ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Monthly Archives: એપ્રિલ 2011

દાડમડી - ૧

દાડમડી - ૧

દાડમડી - ૨

દાડમડી - ૨

મોગરો - ડોલર

મોગરો - ડોલર

ગુલમ્હોર

ગુલમ્હોર

ગુલમ્હોર

ગુલમ્હોર

ગલગોટા

ગલગોટા

સુર્યોદય સમયે પ્રકાશનું વાદળોમાં પરાવર્તન

સુર્યોદય સમયે પ્રકાશનું વાદળોમાં પરાવર્તન

સુર્યોદય સમયે પ્રકાશનું વાદળોમાં પરાવર્તન

સુર્યોદય સમયે પ્રકાશનું વાદળોમાં પરાવર્તન

સુર્યોદય સમયે પ્રકાશનું વાદળોમાં પરાવર્તન

સુર્યોદય સમયે પ્રકાશનું વાદળોમાં પરાવર્તન

ચાલતો અતુલ

ચાલતો અતુલ

દાદાની વાડીની પ્રથમ કેરી ખાતો હંસ:

દાદાની વાડીની પ્રથમ કેરી ખાતો હંસ:

દાદાની વાડીની પ્રથમ કેરી ખાતી આસ્થા

દાદાની વાડીની પ્રથમ કેરી ખાતી આસ્થા


ભાવનગરના ડો. નીપા ઠક્કરને ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માનીત કરાયા તે વિશે માહિતિ આપતી ફાઈલ જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરશો.


ગુજરાત ગૌરવ એવોર્ડકોક તો જાગે !

આપણામાંથી કોક તો જાગે– કોક તો જાગે !
કોક તો જાગે આપણામાંથી
હાઅ જમાને ઢેઢફજેતી ઢીંચતાં ઢીંચી,

ઘેનસમંદર ઘૂઘવે–

એનાં ઘોર ઊંડાણો
કોક તો તાગે– આપણામાંથી કોક તો જાગે !
હાય જમાને
ઝેરએ પીધાંવેરએ પીધાં

આધીનનાઅં અંધેરને પીધાં–

આજ જમાનો અંતરાશે
એક ઘૂંટડો માગે :

આપણામાંથી કોક તો જાગે !

બાપદાદાની બાંધેલ ડેલી,

એક ફળીબંધ હોય હવેલી,

ગામની ચંત્યા ગોંદરે મેલી,

એ…ય નિરાંતે લીમડા હેઠે ધોલિયા ઢાળી–

સહુ સૂતાં હોય એમ કાં લાગે ?

આપણામાંથી કોક તો જાગે !
સોડ તાણી સહુ આપણે સૂતાં,

આપ ઓશીકે આપણાં જૂતાં,

ઘોર અંધારાં આભથી ચૂતાં–

ઘોર અંધારી રાત જેવી ઘનઘોર તવારીખ સોરવા લાગે–

આપણામાંથી કોક તો જાગે !
આમથી આવે ક્રોડ કોલાહલ,

તેમથી વ્હેતાં લોહી છલોછલ,

તોય ઊભાં જે માનવી મોસલ–

આપરખાં ,વગડાઉ ને એવાં

ધ્યાનભેરાંનાં લમણાંમાં મર લાઠિયું વાગે !

આપણામાંથી કોક તો જાગે !
એક દિ’એવી સાંજ પડી’તી,

લોક-ક્લેજે ઝાંઝ ચડી’તી–

શબ જેવી વચમાં જ પડી’તી–

એ જ ગુલામી. એ જ ગોઝારી,

મૂરછા ચાંડી મ્હોરવા માગે :

આપણામાંથી કોક તો જાગે !

કોઇ જાગે કે કોઇ ના જાગે,

કોઇ શું જાગે?

તું જ જાગ્યો તો તું જ જા આગે–

આપણામાંથી તું જ જા આગે….!


સૌજન્ય: ગોપાલકાકાસહેલીઓ અને દોસ્તો,

હમણાં ઘણાં વખતથી મધુવન પર આપે ગઝલ નથી સાંભળી કેમ બરાબરને? પરંતુ હે સાહિત્ય સ્વામીઓ કદી ગઝલોય સાંભળવી ઘટે – ખરું કે નહિં? ચાલો આજે શ્રી મનહર ઉધાસના મનોહર કંઠે શ્રી અમૃત ઘાયલ સાહેબની આ ગઝલ સાંભળી લઈએ.


https://madhuvan1205.files.wordpress.com/2011/04/tamone_bhet_dharva_bhar_jaw.jpg

ભૂલાતી પ્રેમ મસ્તીની કહાની લઈને આવ્યો છું.
કલાપી કાલની અંતિમ નિશાની લઈને આવ્યો છું.
કદી ગઝલોય સાંભળવી ઘટે સાહિત્ય સ્વામીઓ,
નહીં માનો હું એ રંગીન વાણી લઈને આવ્યો છું.

તમોને ભેટ ધરવા ભરજવાની લઈને આવ્યો છું.
મઝાના દિ અને રાતો મઝાની લઈને આવ્યો છું.

બધાને એમ લાગે છે મરું છું જાણી જોઈને,
કલા એવી જ કંઈ હું જીવવાની લઈને આવ્યો છું.

કહો તો રોઈ દેખાડું, કહો તો ગાઈ દેખાડું,
નજરમાં બેઉ શક્તિઓ હું છાની લઈને આવ્યો છું.

નથી સંતાપ છો ખૂબી નથી એકેય અમારામાં,
મને સંતોષ છે હું ખાનદાની લઈને આવ્યો છું.

મને ડર છે કહીં બરબાદ ના જીવન કરી નાખે,
કે હું એ હાથમાં રેખા કલાની લઈને આવ્યો છું.

સિતારા સાંભળે છે શાંત ચીત્તે રાતભર ‘ઘાયલ’
ઉદાસ આંખો મહી એવી કહાની લઈને આવ્યો છું.


આજે એક વધુ આનંદના સમાચાર – ગઈ કાલે જેનો ૧૫૫મો શો રજૂ થયો અને લિમ્કા બુક ઓફ઼ રેકર્ડમાં જેણે માનવંતુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે – તે ભાવનગરના લોકપ્રિય કાર્યક્રમ “સૂરીલી સાંજ” ના કેટલાંક અંશો હવે આપ યુ-ટ્યુબ પર માણી શકશો. રાહ કોની જુવો છો? નીચેની લિન્ક પર ક્લિક કરો.


સૂરીલિ સાંજઆપ સહુ જાણો છો કે દર મહિનાના ત્રીજા રવિવારે સવારે ૧૦ થી ૧૧ ભાવનગરી ગૃપની મીટીંગ યોજાય છે. આ વખતે મીટીંગનું આયોજન શ્રી સતીશભાઈ વ્યાસ દ્વારા ફુડ-પોઈન્ટ રેસ્ટોરન્ટમાં કરવામાં આવ્યું હતું. જો કે બહાર રસ્તા પર ખુબ ઘોંઘાટ હોવાથી સરખી રીતે વાતચીત થઈ શકતી ન હતી. જેને વાત કરવી હોય તેને બહુ મોટેથી બોલવું પડતું હતું. આ વખતે કુલ ૧૩ સભ્યોએ ભાગ લીધો હતો. શ્રી કૃષ્ણ લેબોરેટરી વાળા ડો.સંજયભાઈ શાહની સાથે તેમના અમેરિકામાં બધું વાઈન્ડ અપ કરીને ભાવનગર પરત ફરી રહેલાં શ્રી પરેશભાઇ પટેલ પણ ખાસ હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત ટ્રાવેલર વોચ કંપની વાળા શ્રી પ્રવીણભાઇ ભટ્ટ (ઘડીયાળી) મીટીંગનું મુખ્ય આકર્ષણ રહ્યાં હતાં. પરંપરાગત જલેબી-ગાંઠીયાને બદલે બટેટા-પૌંઆ અને ઉપમા તથા ચા-કોફી પીરસવામાં આવ્યાં હતાં.


સહદેવ ઠક્કર

સહદેવ ઠક્કર

રાકેશ ભડીયાદ્રા

રાકેશ ભડીયાદ્રા

તુષાર પાઠક

તુષાર પાઠક

ધિરેન પંડ્યા

ધિરેન પંડ્યા

ડો. સતીષ પાઠક

ડો. સતીષ પાઠક

સતીષ વ્યાસ

સતીષ વ્યાસ

પ્રવીણ ભટ્ટ (ઘડીયાળી)

પ્રવીણ ભટ્ટ (ઘડીયાળી)

પ્રવીણ મુંજપરા

પ્રવીણ મુંજપરા

અતુલ જાની

અતુલ જાની

ડો. સંજય શાહ

ડો. સંજય શાહ

પરેશ પટેલ

પરેશ પટેલ

બદ્રીકેશ બુચ

બદ્રીકેશ બુચ

પ્રદીપ ભટ્ટ

પ્રદીપ ભટ્ટ


સહેલીઓ અને દોસ્તો,

આજે આસ્થાની પરીક્ષા પુરી થઈ. હવે વેકેશન, વચ્ચે વચ્ચે નાના નાના પ્રવાસો, દરીયાકીનારે ફરવાનું એવો બધો આનંદ કરવાનો અવસર – કેમ બરાબર ને? તો ચાલો આજે દરીયે જઈશું ને?લમણે હાથ કાં દઈ બેઠો?
માર હાંકને , ઉભો થા

હોડી શીદ લંગારી બેઠો?
માર હલેસા, ઉભો થા

વાડામાં શીદ જઈ પુરાણો?
તોડ વાડને, ઉભો થા

પીંજરમાં પુરાવુ ખોટું
રહેજે સાવધ, ઉભો થા

કુવામાં છબછબીયા શાને?
આવ દરીયે, ઉભો થા

હું ને મારું આ છે બંધન
સઘળું તારુ, ઉભો થા

રાગ દ્વેષના દ્વંદો છોડી
આગંતુક તું , ઉભો થા

ભીખ માંગતો કાં ફરે છે?
આતમ રાજા, ઉભો થા

– અતુલ