ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: મોરેશ્વર

દોસ્તો,

અમારી યાત્રા મુખ્યત્વે પૂનાની આસપાસના અપાર કુદરતી સૌંદર્યથી ભરપુર સ્થળો જોવા ઉપરાંત વચ્ચે વચ્ચે આવતા તીર્થસ્થળો પણ જોઈ લેવા તેવા વિચાર સાથે આરંભાયેલી. અમે ત્રણ બહેનો સપરિવાર સાથે રહી શકીએ તે પણ આ પ્રવાસનો એક હેતું હતો. ૬ માસીયાઈ ભાઈઓ-બહેનો, ૩ સગી બહેનો અને ૩ સાઢુભાઈઓ એમ 12 સભ્યોથી બનેલી અમારી પ્રવાસ ટુકડીએ પ્રવાસનો આરંભ તો ૩૦મી મેની રાત્રે કરી દીધેલો. ૩૧મીએ સવારે અમે પંઢરપૂર વીઠોબાજીના દર્શન કરીને સાંજે સિદ્ધટેક પહોંચી ગયેલા. અમે એક મીની બસ ભાડે રાખી લીધી હતી તેથી યાતા-યાત માં કોઈ મુશ્કેલી ન રહે. તે રાત્રે અમે મોરગાંવ પહોંચી ગયેલા. મોરગાંવમાં શ્રી મયુરેશ્વર અથવા તો મોરેશ્વર ગણપતીજી બીરાજે છે. ૧લી જુન ૨૦૧૧ ના સવારે તેમના પાવન દર્શન કરીને અમે ધન્યતા અનુભવેલી.અહીં ક્લીક કરવાથી ભારતની સૌ પ્રથમ વર્ચ્યુઅલ શાળા ઈ – વિદ્યાલય વીશે આપ જાણી શકશો.