મિત્રો,
જિંદગીમાં જ્યારે આપણું ધાર્યું થાય ત્યારે આપણે કેટલાં બધા હરખાઈએ છીએ ને? જ્યારે આપણે કોઈની ઉપર જીત મેળવીએ છીએ ત્યારે આપણે કેટલો બધો ઉન્માદ અનુભવીએ છીએ ને? તે વખતે આપણને પરાજિત થયેલાના વિષાદની રજ માત્ર પણ કલ્પના હોય છે?
આપણું હાસ્ય જ્યારે બીજાની ઠેકડી ઉડાડવાથી પ્રાપ્ત થયેલ હોય ત્યારે જરુર સમજવું જોઈએ કે આપણે પરિપક્વ નહીં પણ વિકૃત હાસ્ય મેળવીએ છીએ.
જે વ્યક્તિ બીજાની પીડામાંથી હાસ્ય મેળવે છે તે એક દિવસ જરુર અસહ્ય પીડા ભોગવે છે અને તે પીડા ભોગવતી વખતે તેને અહેસાસ થાય છે કે જ્યારે તે બીજાની પીડામાંથી હાસ્ય મેળવતો હતો ત્યારે બીજી વ્યક્તિની પીડામાં તેણે હદ બહાર વધારો કર્યો હતો.
નિર્દોષ હાસ્ય તે છે કે જે પોતાની ઉપર હસીને પ્રાપ્ત કર્યું હોય.
જ્યારે આપણે હસીએ ત્યારે તેટલું જરુર વિચારીએ કે મારું આ હાસ્ય અન્યની પીડાનું કારણ તો નહીં બને ને?
ઢોકળા ભૂલ્યો
ને ઢોકળે ઢોકળા
સબળ ટપ્યો
દોસ્તો,
ઉપરનું હાઈકુ વાંચીને તમને એકે વાર્તા યાદ આવી? આવી તો – કહો જોઈએ?
અને હા, આ હાઈકુ તમને કેવું લાગ્યું?
સાદા ઢોકળાં જેવું કે નાયલોન ઢોકળા જેવું તે કહેવાનું ભૂલશો નહીં હો 🙂
દોસ્તો,
શ્રી મહેન્દ્રભાઈ શાહ સારા કાર્ટુનીસ્ટ છે. તેમના કાર્ટુન રસપ્રદ અને આનંદદાયક હોય છે. એક નમુનો નીચે રજૂ કર્યો છે.
તેમના વધારે કાર્ટુન જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરશો.
હે ભગવાન ! મેં તમને માછલી ઘર લાવવાનું કહ્યું હતું અને તમે માછલીના આકારનો સાબુ ઉપાડી આવ્યાં? તમારામાં અક્કલ ક્યારે આવશે?
દોસ્તો,
આજે માણીએ વિપુલ પરમારની એક રચના.
મારામાંથી કોણ ગયું ? હું તો સાવ મૂંગીમંતર!
દિલમાં આવી કોણ બજાવે આ ઝીણું ઝીણું જંતર?
ચાલી ચાલી થાકું તોય
ન મળતો એનો કેડો,
મળી જાય તો બોલાય નહી બાયું
આ તે કેવો નેહ્ડો?
આંખ અને કાન વચ્ચેય આવું દૂર દૂરનું અંતર !
મારામાંથી કોણ ગયું ? હું તો સાવ મૂંગીમંતર!
વચન વાલમના યાદ કરી
હું છાનુંછાનું મલકું,
મુજમાં આખો સમદર ઘૂઘવે
હું ક્યાં જઈને છલકું?
ચિત્તડું મારું ચકરાઈ ગયુંને બુદ્ધિ થઈ છૂમંતર .
મારામાંથી કોણ ગયું ? હું તો સાવ મૂંગીમંતર!
લખવામાં એ આવે નહી
ન કોઈ વાણીમાં બોલાય,
બાવન બાવન બોલું પણ
હું થી શબદ ન ઉચરાય!
સાવય એળે ગયું મારું ભંવ આખાનું ભણતર .
મારામાંથી કોણ ગયું ? હું તો સાવ મૂંગીમંતર!
સૌજન્ય: કવિલોક
ઉપરોક્ત ફોટા વાળા શખ્સની બ્લોગ-ચક્ર એવોર્ડ માટે બ્લોગ-સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવેલ છે.