ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Monthly Archives: જુલાઇ 2011

દોસ્તો,

આજે વાંચીએ “યુવા ગૌરવ પુરસ્કાર : ૨૦૧૦ થી પુરસ્કૃત શ્રી અનીલ ચાવડા” ની એક ગઝલ.


કાયમી પીડા મને તેં સાંખવાનું કામ સોપ્યું,
આગ કાગળના પડીકે બાંધવાનું કામ સોંપ્યું.

છું પ્રથમથી શ્વાસનો રોગી અને પાછું ઉપરથી,
તેં સતત, એવું સતત કૈં હાંફવાનું કામ સોપ્યું.

જળ ભરેલું પાત્ર હો તો ઠીક છે સમજ્યા, પરંતુ,
કામ સોપ્યું એય દરિયા ઢાંકવાનું કામ સોપ્યું?

વસ્ત્ર સાથે સર્વ ઈચ્છા પણ વણાવી જોઈએ હોં !
એક ચરખો દઈ મને તેં કાંતવાનું કામ સોપ્યું.

દઈ હથોડી હાથમાં, બસ આંગળી ચીંધી બતાવી,
ને સમયનો પીંડ આખ્ખો ભાંગવાનું કામ સોપ્યું.


સૌજન્ય:”ટહુકોદોસ્તો,

આજે માણીએ “યુવાગૌરવ પુરસ્કાર થી પુરસ્કૃત: હરદ્વાર ગોસ્વામી” ની એક રચના.


સદા અન્ય માટે મરાયું હશે,
પૂછો, નામ એનું જટાયુ હશે.

બધાના ચિરાયેલા વસ્ત્રો છતાં,
બધા શ્વાસમાં એક ચિરાયુ હશે.

ધરમ લાગણીનો પૂછો છો તમે ?
તરત એક હાજર હુમાયુ હશે.

હવે પેન લેવાના પૈસા નથી,
હવે કાવ્ય ચોક્કસ રચાયું હશે.

મરીઝની કલમથી સરકવું ગમે ?
ગઝલને ગમે શું, પૂછાયું હશે ?

છબી કોઈ ખેંચો, તરત આ ક્ષણે,
આ એકાદ વરસે હસાયું હશે.

તો રસ્તાઓ ઊંચકીને ફરશે તને,
જો મંઝિલથી આગળ જવાયું હશે.


સૌજન્ય: Web મહેફિલદોસ્તો,

નાનપણમાં મને ફીલ્મ સરગમનું જયાપ્રદા અભીનીત આ ગીત ડફલી વાલે – ડફલી બજા ખૂબ જ પ્રિય હતું. જયાપ્રદાએ આ ફીલ્મમાં મૌન નાયીકાની અદાકારી કરેલ છે અને તે પોતાના સઘળાં મનોભાવો નૃત્ય દ્વારા રજૂ કરે છે. હું નાની હતી ત્યારે એક વખત રેડીયો પર આ ગીત વાગતું હતુ અને અગાશીમાં હું કશુંક કામ કરી રહી હતી તે વખતે આ ગીત સાંભળીને મારું મન ઝુમી ઉઠ્યું અને હાથ પગ હલવા લાગ્યા. અવશપણે જ હું નૃત્ય કરવા લાગી. નૃત્યમાં મગ્ન એવી મને આસપાસનું કશું ભાન ન રહ્યું અને એકાએક દાદર પાસે પહોંચી ગઈ અને ઉંધે માથે દાદર પરથી પડી. કપાળમાં ચાર ટાંકા આવ્યા – આજે ય હજુ નીશાન રહી ગયાં છે. આજે આ ગીત રેડીયો પર સાંભળ્યું તો સ્મૃતિઓ જિવંત બની ગઈ. મને થયું કે ચાલો આ ગીત તમને સંભાળાવી દઉ..

Lata:
Dafliwale dafli baja -2
Mere ghungroo bulate hai aa
Main nachoon tu nacha
Dafliwale dafli baja
Mere ghungroo bulate hai aa
Main nachoon tu nacha
Dafliwale dafliwale

Tere bin main kya mere bin tu kya
Ik duje bin ham akele
Donon ke man se man ke milan se
Lagte hain sargam ke mele haay haay haay
Tere bin main kya mere bin tu kya
Ik duje bin ham akele
Donon ke man se man ke milan se
Lagte hain sargam ke mele
Tu tode ke jode tu rakhe ke chode
Ye dil kiya tere hawale
Dafliwale dafli baja
Mere ghungroo bulate hai aa
Main nachoon tu nacha

Rafi:
Teri chamcham se meri damdam se
Kya rang chaane laga hai

Lata:
Aankhon ke raste tu hanste hanste
Dil mein samaane laga hai haay haay haay

Rafi:
Teri chamcham se meri damdam se
Kya rang chaane laga hai

Lata:
Aankhon ke raste tu hanste hanste
Dil mein samaane laga hai

Rafi:
Unhe bhi dikhao
Unhe bhi dikhao unhe bhi bulaao
Kahan hai ye duniyawale

Lata:
Dafliwale dafli baja
Mere ghungroo bulate hain aa
Main naachoon tu nacha
Dafliwale dafliwale


દોસ્તો,

આજે આપણે પ્રેમ વિશે એક કવિ અને એક કવયિત્રિની રચના માણીએ.


પ્રેમ એટલે આશ, પ્રેમ એટલે શ્વાસ…
પ્રેમ એટલે
આપણી વચ્ચેનો આ અતુટ વિશ્વાસ…

પ્રેમ એટલે
આપણા અલગ-અલગ સપનાઓને
એક તાંતણે બાંધવાનો પ્રયાસ…

પ્રેમ એટલે
એક મેકના મન તરફ, મન માટે
જીદંગીભરનો સુંદર પ્રવાસ…

પ્રેમ એટલે
આપણે બે હતા હવે એક થયા
જાણે આ ધરતી ને આકાશ…

પ્રેમ એટલે
તને ઓઢુ, તને પહેરુ, તને શ્વસુ
તુંજ રહે સદા મારી આસ-પાસ…..

-રાજીવ ગોહિલ


સૌજન્ય: ગુજરાતી ગઝલ


પ્રેમ એટલે હું નહીં…
પ્રેમ એટલે તું ય નહીં…
પ્રેમ એટલે-
‘હું’ થી ‘તું’ સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી…

પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં…
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં…
પ્રેમ એટલે-
પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ…

પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં…
પ્રેમ એટલે રાધા જ નહીં…
પ્રેમ એટલે-
કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર…

પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં…
પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં…
પ્રેમ એટલે-
અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ…

-ઊર્મિ


સૌજન્ય: ઊર્મિનો સાગરદોસ્તો,

આજે એક જોરદાર ટુચકો વાંચ્યો. મને થયું કે મારે એકલા એકલા શા માટે હસવું? હસતા રહો યાર !

તુમ જો હસો તો હસતી હૈ દુનિયા |
રોના પડેગા અકેલા ||


सरकारी नाई ने बाल काटते समय कपिल सिब्बल से पूछा..
“साहब यहस्विस बैंक वाला क्या लफड़ा है”…
सिब्बल चिल्लाये “अबे तू बाल काटरहा है या इन्क्वारी कर रहा है ..”
नाई बोला सॉरी अब नहीं पूछूँगा…

अगली बार नाई ने चिदम्बरम साहब से पूछा यह काला धन क्या होताहै.. चिदम्बरम चिल्लाये और बोले “तुम हमसे ये सावल क्यूँ पूछता है?”

अगले दिन नाई से सी बी आई की टीम ने पूछताछ की…
“क्या तुम बाबाया अन्ना के एजेंट हो…???”
नाई बोला “नहीं साबजी..”
“तो फिर तुम बालकाटते वक़्त काग्रेस के नेताओं फालतू के सवाल क्यूँ करते हो…..”

नाईबोला, “साहब ना जाने क्यूँ स्विस बैंक और काले धन के नाम पर इनकांग्रेसियों के बाल खड़े हो जाते है और मुझे बाल काटने में आसानी होजाती है..”..इसलिए पूछता रहत


સૌજન્ય: ગુગલ મહારાજદોસ્તો,

વરસાદે તો હમણાં ખમૈયા કર્યા છે. ખાઉગલીમાં થયેલા ધડાકાઓ અને તેના જખમો હજુ તાઝા છે તેવે વખતે ડો. કવિ શ્રી વિવેક મનહર ટેલરનું મુંબઈમાં ટ્રેનની અંદર થયેલા શ્રેણીબંધ બોંબ વિસ્ફોટ સમયે રચાયેલું એક વેધક વેદનાભર્યું ગીત વાંચીએ.


જીવતો જાગતો માણસ ફૂટ્યો,
વિશ્વાસ ખૂટ્યો કે શ્વાસ જ છૂટ્યો.

ફૂટ્યાં એ સૌ બોમ્બ હતાં, બસ ?
જે મર્યાં એ સૌ શું માત્ર માણસ ?
આંખોમાં જે ધ્વસ્ત થયાં તે
ખાલી ડબ્બાઓ, આઠ-નવ-દસ?
માણસની અંદરથી કોઈએ આખેઆખો માણસ લૂંટ્યો.
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

કેટલાં સપનાં, ઈચ્છાઓ કંઈ
સાંજનો સૂરજ આવતો’તો લઈ;
નાના કલરવ, છાનાં પગરવ,
રાહ જુએ સૌ દરવાજા થઈ
એક ધડાકે એક જીવનમાં કેટલાનો ગુલદસ્તો તૂટ્યો !
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

પૂરી થશે શું માંગ તમારી,
નિર્દોષોને જાનથી મારી ?
મોત છે શું ઈલાજ જીવનનો?
આ નાદાની છે કે બિમારી ?
મુરાદ બર ના આવે તો પણ સદીઓથી ચાલે આ કૃત્યો.
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

આતંકવાદીને ફાંસી આપો,
પણ પહેલાં અંદર તો ઝાંકો;
છે શરીર તો એક જ સૌના,
શાને અલગ-અલગ પડછાયો?
એક જ માના પેટની પાટી, કોણે આવો એકડો ઘૂંટ્યો ?
જીવતો જાગતો માણસ ફૂટ્યો.


સૌજન્ય: કવિલોકદોસ્તો,

હમણાં અમારે ગુરુ પુર્ણિમા પર રાણાવાવ આશ્રમ જવાનું થયું. બસમાં મને મારું પ્રિય ફિલ્મ જોવા મળી ગયું – દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે. અને મને થયું કે ચાલો આજે તમને તે ફિલ્મનું મારું ખૂબ જ ગમતું ગીત સંભળાવુ..Movie: DILWALE DULHANIYA LE JAYENGE
Hindi Song Title: Ghar Aaja Pardesi Tera Des Bulaaye Re
Singer(s): PAMELA CHOPRA, MANPREET KAUR & CHORUS

Hindi Lyrics:

O Koyal Kuke Hook Uthaye Yaadon Ki Bandook Chalaye
Koyal Kuke Hook Uthaye Yaadon Ki Bandook Chalaye
Baagon Mein Jhoolon Ke Mausam Vaapas Aaye Re
Ghar Aaja Pardesi Tera Des Bulaaye Re
Ghar Aaja Pardesi Tera Des Bulaaye Re
O Baagon Mein Jhoolon Ke Mausam Vaapas Aaye Re
Ghar Aaja Pardesi Tera Des Bulaaye Re
Ghar Aaja Pardesi Tera Des Bulaaye Re

Is Gaanv Ki Anpadh Mitti Padh Nahin Sakti Teri Chitthi
Ye Mitti Tu Aakar Choome To Is Dharti Ka Dil Jhoome
Maane Tere Hain Kuchh Sapne Par Hum To Hain Tere Apne
Bhoolne Vaale Humko Teri Yaad Sataaye Re
Ghar Aaja Pardesi Tera Des Bulaaye Re
Ghar Aaja Pardesi Tera Des Bulaaye Re

Panghat Pe Aayi Mutiya Re Chham Chham Paayal Ki Jhankarein
Kheton Mein Lehrai Sarson Kal Parson Mein Beete Barson
Aaj Hi Aaja Gaata Hansta
Tera Rasta Dekhe Rasta
Arre Chhuk Chhuk Gaadi Ki Seeti Aawaaz Lagaye Re
Ghar Aaja Pardesi Tera Des Bulaaye Re
Ghar Aaja Pardesi Tera Des Bulaaye Re

Haathon Mein Pooja Ki Thaali Aayi Raat Suhaagon Vaali
O Chaand Ko Dekhoon Haath Main Jodoon Karvachauth Ka Vrat Mein Todoon
Tere Haath Se Peekar Paani
Daasi Se Ban Jaoon Rani
Aaj Ki Raat Jo Maange Koi Vo Pa Jaaye Re
Ghar Aaja Pardesi Tera Des Bulaaye Re
Ghar Aaja Pardesi Tera Des Bulaaye Re

O Mann Mitra O Mann Meeta
De Tainu Rabde Havaale Keeta

Duniya Ke Dastoor Hain Kaise Paagal Dil Majboor Hain Kaise
Ab Kya Sunna Ab Kya Kehna Tere Mere Beech Hi Rehna
Khatam Hui Ye Aankh Micholi
Kal Jaayegi Meri Doli
Meri Doli Meri Arthi Na Ban Jaaye Re
Ghar Aaja Pardesi Tera Des Bulaaye Re
Ghar Aaja Pardesi Tera Des Bulaaye Re

Koyal Kuke Hook Uthaye Yaadon Ki Bandook Chalaye
Baagon Mein Jhoolon Ke Mausam Vaapas Aaye Re

O Mahire O Chanve
Be Jindava O Sajna .