ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Monthly Archives: જૂન 2012


મીત્રો,

ગંગાસતી એક ઉચ્ચ કોટીના સંત થઈ ગયાં તેમના પદોમાં ઉંડુ અધ્યાત્મ વણાયેલું છે. સમયાંતરે આપણે તેમના પદો અવલોકશું. તેમનું પદ વાંચીને આપ શું સમજ્યાં તે પ્રતિભાવ તરીકે જરુર લખી શકો.


જ્યાં લગી લાગ્યા ભાગ્યાની ભૈ રહે મનમાં ;
ત્યાં લગી ભગતી નૈ થાય.

શીશ પડે વાંકો ધડ પડે પાનબાઈ ;
સોઈ મરજીવા કહેવાય – જ્યાં લગી

ભાઈ રે ! પોતાનું શરીર માને નહિ મનમાં ;
શરીરના ધણી જોને મટી જાય – જ્યાં લગી

સદગુરુ ચરણમાં શીશ નમાવે ;
ત્યારે પૂરણ નિજારી કહેવાય – જ્યાં લગી

ભાઈ રે ! નવધા ભગતીમાં નિરમળ રહેવું ;
મેલી દેવી મનની તાણાતાણ – જ્યાં લગી

પક્ષાપક્ષી નહિ હરિના દેશમાં ;
એનું નામ પદની ઓળખાણ – જ્યાં લગી

ભાઈ રે ! અટપટો ખેલ ઝટપટ સમજાઈ નૈ ;
એ તો જાણવા જેવી છે જાણ – જ્યાં લગી

ગંગાસતી એમ બોલિયા રે ;
ત્યારે મટી જાય ચારે ખાણ – જ્યાં લગી


ગંગાસતીના ભજનો આપ નીચેની લિન્ક પરથી ડાઉન લોડ કરી શકશો

http://aksharnaad.com/downloads/


ગંગાસતીના ભજનો સાંભળવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરશો:
ગંગાસતીના ભજનોમિત્રો,

આ જગતમાં સુખ અને દુ:ખ બંને એક સીક્કાની બે બાજુ જેવા કે જોડીયા ભાઈ જેવા છે. એક સાથે એક ફ્રી. કોઈ અહીં સંપૂર્ણ સુખી કે સંપૂર્ણ દુ:ખી જોવા નહીં મળે. મનુષ્ય લોકમાં મને સહુથી વધારે રહેવા જેવું લાગ્યું હોય તો તેનું રહસ્ય તે છે કે અહીં પ્યાર કરી શકાય છે, અહીં પ્યાર મેળવી શકાય છે. ઈશ્વરનો / પ્યારના સાગરનો પ્યાર સદાયે જીવો તરફ વહેતો હોય છે માત્ર આપણે તેની સન્મુખ થવાનું જરુરી હોય છે. આવો આજે તે પ્યારના સાગરના ગાન ગાઈએ અને આપણું હ્રદય પ્યારથી તર બતર કરી દઈએ :


http://lyricsindia.net/songs/show/2652

तू प्यार का सागर है
तेरी इक बूँद के प्यासे हम
लौटा जो दिया तुमने, चले जायेंगे जहाँ से हम
तू प्यार का सागर है …

घायल मन का, पागल पंछी उड़ने को बेक़रार
पंख हैं कोमल, आँख है धुँधली, जाना है सागर पार
जाना है सागर पार
अब तू हि इसे समझा, राह भूले थे कहान से हम
तू प्यार का सागर है …

इधर झूमती गाये ज़िंदगी, उधर है मौत खड़ी
कोई क्या जाने कहाँ है सीमा, उलझन आन पड़ी
उलझन आन पड़ी
कानों में ज़रा कह दे, कि आये कौन दिशा से हम
तू प्यार का सागर है …


મિત્રો,

માતા પુત્રને નથી ચાહતી પણ માતાની અંદર જે આત્મા છે તે પુત્રના આત્માને ચાહે છે. પતિ પત્નિને કે પત્નિ પતિને નથી ચાહતી પણ તે બંનેમાં જે આત્મા છે તે એકબીજાને ચાહે છે. પ્રત્યેક સજીવોમાં વિકસિત અંત:કરણ છે અને તેથી તે એકમેકને ચાહી શકે છે એકબીજા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી શકે છે. આ પ્યાર ને માત્ર આપણે પ્યાર કહીએ તો ન ચાલે? તેને કોઈ સંબધોમાં બાંધવાનું આવશ્યક શા માટે હોવું જોઈએ?

ચાલો આજે માણીએ ખામોશી ફિલ્મનું એક ખામોશ કરી દે તેવું ગીત:

http://lyricsindia.net/songs/show/707

हम ने देखी है इन आँखों की महकती खुशबू
हाथ से छूके इसे रिश्तों का इल्ज़ाम न दो
सिर्फ़ एहसास है ये रूह से महसूस करो
प्यार को प्यार ही रहने दो कोई नाम न दो
हम ने देखी है …

प्यार कोई बोल नहीं, प्यार आवाज़ नहीं
एक खामोशी है सुनती है कहा करती है
ना ये बुझती है ना रुकती है ना ठहरी है कहीं
नूर की बूँद है सदियों से बहा करती है
सिर्फ़ एहसास है ये, रूह से महसूस करो
प्यार को प्यार ही रहने दो, कोई नाम ना दो
हम ने देखी है …

मुस्कराहट सी खिली रहती है आँखों में कहीं
और पलकों पे उजाले से छुपे रहते हैं
होंठ कुछ कहते नहीं, काँपते होंठों पे मगर
कितने खामोश से अफ़साने रुके रहते हैं
सिर्फ़ एहसास है ये, रूह से महसूस करो
प्यार को प्यार ही रहने दो, कोई नाम ना दो
हम ने देखी है …