ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: સાગર

આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલદલ ઉપર દામિની દમકતી
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા કેલિ કૂજન કરે
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !


નાનપણમાં ભણવામાં આવતી આ કવિતા વાંચીને આજે ય તેટલી જ પ્રસન્નતા થાય છે.


આ કાવ્યનો લયસ્તરો પર રસાસ્વાદ માણવા નીચેની લિંક પર ક્લિક કરશો :
સાગર અને શશી – કાન્ત (ભાગ-૧)
સાગર અને શશી – કાન્ત (ભાગ-૨)


મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ વીશે જાણવા માટે નીચેની લિંક પર ક્લિક કરશો :
મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

Advertisements

મિત્રો,

આ જગતમાં સુખ અને દુ:ખ બંને એક સીક્કાની બે બાજુ જેવા કે જોડીયા ભાઈ જેવા છે. એક સાથે એક ફ્રી. કોઈ અહીં સંપૂર્ણ સુખી કે સંપૂર્ણ દુ:ખી જોવા નહીં મળે. મનુષ્ય લોકમાં મને સહુથી વધારે રહેવા જેવું લાગ્યું હોય તો તેનું રહસ્ય તે છે કે અહીં પ્યાર કરી શકાય છે, અહીં પ્યાર મેળવી શકાય છે. ઈશ્વરનો / પ્યારના સાગરનો પ્યાર સદાયે જીવો તરફ વહેતો હોય છે માત્ર આપણે તેની સન્મુખ થવાનું જરુરી હોય છે. આવો આજે તે પ્યારના સાગરના ગાન ગાઈએ અને આપણું હ્રદય પ્યારથી તર બતર કરી દઈએ :


http://lyricsindia.net/songs/show/2652

तू प्यार का सागर है
तेरी इक बूँद के प्यासे हम
लौटा जो दिया तुमने, चले जायेंगे जहाँ से हम
तू प्यार का सागर है …

घायल मन का, पागल पंछी उड़ने को बेक़रार
पंख हैं कोमल, आँख है धुँधली, जाना है सागर पार
जाना है सागर पार
अब तू हि इसे समझा, राह भूले थे कहान से हम
तू प्यार का सागर है …

इधर झूमती गाये ज़िंदगी, उधर है मौत खड़ी
कोई क्या जाने कहाँ है सीमा, उलझन आन पड़ी
उलझन आन पड़ी
कानों में ज़रा कह दे, कि आये कौन दिशा से हम
तू प्यार का सागर है …



હ્રદય! શીખવે છે, જો આ સાર સાગર;
કળાવા ન દે કોઈ અણસાર સાગર!

નયનમાં વહી જાય પળવાર સાગર;
સરજતો અનોખો ચમત્કાર સાગર.

કિનારે પહોંચાડ ભવતાર સાગર,
નહીં તો સમાવી લે મઝધાર સાગર.

બની વાદળાં પાછું મીઠું વરસતો,
વહેતી નદીઓનો ભરથાર સાગર.

કદી ઓટ-ભરતી કે મોજાં ને વાછટ,
આ પાણી સજે સોળ શણગાર સાગર.