ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: મનહર ઉધાસ

દોસ્તો,

શ્રી મનહર ઉધાસ – ગુજરાતી ગઝલને જાણીતી કરવામાં જેમનો સિંહફાળો છે તેમનાથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે. તેમણ ફીલ્મોમાં યે ગીતો ગાયા છે. ૧૮ મે ૨૦૧૨ ના રોજ તેમના કંઠે તેમણે ગાયેલા ત્રણ ફીલ્મી ગીતો સાંભળવા મળ્યાં. અભીમાન ફીલ્મથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. આ ફીલ્મમાં છેલ્લું બચેલું એક માત્ર ગીત તેમને કંઠની સાક્ષાત દેવી સરસ્વતી કહી શકાય તેવી સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર સાથે ગાવાનો અવસર મળેલ તે ગીત તેમના અવાજમાં પ્રત્યક્ષ સાંભળવાનો આનંદ અદકેરો હતો. આજે સાંભળીએ આ જાણીતું ગીત લતાજી અને મનહરજીના કંઠે :-


http://www.bollango.com/cgi-bin/akf_song.tcl?action=f_mp4&mode=normal&song_id=971


Loote Koi Mann Ka Nagar Banke Mera Saathi
Loote Koi Mann Ka Nagar Banke Mera Saathi
Kaun Hai Vo Apnon Mein Kabhi Aisa Kahin Hota Haai
Ye To Bada Dhokha Hai

Loote Koi …

Yahin Pe Kahin Hai Mere Mann Ka Chor
Nazar Pade To Baiyaan Doon Marod
Yahin Pe Kahin Hai Mere Mann Ka Chor
Nazar Pade To Baiyaan Doon Marod
Jaane Do Jaise Tum Pyaare Ho
Vo Bhi Mujhe Pyaara Hai Jeena Ka Sahara Hai
Dekhoji Tumhari Yahi Batiyaan Mujhko Hain Tadpati

Loote Koi …

Rog Mere Jee Ka Mere Dil Ka Chein
Saanvala Sa Mukhda Uspe Kaale Nain
Rog Mere Jee Ka Mere Dil Ka Chein
Saanvala Sa Mukhda Uspe Kaale Nain
Aise Ko Roke Ab Kaun Bhala
Dil Se Jo Pyaari Hai Sajna Hamari Hai
Ka Karoon Main Bin Uske Rah Bhi Nahin Paati

Loote Koi …


સહેલીઓ અને દોસ્તો,

હમણાં ઘણાં વખતથી મધુવન પર આપે ગઝલ નથી સાંભળી કેમ બરાબરને? પરંતુ હે સાહિત્ય સ્વામીઓ કદી ગઝલોય સાંભળવી ઘટે – ખરું કે નહિં? ચાલો આજે શ્રી મનહર ઉધાસના મનોહર કંઠે શ્રી અમૃત ઘાયલ સાહેબની આ ગઝલ સાંભળી લઈએ.


https://madhuvan1205.files.wordpress.com/2011/04/tamone_bhet_dharva_bhar_jaw.jpg

ભૂલાતી પ્રેમ મસ્તીની કહાની લઈને આવ્યો છું.
કલાપી કાલની અંતિમ નિશાની લઈને આવ્યો છું.
કદી ગઝલોય સાંભળવી ઘટે સાહિત્ય સ્વામીઓ,
નહીં માનો હું એ રંગીન વાણી લઈને આવ્યો છું.

તમોને ભેટ ધરવા ભરજવાની લઈને આવ્યો છું.
મઝાના દિ અને રાતો મઝાની લઈને આવ્યો છું.

બધાને એમ લાગે છે મરું છું જાણી જોઈને,
કલા એવી જ કંઈ હું જીવવાની લઈને આવ્યો છું.

કહો તો રોઈ દેખાડું, કહો તો ગાઈ દેખાડું,
નજરમાં બેઉ શક્તિઓ હું છાની લઈને આવ્યો છું.

નથી સંતાપ છો ખૂબી નથી એકેય અમારામાં,
મને સંતોષ છે હું ખાનદાની લઈને આવ્યો છું.

મને ડર છે કહીં બરબાદ ના જીવન કરી નાખે,
કે હું એ હાથમાં રેખા કલાની લઈને આવ્યો છું.

સિતારા સાંભળે છે શાંત ચીત્તે રાતભર ‘ઘાયલ’
ઉદાસ આંખો મહી એવી કહાની લઈને આવ્યો છું.


મનહરભાઈના કંઠના ચાહકો શ્રી સૈફ પાલનપુરીની આ જાણીતી ગઝલથી માહિતગાર હોય તેમા કોઈ શંકા નથી. આજે આપણે આ ગઝલને સમજવાનો પ્રયાસ કરીએ – અલબત ઘણી ગઝલો એવી હોય છે કે જે ન સમજાય તોયે સાંભળવાની તો મજા આવે.


શાંત ઝરુખે વાટ નિરખતી
રૂપની રાણી જોઇ હતી,
મેં એક શહેજાદી જોઇ હતી,

એના હાથની મહેંદી હસતી હતી,
એના આંખનુ કાજલ હસતુ હતુ,
એક નાનું અમથું ઉપવન જાણે
મોસમ જોઈ વિહરતુ હતું,

એના સ્મિતમાં સો સો ગીત હતા
એને ચુપકીદી પણ સંગીત હતું.
એને પડછાયાની હતી લગન
એને પગરવ સાથે પ્રીત હતી,

આંખના આસોપાલવથી
એક સ્વપ્નમહેલ શણગાર્યો તો,
જરા નજરને નીચી રાખીને
એણે સમયને રોકી રાખ્યો તો,

એ મોજા જેમ ઉછળતી’તી,
ને પવનની જેમ લહેરાતી’તી,
કોઈ હસીને સામે જોવે તો
બહુ પ્યારભયુઁ શરમાતી હતી,

તેને યૌવનની આશિષ હતી
એને સર્વ કળાઓ સિધ્ધ હતી,
એના પ્રેમમાં ભાગીદાર થવા
ખુદ કુદરત પણ આતુર હતી,

વર્ષો બાદ ફરીથી આજે
એ જ ઝરુખો જોયો છે,

ત્યાં ગીત નથી,સંગીત નથી,
પગરવ સાથે પ્રીત નથી,
ત્યાં સપનાઓના મહેલ નથી
ને ઊર્મિઓના ખેલ નથી,

બહુ સૂનું સૂનું લાગે છે,
બહુ વસમું વસમું લાગે છે,

એ નહોતી મારી પ્રેમિકા,
એ નહોતી મારી દુલ્હન,

મે તો એને માત્ર ઝરુખે
વાટ નિરખતી જોઇ હતી,

કોણ હતું એ નામ હતું શું
એ પણ હું ક્યાં જાણું છું,

તેમ છતાંયે દિલને આજે
વસમું વસમું લાગે છે,

બહુ સૂનું સૂનું લાગે છે.


સૌજન્ય:હિરેન બારભાયાની ડાયરી

અરે ભાઈ આ ગઝલની વિડિયો ફીલમ પણ તમને હિરેનભાઈની ડાયરી પરથી મળી જશે. તો રાહ કોની જુઓ છો? ઉપરની લિન્ક પર ક્લિક કરો !!!!
મધુર કંઠે ગવાયેલ આ ગીત સાંભળ્યા પછી પણ જો તમને એમ લાગતું હોય કે “સંગીત એટલે જાદુ” નથી તો નક્કી કાં તો તમે બધિર હશો અથવા તો ચિંતામગ્ન. લ્યો હવે તમે જ નક્કી કરો……………………….

[Youtube=http://www.youtube.com/watch?v=AvIbrv5uf9c]

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….
તારી આંખનો અફીણી….

પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો
તારા ગાલની લાલી નો ગ્રાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો.
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો… હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….


શબ્દ સૌજન્ય: “ટહુકો” (પહેલાનું “મોરપિચ્છ“)