ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: હંસ:


[Youtube=http://www.youtube.com/watch?v=w_scuFzOYmw]


૨ જી ઓક્ટોબર ૨૦૧૦
સ્થળ:”મધુવન”, ભાવનગર

મિત્રો,
હંસ:ના જન્મદિવસના રોજ સાંજે તેનાં પાંચ મિત્રો આવ્યાં હતા. સૌ બાળકો સાથે મળી, ખૂબ આનંદથી રમ્યાં. તેઓની સ્ફુર્તિ જોઈને મને પણ ઘડીક તેઓની સાથે રમવાનું મન થઈ ગયું. (હુ નાની હતી ત્યારે દોડમાં, કૂદમાં કાયમ પહેલા નંબરે જ આવતી. પહેલેથી જ મને સ્પોર્ટસ વધારે રસ પણ ત્યારની પરિસ્થિતિ મુજબ કશું વધું થઈ શકે તેમ ન હોવાથી તે શાળા પુરતું જ સિમિત રહ્યું)

ત્યારબાદ રમીને પરસેવે રેબઝેબ થયા બાદ બધાં હાથ પગ ધોઈ હંસ:ને જન્મદિવસનાં અભિનંદન આપવા ઘરમાં આવ્યાં.

એક થાળીમાં નવ દીવા પ્રગટાવી તેનું નવમું વર્ષ પ્રકાશમય બની ઝળહળતું રહે તેવી શુભેચ્છા આપી.

આમ તો એક નવી સ્ટાઈલ મુજબ , કેન્ડલ પ્રગટાવીને પછી બુઝાવવામાં આવે છે. કેક ખવરાવવામાં આવે છે. પણ આપણાં આવનારા વર્ષને પ્રકાશમય બનાવવાનું છે બુઝાવવાનું નથી. કેક ને એ તો બધી અંગ્રેજી સ્ટાઈલ થઈ. આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે મીઠાઈ દ્વારા એક-બીજાને મ્હો મીઠું કરાવીએ છીએ અને મંગળ શુભેચ્છાઓ પાઠવીએ છીએ, તે રીતે અમે પણ હંસ:ના જન્મદિવસે સૌ બાળકોને મ્હો મીઠું કરાવી નવ દીવા પ્રગટાવી, ભારતીય પરંપરાને યાદ રાખી તેનું નવમું વર્ષ મંગલમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.


તા.૨ ઓક્ટોબર ૨૦૧૦

અમારા પરિવારનો સૌથી નાનો સભ્ય પણ વાતો મોટી મોટી કરનાર હંસ: નો આજે નવમો જન્મદિવસ છે. ૨ જી ઓક્ટોબરે ગાંધીજીનો જન્મદિવસ અને તે જ દિવસે હંસ: નો પણ જન્મદિવસ હોવાથી ઘણાં લોકો તેને છોટે ગાંધીના નામથી બોલાવે છે.

હંસ: ૩જા ધોરણમાં અભ્યાસ કરે છે અત્યારે તેની સત્રાંત પરિક્ષા ચાલી રહી છે. તેને જવાબ તો યાદ હોય જ પરંતુ તેનાં પછીનો સવાલ ક્યો છે તે પણ યાદ હોય.

સ્વભાવે થોડો જિદ્દી અને ગુસ્સાવાળો ખરો પણ તેની એકાગ્રતા ગજબની છે. શાળામાં જે કંઈ ચલાવે, લખાવે એ પાકી નોટમાં કરવાનું હોય તો દરેક સવાલ-જવાબ પોતે જ બોલતો જાય ને લખતો જાય. તે તેની રમત રમતો હોય તો થાય કે તેનું ધ્યાન જ નથી પરંતુ તેને દરેક વાતની ખબર હોય. બધાંને પાછુ રોકડું પરખાવનાર કોઈને ય જવાબ આપી દે, ક્યારેક તો સમજાવવો પડે.તેને ક્રિકેટ રમવાનો ભારે શોખ, જ્યારે અમારા પરિવારમાંથી કોઈ પણ ફ્રી થાય કે તરત જ દડો પકડાવી દે અને કહે કે ચાલો ક્રિકેટ રમવા. શરુ શરુમાં તો તે જરા પણ હાર પચાવી ન શકતો, ધીરે ધીરે તેને સમજાવ્યું કે સ્પોર્ટસમેનશીપથી જ દરેક રમત રમવી જોઈએ અને હાર-જીત પચાવવી જોઈએ

તેનો જન્મદિવસ આવે ત્યારે તેનાં બે-પાંચ અગંત મિત્રોને તો આમંત્રણ આપવાનું જ, બધાં ભેગા થઈને રમે આનંદ કરે.