જન્મે તે મરે
મરે તે ફરી જન્મે
જગ નિયમ
જન્મ મરણ આત્માતણાં અથવા તો તું માન,
તો પણ કરવો શોક ના ઘટે તને તે જાણ.
જન્મે તે મરતું સદા, મરેલ જન્મે તેમ,
તેવો જગનો નિયમ છે,શોક થાય તો કેમ?
અચિંત્ય આત્મા
અવિકારી અવ્યક્ત
જાણ્યે ન શોક
અવિકારી અવ્યક્તને અચિંત્ય છે તે તો,
તેવું જાણી ના ઘટે શોક કદી કરવો.
દોસ્તો,
આજે વસંત પંચમી. મા સરસ્વતીની આરાધના કરવાનું પર્વ. આજે આપણે મા શારદા / સરસ્વતીને પ્રાર્થીએ કે અમારા અજ્ઞાનરુપી અંધારા દૂર થાય અને અમારા અંત:કરણમાં જ્ઞાનનો ઉજાસ ફેલાય. બે મહિના હવે વસંત મ્હોરી ઉઠશે તો ચાલો આજે આપણે આપણાં લોક લાડીલા મુખ્યમંત્રી કે જેઓ એક સારા કવિએ છે તેમની એક કવિતા ભાવનગરના કલાકાર શ્રી પાર્થિવ ગોહીલના સ્વરમાં ભાવેણામાં ખીલેલા ફુલોની સાથે માણીએ અને વસંતને વધાવીએ.
અંતમાં આરંભ અને આરંભમાં અંત,
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત…
સોળ વર્ષની વય ક્યાંક કોયલને લઈ,
કેસૂડાંનો કોના પર ઉછરે પ્રણય,
ભલે લાગે છે રંક પણ ભીતર શ્રીમંત,
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત…
આજે તો વનમાં કોનાં વિવાહ,
એક એક વૃક્ષમાં પ્રગટે દીવા,
આશીર્વાદ આપવા આવે છે સંત,
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત…
– નરેન્દ્ર મોદી
શબ્દ સૌજન્ય : મા ગુર્જરી
સ્વર સૌજન્ય: વિજયકુમાર દવે
સ્થાઈ નિત્યાત્મા
સર્વવ્યાપી, અસંગ
પંચભૂતોથી
છેદાયે કે ના બળે, ભીંજાયે ન સુકાય,
સર્વવ્યાપક નિત્ય છે, આત્મા રહે સદાય.
ઢોકળા ભૂલ્યો
ને ઢોકળે ઢોકળા
સબળ ટપ્યો
દોસ્તો,
ઉપરનું હાઈકુ વાંચીને તમને એકે વાર્તા યાદ આવી? આવી તો – કહો જોઈએ?
અને હા, આ હાઈકુ તમને કેવું લાગ્યું?
સાદા ઢોકળાં જેવું કે નાયલોન ઢોકળા જેવું તે કહેવાનું ભૂલશો નહીં હો 🙂
શસ્ત્રો ત્યાં બુઠ્ઠા
અગ્નિ સાવ પાંગળો
ન છેદે-બાળે
વાયુ કે જળ
ન સૂકવે-પલાળે
આત્મતત્વને
શસ્ત્રોથી છેદાયના, અગ્નિથી ન બળે,
સૂકાયે ના વાયુથી, જલથી ના પલળે.