ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Monthly Archives: નવેમ્બર 2011

દોસ્તો,
આસ્થાએ કાવ્ય લખ્યું તો હંસ:ને થયું કે હું કેમ લખવાના વા થી રહી જાઉ. તેણે એક વાર્તા લખી. આ બાળકની વાર્તા છે તેથી તેવી રીતે મૂલવણી કરીને તેણે કેવું લખ્યું છે તે જરુરથી જણાવજો.

દોસ્તો,

આસ્થાની શાળામાં દરેક બાળકોને એક કાવ્ય લખી લાવવાનું કહ્યું હતું. આસ્થાએ લખેલું કાવ્ય અહીં રજૂ કર્યું છે. આપને આ કાવ્ય કેવું લાગ્યું તે જરૂર જણાવશો.


દોસ્તો,

શ્રી મહેન્દ્રભાઈ શાહ સારા કાર્ટુનીસ્ટ છે. તેમના કાર્ટુન રસપ્રદ અને આનંદદાયક હોય છે. એક નમુનો નીચે રજૂ કર્યો છે.

તેમના વધારે કાર્ટુન જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરશો.

http://isaidittoo.com/


Posted By: Atul

મિત્રો,

ભરતભાઈએ સોંપેલા બીજું કાર્ય કવિશ્રી પ્રહલાદ પારેખનો શતાયુ પ્રવેશ ની PDF ફાઈલ બનાવીને તેમને મોકલવાનું કાર્ય આજે પુરુ થયું. PDF ફાઈલ બની ગઈ છે તો પછી આપણે ય શા માટે ન વાંચીએ?

કવિશ્રી પ્રહલાદ પારેખનો શતાયુપ્રવેશ – ઉપેન મહેતા

ઉપરની લિન્ક પર ક્લિક કરવાથી PDF ફાઈલ ખુલશે. તેમાં Save Option પર ક્લિક કરવાથી આપના કોમ્પ્ય઼ુટરમાં ડાઉન લોડ થશે. આપ મરજી થાય ત્યારે Off Line વાંચી શકશો – મિત્રોને મોકલી શક્શો.


ગાડા ભરીને માર્કસ આવ્યા તો યે
આંખો માં આટલી બધી હતાશા?
‘કોંગ્રેચ્યુલેસન’ કહી ને હાથ લંબાવ્યો તો
સામો હાથ પડી ગયો ઢગલો થઈ ને!

દીકરો પાસ થયો,
ઘરમાં ઉત્સવ ના તોરણો ક્યાં ?
વહેલી સવાર થી લાઇન માં ઊભા ફોર્મ માટે
” ગુજરાતી મીડિયમ ! – નો ચાન્સ
ફોર્મ ને હાથ પણ નહીં લગાડે”

એક કોલેજ થી બીજી કોલેજ, એક “ના” થી બીજી “ના”
આજે નહીં આવતી કાલે કદાચ બીજા લિસ્ટ માં
કદાચ ……કદાચ …..કદાચ ..!

શંકા કુશંકા થી વેરન છેરણ માસૂમ રાત
સોળ વરસ નો નાનકડો ખભો , આટલો મોટો ક્રોસ !?
ઘરે ઘરે જોળી લઈ ને ફર્યો, થાક્યો, ઉઘાડો થયો,
માન અપમાન ના પ્યાલા નેવે મૂક્યા

દીકરા ની લાચાર આંખો ઢંઢોલે છે મને:
પપ્પા, તમારી કોઈ ઓળખાણ નથી?
મારે માટે , મારા શિક્ષણ માટે .. થોડાક પૈસા ..
મારી મૂઠી ની લાચારી ઉઘાડી પાડું?
કદાચ એ પૂછી બેસસે તો?
આખી જિંદગી તમે શેનો વેપાર કર્યો, પપ્પા?


પરીણામ આવ્યા પછી ખરેખર વાલીઓની આવી હાલત નથી થતી? આપણી બદલાતી જતી શિક્ષણ પધ્ધતિમાં ક્ષમતાવાન વિદ્યાર્થીઓ પરંતુ આર્થિક રીતે નબળા હોય તેમને સ્થાન મેળવવું એટલે કેટલું મુશ્કેલ કાર્ય છે તે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ જ જાણે છે. શું તેવી શિક્ષણ સંસ્થાઓ થશે કે જે ગુજરાતના (આગળ જતા ભારતના) પ્રત્યેક બાળકને ક્ષમતા અનુસાર વ્યાજબી ફી લઈને અથવા તો મફત ઉચ્ચ શિક્ષણ પુરુ પાડી શકે. ગુજરાતને ખરેખર આગળ લાવવું હોય તો જરૂર છે તેવી શૈક્ષણિક સંસ્થાઓની કે જે વિદ્યાર્થીઓને ભણતર માટે સર્વ સહાય કરે અને ત્યાર બાદ તેમને માટે વ્યવસાયની વ્યવસ્થા કરે અને તે વ્યવસાયમાંથી હપ્તે હપ્તે તેના ભણતર માટે થયેલો ખર્ચ વસુલીને રોકાણ કરેલા નાંણાં પરત મેળવી લે અને સાથે સાથે વિદ્યાર્થીને એક જવાબદાર નાગરીકમાં તબદીલ કરીને દેશના વિકાસમાં ભાગીદાર બનાવે.વૃદ્ધ માબાપનો સંતાનોને પત્ર
સંકલન: ડો. સ્મિતા ત્રિવેદિ
અનુવાદ : યજ્ઞેશ પંચાલ
Posted By: Atul


મિત્રો,

આજે સવારે ભરતભાઈ ઘરે આવ્યા. મારી સામે ૪ કાગળ ધર્યા. મને કહે આમાંથી આ એક લેખ વૃદ્ધ માબાપનો સંતાનોને પત્ર તે તું સ્કેન કરીને તારા બ્લોગ પર મુકજે. બાકીના ૩ કાગળમાં કવિશ્રી પ્રહલાદ પારેખનો શતાયુપ્રવેશ નામનો લેખ છે તે તું સ્કેન કરીને તેની PDF ફાઈલ બનાવીને મને મોકલજે. મને વિડિયો ફાઈલને કટ કરીને યુ-ટ્યુબ પર કેમ મુકવી તે શીખવાડીશ?

મેં કહ્યું સારુ ભારતભાઈ તમારી આજ્ઞા શિરોધાર્ય. તે લેખ અત્યારે પોસ્ટ સ્વરુપે મુકેલ છે. PDF ફાઈલ બનશે તો તેમને રાત સુધીમાં મોકલાવી આપીશ. શીખવાડવા માટે કહ્યું કે અત્યારે અમે એક અન્ય કાર્યમાં વ્યસ્ત છીએ તો પછી શીખવાડું તો ચાલશે?

તો કહે
અરે તારા સમયે મને શિખવાડજે. તને અત્યારે ડીસ્ટર્બ કર્યો તે માટે સોરી – કહીને તે તો ચાલતા થયા.

મેં કહ્યું
ભરતભૈ – આવજો. કશું ખોટું તો નથી લાગ્યુને?

તો કહે
ના રે ના અત્યારે તું કામમાં છો પણ તારો ફોન નંબર આપી દે જેથી તું નહીં તો તારા ઘરવાળા તો કોઈ ફોન ઉપાડે – મોબાઈલ તો તું ઉપાડતો જ નથી.

મેં તેમને ફોન નંબર આપ્યો – તમને આપુ (કવિતા કે બા ઉપાડશે) ? અને કહ્યું સાવ એવું નથી હો – ક્યારેક મોબાઈલ પણ ઉપાડું છું 🙂

તો વાંચીએ આજે તેમણે આપેલો લેખ: વૃદ્ધ માબાપનો સંતાનોને પત્રદોસ્તો,

ગઈકાલે આપણે કવિ શ્રી રમેશ પારેખનું આ મન પાંચમના મેળે કાવ્ય વાંચ્યુ. આજે માણીએ દાદાનું પ્રતિકાવ્ય નેટ જગતના આકાશે –


આ નેટ જગતના આકાશે, સો વાદળ ઉમટી આવ્યાં છે.
કોઈ હલકી ફુલકી વાદળી, તો કોઈ શ્યામ ઘટા ઘનઘોર મહા.

કોઈ સોનેરી સપનું લાવ્યા, કોઈ સાત આઠ રંગો લાવ્યા
કોઈ લાલ ગુલાબી ઝાંય ભરી, કેસરીયા વસ્ત્ર સજી બેઠા.

કોઈ જોડકણાં જોડી લાવ્યાં, કોઈ ગદ્યકાવ્ય લઈ આવ્યા
કોઈ લઈ આવ્યા છંદો છોડી, પંખીઓ મુક્ત ગગન કેરાં.

કોઈ મહાકવીની કાવ્યછટા, કોઈ નર્મભરી રંગત લાવ્યા,
કોઈ ગઝલોની મહેફીલ લાવ્યા, કોઈ સોનેટનું શમણું લાવ્યા.

કોઈ ‘ કવીતાનો ક‘ લઈ આવ્યા, કોઈ કક્કાની કવીતા લાવ્યા,
કોઈ ‘તુલસીદલ’માં ગુણવંતા, ભજનોના ભાવ ભરી લાવ્યા.

કોઈ ગીત મધુરાં લાવ્યાં છે, સંગીતના મસ્ત સુરો સાથે
કોઈ પાઠ કરે હળવા સાદે, ગઝલો, ગીતોના ભાવભર્યા.

કોઈ હળવી જોક લઈ આવ્યા, કોઈ વીવેચનો ગંભીર લાવ્યા
કોઈ ઘરઘરની કથની લાવ્યા, કોઈ લાંબી નવલો લઈ આવ્યા.

કોઈ કથા અનુભવની કહેતા, કોઈ મીત્રોની વાણી વદતા
કોઈ અલ્પ જ્ઞાનને અતીક્રમી, દીલના ભાવો છલકી ચાલ્યા.

કોઈ બાળસુલભ રચના લાવ્યા, કોઈ મર્મીલાં કાર્ટુન લાવ્યા,
કોઈ હોબીના ગમતીલા તારક, વીણી વીણીને લઈ આવ્યા.

કોઈ ભાષા શીખવે ખંત ભરી, નીયમો પીંગળના,ગઝલોના
કોઈ ગાંધી કેરાં દર્શનથી, મહેંકાવે ધુપસળી જગમાં.

કોઈ ખુણો ખાંચરો ગોતીને, ચટકીલી રસોઈ લઈ આવ્યા
કોઈ પ્રશ્નો વીસ પચીસ લાવ્યા, કોઈ ઉત્તર ગોતીને લાવ્યા.

કોઈ ‘કેસુડાં’, ‘રીડ-ગુજરાતી’, ‘આક્રોશ’, ‘ઓટલો’ લઈ આવ્યા
કોઈ ‘વાતચીત’, કોઈ અંતકડી, ‘સર્જન સહીયારું’ લઈ આવ્યા.

કોઈ પ્રતીભાવ- આતુરતામાં, નીજ પતરાળું પીરસી બેઠા
કોઈ અકળાઈ આક્ષેપોથી, નીજ દ્વારો બંધ કરી બેઠા.

કોઈ લઈ આવ્યા સુવીચાર સદા, ઉપદેશોયે વળી સંતોનાં
કોઈ ધર્મ-જ્ઞાનનાં થોથાંઓ , કોઈ નાસ્તીકની વાણી લાવ્યા.

કોઈ લઈ આવ્યા પરીચય સો સો, લાખેણી કો’ પ્રતીભા કેરા.
કોઈ પાનાં ખોલી બેઠા છે, ઈતીહાસ અને વીજ્ઞાન તણાં.

તુંય ‘સુજાણ’ લઈ આવ્યો, અવનવી વાનગી થાળ ભરી,
જીવનનું સત્વ પ્રસારીને, પીરસ્યાં વ્હાલાં સર્જન નવલાં.


આ કાવ્યની રચના વિશે તથા તેના પરના પ્રતિભાવો વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરશો.

કાવ્યસૂરદોસ્તો,

આ જગત એક મેળા જેવું જ છે ને? મેળામાં સહુ કોઈ પોત પોતાની રીતે કશુંક લઈને આવ્યા છે. ચાલો જોઈએ કવિ શ્રી રમેશ પારેખ શું કહે છે:- આ મન પાંચમના મેળામાં લોકો શું શું લઈને આવ્યા છે તેના વિશે.


આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.

કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.

કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.

કોઈ લા.ઠા., ચિનુ, આદિલજી બુલેટિન જેવું બોલે છે:
અહીંયા સૌ માણસો હોવાનો આઘાત લઈને આવ્યા છે.

કોઈ ચશ્માં જેવી આંખોથી વાંચે છે છાપાં વાચાનાં,
ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે.

કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં,
કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.

કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા,
કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે.

આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ,
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.


ટાઈપ સૌજન્ય: મનનો વિશ્વાસહે ભગવાન ! મેં તમને માછલી ઘર લાવવાનું કહ્યું હતું અને તમે માછલીના આકારનો સાબુ ઉપાડી આવ્યાં? તમારામાં અક્કલ ક્યારે આવશે?


દોસ્તો,

ગઈ કાલે અતુલ રાત્રે સુતી વખતે બાળકોને ગિજુભાઈની વાર્તા વાંચી સંભળાવતા હતા. હંસ: વચ્ચે વચ્ચે આવતા તળપદી શબ્દોનો અર્થ પુછતો જાય એટલે તેનું ભાષા ભંડોળ સાથે સાથે વધે. આસ્થા કહે કે પપ્પા એટલા બધા સ્પષ્ટ ઉચ્ચારો કરે છે કે સાંભળ્યા જ કરીએ. ગઈ કાલે તેણે વાત કહેવાય તેવી નથી વાર્તા કહી તે સાંભળીને તો હસી હસીને પેટમાં દુ:ખી ગયું. ગિજુભાઈનું પાત્રાલેખન અજબ હોય છે. આ વાર્તામાં તેમણે લખડા ગાંડાનું પાત્રાલેખન કર્યું છે. અને છેવટે એક પ્રશ્ન પુછ્યો છે – જે આપણને વિચારતા કરી દે છે.