बिन्दु श्रीनगर सिन्धु तक सेतुबन्धु भी अड़ा रहेगा
भारत सबसे बड़ा रहेगा ॥३॥

जिस धरती पर चन्दा-सूरज साँझ-सकारे नमन चढ़ाते
षड्‌-ऋतु के सरगम पर पंछी दीपक और मल्हार सुनाते।
वही देश-मणि माँ-वसुधा के ह्नदय-हार में जड़ा रहेगा
भारत सबसे बड़ा रहेगा ॥४॥


તા.૨૩ જાન્યુઆરી ૨૦૧૧
ભાવનગર

આજે ભાવનગરમાં ચાલતી બાળકો માટેની સંસ્થા “શૈશવ” નો વાર્ષિક દિન હતો. હું અને મમ્મી (સાસુ) અને બંને બાળકો તે કાર્યક્રમમાં ગયેલા. તેમાં ઘણાં બધાં આમંત્રિત મહેમાનો અને આશરે ૧૪૦૦/૧૫૦૦ બાળકો એકઠાં થયેલા. આ કાર્યક્રમમાં વર્ષ દરમ્યાન જે બાળકોએ શ્રેષ્ઠ કાર્ય કર્યું હોય તેમને સ્મૃતિ-ચિન્હ આપી સન્માનિત કરાયા હતા. ત્યાર બાદ આમંત્રિત મહેમાનોએ ૧ થી ૧:૩૦ કલાક બાળકો સાથે અલગ-અલગ વર્ગમાં અલગ ગૃપ સાથે બેસી વાર્તા, બાળગીત, પ્રેરક-વચન, પ્રેરણાત્મક વાર્તા, બાળ-રમત વગેરે કાર્યક્રમ કર્યા બાદ ભોજન લઈ થોડા વિરામ બાદ બીજી રમતો રમવાની હતી. આમ આ આખા કાર્યક્રમમાં જોવાની ખૂબી એ હતી કે મોટા ભાગના સ્લમ-એરીયામાંથી આવેલા બાળકોને આ સંસ્થા ખૂબ જ પ્રેમ, માન-સન્માન સાથે જીવન જીવવાનું શીખવે છે.

હું અહીંની નંદકુંવરબા શાળાની વિદ્યાર્થીનીઓ સાથે હતી. પહેલા તો પરિચય આપી થોડી વાત-ચીત કરી. ત્યાર બાદ “એકડો સાવ સળેખડો” ગીત ગાયું – ગવરાવ્યું, ઉંદરડાની વાર્તા કરી, પતંગિયાનું ગીત ગાયું, ખેડૂતની વાર્તા કરી, તાલની રમત – ગીત ઓળખની રમત રમાડી, બાળકોને ખૂબ આનંદ આવ્યો. હું તો મારા બાળપણમાં પહોંચી ગઈ હોય તેવું અનુભવ્યું. મને પણ ખૂબ જ આનંદ આવ્યો. તેઓએ બાલસેનાનો સ્કાર્ફ આપી મારું સન્માન કર્યું. સાથે તેમની સંસ્થાનું સાહિત્ય ભેટ આપ્યું.