ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: મરણ

કામી ચંચલ
વેદવાદમાં રત
જન્મે ને મરે

મધુર વદે
સ્વર્ગ ને ભોગ ચાહે
શ્રેષ્ઠથી અજ્ઞ

વેદવાદમાં રત થયા, કામી ચંચલ લોક,
જન્મમરણ ફલ આપતાં કર્મ કરે છે કો’ક.

સ્વર્ગ ચાહતા તે સદા મધુર વદે છે વાણ,
ભોગવાસનાથી ગણે ઉત્તમ કૈં ના આન.

Advertisements

જન્મે તે મરે
મરે તે ફરી જન્મે
જગ નિયમ


જન્મ મરણ આત્માતણાં અથવા તો તું માન,
તો પણ કરવો શોક ના ઘટે તને તે જાણ.

જન્મે તે મરતું સદા, મરેલ જન્મે તેમ,
તેવો જગનો નિયમ છે,શોક થાય તો કેમ?જન્મ મરણે
શોકગ્રસ્ત ન થાય
પંડિત કદી


પંડિતના જેવું વદે પરંતુ શોક કરે
પંડિત જીવન મરણનો શોક કદી ન કરેતમારી યાદમાં મુજને જીવન ભાસ્યું જીવન જેવું,
વૃથા ઉત્પાત પરવારી અમન પામ્યો અમન જેવું.

મળી નજરોથી નજરો ત્યાં જ દુનિયા દિલની પલટી ગઈ,
ભરેલું છે તમારી આંખમાં શું સંવનન જેવું.

યદિ મારી નજર સામે તમે છો તો બધુંયે છે,
તમારા વિણ મને આ વિશ્વ લાગે છે વિજન જેવું.

ફક્ત એક દિલ હતું તે પણ તમારું થઈ ગયું ચાહક,
રહ્યું ના કોઈપણ મારું હવે વિશ્વે સ્વજન જેવું.

વિતાવી આગમન-આશા મહીં રાતોની રાતો મેં,
છતાં દર્શન તો દર્શન, પણ ન દીઠું કૈં સ્વપ્ન જેવું.

તમોને દિલ તો શું, અસ્તિત્વ પણ અર્પણ કરી દીધું,
હવે મુજ પાસ ક્યાં છે કંઈ મરણ જેવું – જીવન જેવું?

તમારે દ્વાર આવીને અહર્નિશ એ જ યાચું છું,
પ્રણય-ગુણગાન ગાવાને કવન આપો કવન જેવું.

છુપાયેલી મજા છે ઓ ’ખલીલ’! એની વ્યથા માંહે,
નથી હોતું પ્રણયમાં કંઈ દરદ, દુ:ખ કે દમન જેવું.