ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: રંગોળી

આજ મુબારક..
કાલ મુબારક…
સૌને અમારા વ્હાલ મુબારક…..
સૌને અમારા સાલ મુબારક…..નોંધ: ફોટોગ્રાફમાં તા.૧.૧.૨૦૦૭ ના બદલે ૭.૧૧.૨૦૧૦ વાંચવી. રાત્રે બેટરી ઉતરી ગઈ હતી. ચાર્જ કર્યા પછી તારીખ ૧.૧.૨૦૦૭ થઈ જાય છે. ફરી પાછી સેટ કરવી પડે છે. જીવનનું પણ એવું જ છે ને? બેટરી ઉતરી જાય તો બધું ખતમ જાણે કે ફરી પાછો એકડો ઘુંટવાનો. પણ ના સાવ એવું નથી હો.. આપણાં ચિત્ત રુપી સંગ્રહસ્થાનમાં બધું સંગૃહિત થાય છે અને ફરી પાછું નવા જન્મે કેરી ફોરવર્ડ…


સહુને “મધુવન” પરિવારના જયશ્રીકૃષ્ણ


Advertisements

આજે માણીએ “મધુવન”ની રંગોળી અને સાથે ભાવનગરમાં દિપાવલીની રાત્રે થયેલી આતશબાજીની ઝલક…હર ઘડી બદલ રહી હે રુપ જીંદગી..
છાંવ હે કહીં કહી તો ધૂંપ જીંદગી…
હર પલ યહાં જી ભર જીઓ..
જો હે સમા કલ હો ન હો…


[Youtube=http://www.youtube.com/watch?v=phMnf9BuuKg]હવે તો દિવાળીને એક દિવસની વાર આવતી કાલે તો દિવાળી આંગણે આવીને ઉભી રહેશે.. દિવસો,મહિનાઓ,વર્ષો અને જીંદગી જતાં ક્યાં વાર લાગે છે. એટલે જ ચિંતકો કહે છે કે:

“કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ;
પલમે પરલે હોયગી, બહુરી કરેગા કબ?”

સારા કાર્યો તરત જ કરવા જોઈએ કારણ કે સારા કામમાં સો વિઘન. તહેવારો અને પર્વો આપણા જીવનમાં ફરી પાછો ઉત્સાહનો સંચાર કરે છે. એકધારા જીવનની ઘરેડમાંથી થોડા બહાર નીકળીને કઈક નવી જ રીતે જીવવાની પ્રેરણા આપે છે. હા તે ખરું કે આપણાં દેશમાં પર્વોનો અતિરેક છે પણ આમ જોઈએ તો જુદા જુદા માનવીઓને પોતાની પ્રકૃતિ અનુસાર જુદા જુદા તહેવારો ગમે છે તેથી તહેવારોમાં રહેલી આવી વિવિધતામાંથી પ્રત્યેક વ્યક્તિને કશુક મનપસંદ મળી રહે છે. વળી ઘણાં લોકોને તેમાંથી રોજગારી પણ મળે છે.

અરે ગાડી પાછી આડે પાટે ચડી ગઈ, આપણે વાત કરતાં હતા રંગોળીની. આસ્થાએ ભાવનગર કલા શિક્ષક સંઘ દ્વારા યોજાયેલી રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો તેના ૩ ફોટોગ્રાફ આજે અહીં મુક્યા છે. અને હા, આજની “મધુવન” ની રંગોળી તો ખરી જ..


સ્પર્ધાની રંગોળી
“મધુવન” ની રંગોળી

રંગાઈ જાને રંગમાં..
તું રંગાઈ જાને રંગમાં…
સીતા રામ તણાં સત્સંગમાં..
રાધે શ્યામ તણાં તું રંગમાં…

( દિપાવલી પર્વમાં આપનું સ્વાગત છે )દિપાવલી પર્વ હવે રંગે-ચંગે આગળ વધી રહ્યું છે. ગઈકાલે મીઠાઈઓ બનવાનું શરુ થઈ ગયું અને આજે તો ખાવાનું પણ. ફટાકડાની અને ઘરમાં નવા તોરણો લટકાવાની તથા રોશનીના ઝગમગાટની પણ શરુઆત થઈ ગઈ. ભાવનગર ધીરે ધીરે દિપાવલીમય બની રહ્યું છે. આમેય કલા અને સંસ્કારની નગરી ગણાતું ભાવનગર હંમેશા પર્વોની ઉજવણી આનંદ અને ઉત્સાહથી કરતું આવ્યું છે. તો જોઈએ આજની “મધુવન” ની રંગોળી…..


વૃક્ષ વૃક્ષની ડાળ ડાળને પાન પાનને ફૂલ ફૂલમાં નર્તન…..
( દિપાવલી પર્વમાં આપનું સ્વાગત છે )


અને હા, હંસ: પણ હવે રંગ પુરવા લાગ્યો છે હો.. જરા નીચે નજર કરો અને જુઓ હંસ: ની રંગોળી..
આજે ભાવનગર કલા શિક્ષક સંઘ દ્વારા ઘોઘાસર્કલના બગીચા ફરતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આસ્થાએ તેમાં ઉત્સાહભેર ભાગ લીધેલો. તેની વાત પછી કરશુ પણ આજે માણીએ “મધુવન” ની રંગોળી .


અંગ અંગ રંગ છે અનંગનો..

દિપાવલી પર્વમાં આપનું સ્વાગત છે..


આસ્થાને રંગોળી કરવાનો અનહદ શોખ. દિપાવલી આવે એટલે ગેરુ લઈને ફળીયાની 5 x 5 ટાઈલ્સ રંગી નાખે. પછી તેમાં મજાની રંગોળી કરે અને રંગ પુરે. એક દિવસ અગાઉ જ તે તો રંગોળી કરવા લાગે. આજની એક દિવસ Advance રંગોળી માણો..સાથીયા પુરાવો દ્વારે, દિવડા પ્રગટાવો આજ
આજ મારે આંગણે પધારશે..

દિપાવલી પર્વમાં આપ સહુનું સ્વાગત છે..