ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: શ્રદ્ધાંજલિ

ગઈ કાલે ભાવનગરમાં કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરની ૧૫૦મી જન્મ જયંતિ નીમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપવા અર્થે ભારતીય રેલ્વે દ્વારા યોજાયેલી સંસ્કૃતિ યાત્રા ભાવનગર આવી પહોંચી છે. સંપુર્ણ વાતાનુકુલિત આ ટ્રેનમાં કુલ પાંચ વિભાગો છે જેને વિશેની માહિતિ નીચેના ફોટોગ્રાફસ પરથી મળી રહેશે.તા. ૩૦-૧૧-૨૦૧૦ થી ૨-૧૨-૨૦૧૦ સુધી સવારે ૯ થી સાંજે સાત સુધી ખુલ્લા રહેનારા આ જાહેર સાંસ્કૃતિક પ્રદર્શનને માણવા માટે સર્વને રેલ્વે તંત્ર દ્વારા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. તો આપના બાળકોએ અને આપ સહુએ આ અમૂલ્ય તક જતી કરવા જેવી નથી. તો અત્યારે જ ચાલો.. રેલ્વે સ્ટેશન.Advertisements