ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: સ્વર્ણિમ

હું ગુજરાતી છું.. અને મને તેનું ગૌરવ છે. આવો આજે આપણે સહુ શ્રી એ.આર.રેહમાન સાહેબે કંપોઝ કરેલું સ્વર્ણિમ ગુજરાતનું ગીત ગાઈએ અને કશાંક એવા કાર્યો કરવાનો સંકલ્પ કરીએ કે જેથી આવનારી પેઢીનો ગુજરાતી પણ ગર્વથી કહી શકે કે હું ગુજરાતી છું…

જય જય જય જય ગરવી ગુજરાત…..


[Youtube=http://www.youtube.com/watch?v=Otko05BsZdM]

ધરા છે આ મારી, દરિયાની લહેરો આ છે મારી;
આ રણ મને પ્યારું છે, ખેતર છે શોભા મારી;
ધન્ય હું થઈ ગયો અહીં જન્મ જે મારો થયો;
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !

એ વિશ્વનું દ્વાર છે, અહીં સદા પ્યાર છે;
તને નમું લાખ વાર હું ભૂમિ મારી;
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !

અહીં સેતુ કરાવ્યા પાર મેં દરિયા પાર;
ગુજરાતી હું છું… મને ફૂલો જેટલો પરસેવાથી પ્યાર;
ગુજરાતી હું છું.. મારી રગરગમાં કરુણા, સેવા, સહકાર;
ગુજરાતી હું છું… હર આફત સામે ઊભો બની પડકાર;
ગુજરાતી હું છું..
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !

પાંખનાં આ ફફડાટમાં ગગન કહી રહ્યું છે મને ખોલ તું;
લક્ષ્યની પરે લક્ષ્ય આપણું કહી રહ્યું છે હવે બોલ તું;
કૈક દ્વાર હજુ ખોલવાના છે કૈંક ઝરુખા બંધ છે;
મુઠ્ઠીઓમાં મારી ઊછળી જે રહ્યા સાત સૂરજના છન્દ છે;
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !
જય જય જય જય ગરવી ગુજરાત મારા દેશનું ઘરેણું ગુજરાત !

એક દોરો મારી પાસે છે તો એક દોરો તારીયે પાસ છે;
સાથ સૌ મળી વણીએ એક નવી કાલને કે જે ખાસ છે;
અંજલિમાં સંકલ્પ છે અને આંખોમાં વિશ્વાસ છે;
મનમાં કર્મની વાંસળી છે અને એક સૂરીલી આશ છે;
હે જી હે……….
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !


શબ્દ સૌજન્ય:ગુજરાતી ગઝલ


અને હા, “ટહુકો” પર શ્રી ભાગ્યેશ જહાં ની સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી માટે ખાસ સંસ્કૃતમાં લખાયેલી અને પાર્થિવ ગોહિલ તથા ગાર્ગી વોરા ના કંઠે ગવાયેલી આ રચના માણવાનું ભુલશો નહીં.

જયતુ જયતુ ગુજરાતસ્થળ: ભરુચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન, દ્વારા યોજાયેલ પ્રવચન (તા. ૬-૧૨-૨૦૦૭)

વક્તા: સ્વામી નિખિલેશ્વરાનંદ


[Youtube=http://www.youtube.com/watch?v=fSXZUvioBcE]