ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: હળવી પળો

ઢોકળા ભૂલ્યો
ને ઢોકળે ઢોકળા
સબળ ટપ્યો


દોસ્તો,

ઉપરનું હાઈકુ વાંચીને તમને એકે વાર્તા યાદ આવી? આવી તો – કહો જોઈએ?

અને હા, આ હાઈકુ તમને કેવું લાગ્યું?

સાદા ઢોકળાં જેવું કે નાયલોન ઢોકળા જેવું તે કહેવાનું ભૂલશો નહીં હો 🙂


ટીમ ઈન્ડીયા: અમે અણ્ણાજીના આંદોલનને ટેકો આપીએ છીએ. જ્યાં સુધી જન લોકપાલ બીલ પસાર કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે એક પણ મેચ જીતશું નહીં.


દોસ્તો,

જિંદગી કઈ ભારેખમ બનીને વેડફી નાખવા માટે થોડી છે? હસતા રહીએ, હસાવતાં રહીએ અને હળવા ફૂલ બનીને રહીએ. ચાલો થોડું હસી લઈએ – હસશું ને? 🙂 😛


પોલીસ (રાકેશને) : ‘અમને એવા વાવડ મળ્યા છે કે તમે તમારા ઘરમાંવિસ્ફોટક સામગ્રી રાખી છે.’
રાકેશ : ‘સાહેબ, આપની બાતમી એકદમ બરાબર છે, પરંતુ હમણાં તે પિયર ગઈ છે !’


રામુ શાકભાજી લેવા ગયો એ સમયે શાકભાજીવાળો ભાજી પર પાણી છાંટી રહ્યો હતો. ઘણીવાર થઈ. રામુ કંટાળ્યો. અંતે તે રાહ જોઈને થાક્યો અને બોલ્યો : ‘ઓ શાકભાજીવાળા, ભાજી ભાનમાં આવી હોય તો એક કિલો તોલી આપ !’


રમણભાઈ કન્યાના ઘરે માંગુ લઈને ગયા.
કન્યાના માતાપિતાએ કહ્યું : ‘પણ, અમારી દીકરી તો હજુ ભણે છે.’
રમણભાઈ બોલ્યા : ‘તો કંઈ વાંધો નહિ. અમે એક કલાક પછી આવીશું.’


છોકરી : ‘છોકરો કેવો છે ?’
પંડિત : ‘ફિલ્મના હીરો જેવો છે.’
છોકરી : ‘અચ્છા ! કઈ ફિલ્મના હીરો જેવો?’
પંડિત : ‘પિપલી-લાઈવ !’


પિતા : ‘બેટા, આ વર્ષે તારે 95% લાવવાના છે !’
પુત્ર : ‘ના પપ્પા, હું આ વર્ષે 100% લાવીશ !’
પિતા : ‘બેટા, વાતની મજાક ન ઉડાવ.’
પુત્ર : ‘પપ્પા, તમે જ તો શરૂઆત કરી.’


હમણાં યુનોએ એક સર્વે કર્યો. એમાં પ્રશ્ન કંઈક આવો હતો : ‘Please give your honest opinion about the shortage of food in the rest of the world’ પણ આ સર્વે નિષ્ફળ રહ્યો. કારણ કે,
આફ્રિકાના કેટલા બધા દેશોમાં food એટલે શું ? એ જ ખબર નો’તી.
ચીનમાં મોટા ભાગના લોકોને opinion એટલે શું તેની ખબર નો’તી.
યુરોપના લોકોને Shortage એટલે શું તેની ખબર નો’તી.
ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશના લોકોને honesty એટલે શું તે ખબર નો’તી.
ઓસ્ટ્રેલિયાને Please એટલે શું તેની ખબર નો’તી.
અને અમેરિકનોને Rest of the world (બાકીની દુનિયા) એટલે શું તે જ ખબર નો’તી.
પછી સર્વે સફળ કઈ રીતે થાય ?


બગીચામાં એક છોકરો એક છોકરી સાથે બેઠો હતો. ત્યાં એક કાકા આવીને કહેવા લાગ્યા : ‘શું બેટા, આ આપણી સંસ્કૃતિ છે ?’
છોકરાએ કહ્યું : ‘ના અંકલ, આ તો જોશીકાકાની પલ્લવી છે !’


દસ લાખ લોકોનો સર્વે કર્યા પછી એક સત્ય બહાર આવ્યું છે કે લોકોને સુખ કેમ મળતું નથી ? એ સત્ય એ છે કે લોકો સતત એ જ શોધ્યા કરે છે કે સાલું, બીજાને સુખ કેવી રીતે મળી ગયું ?


સન 2025નું એક દશ્ય :
ભિખારી : ‘ભગવાનના નામ પર કંઈક આપો…’
માણસ : ‘લે, મારી એમ.બી.એ.ની ડિગ્રી લઈ જા…’
ભિખારી : ‘અબે જા જા, તારે જોઈએ તો મારી સી.એ. ની ડિગ્રી લઈ જા ને !’


બંતાએ બેન્કમાં અચાનક બૂમ પાડી : ‘અહીં કોઈનું એવું નોટનું બંડલ ખોવાઈ ગયું છે કે જેની પર લાલ કલરનું રબરબેન્ડ હતું ?’ તરત જ સાત-આઠ જણના હાથ ઊંચા થયા. તેઓ બંતા પાસે આવી પહોંચ્યા : ‘ક્યાં છે એ બંડલ ?’
બંતાએ કહ્યું : ‘બંડલ તો ખબર નહીં, મને એ રબરબેન્ડ મળ્યું છે !’


છગન : ‘અહીંથી તમે ગધેડાનું ટોળું જતું જોયું, ભાઈ ?’
મગન : ‘કેમ ? તમે ટોળામાંથી છૂટા પડી ગયા છો કે શું ?’


મગન : ‘બધા હવે મને ભગવાન માને છે.’
છગન : ‘તને કેવી રીતે ખબર પડી ?’
મગન : ‘કાલે હું બગીચામાં ગયો હતો તો ત્યાં બેઠેલા બધા એકી સાથે બોલી ઊઠ્યાં – ‘હે ભગવાન, તું પાછો આવ્યો ?’


સંતા : ‘યાર, હું બાળપણમાં બહુ તાકાતવાન હતો.’
બંતા : ‘તને કેવી રીતે ખબર ?’
સંતા : ‘મારી મા કહેતી હતી કે હું જ્યારે રડતો હતો ત્યારે આખું ઘર માથે લઈ લેતો હતો !’


શિક્ષિકાબેન : ‘ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળનું એક ઉદાહરણ હું તમને આપું છું. પછી એવું બીજું ઉદાહરણ તમે જાતે કહેજો.
મારું ઉદાહરણ છે : ‘હું સુંદર હતી, હું સુંદર છું, હું સુંદર રહીશ.’
વિદ્યાર્થીઓ : ‘એ આપનો વહેમ હતો, એ આપનો વહેમ છે અને એ આપનો વહેમ જ રહેશે !’


આ હાસ્યકણિકાઓ આપે ઘણી જગ્યાએ માણી હશે, મને ભાવનગરી ગૃપ પાસેથી મળી છે. મને મરક.. મરક… હસવું આવ્યું. તમને આવ્યું?દોસ્તો,

શેરબજાર ભયંકર મંદીમાં છે. સોનાની તેજી ૨૫૦૦૦/- ને પાર કરી ગઈ છે આવે વખતે શેરબજારના રસીયાઓનો મનોભાવ હળવી શૈલીમાં માણીએ.


બેટા સેન્સેક્ષ, જ્યાં હોય ત્યાંથી પાછો આવી જા.
તને કોઈ નહિ વઢે. તારી બહેન Nifty અને તારી માં NSE સખત બીમાર છે.
ડોક્ટર મનમોહન ના ઇન્જેક્ષનની કોઈ અસર થતી નથી.
તારા પપ્પા BSE કોમામાં છે.
સંબંધીઓ જેવા રોકાણકારો કોઈ ખબર પણ લેતા નથી.
દોસ્ત જેવા ઇન્ટ્રા-ડે કરવા વાળા પણ ખોવાઈ ગયા છે.


સૌજન્ય: CHINTAN VIRANI ARCHITECT, B.Arch.,Canada Via ભાવનગરી ગૃપ


ભાવનગરી ગૃપ તરફથી મળેલી એક વધારે હાસ્યકણિકા (ખરા અર્થમાં વિષાદકણિકા) યે જોઈ લઈએ.

Teacher – “Where is the CAPITAL OF INDIA?”
.
.
.
.
.
.
Student – “in Switzerland..” (Swiss Banks)
ઉપરોક્ત ફોટા વાળા શખ્સની બ્લોગ-ચક્ર એવોર્ડ માટે બ્લોગ-સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવેલ છે.