ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: શોક

શુભે ન હર્ષ
અશુભે નહીં શોક
તે સ્થિતપ્રજ્ઞ

સારું માઠું પામતાં ચંચલ જે ના થાય,
શોક કરે કે ના હસે, જ્ઞાની તે જ ગણાય.

यः सर्वत्रानभिस्नेहस्तत्तत्प्राप्य शुभाशुभम्‌ ।
नाभिनंदति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥

भावार्थ : जो पुरुष सर्वत्र स्नेहरहित हुआ उस-उस शुभ या अशुभ वस्तु को प्राप्त होकर न प्रसन्न होता है और न द्वेष करता है, उसकी बुद्धि स्थिर है ॥57॥

જેની પ્રજ્ઞા આત્મામાં સ્થિત છે તે શુભ ઘટના ઘટે તો હર્ષથી ગદ ગદીત નથી થતો કે કશીક અશુભ ઘટના ઘટે તો શોક ગ્રસ્ત નથી થઈ જતો.

ક્રીકેટમાં ભારતની ટીમ વર્લ્ડકપ જીતી આવે તો તે ફટાકડાં નથી ફોડવા લાગતો કે ભવનાથના મેળામાં ભીડ, ટોળાં અને અવ્યવસ્થાને લીધે લોકો દબાઈ જાય કે બેભાન થઈ જાય તો તે શોક ગ્રસ્ત નથી થઈ જતો. સારી માઠી કોઈ પણ પરિસ્થિતિ દરમ્યાન તે સમજે છે કે પ્રત્યેક ઘટના કાર્ય – કારણના નિયમ અનુસાર ઘટે છે. હંમેશા કશુંક શુભ અને અશુભ ઘટવાનું જ છે. આ બધી જ ઘટનાઓ પ્રકૃતિમાં ઘટે છે. પ્રકૃતિના અધિષ્ઠાન બ્રહ્મમાં કશોય ફેરફાર નથી થતો.

પૃથ્વીની ૩૦ કીલોમીટર નીચે ધગધગતો લાવારસ હોય છે. સુર્ય તો સાક્ષાત પ્રચંડ અગ્નિ જ છે. આવા સુર્ય અને ચંદ્ર પણ જેને પ્રકાશી શકતાં નથી પરંતુ જેની સત્તાથી સુર્ય અને ચંદ્ર પ્રકાશે છે તેવા બ્રહ્મમાં જેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત હોય તેને જગતની ક્ષુલ્લક ઘટનાઓ શું હચમચાવી શકે? આવી પ્રબુદ્ધ પ્રજ્ઞા કે જે હંમેશા આત્મભાવમાં સ્થિત રહે છે તે સર્વદા હર્ષ-શોક રહિત આત્માનંદમાં સ્થિત હોય છે.


દુ:ખે ન શોક
સુખની ન કામના
તે બુદ્ધિ સ્થીર

રાગ રહિત
ક્રોધ ભય વિમુક્ત
તે સ્થિતપ્રજ્ઞ

દુ:ખ પડે તો શોકના, સુખની ના તૃષ્ણા,
રાગ ક્રોધ ભય છે ગયાં, તે મુનિ સ્થિત મનના.

दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः ।
वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते ॥

भावार्थ : दुःखों की प्राप्ति होने पर जिसके मन में उद्वेग नहीं होता, सुखों की प्राप्ति में सर्वथा निःस्पृह है तथा जिसके राग, भय और क्रोध नष्ट हो गए हैं, ऐसा मुनि स्थिरबुद्धि कहा जाता है ॥56॥

જે બાબત પ્રચલિત હોય. સંસારમાં જે પ્રમાણે લોકો વર્તતા હોય તેવું કોઈને કહેવાની જરુર ન પડે કે તેને કોઈ વિશેષ રીતે સમજવાની કે સમજાવવાની જરુર ન પડે. મુઢ અને ચંચળ લોકો તો સંસારમાં સર્વત્ર જોવા મળે છે તેથી તેમને વિશે સમજાવવાની જરુર ન પડે પણ જે લોકો વિશિષ્ટ હોય કશુંક મહત્વનું પોતાના જીવનમાં સિદ્ધ કરી ચૂક્યાં હોય તેઓ કેવા હોય અને શું કરવાથી તેમણે આવી સ્થિતિ પ્રાપ્ત કરી તે અભ્યાસનો વિષય બને. સર્વનો સામાન્ય અનુભવ છે કે દુ:ખ આવે એટલે શોક થાય અને સુખની ઈચ્છાઓ જીવોને હોય જ છે. આ ઉપરાંત જેમાં જેમાં સુખ મળે તેમાં રાગ થાય છે તે વાત પણ સર્વ વિદિત છે. વળી જે કોઈ સુખની આડે આવે તેની ઉપર ક્રોધ થાય છે. આ ઉપરાંત દુ:ખ આવી ન પડે અને સુખ છીનવાઈ ન જાય તેનો ભય રહ્યાં કરતો હોય છે. આ સ્વાભાવિક લક્ષણો જે સ્થિત પ્રજ્ઞ નથી તેનામાં હોય છે.

જે સ્થિત પ્રજ્ઞ છે તેનાયે જીવનમાં અનુકુળતા અને પ્રતિકુળતા તો આવતી જ હોય છે. અનુકુળતાથી સુખ થાય અને પ્રતિકુળતાથી દુ:ખ થાય તે તો સર્વ વિદિત છે. જે સ્થિત પ્રજ્ઞ છે તેમની અને બીજા સંસારી લોકોની આવા સમયે પ્રતિક્રિયામાં ફેર હોય છે. સામાન્ય જન દુ:ખ આવે તો શોક ગ્રસ્ત થાય છે અને સુખ આવે તો છકી જાય છે અથવા તો વધુ ને વધુ સુખી થવા માટે ફાંફા માર્યા કરે છે. જ્યારે સ્થિત પ્રજ્ઞ સમજે છે કે સુખ દુ:ખ આવવા જવા વાળા છે. પ્રકૃતિમાં દ્વંદ્વ તો રહેવાના જ છે. તડકો છાંયો, સુખ દુ:ખ, જન્મ મૃત્યું, અનુકુળતા પ્રતિકુળતા આ બધું પ્રકૃતિમાં નીરંતર પરિવર્તન થતાં હોવાને લીધે બનવાનું છે. જેઓ આત્માંમાં સ્થીર છે અને જેનું પરમ તત્વ સાથે સતત અનુસંધાન રહે છે તેવા જ્ઞાની અને યોગીઓ આવા બાહ્ય પરિવર્તનના સમયે દુ:ખ આવે તો શોક ગ્રસ્ત નથી થતાં કે સુખની તૃષ્ણા રાખીને નથી ફરતાં. તેઓ હંમેશા પોતાનું કર્તવ્ય કર્મ કર્યાં કરે છે. વળી દુ:ખ પ્રત્યે ય તેમને દ્વેષ નથી હોતો તેથી દુ:ખ માટેના નિમિત્ત કારણો પર તેમને ક્રોધ નથી આવતો. આનંદ તો તેમને આત્મામાંથી જ મળતો હોય છે તેથી બાહ્ય સુખની કશી અભીલાષા નથી હોતી. અનંત, વિભુ અને જન્મ મરણ રહિત આત્મામાં સ્થિતિ હોવાને લીધે તેમને કશાનો ભય નથી લાગતો.

જે લોકો આ રીતે સુખેચ્છા રહિત અને દુ:ખ પડ્યે શોક ગ્રસ્ત નથી થતાં અને જેમણે રાગ, ક્રોધ અને ભય ઉપર કાબુ મેળવી લીધો છે તેઓની બુદ્ધિ સ્થીર થઈ છે તેમ સમજવું. બુદ્ધિશાળી લોકોએ પોતાના ગુણ મેળે જ મુકવા કે પોતાની બુદ્ધિ કેટલી સ્થીર છે.


શરીરે આત્મા
સર્વ ભૂતે અવધ્ય
શોક અયોગ્ય


શરીરમાં આત્મા રહ્યો તે ન કદીય મરાય,
તેથી કોઈ જીવનો, શોક કરી ન શકાય.જન્મ મરણે
શોકગ્રસ્ત ન થાય
પંડિત કદી


પંડિતના જેવું વદે પરંતુ શોક કરે
પંડિત જીવન મરણનો શોક કદી ન કરે
ભક્તિનું તેલ
કર્મરુપ ફણસ
સંસાર દૂધ


શ્રી રામકૃષ્ણ પરમહંસ કહેતા કે પહેલાં એકાંતમાં જઈને ખુબ સાધન ભજન કરવા જોઈએ ત્યાર બાદ સંસારમાં રહો તો સંસાર સ્પર્શે નહીં. જો મનને ઈશ્વરમાં કે સાધન ભજનમાં જોડ્યા પહેલા સંસાર ચલાવવા જાવ તો ઉલટાના ફસાઈ જવાય. ફણસ ચીરતાં પહેલા હાથે તેલ લગાવી દેવું જોઈએ. ત્યાર બાદ ફણસ ચીરો તો ફણસમાંથી નીકળતું દૂધ હાથે ચોંટી ન જાય. તે રીતે પહેલા મનને ઈશ્વરમાં સાધન ભજનમાં પરોવ્યું હોય તો સંસારના શોક તાપ રુપી દૂધ ની પીડા ન થાય.