ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: મન

જ્ઞાનનાશક
કામના પાપરુપ
તે નષ્ટ કર

મન બુદ્ધિ ઈન્દ્રિયનો તેથી કાબુ કરી,
જ્ઞાનનાશ કરનાર તે પાપી નાખ હણી.

બળવત્તર
ઈંદ્રિયો મન બુદ્ધિ
આત્મા ઉત્તમ

ઈંદ્રિયો બળવાન છે, મન તેથી બળવાન,
મનથી બુદ્ધિ શ્રેષ્ઠ છે, આત્મા ઉત્તમ જાણ.

કામ દુશ્મન
શીઘ્ર હણવા યોગ્ય
આત્મશક્તિથી

આત્માને ઉત્તમ ગણી, આત્મશક્તિ ધારી,
કામરુપ આ શત્રુને શીઘ્ર નાખ મારી.

અધ્યાય ૩ સમાપ્ત

तस्मात्त्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ ।
पाप्मानं प्रजहि ह्येनं ज्ञानविज्ञाननाशनम्‌ ॥

भावार्थ : इसलिए हे अर्जुन! तू पहले इन्द्रियों को वश में करके इस ज्ञान और विज्ञान का नाश करने वाले महान पापी काम को अवश्य ही बलपूर्वक मार डाल ॥41॥

इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः ।
मनसस्तु परा बुद्धिर्यो बुद्धेः परतस्तु सः ॥

भावार्थ : इन्द्रियों को स्थूल शरीर से पर यानी श्रेष्ठ, बलवान और सूक्ष्म कहते हैं। इन इन्द्रियों से पर मन है, मन से भी पर बुद्धि है और जो बुद्धि से भी अत्यन्त पर है वह आत्मा है ॥42॥

एवं बुद्धेः परं बुद्धवा संस्तभ्यात्मानमात्मना ।
जहि शत्रुं महाबाहो कामरूपं दुरासदम्‌ ॥

भावार्थ : इस प्रकार बुद्धि से पर अर्थात सूक्ष्म, बलवान और अत्यन्त श्रेष्ठ आत्मा को जानकर और बुद्धि द्वारा मन को वश में करके हे महाबाहो! तू इस कामरूप दुर्जय शत्रु को मार डाल ॥43॥

ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे कर्मयोगो नाम तृतीयोऽध्यायः ॥3॥

ઈંદ્રિયો વિષયોમાં પરાણે ખેંચી જાય તેવી બળવાન છે મન તેના કરતાં વધારે શક્તિશાળી છે જ્યારે મનુષ્યને મળેલ તમામ પ્રાકૃતિક અવયવમાં બુદ્ધિ શ્રેષ્ઠ છે. વિષયાસક્ત ઈંદ્રિયો, વિષયોનું ચિંતન કરતું મન અને વિષયમાં યથેચ્છ વિહાર કરવાની અનુમતી આપનારી બુદ્ધિથી આત્મજ્ઞાનની એટલે કે સ્વરુપની વિસ્મૃતિ થઈ જાય છે. અનંત, વિભુ અને સત ચિત આનંદ સ્વરુપનું વિસ્મરણ કરાવીને અસત, જડ અને દુ:ખરુપ શરીરમાં હું પણું કરાવનારી કામનાઓ જ્ઞાનનો નાશ કરતી હોવાથી જીવાત્મા માટે શત્રુરુપ છે.

આ શત્રુરુપ કામ આત્મ શક્તિ ધારણ કરીને નાશ કરવા યોગ્ય છે. અર્જુનને ઉદ્દેશીને શ્રી ભગવાન અનાસક્ત ભાવે પોતાની પ્રકૃતિ પ્રમાણે સ્વધર્મનુમ પાલન નીષ્કામ ભાવે કરતાં રહીને તેમાં આડે આવતા કામ ક્રોધ રુપી શત્રુનો નાશ કરવાની તથા પ્રબળ આત્મશક્તિથી ઈંદ્રિય, મન અને બુદ્ધિને વશમાં રાખવાનું સુચવે છે.

વર્ડપ્રેસ દેશે મધુવન ક્ષેત્રે સરળ ગીતા – હાઈકુના ત્રીજા અધ્યાયની ટીકા આગંતુક મહારાજ દ્વારા પૂર્ણ થઈ.


કામ આવાસ
મન બુદ્ધિ ઈંદ્રિય
મોહ કારક

મન બુદ્ધિ ઈન્દ્રિય છે તેના નિત્યનિવાસ,
તે દ્વારા મોહિત કરે માનવને તે ખાસ.

इन्द्रियाणि मनो बुद्धिरस्याधिष्ठानमुच्यते ।
एतैर्विमोहयत्येष ज्ञानमावृत्य देहिनम्‌ ॥

भावार्थ : इन्द्रियाँ, मन और बुद्धि- ये सब इसके वासस्थान कहे जाते हैं। यह काम इन मन, बुद्धि और इन्द्रियों द्वारा ही ज्ञान को आच्छादित करके जीवात्मा को मोहित करता है। ॥40॥

રજોગુણથી ઉત્પન્ન થનાર કદી ન ધરાનારા અને મહા પાપી કામ અને ક્રોધ જીવના મહાન શત્રુઓ છે. જેવી રીતે બાહ્ય શત્રુઓ હંમેશા તેના વેરીનું અહિત કરનારા હોય છે તથા પ્રગતિમાં બાધક હોય છે. તેવી રીતે આ કામ અને ક્રોધ જીવાત્માને પોતાના આનંદમય સ્વરુપથી વંચિત રાખનારા અને સર્વોચ્ચ લક્ષ્ય પરમાનંદની પ્રાપ્તિ અને દુ:ખની આત્યંતિક નિવૃત્તિમાં બાધા પહોંચાડનારા છે.

અત્યારે આપણે જોઈએ છીએ કે ત્રાસવાદ તે સમગ્ર વિશ્વને રંજાડતી એક જટીલ સમસ્યા બની ગઈ છે. ત્રાસવાદ તેની મેળે મેળે ફેલાઈ ન શકે. તે માટે ત્રાસવાદીઓ હોવા જોઈએ. વળી ત્રાસવાદીઓ કાઈ હવામાં કે અદૃશ્ય ન રહી શકે તેને રહેવા માટે ય રહેઠાણ જોઈએ. દરેક દેશમાં ત્રાસવાદને પોષણ આપનારા તેના દેશવાસીઓ જ હોય છે કે જે દેશ સાથે ગદ્દારી કરીને દેશ અને દુનિયાને રંજાડનારા તત્વોને રહેઠાણ પુરુ પાડે છે.

તેવી રીતે જીવને રંજાડનારા આ કામ અને ક્રોધ મહા ત્રાસવાદી છે અને તેને રહેઠણ પુરુ પાડનારા મન, બુદ્ધિ અને ઈંદ્રિયો છે.

એટલું સહેલું નથી, જીવન તો એક
યુદ્ધ છે, ને એના કોઠા સાત છે.

મન, બુદ્ધિ અને પંચેન્દ્રિયો (પાંચ જ્ઞાનેન્દ્રિયો + પાંચ કર્મેન્દ્રિયો) આ જીવન રુપી યુદ્ધમાં ત્રાસવાદીઓને સંતાવાના સાત કોઠા છે. જેવી રીતે ત્રાસવાદ ખત્મ કરવા માટે ત્રાસવાદીઓના રહેઠાણ પર છાપો મારીને ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવવો પડે તેવી રીતે પાંચ ઈંદ્રિયોની પાંચ વિષયો પ્રત્યેની કામાસક્તિ, આ વિષયોનું ચિંતન પુષ્ટ કરનારુ મન અને વિષયોમાં યથેચ્છ ભ્રમણ કરવાની અનુમતિ આપતી બુદ્ધિ આ કામ અને ક્રોધ રુપી ત્રાસવાદીઓને રહેઠાણ પ્રુરુ પાડનારા સાત કોઠાં છે. આ સાતેય કોઠા પર વખતો વખત છાપો મારીને ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવતા રહેવું જોઈએ તથા ત્યાર બાદ તેના પર કર્તવ્ય પાલન અને સ્વરુપ ચિંતન તથા ધ્યાન અને નિદિધ્યાસન રુપી લશ્કરી થાણાંઓ સ્થાપીને જીવના જીવતર બાગનું રક્ષણ કરીને તેને હર્યો ભર્યો બનાવવો જોઈએ. જેવી રીતે ચક્રવ્યુહ ભેદીને આગળ વધવું હોય તો સાત કોઠા ભેદવા પડે અને જેમ જેમ આગળ વધતા જાવ તેમ તેમ ત્યાં વધારે મજબુત કીલ્લેબંધી હોય. તેવી રીતે આ કામ અને ક્રોધ રુપી આંતર શત્રુઓને જીતવાનું ઈંદ્રિયો કરતા મનના સ્તરે અને મન કરતાં બુદ્ધિના સ્તરે વધુને વધુ મુશ્કેલ હોય છે.

ટુંકમાં કામ અને ક્રોધ રુપી આંતર શત્રુઓ વિષયમાં રત રહેનારી ઈંદ્રિયો, વિષય ચિંતન કરનાર મન અને વિષયમાં પ્રવૃત્ત થવા દેતી બુદ્ધિમાં રહે છે અને ત્યાં રહી રહીને તે જીવાત્માને વિષયો પ્રત્યે સતત મોહિત કર્યા કરે છે.


ઈંદ્રિય સાથે
મન પણ જો જાય
બુદ્ધિ હરાય

ઈંદ્રિયોની સાથમાં મન પણ જો જાયે,
નાવ વાયુથી તેમ તો બુદ્ધિ હરણ થાયે.

इन्द्रियाणां हि चरतां यन्मनोऽनुविधीयते ।
तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि ॥

भावार्थ : क्योंकि जैसे जल में चलने वाली नाव को वायु हर लेती है, वैसे ही विषयों में विचरती हुई इन्द्रियों में से मन जिस इन्द्रिय के साथ रहता है, वह एक ही इन्द्रिय इस अयुक्त पुरुष की बुद्धि को हर लेती है ॥67॥

ઈંદ્રિયોને વિષયસુખનું ઘણું બધુ આકર્ષણ હોય છે. કર્તવ્ય કર્મ કરતી વખતે ય ઈંદ્રિયો સમક્ષ જુદા જુદા વિષયો તો આવતા હોય છે. તેવે વખતે જો બુદ્ધિ રુપી સારથીની મન રુપી લગામ પર પક્કડ ન હોય તો ઈંદ્રિયરુપી ઘોડા મન રુપી લગામને પોતાની સાથે વિષયોમાં ખેંચી જાય છે. હવે જો મનની પક્કડ ઘોડા પરથી છુટી જાય અને તે ઈંદ્રિયની સાથે સાથે ખેંચાઈ જાય તો બુદ્ધિ રુપી સારથીયે તેની સાથે ખેંચાઈ જાય છે.

જેવી રીતે જોરથી ફુંકાતો વાયુ સઢવાળા વહાણને પોતાની દિશામાં ખેંચી જાય છે તેવી રીતે વિષયાસક્ત ઈંદ્રિયો મન અને બુદ્ધિને ખેંચી જાય છે.

પાંચ ઈંદ્રિયોના પાંચ વિષય છે. આ વિષયો જ્યારે જીવની સમક્ષ આવે ત્યારે પાંચેય ઈંદ્રિયો જે તે વિષયોનો સંદેશો મનમાં પહોંચાડે છે. મન આ સંદેશા પર પ્રક્રીયા કરે છે અને તે સંદેશાની સાથે જોડાયેલ જુના અનેક સંગ્રહીત સંદેશા સાથે તેને સરખાવે છે. આમ આવેલ સંદેશો અને તે સંદેશાને મળતા આવતા પોતાના ચિત્તમાં સંગ્રહાયેલા તેવા સંદેશા તે બુદ્ધિને પહોંચાડે છે. બુદ્ધિ આત્માના પ્રકાશમાં અત્યારે મળેલો સંદેશો અને પૂર્વે અનુભવેલા સંસ્કારો બંનેને સરખાવીને તેમાંથી તેને જે રીતે યોગ્ય લાગે તે પ્રમાણે કાર્ય કરવા મનને સુચના મોકલે છે. મન તે સુચના પ્રમાણે કર્મેન્દ્રિયોને તે પ્રમાણે કાર્ય કરવાનું કહે છે અને ત્યાર બાદ જે તે કર્મેન્દ્રિય દ્વારા તે સંદેશા પર પ્રતિક્રિયા થાય છે.

એકી સાથે જુદી જુદી પાંચેય ઈંદ્રિયોમાંથી સતત સંદેશા તો આવતા જ રહે છે. દરેક સમયે જીવાત્મા પોતાના લક્ષ્ય અનુસાર કર્તવ્ય કર્મ કરવામાં પ્રવૃત્ત હોય તેવે વખતે ય જુદા જુદા વિષયોનો ઈંદ્રિયો સાથે સંપર્ક થતાં તે સંદેશા મન સુધી પહોંચ્યા કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કાર્યમાં એકાગ્ર હોય ત્યારે તે પોતાની માત્ર ને માત્ર એક ઈંદ્રિયને જે તે કાર્ય ઉપર કેન્દ્રિત કરે છે અને બીજી બધી ઈંદ્રિયોને વિષયમાંથી પાછી ખેંચી લે છે, મનને ય બીજા અન્ય વિચારો પરથી પાછું વાળી લે છે અને પછી તે કાર્ય કરે છે ત્યારે તેનું કાર્ય સિદ્ધ થવાની પુરી શક્યતા રહે છે. જ્યારે અનેક ઈંદ્રિયો, અનેક વિષયો અને અનેક વિચારો ચાલતાં હોય તેવે વખતે કાર્ય સાધવામાં ઘણી મુશ્કેલી પડતી હોય છે. એટલા માટે દ્રોણાચાર્ય પુછતાં કે તમને શું દેખાય છે? જો તમને માત્ર ને માત્ર લક્ષ્ય દેખાતું હોય તો લક્ષ પાર પડવાની પુરી શક્યતા છે પણ જો લક્ષ્ય સીવાયના યે ઘણાં વિષય દેખાતા હોય તો લક્ષ્ય પાર પડવાની શક્યતા ધુંધળી થઈ જાય છે.

અંત:કરણની સર્વે પ્રક્રીયા કરતાં પહેલા બુદ્ધિની સંમતી હોય તો જ કાર્ય થાય જો બુદ્ધિ સંમતી ન આપે તો માત્ર બાહ્ય વિષયો કાર્ય ન કરાવી શકે. જે સ્થિત પ્રજ્ઞ છે જેનું લક્ષ્ય એક માત્ર પરમાત્માં છે તેવા સાધક માત્રને માત્ર કર્તવ્ય કર્મો પ્રત્યે જ ઈંદ્રિયોને પ્રવૃત્ત થવા દેશે. જે જીતેન્દ્રિય નથી અને જેનું મન ઈંદ્રિયો દ્વારા જીતાઈ ગયું છે તે ઈંદ્રિયો મનને માત્ર પોતાને ગમતાં સંદેશા જ બુદ્ધિને મોકલવાનું કહેશે. પરીણામે બુદ્ધિ સુધી સંદેશાઓ ગળાઈને જશે અને આમ મન અને ઈંદ્રિય મળી ગયાં હોય તો બુદ્ધિને ય પોતાની સાથે ખેંચી જશે.

આપણી ઓફીસોમાં ભ્રષ્ટાચાર કેવી રીતે થાય છે તેની પ્રક્રીયા યે કાઈક આવી છે. સહુ પ્રથમ તો જે તે ફાઈલ જે તે ટેબલ પર આવે છે. જે તે ટેબલના કર્મચારીને જો નૈવેદ્ય ધરવામાં આવે તો જ તે ફાઈલ આગળ વધે છે. હવે જેમાં નૈવેધ્ય ધરાવાઈ ગયું હોય તે ફાઈલ ઉપરી અધીકારી પાસે પહોંચે છે. ઉપરી અધીકારીનો ટેબલ પર આવેલા નૈવેદ્યમાં અમુક ટકા ભાગ હોય છે. આ ઉપરાંત ઉપરી અધીકારીઓ પાસે આવેલી ફાઈલોને ય ઝડપથી આગળ વધારવા તેની સાથે સાંઠ ગાંઠ ધરાવતા લોકો કે જે તેમને ખુશ રાખતાં હોય તેમની ફાઈલ પહેલા આગળ જશે. ત્યાર બાદ સર્વોચ્ચ અધીકારીએ જે તે ફાઈલ માં મંજુરી કે ના મંજુરી ના સહી સીક્કા કરવાના હોય છે. સર્વોચ્ચ અધીકારી યે જો ભ્રષ્ટ હશે તો તેના યે ટકા નીશ્ચિત હશે અને તે ફટા ફટ સહી કરશે. જે ફાઈલ પર નૈવેદ્ય નહીં ધરવામાં આવ્યું હોય તે ત્રણે જગ્યાએ અટકશે અને વાંધા વચકા કાઢીને તેની ફાઈલ કેટલાયે સમય પછી ધ્યાને લેવાશે.

અત્યારે આપણાં દેશની પરિસ્થિતિ ભયંકર રીતે બગડતી જાય છે તેના મુળમાં આ નૈવેધ્ય પ્રથા છે. જો લાંચ દેનાર અને લેનારને તાત્કાલિક સજા કરવામાં આવે અને અમુક દિવસની અંદર જો ફાઈલનો યોગ્ય રીતે નીકાલ નહીં થાય તો કર્મચારીઓને બરતરફ કરવામાં આવે તો ભ્રષ્ટાચાર અટકે. આ બધા માટે કાયદા તો આજે ય છે પણ ભ્રષ્ટાચાર વિરોધી ખાતું યે ભ્રષ્ટ હોય તેનું શું? કડક સજા અને અનુશાસન વગર ભ્રષ્ટાચાર નહીં અટકે. રાજકારણીઓ પણ ભ્રષ્ટ અને પ્રજાએ ભ્રષ્ટ – જે લેપટોપ આપશે, જે સાડી આપશે તેને મત આપશે. આવા સર્વત્ર ભ્રષ્ટ દેશમાં શ્રી અણ્ણા હઝારેજીની પિપુડી કોણ સાંભળે? જ્યાં સુધી યોગ્ય રાજ કર્તાઓ નહીં આવે ત્યાં સુધી અમલદારો પર ધાક નહીં બેસે. અમલદાર પર ધાક નહીં બેસે તો કર્મચારીઓ કામ નહીં કરે. કર્મચારીઓ કામ નહી કરે તો પ્રજા હેરાન થશે અને દેશ આગળ તો નહીં વધે પણ વધુ ને વધુ પતનની ગર્તામાં ધકેલાતો જશે.

બધાના મુળમાં બેકાબુ ઈંદ્રિયો અને કર્તવ્ય પાલનની નિષ્ઠાનો અભાવ છે.


પ્રસન્નતાથી
સર્વ દુ:ખનો નાશ
મનનું સ્થૈર્ય

તે પ્રસન્નતાથી થતો સર્વ દુ:ખનો નાશ,
પ્રસન્નતાથી થાય છે મનમાં સ્થિરતાંવાસ.

प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते ।
प्रसन्नचेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते ॥

भावार्थ : अन्तःकरण की प्रसन्नता होने पर इसके सम्पूर्ण दुःखों का अभाव हो जाता है और उस प्रसन्नचित्त वाले कर्मयोगी की बुद्धि शीघ्र ही सब ओर से हटकर एक परमात्मा में ही भलीभाँति स्थिर हो जाती है ॥65॥

ઈંદ્રિયો ને વિષયોનો સંયોગ થાય એટલે તે પહેલાં વિષયનું અવલોકન કરે તેમાં જો ભુતકાળમાં સુખ પ્રાપ્ત થયું હોય તો તે ભોગવવા દોડે અને જો દુ:ખ અનુભવાયું હોય તો તેનાથી દૂર જવા ઈચ્છે. સુખે રાગ અને દુ:ખે દ્વેષ થાય. હવે જેમના રાગ-દ્વેષ ચાલ્યા ગયા છે તેમનું મન વિષયોનું મનન કરવાથી મુક્ત થઈ જાય છે. ઈંદ્રિયો પર નિયંત્રણ કરવા માટે મનને સતત કાર્ય રત રહેવું પડે છે. હવે જ્યારે ઈંદ્રિયો વિષયને વિષય તરીકે ન લેતાં પ્રસાદ તરીકે લે છે ત્યારે તેને તેમાં કશા સુખ કે દુ:ખ થતાં નથી અને પરીણામે રાગ અને દ્વેષ પણ થતાં નથી. આવી વશ થયેલ ઈંદ્રિયોનો સ્વામી પોતાના કર્તવ્ય કર્મો કરતા કરતા જે કાઈ વિષયો તેની સમક્ષ ઉપસ્થિત થાય તેને સહજતાથી માણે છે પણ તેમાં તેની ભોગ બુદ્ધિ નથી હોતી એટલે કે તે વિષયો ટકી રહે તેવો રાગ નથી હોતો કે તે વિષયો ચાલ્યા જાય તેવો દ્વેષ નથી હોતો. પરીણામે તેના વ્યવહારમાં એક સમત્વ આવી જાય છે.

સ્થિત પ્રજ્ઞ મહાત્માઓને કોઈ ગાળો દેશે તો તે અકળાઈ નહીં જાય અને કોઈ વખાણ કરશે કે હાર તોરા કરશે તો તે ફુલાઈ નહીં જાય. સંસારી મનુષ્યને કોઈ ગાળો દેશે તો તે બાંયો ચડાવીને યુદ્ધે ચડશે અને કોઈ વખાણ કરશે તો અભીમાનથી ફુલાઈને ફાળકો થઈ જશે.

સામાન્ય મનુષ્ય અને સ્થિતપ્રજ્ઞને ઓળખવા હોય તો તે માટેનું સહજ પરીક્ષણ આ શ્લોકથી મળી રહે છે.

જેમની સાંસારીક બુદ્ધિ નષ્ટ થઈ છે અને પરમાર્થિક બુદ્ધિ પુષ્ટ થઈ છે તેવો સ્થિત પ્રજ્ઞ તેમની સામે ઘટતી બધી ઘટનાઓને વિશ્વ નીયંતાનું એક મહા નાટક ભજવાતું હોય તે રીતે આ જગત રુપી રંગ મંચનો એક પ્રેક્ષક બની રહે છે. આ મહા નાટકનું એક પાત્ર હોવાથી તે પોતાનું પાત્ર આબેહુબ ભજવે છે પણ તે દરેક સમયે તેની પ્રસાદ બુદ્ધિ અખંડીત રહે છે. તેથી તે કોઈ કરુણ પાત્ર ભજવતી વખતે એટલું આબેહુબ ભજવે છે કે જોનારાઓ રડી પડે છે. યોદ્ધાંનું પાત્ર ભજવતી વખતે તે જાણે મહાન યોદ્ધો હોય તેમ અભીનય કરે છે. આનંદ સભર પાત્ર ભજવવાનું હોય ત્યારે તેની સાથે સાથે શ્રોતાઓ યે આનંદથી તરબોળ થઈ જાય છે. દરેક પાત્ર ભજવતી વખતે હંમેશા તે ભીતરથી પરમાત્મા સાથે જોડાયેલો હોય છે અને તેથી પ્રત્યેક પાત્ર સાથે તન્મયતાથી જોડાયેલ લાગતો હોવા છતાં અંદરથી તે જગતથી સંપૂર્ણ અલિપ્ત હોય છે અને સર્વદા સ્થીર મન અને સ્થિતપ્રજ્ઞતાથી પરમાત્માનો પરમ આસ્વાદ માણતો હોય છે. આવી પ્રસાદ બુદ્ધિથી તેને માટે સુખ દુ:ખ જેવું કશું રહેતું નથી પણ તેના અંત:કરણમાં સર્વદા પ્રસન્નતા છવાયેલી રહે છે.


સાધકને ય
બળવાન ઈંદ્રિયો
વિષયે ખેંચે

યત્ન કરે જ્ઞાની છતાં ઈન્દ્રિયો બલવાન,
મનને ખેંચી જાય છે, વિષયોમાં તે જાણ.

यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः ।
इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः ॥

भावार्थ : हे अर्जुन! आसक्ति का नाश न होने के कारण ये प्रमथन स्वभाव वाली इन्द्रियाँ यत्न करते हुए बुद्धिमान पुरुष के मन को भी बलात्‌ हर लेती हैं ॥60॥

જેણે શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું છે. સમાધિ પામવાનું જેનું લક્ષ્ય છે. આત્માનંદી થવાનો જેનો દૃઢ નિર્ધાર છે તેવો સાધક સતત સાધના કરીને ઈંદ્રિયો પર કાબુ મેળવવાનો પ્રયાસ કરે છે. જો કે આ ઈંદ્રિયોનું સામર્થ્ય જેવું તેવું નથી. પ્રયત્ન કરનાર સાધકને ય તે બળપૂર્વક વિષયોમાં ખેંચી જાય છે. મનને ગમ્મે તેટલું સમજાવો કે વ્યસનોમાં સાર નથી. ઈંદ્રિયોના વિષયોમાં રમમાણ રહેવાથી તો સાંસારાસક્તિ જ વધશે તેમ છતાં ઈંદ્રિયો પરાણે મનને પોતાના મન ગમતા વિષયોમાં ખેંચી જતી હોય છે. સામાન્ય વ્યક્તિ વ્યસની બની જાય પછી વ્યસનની એટલી તો ગુલામી થઈ જાય કે ઉધરસ ખાઈને બેવડ વળી જાય અને કોઈ કહે કે ભાઈ આ હાથમાંથી બીડી તો મુક. તો કહે કે હવે તો જીવ છુટી જાય તો ભલે પણ બીડી નહીં છુટે. તેવી રીતે દરેક ઈંદ્રિયો બળવાન છે અને સહેજ પણ વિષયનો સંગ થાય એટલે તે જીવાત્માને વિષયમાં ખેંચી જાય છે.

મોટા મોટા ઋષિઓ તપોભંગ થઈ જતાં. વ્યાસજી તેના શિષ્યોને સમજાવે છે કે સાધકોએ એકાંતમાં કોઈ સ્ત્રી સાથે ન રહેવું જોઈએ નહીં તો તેની સાધના છુટી જવાની પુરી શક્યતા છે. એક શિષ્યએ દલીલ કરી કે એવું થોડું હોય? જે સાધના કરતો હોય તે તો જાગ્રત જ હોય અને વિષયોથી ચલીત ન થાય. વ્યાસજીએ ત્યારે તો સંભળી લીધું. એક વખત તે શિષ્ય એકાંતમાં સાધના કરતો હોય છે તેવે વખતે મુશળધાર વરસાદ વરસે છે અને એક સ્ત્રી પલળી ગયેલી અને ઠંડીથી ધૃજતી તેના આશ્રમે આશ્રય માંગે છે. પેલા શિષ્ય તેને આશ્રય આપે છે. પછી તો તે સ્ત્રીની કાળજી લેવા લાગે છે. તેને કોરા વસ્ત્રો આપે છે. છેવટે ફીલ્મોમાં બને તેમ … અને એકા એક સ્ત્રીને બદલે વેદવ્યાસજી પ્રગટ થાય છે અને પુછે છે કે કેમ? એકાંતમાં સ્ત્રી સંગ થાય તો સાધક પણ ખેંચાઈ જાય કે નહીં? અને શિષ્ય નું મ્હોં પડી જાય છે. વિશ્વામિત્ર જેવા તપસ્વી પણ મેનકા દ્વારા તપોભંગ થયાં હતાં. સ્વામી નારાયણ સંપ્રદાયના સાધુઓ એટલે જ સ્ત્રી હોય ત્યાં જતાં નથી અથવા તો તેઓ જ્યાં હોય ત્યાં સ્ત્રીઓને આવવા દેતા નથી. જો કે ઘણાં લોકો જાહેરમાં આવા આચારો પાળે પણ કોઈક કોઈક નું એકાંતમાં પતન થતું હોવાના કીસ્સા ઘણી વખત અખબારોમાં આવતા હોય છે. તેવી જ રીતે ધનની લાલસા એ પ્રબળ હોય છે. જે સાધુઓ ધનને હાથ ન લગાડતા હોય તે ક્યારેક એકાદ શાલ માટે ઝગડી પડતાં હોય છે. તેવી રીતે સત્તાની લાલસાએ હોય છે. સંતોની યે ચુંટણી થાય અને ચુંટણી જીતવા હત્યા પણ થાય આવું આવું અવાર નવાર આપણે સાંભળતા હોઈએ છીએ.

શ્રી રામકૃષ્ણ પરમહંસ એટલે કહેતા કે ગૃહસ્થ તરીકે સાધના કરવી સારી. પત્નિનો સંગ થયે દોષ ન લાગે. સાધુ થઈને પતન થાય તો ઘણું હાનિકારક ગણાય. ગૃહસ્થની સાધના એટલે કીલ્લામાં રહીને થતી સાધના. લગ્ન થાય અને એક-બે સંતાનો થઈ જાય તો સમજદાર પતિ-પત્નિએ ભાઈ-બહેનની જેમ રહીને એકબીજાને સાધનામાં પુરક થવું જોઈએ જેથી ગૃહસ્થાશ્રમ પણ ચાલે અને સાધનામાં પણ આગળ વધી શકાય.

ટુંકમાં કહેવાનું તાત્પર્ય તેટલું છે કે ઈંદ્રિયો ઘણી બળવાન છે અને સાધક કે સંસારી જરાક પણ ગાફેલ રહે તો તેને પતનના માર્ગે ધકેલી શકે છે.


કામના ત્યાગી
આત્માનંદે સંતુષ્ટ
તે સ્થિતપ્રજ્ઞ

છોડે સઘળી કામના મનમાં ઉઠતી જે,
આત્માનંદે મગ્ન છે સ્થિતપ્રજ્ઞ કહ્યાં તે.

अर्जुन उवाच

स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव ।
स्थितधीः किं प्रभाषेत किमासीत व्रजेत किम्‌ ॥

भावार्थ : अर्जुन बोले- हे केशव! समाधि में स्थित परमात्मा को प्राप्त हुए स्थिरबुद्धि पुरुष का क्या लक्षण है? वह स्थिरबुद्धि पुरुष कैसे बोलता है, कैसे बैठता है और कैसे चलता है? ॥54॥

श्रीभगवानुवाच

प्रजहाति यदा कामान्‌ सर्वान्पार्थ मनोगतान्‌ ।
आत्मयेवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ॥

भावार्थ : श्री भगवान्‌ बोले- हे अर्जुन! जिस काल में यह पुरुष मन में स्थित सम्पूर्ण कामनाओं को भलीभाँति त्याग देता है और आत्मा से आत्मा में ही संतुष्ट रहता है, उस काल में वह स्थितप्रज्ञ कहा जाता है ॥55॥

અનેક પ્રકારના શાસ્ત્રો, અનેક જાતની વાતો અનેક વિદ્વાનોના અવતરણો, અનેક પ્રકારની કથાઓ વગેરે વાંચી અને સાંભળીને બુદ્ધિ ચંચળ બની જાય છે. અનેક પ્રકારની વાસના વાળા તો મુઢ મતિ જ હોય છે. જ્યારે જાત જાતનું સાંભળવાથી બુદ્ધિ ચંચળ બની જાય છે. જે મહાત્માએ પરમ તત્વનો અનુભવ કરી લીધો છે, આત્માનંદમાં જ સંતુષ્ટ છે તેમની બુદ્ધિ અચળ હોય છે. યોગ બુદ્ધિ કે જેનું લક્ષ એક માત્ર પરમાત્મા છે તેમને અચળ બુદ્ધિ એટલે કે સ્થીર બુદ્ધિના કહ્યાં છે. સાંસારીક બુદ્ધિ વાળાની બુદ્ધિ ચંચળ હોય છે કારણકે તેમના લક્ષ જુદા જુદા અને અનેક પ્રકારના હોય છે.

જેઓ સાધના કરતાં કરતાં એક માત્ર પરમાત્માને જ લક્ષ બનાવીને ચાલે છે તેવા સાધકો અને જેમણે સાધના દ્વારા પરમાત્મા સાથે એકત્વ સિદ્ધ કરી લીધું છે તેવા સિદ્ધ બંન્ને સ્થીર બુદ્ધિના હોય છે. અલબત્ત સાધક અવસ્થામાં હજુએ સાધનાથી ચ્યૂત થવાની સંભાવના હોવાથી સાધકને સાવધાનીની અત્યંત આવશ્યકતા હોય છે. જેઓ સમાધિ પામ્યાં છે અને પરમાત્મા રુપી અમૃત રસ ચાખી ચૂક્યાં છે તેમનું પતન થવાનો કોઈ ભય નથી. આવા સિદ્ધ ની પ્રજ્ઞા સ્થીર હોય છે. અહીં સ્થિત પ્રજ્ઞના જે લક્ષણો બતવ્યા છે તે સિદ્ધને માટે સહજ હોય છે અને સાધકોને આવા લક્ષણો ધીરે ધીરે લાવવાના છે. જો કે જ્યાં સુધી સમાધિ ન થાય ત્યાં સુધી સંપૂર્ણ પણે સ્થિત પ્રજ્ઞ યે થઈ શકાતું નથી તેથી સાધકનો મુખ્ય પ્રયાસ તો સમાધિ પામવાનો અને યોગનો જ હોવો જોઈએ અને સ્થિત પ્રજ્ઞતા તો પરીણામે રુપે આપો આપ તેનામાં આવી જાય છે. સાધક અવસ્થામાં મર્ગદર્શનની યે આવશ્યકતા હોય છે. જે સિદ્ધ થયાં હોય તે જ માત્ર સાચું માર્ગદર્શન આપી શકે.

સ્વામી વિવેકાનંદ જ્યારે યુવાન નરેન્દ્ર હતા ત્યારે તે અનેક સિદ્ધ જેવા લોકોને મળતાં અને તેમને પુછતાં કે તમે ઈશ્વર દર્શન કર્યાં છે? જુદા જુદા લોકો તેને જુદો જુદો જવાબ આપતા. કવિવર રવિન્દ્રનાથ ટાગોરના પિતાજી દેવેન્દ્રનાથ ટાગોર સાધના કરવા માટે નદીની વચ્ચે એક હોડકામાં રહેતાં. એક વખત તેમને જઈને નરેન્દ્રએ પુછ્યું કે તમે શું ઈશ્વર દર્શન કર્યાં છે? દેવેન્દ્રનાથ કહે કે બેટા તારી આંખો તો કોઈ યોગી જેવી જણાય છે. આવી વાતોથી નરેન્દ્રને સંતોષ ન થયો. એક વખત તેમણે શ્રી રામકૃષ્ણ પરમહંસ: ને પુછયું કે મહાશય શું આપે ઈશ્વરના દર્શન કર્યા છે? ઠાકુરે તેની સામે આંખમાં આંખ પરોવીને કહ્યું હા – મેં ઈશ્વરના દર્શન કર્યા છે. તારી સાથે વાત ચીત કરું છું તે જ રીતે તેમની સાથે ય વાત ચીત કરી શકું છું. તું ઈચ્છે તો તને ય ઈશ્વર દર્શન કરાવી શકું. આવી આત્મવિશ્વાસથી સભર વાત સાંભળીને નરેન્દ્ર ઠાકુર તરફ આકર્ષાયા હતાં. ત્યાર બાદ જુદા જુદા સમયે તેમણે ઠાકુરની ઘણી કસોટી કરી હતી અને તે સર્વ કસોટીમાંથી પાર ઉતર્યા બાદ જ તેમને ગુરુ તરીકે સ્વીકાર્યાં હતાં.

અત્યારે લોકો કશીએ કસોટી વગર ગુરુ શિષ્ય બની જતાં હોય છે અને પછી ગુરુયે ઈશ્વરને ન ઓળખ્યા હોય તો શિષ્યને તે કેવી રીતે સાચું માર્ગદર્શન આપી શકે? શ્રીમદ ભગવદ ગીતા લક્ષણોને આધારે વ્યક્તિને ઓળખવાની તરકીબ આપે છે. જે સ્થિત પ્રજ્ઞ હોય તે અન્યને સ્થિત પ્રજ્ઞ બનવા માટે માર્ગદર્શન આપી શકે કોઈ બીજા કેવી રીતે આપી શકે? અહીં સ્થિત પ્રજ્ઞને ઓળખવા માટેના જુદા જુદા લક્ષણો સમજાવ્યાં છે. આવા લક્ષણો જેનામાં હોય તેમને પુછવાથી સ્થિત પ્રજ્ઞ કેમ થવાય તેનું જ્ઞાન મળી શકે.

મનમાં ઉઠતી સર્વ કામનાઓને જે છોડી દે છે અને આત્માથી આત્માં માં જ એટલે કે સ્વરુપમાં જ જે સારી રીતે તુષ્ટ સંતુષ્ટ છે તે સ્થિત પ્રજ્ઞ છે.

અહીં બુદ્ધિ અને મન વચ્ચેનો ભેદ પણ સ્પષ્ટ જોઈ શકાય છે. સઘળી કામનાઓ મનમાં ઉઠે છે ત્યાર બાદ તે કામનાની પૂર્તી કરવી કે નહીં તેનો નિર્ણય બુદ્ધિએ લેવાનો હોય છે. સિદ્ધના યે મનમાં કામના નહીં ઉઠે તેવું તો નથી પણ સિદ્ધ હશે તેની બુદ્ધિ કામના પૂર્તી માટે મંજુરી નહીં આપે. સંસારી લોકો ના મનમાં યે અનેક કામના ઉઠે છે પણ તેમની બુદ્ધિ તે તે કામનાની પૂર્તી માટે મંજુરી આપીને તે પ્રમાણેના કર્મોમાં પ્રવૃત્ત થાય છે જ્યારે જે સિદ્ધ છે તે માત્ર કર્તવ્ય કર્મો જ કરે છે અને તે કરતી વખતે ય આત્માનંદમાં જ તરબોળ રહે છે.

આ બધાં લક્ષણો થી આપણે આપણી યે કસોટી કરી શકીએ કે આપણે મનમાં ઉઠતી અનેક કામનાઓને વશ થઈએ છીએ કે આત્માનંદે સંતુષ્ટ રહીએ છીએ? તેવો પ્રશ્ન જાતને પુછીને જો માર્ક ઓછાં આવતાં હોય તો મનને કાબુમાં રાખવા માટે વધારે સાધના રત થવા પુરુષાર્થ કરી શકીએ.


યોગબુદ્ધિથી
કર્તવ્ય કર્મ કર
સંગ તજીને

સારા નરસા
ફળમાં સમતા તે
સમત્વયોગ

સંગ તજી મન યોગમાં જોડી કર્મ કરાય,
ફલમાં સમતા રાખ તો, સમતાયોગ ગણાય.

योगस्थः कुरु कर्माणि संग त्यक्त्वा धनंजय ।
सिद्धयसिद्धयोः समो भूत्वा समत्वं योग उच्यते ॥

भावार्थ : हे धनंजय! तू आसक्ति को त्यागकर तथा सिद्धि और असिद्धि में समान बुद्धिवाला होकर योग में स्थित हुआ कर्तव्य कर्मों को कर, समत्व (जो कुछ भी कर्म किया जाए, उसके पूर्ण होने और न होने में तथा उसके फल में समभाव रहने का नाम ‘समत्व’ है।) ही योग कहलाता है ॥48॥

શ્રીમદ ભગવદ ગીતા અદ્વૈતામૃતની વર્ષા કરનારું યોગ શાસ્ત્ર છે. અહીં આત્માનો પરમાત્માથી જે કાલ્પનિક વિયોગ થયો છે અને પ્રકૃતિના ત્રણ ગુણો સાથે જે આભાસી સંયોગ થયો છે તેને દૂર કરવાની અનેક પ્રકારની યુક્તિ પ્રયુક્તિઓ દર્શાવવામાં આવી છે.

અહીં મનની સાત્વિક વૃત્તિને સતત પરમાત્માના ચિંતનમાં મગ્ન રાખવારુપી યોગની સાથે પ્રકૃતિના ત્રણ ગુણોનો મનથી સંગ છોડવાનું જણાવેલ છે. પ્રારબ્ધ અનુસાર પ્રાપ્ય કર્તવ્ય કર્મને સતત કરતાં રહેવાથી તેના સારા કે નરસા ફળ તો ઉત્પન્ન થવાના જ છે. કર્મ કરતી વખતે દૃષ્ટિ માત્ર ને માત્ર કર્મમાં રાખવાથી કર્મ સારામાં સારું થશે. કર્મ થાય એટલે ઈચ્છો કે ન ઈચ્છો કશુંક પરીણામ તો આવે આવે ને આવે. અહીં લડાઈ થશે તો કોઈક જીતશે, કોઈક હારશે, કોઈક જીવશે, કોઈક મરશે તેમ જાત જાતના પરીણામો આવશે.

પોસ્ટ લખીએ એટલે કાઈક પરીણામ તો આવે.. કોઈક વાંચશે, કોઈક નહીં વાચે, કોઈક પ્રતિભાવ આપશે, કોઈક પ્રતિભાવ નહીં આપે, કોઈક રી-બ્લોગીંગ કરશે, કોઈક રી-બ્લોગીંગ નહીં કરે, કેટલાકને પ્રેરણા મળશે, કેટલાકને કંટાળો આવશે. શું પરીણામ આવે તે કશું કહી ન શકાય.

હવે કોઈ પણ કાર્ય કરતી વખતે જો ફળની ઈચ્છા હોય તો ત્રણ બાબત બને.

૧. ધાર્યું ફળ મળે.

ધાર્યું ફળ મળે તો હર્ષ થાય અને ફરી ફરીને તે કાર્ય કરવાની ઈચ્છા થાય પરીણામે તે કાર્યમાં આસક્તિ થાય.

૨. થોડુંક ધારેલું અને થોડુંક વિપરિત ફલ મળે.

મીશ્રીત ફળ મળે તો થોડો હર્ષ અને થોડો શોક થાય. તે કાર્ય કરવાની ફરી ઈચ્છા થાય પણ માત્ર હર્ષ થાય તેવા ભાગની અને શોક થાય તેવા ભાગથી દૂર રહેવાની ઈચ્છા થાય.

૩. સર્વથા વિપરિત ફલ મળે.

વિપરિત ફળ મળે તો શોક થાય. નીરાશા થાય, ડીપ્રેશન આવે, કર્મ છોડી દેવાની ઈચ્છા થાય. કેટલાયે વિદ્યાર્થીઓ નાપાસ થાય તો ભણવાનું છોડી દે છે અથવા તો વધું પડતા નીરાશ થાય તો આપઘાત કરી લેતાં હોય છે.

ફળની ઈચ્છા વગર કાર્ય કર્યું હોય તો પુરે પુરુ મન કાર્યમાં હોવાથી પરીણામ મહદ અંશે સારુ જ આવે છે.

અહીં ફળ કોઈ પણ પ્રકારનું આવે – સારુ, મીશ્ર કે વિપરિત પણ ફળ પ્રત્યે સમતા રાખીને જે કાઈ મળ્યું તે પ્રસાદ બુદ્ધિથી સ્વીકારનાર એક પ્રકારનો યોગી છે.

આવી વ્યક્તિ હંમેશા પોતાના ચિત્તને પરમાત્મામાં પરોવી રાખીને કર્તવ્ય કર્મ કરતો રહે છે અને જે કાઈ ફળ પ્રાપ્ત થાય તેમાં સમતા રાખીને સમત્વયોગી બની જાય છે.

જે નીરંતર પરમાત્મા સાથે અનુસંધાન કરતાં કરતાં કાર્ય કરતો હોય તે સમુહની વચ્ચે હોય તો યે એકાંત અનુભવતો હોય છે. વાસ્તવમાં તે સમુહ સાથે કે ક્રિયા સાથે નહીં પણ અંદરથી પરમાત્માં સાથે યુક્ત હોય છે. તેથી કાર્ય કરતી વખતે કે જે કાઈ ફળ ઉત્પન્ન થાય તે વખતે તે તો હંમેશા સમબુદ્ધિથી પરમાત્મામાં જ સ્થિત હોય છે. આવી વ્યક્તિનો મગજમાંથી ઝરતાં સ્ત્રાવ પર કાબુ હોય છે તેથી તેના મગજમાંથી વારે વારે જાત જાતના સ્ત્રાવો ઝરતાં નથી. આવી વ્યક્તિને સફળતા છકાવી દેતી નથી કે નિષ્ફળતાને લીધે તે શોક સમુદ્રમાં ડુબી જતી નથી.