ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: વેકેશન

દોસ્તો,

દિવાળી વેકેશન પડી ગયું છે. મધુવન પર આપણે રજા રાખશું.

ફરી પાછા મળશું : લાભ પાંચમે

આપ સહુને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. 🙂

Bye

Take Care

આવજો અને આવતા રહેજો 🙂


મિત્રો,

શાળામાં અત્યારે વેકેશન ચાલે છે. આ વખતે અતુલે કેરી ખાવાની નથી તેથી બાળકોને તેના ભાગની કેરી પણ ખાવી પડે છે. હવે કેરીઓ પુરતી ખાઈ લીધી છે અને વેકેશન થોડા વખત પછી પુરુ થઈ જશે તો સ્વાભાવિક છે કે બાળકો અને તેના પપ્પાને પણ ક્યાંક ફરવા જવાની ઈચ્છા થાય. તેથી હવે થોડાં દિવસ અમે વેકેશનમાં ફરવા જઈશું. ક્યાં જઈશું તે નક્કી છે – શું કરશું તે નક્કી નથી. સ્થળ અને સમયને અનુસાર કાર્યક્રમ ગોઠવાતો જશે. તો દોસ્તો પાછા આવવાની ચોક્કસ તારીખ નક્કી નથી પણ મોડામાં મોડા ૮મી જૂને પાછા ફરવાની ગણતરી છે. આવતી કાલથી ભજનામૃતવાણીમાં અને મધુવનમાં રજા રહેશે. જો કે ભજનામૃતવાણીમાં જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરના જીવનચરિત્રની પોસ્ટ ૪થી જૂન સુધીની અતુલે શેડ્યુલ કરી રાખી છે તો અનુકુળતાએ વાંચતા રહેશો. પ્રતિભાવની અપેક્ષા તો ક્યારેય હતી નહિં પણ વાંચતા રહેશો તેવી આશા અસ્થાને નહિં ગણાય.

લ્યો ત્યારે સહુને જય બ્લોગેશ.


બાળકો માટે વેકેશનનું પ્રિય સ્થળ એટલે મધુવન. અહીં ચારે બાજુથી બાળકો આવે. માસીના, મામાના, ફઈના, પાડોશીના,આસપાસના,દૂરના,દેશના,પરદેશના (બીજા ગ્રહોમાંથી હજુ નથી આવતા) અને મધુવન પરિવારના પોતાના તો ખરા જ.બાળકનું નામ: દૂર્વા
માતાનું નામ: નિશા
પિતાનું નામ: અમીત


સહેલીઓ અને દોસ્તો,

આજે આસ્થાની પરીક્ષા પુરી થઈ. હવે વેકેશન, વચ્ચે વચ્ચે નાના નાના પ્રવાસો, દરીયાકીનારે ફરવાનું એવો બધો આનંદ કરવાનો અવસર – કેમ બરાબર ને? તો ચાલો આજે દરીયે જઈશું ને?લમણે હાથ કાં દઈ બેઠો?
માર હાંકને , ઉભો થા

હોડી શીદ લંગારી બેઠો?
માર હલેસા, ઉભો થા

વાડામાં શીદ જઈ પુરાણો?
તોડ વાડને, ઉભો થા

પીંજરમાં પુરાવુ ખોટું
રહેજે સાવધ, ઉભો થા

કુવામાં છબછબીયા શાને?
આવ દરીયે, ઉભો થા

હું ને મારું આ છે બંધન
સઘળું તારુ, ઉભો થા

રાગ દ્વેષના દ્વંદો છોડી
આગંતુક તું , ઉભો થા

ભીખ માંગતો કાં ફરે છે?
આતમ રાજા, ઉભો થા

– અતુલ