ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Monthly Archives: નવેમ્બર 2010

ગઈ કાલે ભાવનગરમાં કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરની ૧૫૦મી જન્મ જયંતિ નીમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપવા અર્થે ભારતીય રેલ્વે દ્વારા યોજાયેલી સંસ્કૃતિ યાત્રા ભાવનગર આવી પહોંચી છે. સંપુર્ણ વાતાનુકુલિત આ ટ્રેનમાં કુલ પાંચ વિભાગો છે જેને વિશેની માહિતિ નીચેના ફોટોગ્રાફસ પરથી મળી રહેશે.તા. ૩૦-૧૧-૨૦૧૦ થી ૨-૧૨-૨૦૧૦ સુધી સવારે ૯ થી સાંજે સાત સુધી ખુલ્લા રહેનારા આ જાહેર સાંસ્કૃતિક પ્રદર્શનને માણવા માટે સર્વને રેલ્વે તંત્ર દ્વારા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. તો આપના બાળકોએ અને આપ સહુએ આ અમૂલ્ય તક જતી કરવા જેવી નથી. તો અત્યારે જ ચાલો.. રેલ્વે સ્ટેશન.
અંતરમાં રાગ છે ને નયનમાં વિરાગ છે,
’ઓજસ’ દોરંગી દુનિયા પ્રણયનો દિમાગ છે.

વિરહી હ્રદય મિલનમાં વિચારે છે એ જ વાત,
મરવાને માટે હમણાં બહુ સારો લાગ છે.

આ મૌન મારું જોઈને ભૂલો ન, દોસ્તો!
આજેય દિલના દર્દની દુનિયા સજાગ છે.

સંપૂર્ણતાએ પહોંચી નથી ત્યાગ-ભાવના,
વૈરાગ્ય પર હ્રદયને અત્યારેય રાગ છે.

પાલવનો છાંયડો હો કે મૃત્યુની ગોદ હો,
બળતા હ્રદયને એક શીતળતાની આગ છે.

’ઓજસ’ એ આજ મારી કને હોવા જોઈએ,
નહિતર શું વાત છે કે હ્રદય બાગબાગ છે.


ગઈ કાલે રવિવાર હતો. બાળકોની ફરમાઈશ થઈ કે ક્યાંક ફરવાં લઈ જાઓ. પહેલાં વિચાર્યું કે ખોડીયાર મંદિર જઈએ. આસ્થાએ તે પ્રસ્તાવનો વિરોધ કર્યો અને કહ્યું કે ક્યાંક દરિયા કિનારે લઈ જાવ. ભાવનગરથી સવારે જઈને સાંજે પાછા અવાય તેવા ઘોઘા, કુડા અને કોળીયાક એમ ૩ સ્થળો છે. ઘોઘામાં ખાસ મજા પડે તેવું નથી, કુડા થોડું આઘું છે એટલે છેવટે પસંદગીનો કળશ કોળીયાક (નિષ્કંલક મહાદેવ) ના દરિયા કિનારા પર ઢોળાયો. ૭ પ્રવાસીનું ગૃપ ઘોઘા જકાત નાકાથી શે’ર રીક્ષામાં (અમારી પાસે મોટર ક્યાં છે?) કોળીયાક ધાવડી મા ના મંદિરે પહોંચ્યું. આ મંદિરે અતુલ અને તેના મિત્ર પ્રવિણભાઈ એક વખત પૂનમની રાત્રે રહેલાં અને ચાંદની રાતમાં દરિયામાં આંટા મારેલા પણ તેની વાત પછી ક્યારેક કરશું. દર્શન કરી અને ઘરેથી લઈ ગયેલ ભાતું જમી લીધું. દરિયા કિનારે ગયાં તો ઓટ હતી. નિષ્કંલક મહાદેવ જવાના બે ફાયદા છે જો ભરતી હોય તો નહાવા મળે અને ઓટ હોય તો દરિયાની અંદર લગભગ પોણો કિલોમીટર ઉંડે આવેલ નિષ્કંલક મહાદેવના દર્શન કરવા મળે. પાંડવો દ્વારા મહાભારતના યુદ્ધમાં ઘણાં લોકો મરાયા હતા અને તેમનું તેઓને કલંક લાગેલું તેથી તે કલંકની નિવૃત્તિ કરવા તેમણે અહીં નિષ્કંલક મહાદેવની સ્થાપના કરેલી તેમ કહેવાય છે. સાચું હોય કે લોકવાયકા પણ અત્યારે અહીં પાંચ પૌરાણિક શિવલિંગ છે. દર ભાદરવી અમાસે અહીં વિશાળ લોક-મેળો ભરાય છે. અતુલ, હું, અર્ચના (મારા ભાભી), કવન (મારી બહેનનો દિકરો), આસ્થા, હંસ અને શ્રેયાંસી (મારા ભાઈની દિકરી) આ અમારા ૭ પ્રવાસીનું ગૃપ દરિયામાં આવેલ નિષ્કંલક મહાદેવના દર્શને ઉપડ્યાં. ત્યાં ના દૃષ્યો માણવા હોય અને અમારા પ્રવાસના સહ-પ્રવાસી બનવું હોય તો નીચેના ફોટો-વિડિયો પર ક્લિક કરો અને જોડાઈ જાવ અમારી સાથે સહ-પ્રવાસી તરીકે..

[Youtube=http://www.youtube.com/watch?v=ABAdnULRyfk]


અણુશક્તિની બોલબાલાના સોગન,
ગજબની જમાનેય હિંમત કરી છે;
કરી છે નવી શોધ આફતની જગમાં,
ક્યામતની પહેલાં ક્યામત કરી છે.

જીવન સ્વપ્ન છે એ જ જૂનાં પરંતુ,
નવેસરથી એવી મરામત કરી છે;
શિકલ બદલી ગઈ છે આ ખંડેર કેરી–
તમે પણ કહેશો કરામત કરી છે.

ઉપેક્ષા નથી ક્યારે પણ એની કીધી,
અમે સૌ અવસ્થાની ઈજ્જત કરી છે;
શરાબીની યૌવનમાં સોબત કરી છે–
ફકીરોની ઘડપણમાં ખિદમત કરી છે.

કસમ ઘેલછાના, જીવનમાં કદાપિ
નથી પાછી પાની કરી કોઈ પંથે;
મહોબત કહો તો મહોબત કરી છે–
બગાવત કહો તો બગાવત કરી છે.

જુવાનીના દિવસો એ રંગીન રાતો,
ખુવારી મહીં એ ખુમારીની વાતો;
સદીઓ અમે બાદશાહી કરી છે –
હકૂમત વિના પણ હકૂમત કરી છે.

કહો દંભીઓને કે સમજાવે એને,
કંઈ બંડ પાછું ન પોકારી બેસે.
કહે છે જવાનોએ ચોંકાવનારી;
ફરી એકઠી કંઈ હકીકત કરી છે.

મુબારક તમોને ગુલોની જવાની,
અમોને ન તોલો તણખલાની તોલે!
અમે એ જ બુલબુલ છીએ જેમણે આ
ચમનની હંમેશાં હિફાજત કરી છે.

નથી કોઈ પણ મેળના ભાગ્યે રાખ્યા,
રહ્યા છે હવે ભાગ્યમાં માત્ર ફેરા;
અમે એમ ભટકી રહ્યા છીએ જ્યાં-ત્યાં,
વતનમાંથી જાણે કે હિજરત કરી છે.

અવર તો અવર પણ કદરદાન મિત્રોય,
રાખે છે વર્તાવ એવો અમોથી;
પરાયા વતનમાં અમે આવી જાણે,
ફિરંગીની પેઠે વસાહત કરી છે.

પરાયા પસીનાનો પૈસો છે, ‘ઘાયલ’,
કરે કેમ ના પુણ્ય પાણીની પેઠે !
કે દાનેશ્વરીએ સખાવતથી ઝાઝી,
ગરીબોની દોલત ઉચાપત કરી છે.

શબ્દ માટે આભાર : ’મિતિક્ષા.કોમ’
અને હા, મનહર ઉધાસના મનોહર કંઠે આ રચના ત્યાં સાંભળવાનું ભુલશો નહીં હો..


Movie: Sambandh
Singer(s): Mukesh
Music Director: O P Nayyar
Lyricist: Pradeep
Actors/Actresses: Pradeep Kumar, Deb Mukherjee, Anjana
Year/Decade: 1969, 1960s

ગઈ કાલે ’કનકવો’ પર આજે એકલું એકલું.. પોસ્ટ વાંચી. જીવનમાં દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક એકલતાનો અનુભવ થયો જ હશે. શું મને કદી એકલતાનો અનુભવ થાય છે ખરો? હા, હા મને પણ ઘણી વાર થાય છે. અરે ભગવાનને પણ એકલતાનો અનુભવ થયો અને તેથી તેમણે સંકલ્પ કર્યો કે “એકોહં બહુસ્યામ” – હું એકલો છું અનેક રુપ ધારણ કરું. મને જ્યારે એકલતાનો અનુભવ થાય ત્યારે હું શું કરું? કશું જ નહીં – સંબધ ફીલ્મની આ કડી ગણગણું…

तेरा कोई साथ न दे तो तू खुद से प्रीत जोड़ ले
बिछौना धरती को करके अरे आकाश ओढ़ ले
पूरा खेल अभी जीवन का तूने कहाँ है खेला
चल अकेला….

[Youtube=http://www.youtube.com/watch?v=pflINcgXW9Q]

चल अकेला, चल अकेला, चल अकेला
तेरा मेला पीछे छूटा राही चल अकेला

हज़ारों मील लम्बे रास्ते तुझको बुलाते
यहाँ दुखड़े सहने के वास्ते तुझको बुलाते
है कौन सा वो इंसान यहाँ पे जिस ने दुख ना झेला
चल अकेला….

तेरा कोई साथ न दे तो तू खुद से प्रीत जोड़ ले
बिछौना धरती को करके अरे आकाश ओढ़ ले
पूरा खेल अभी जीवन का तूने कहाँ है खेला
चल अकेला….