ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: વસંત


મ્હોરે વસંત
કાંકરીયાની પાળે
નાનીશી ઝાંખીદોસ્તો,

આજે વસંત પંચમી. મા સરસ્વતીની આરાધના કરવાનું પર્વ. આજે આપણે મા શારદા / સરસ્વતીને પ્રાર્થીએ કે અમારા અજ્ઞાનરુપી અંધારા દૂર થાય અને અમારા અંત:કરણમાં જ્ઞાનનો ઉજાસ ફેલાય. બે મહિના હવે વસંત મ્હોરી ઉઠશે તો ચાલો આજે આપણે આપણાં લોક લાડીલા મુખ્યમંત્રી કે જેઓ એક સારા કવિએ છે તેમની એક કવિતા ભાવનગરના કલાકાર શ્રી પાર્થિવ ગોહીલના સ્વરમાં ભાવેણામાં ખીલેલા ફુલોની સાથે માણીએ અને વસંતને વધાવીએ.

અંતમાં આરંભ અને આરંભમાં અંત,
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત…

સોળ વર્ષની વય ક્યાંક કોયલને લઈ,
કેસૂડાંનો કોના પર ઉછરે પ્રણય,
ભલે લાગે છે રંક પણ ભીતર શ્રીમંત,
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત…

આજે તો વનમાં કોનાં વિવાહ,
એક એક વૃક્ષમાં પ્રગટે દીવા,
આશીર્વાદ આપવા આવે છે સંત,
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત…

– નરેન્દ્ર મોદી


શબ્દ સૌજન્ય : મા ગુર્જરી


સ્વર સૌજન્ય: વિજયકુમાર દવેહવે ચાલવું તો પડશે જ – અરે ભાઈ, અતુલને લોહીમાં સ્યુગર વધારે આવી છે, તેને લીધે આંખની નસ પર પણ સોજો આવી ગયો. બે દિવસ તો દોડધામ થઈ ગઈ. રીકવરી આવતાં સમય લાગશે પણ વધારે હાનિ ન થઈ – ધન્યવાદ આધુનિક મેડીકલ વિજ્ઞાનને કે જેને લીધે શરીરમાં ઉત્પન્ન થતી ખામી તરત પકડી શકાય છે. હવે અમે ચાલવાનું અભીયાન શરુ કર્યું છે તે અભીયાનના ભાગ રુપે સવારે આસ્થાની શાળામાં વાલી મીટીંગ પુરી કરીને સીધાં જ પહોંચ્યા જોગીંગ પાર્કમાં ચાલવા. અતુલ તો ફુલો જુવે એટલે ચાલવાનું પડતું મુકીને ફોટા પાડવા લાગે. મારે તેને વારે વારે ટોકવા પડે કે આપણે ચાલવા આવ્યા છીએ ફોટા પાડવા નહીં. તો કહે કે જો વસંત ઋતુમાં તો ચાલતા પણ જવાનું અને વસંતને માણતા પણ જવાની. તો આજે તમે પણ ચાલતા ચાલતા અમારી સાથે વસંતને માણશો ને?ચારે બાજુ કુદરત મન મુકીને મ્હોરી રહી છે. વસંતે પોતાનો જાદુ પાથરવાનું શરુ કરી દીધું છે. ગઈ કાલે અમે એક લગ્ન-પ્રસંગે શિહોર ગયા હતા. થોડો સમય મળ્યો તો મને થયું કે ચાલને મારા નાનીમાને મળી આવું (મારા નાનીમા અને એક મામા શિહોરમાં રહે છે). હું, અતુલ અને આસ્થા ચાલતાં ચાલતાં ઉપડ્યા – રસ્તામાં જોયું તો આહાહા – વૃક્ષો પર t ફૂલો જ ફૂલો. અમે તો ઘેલાં થઈ ગયાં. આસ્થા અને અતુલ તો ફૂલ જોયા નથી કે તરત જ કેમેરામાંથી ક્લિક – ક્લિક કરીને છબી કંડારી લે. તો વસંત દર્શનનો લ્હાવો લેશુંને?[Youtube=http://www.youtube.com/watch?v=LDvNOrJn-gU]


આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફુલડાં અપરંપાર
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…

ધરતી માં ની લાડકડીની થઇ ચોમેર વધાઇ
કરિયાવરના લીલા પટોળા રહ્યા બધે પથરાઇ
પંખીડાની સ્વાગત રાગે ગુંજી ઉઠી શરણાઇ
ટહુકે કોયલ સૂર લગાવી,
ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…

ભીક્ષા યાચે ફુલડે ફુલડે ફરીને ભમરો ન્યારો
પાંખે વાગે ભિખારી કેરો ગુન ગુન ગુન એકતારો
દેતી જ્યાં ત્યાં પાનપાનમાં મસ્તીનો તડકારો
એવું દાન અનેરું લાવી,
ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…

મધુર એને પગલે પગલે ગુંજે રુમઝુમ ભાષા
સુણી સુતેલા અંતર જાગે છુપી અનોખી આશા
સર્જનહાર ઉમંગે આજે રંગીન રચે તમાશા
નાચે છે નટરાજ નચાવી
ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…

ગરબો લેતા ઘમ્મર ઘુમે રાત દિવસ રઢિયાળા
વર્ષ તણી પટરાણી કાજે સુંદર ગુંથે માળા
જીવન સાગરમાં છલકાતા રસના ધોધ રૂપાળા
આજ નિરંતર ઉર બહાવી
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફુલડાં અપરંપાર
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે…


શબ્દ અને ગીત માટે સૌજન્ય: “ટહુકો


આજે વસંત પંચમી. વસંત ઋતુ એટલે તાજગીભરી ઋતુ, જીવનને નવ-પલ્લવિત કરતી ઋતુ. હમણાં બે દિવસ પહેલાં જ બાળકો સમક્ષ વસંત ઋતુના સ્વાગત અર્થે આ ગીત ગાયું હતું અને બાળકોને ગવરાવ્યું હતું તો આજે તમે પણ પતંગીયા જેવા નીર્દોષ બનીને આ ગીત ગાશોને? હંસે: વીડીયો ઉતાર્યો છે અને તેનો હાથ હજુ ધૃજતો હોય છે તેથી વીડીયો ખૂબ હલતો હોય તેવો આવ્યો છે – પણ મારે તમને આ ગીત સંભળાવવું હતું તેથી ખાસ રેકોર્ડીંગ માટે તેને લઈ ગઈ હતી. અતુલે તેને ઘણું સમજાવ્યું કે હાથ સ્થીર રાખીને કેમેરો પકડજે તેમ છતાં હાથ થોડો ઘણો હલ્યા કરતો હતો તો ચલાવી લેશો ને? અને હા, ઋતુઓને કોઈ નાત-જાત નથી હોતા હો – તે તો સારીયે સજીવ સૃષ્ટિ પર પોતાનું એક સરખું વહાલ કે તાપ વરસાવે છે. તો ચાલો આપણે પણ આપણાં અંગત રાગ-દ્વેષને ભુલીને માણીએ આ મજાનું ગીત…


[Youtube= http://www.youtube.com/watch?v=tA1K-XOnMNc%5D


ફુલડે ફુલડે ફરતું હું તો પતંગિયું રૂપાળું,
હું તો પતંગિયું રૂપાળું …

રંગ ભરી છે પાંખો મારી … (૨)
જાદુ ભરી આંખો મારી … (૨)
ફુલડે ફુલડે ફરતું હું તો પતંગિયું રૂપાળું,
ફુલડે ફુલડે ફરતું હું તો …

રંગ સુંગંધે નાચું કૂદું … (૨)
રંગને કાજે માથું મૂકું … (૨)
ફુલડે ફુલડે ફરતું હું તો પતંગિયું રૂપાળું,
હું તો પતંગિયું રૂપાળું …

નાનો બાબો નાની બેબી … (૨)
મને પકડવા આવે દોડી … (૨)
ફુલડે ફુલડે ફરતું હું તો પતંગિયું રૂપાળું,
હું તો પતંગિયું રૂપાળું …