ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: મન


જળમાં નાવ
પાણી ન નાવે – તરો
અન્યથા ડૂબો

મન સંસારે
સંસાર ન હો મને
તે પ્રભુદાસજે ભોગે ડૂબ્યું
તે ચંચળ મનને
સમાધિ કેવી?

ભોગમહીં ડૂબી ગયું ચંચલ મન જેનું,
સમાધિમાં જોડાય ના, મન કદીયે તેનું.


આજ તન મન ઔર જીવન, ધન સભી કુછ હો સમપર્ણ
રાષ્ટ્રહિત કી સાધના મેં, હમ કરેં સર્વસ્વ અપર્ણ………………|…|ધૃ

ત્યાગકર હમ શેષ જીવનકી, સુસંચિત કામનાયેં
ધ્યેય કે અનુરૂપ જીવન, હમ સભી અપના બનાયેં
પૂર્ણ વિકસિત શુદ્ધ જીવન-પુષ્પ સે હો રાષ્ટ્ર્‌ અર્ચન……|| ૧

યજ્ઞ હિત હો પૂર્ણ આહુતિ, વ્યક્તિગત સંસાર સ્વાહા
દેશ કે કલ્યાણ મેં હો, અતુલધન ભંડાર સ્વાહા
કર સકે વિચલિત ન કિંચિત મોહ કે યે કઠિન બંધન……………| ૨

હો રહા આહ્વાન તો ફિર, કૌન અસમંજસ હમેં હૈ
ઊચ્યતમ આદર્શ જીવન, પ્રાપ્ત યુગ-યુગ સે હમેં હૈ
હમ ગ્રહણ કર લેં પુન: વહ, ત્યાગમય પરિપૂર્ણ જીવન………|……૩


સૌજન્ય તથા સાંભળવા માટે: ગીતગંગાઆ રૂપ અને રંગનાં વહાલ મેલ, મન!
જોયું ઘણૂં જોયા તણા ખયાલ મેલ, મન!

જો રંગની જ હોય મજા તો બીજા નથી?
હોરી ગઈ વીતી, હવે ગુલાલ મેલ, મન!

સાગર સમા થવું છ કિન્તુ ખાર લાધશે
મોટા થઈ જવાની આ ધમાલ મેલ, મન!

ઉજ્જડ જીવનની રાત, સફરનો ન ધ્રુવ કો,
તું દૂરદર્શિતાની આ મશાલ મેલ, મન!

પામે ન ફૂલ ડાળનોય આશરો સદા,
આલંબને જીવી જવાનો ખ્યાલ મેલ, મન!

પાછળ ગયું શું ને શું આવશે હવે પછી!
તું ચાલ, વ્યર્થના બધા સવાલ મેલ, મન!

જોયું જશે કદીક સ્વપન જો મળે મધુર,
જાગ્યા પછી હવે શું? આશ હાલ મેલ, મન!


“બૈજુ બાવરા” ફીલ્મનું આ ખૂબ જ પ્રખ્યાત ગીત શ્રી મુહંમદ રફી સાહેબે શ્રી નૌશાદ સાહેબની સાથે ગાયેલ છે. હરિ, ઈશ્વર, અલ્લાહ, GOD, યહોવાહ કે પરમ ચેતના જે કહો તે કોઈ ધર્મ, મજહબ, પંથ કે સંપ્રદાયની મોહતાજ નથી. જે કોઈ આ પરમ તત્વને ચાહે છે તેની તે સાવ સમીપ છે. જે કોઈ વ્યાકુળતાથી પોકારે છે તેની પાસે આ દિવ્ય ચૈતન્ય પહોંચી જઈને તેને એક દિવ્ય આનંદમાં તરબોળ કરી દે છે. તો ચાલો માણીએ આજે હરિ દર્શનની વ્યાકુળતા..


[Youtube=http://www.youtube.com/watch?v=XJCqDLLdKHY]


આજના ઉછળતા કુદતા ગીતનું વર્ણન કરીને તેની મસ્તી ઓછી કરવાની ધૃષ્ટતા નહીં કરુ. આ ગીત તો માણવા માટેનું ગીત છે. તો આવો આ સુંદર પ્રકૃતિ સાથે નવી આશાઓ અને નવા ઉમંગો દર્શાવતા આ ગીતને ઉછળતા કુદતા માણીએ અને જીવનની બધી નીરાશાઓ, હતાશાઓ ખંખેરીને મસ્ત બનીને ઝુમી ઉઠીએ.


[Youtube=http://www.youtube.com/watch?v=KIlmuZ1JSK8]