ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: મધુવન

દોસ્તો,

આજે અતુલ ના ઘરે આવ્યાને પંદર વર્ષ પુરા થયાં.

આ પંદર વર્ષની મારી મુખ્ય ઉપલબ્ધિ ગણાવું તો તે કે: લોકો “મધુવન” ને અતુલનું નહીં કવિતાનું ઘર કહે છે.

પંદર વર્ષમાં ઘણાં ઉતાર-ચઢાવ આવ્યાં. એક પુત્રી રત્ન અને એક પુત્ર રત્ન પ્રાપ્ત કર્યું. પિતાતૂલ્ય સસરા ગુમાવ્યાં.

આ દરેક પરિસ્થિતિમાં અમે શક્ય તેટલી સમતા ધારણ કરવાનો પ્રયાસ કર્યો છે. ક્યારેક આનંદની છોળો વચ્ચે ઉછળ્યાં તો ક્યારેક ઘોર નીરાશાની ગર્તામાં યે ડૂબ્યા. દરેક સ્થિતિને માણવાનો પ્રયાસ કર્યો છે. ક્યારેક છોભીલા અને ફીક્કા પડ્યાં તો ક્યારેક ઉત્સાહ અને આનંદથી ભરપૂર રહ્યાં.

છેલ્લા થોડા વખતથી તો આપ સહુ બ્લોગ/સાઈટ જનો અમારા પરિવારના સભ્યો બની ગયાં છો. તો આટલી વાત અમારા અંગત જીવનની અને અમે સાથે જીવેલી જિંદગી વિશે તમને કહીને વિરમું છું.

આપ સહુની નેટ સખી – કવિતા.

અરે બા તો ભુલાઈ જ ગયાં. બા ના સતત માર્ગદર્શન અને હુંફ વગર તો અહીં સુધી સફળતાપૂર્વક યાત્રા થઈ જ ન શકી હોત. બાને અમારાં કોટી કોટી વંદન. ચાલો હવે આશિર્વાદની ઝડી વરસાવો છો કે નહીં?ગુંજતી રહે
મધુવન આંગણે
મુજ કવિતાદોસ્તો,

બાળકો સાથે હું હજુ આજે સવારે સુરતથી આવી. સુરત શું કામ? તેમ પુછો છો? અરે ભાઈ – મારી બહેન સુરત રહે છે. બાળકો ત્યાં ફરવા ગયેલા. મારા મામાજીના દિકરાના દિકરાની જનોઈ હતી તો તેમાં હાજરી આપવા અને સુરતના સહુ સગા વહાલાઓને મળી લેવાય તે માટે ગઈ હતી. બાકી તો તમે જાણો છો ને કે હું અતુલને રેઢો મુકીને ક્યાંય નથી જતી. તેની આંખની તકલીફ તો ખરી પણ પાછો તે ભોળો યે બહુ છે તેથી મારે તેનુ બહું ધ્યાન રાખવું પડે છે.

આજે બાલદિન. આપણાં નહેરુ ચાચાનો જન્મ દિવસ. નવું તો કશું તૈયાર તમારે માટે નથી કરી શકી તો પહેલાનું જ એક ગીત સંભળાવી દઉ. ચાલશે ને?


આપણે ગઈકાલે શાત્ઝી વિશે જાણ્યું. શાત્ઝી અમારા પરિવારની એક સભ્ય બની ગઈ છે. “મધુવન” માં આનંદથી રમતી શાત્ઝી અને બાળકોને માણીએ આ મસ્ત મસ્ત ગીત હુતુતુતુ ની સાથે…..


હુતૂતૂતૂ… જામી રમતની ઋતુ

હુ તૂ તૂ તૂ તૂ તૂ તૂ તૂ
જામી રમતની ઋતુ

આપો આપ એક મેકના થઈને ભેરુ સારું
જગત રમતું આવ્યું ને રમે છે હુ તૂ તૂ તૂ તૂ
તેજ ને તિમિર રમે… હુ તૂ તૂ તૂ હુ તૂ તૂ તૂ
પાણી ને સમીર રમે… હુ તૂ તૂ તૂ હુ તૂ તૂ તૂ
વાદળની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને
પામવાને સંત ને ફકીર રમે
હુ તૂ તૂ તૂ તૂ તૂ તૂ તૂ…

એક મેકને મથે પકડવા સારા નરસા સ્વારથ સાથે
ધમ્માચકડી પકડા પકડી અવળે સવળે આટે પાટે
ખમીરથી ખમીરનો ખેલ રે મંડાયો ભાઈ
હોય જગ જાગતું કે હોય જગ સૂતું
હુ તૂ તૂ તૂ તૂ તૂ તૂ તૂ…

મનડાની પાછળ મન દોડે તનડું તનને ઢુંઢે
ધનની પાછળ ધન દોડતું પ્રપંચ ખેલી ઊંડે
જાત જાત ભાત ભાતના વિચાર દાવ પેચ
કયારે મળે લાગ અને ક્યારે લૂટું ?
હુ તૂ તૂ તૂ તૂ તૂ તૂ તૂ…

ભેરુ તો દેખાવ કરીને ખેલ ખેલતા ઊંચે શ્વાસે
પરને કેમ પરાજિત કરવો અંતર પ્રગટી એક જ આશે
વિધ વિધ નામ ધરી સંસારની કેડી માથે
ખાકના ખિલોના રમે સાચું અને જૂઠું


સ્વરઃ મહેન્દ્ર કપૂર
ગીતઃ અવિનાશ વ્યાસ
સંગીતઃ ગૌરાંગ વ્યાસ
ચિત્રપટઃ સાત કેદી (૧૯૮૬)આજે શ્રી કૃષ્ણ નો પ્રાગટ્ય દિવસ છે.

“મધુવન”ની આજે પ્રથમ વર્ષગાંઠ છે.

કવિતા પિયર અને બાળકો મોસાળ ગયા છે તેથી હું અને બા ’મધુવન’માં સ્વતંત્રતાનો આનંદ માણીએ છીએ. તેઓ જ્યારે “મધુવન”માં હોય છે ત્યારે અમે સહ-અસ્તિત્વનો આનંદ માણતા હોઈએ છીએ.

આપ સહુને જન્માષ્ટમી ના ખૂબ ખૂબ વધામણાં.

-અતુલફોટો સૌજન્ય: Speak બિન્દાસ


સરસ બાજી મળી હોવા છતાં હું હાર પામું છું!
અને હાર્યા પછીથી એ રમતનો સાર પામું છું!

ખરેખર માધુરી સ્પર્શી ગઈ છે કૈ પરાજયની,
વિજય કરતાં વળી એમાં અધિક ઉપહાર પામું છું!

અહીં આ સૂર્યની નીચે નવું કૈ યે નથી બનતું,
છતાં એ સૂર્યની જ્યમ નિત-નવો અવતાર પામુ છું!

જગતના ચાકડા પર ઘૂમીઘૂમી કો’ નિગુઢ હાથે
ઘડાતો જાઉં છું ત્યમ હું નવો આકાર પામું છું.

રહ્યો માનવ, અધિક છે પ્યારી માનવતા મને એવી,
દઉં છું ચાંદની જગને, ભલે અંગાર પામું છું!

ગમે તે માની લે દુનિયા, નથી આ પ્રેમ હું કરતો,
કોઈને મારું કહેવાનો ફકત અધિકાર પામું છું.

તમારું રૂપ તો બ્હાનું બન્યું છે ફકત મ્હોબતનું,
ખરું સદભાગ્ય છે કે દિલ હું ખુશ્બોદાર પામું છું!


સૌજન્ય: ફૂલવાડીકવિતા શું લખે જેને વ્યથા નથી મળતી,
સુખી જે હોય છે એને કલા નથી મળતી.

અપૂર્ણ મોતથી રહી જાય છે જીવન-કથની,
જગતમાં પૂર્ણ કોઈ પણ કથા નથી મળતી.

મળે છે એની દયાથી ગુનાહની માફી,
પરંતુ જે ગઈ નિર્દોષતા નથી મળતી.

હું શોધમાં જ રહ્યો કોઈ ના મળી મંજિલ,
હવે તો મારી અસલ પણ જગા નથી મળતી.

બતાવ મુજ સમો દર્દી તો સાંત્વન મળશે,
જો મારા દર્દની તુજને દવા નથી મળતી.

હું પાપનેય ગણું પુન્ય, તો છે શો વાંધો?
કે પાપમાંય હવે તો મજા નથી મળતી.

સુખી છું માનવાને ’નઝ્ર’ લાખ ચાહું છું,
પરંતુ એવી મને કલ્પના નથી મળતી.: મુક્તક :

જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,
ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો;
ઓ મુસીબત! એટલી જિંદાદિલીને દાદ દે;
તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો.

: ગઝલ :

કોઈના ઈકરાર ને ઈન્કાર પર હસતો રહ્યો,
જે મળ્યો આધાર એ આધાર પર હસતો રહ્યો;
કોઈની મહેફિલ મહીં, થોડા ખુશામદખોરમાં,
ના સ્વીકાર્યું સ્થાન ને પગથાર પર હસતો રહ્યો.

ફૂલ આપ્યાં ને મળ્યા પથ્થર કદી તેનેય પણ,
પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો;
જીવતો દાટી કબરમાં એ પછી રડતાં રહ્યાં,
હું કબરમાં પણ કરેલા પ્યાર પર હસતો રહ્યો.

નાવ જે મઝધાર પર છોડી મને ચલી ગઈ,
એ કિનારે જઈ ડૂબી, હું’ ધાર પર હસતો રહ્યો;
ભોમિયાને પારકો આધાર લેતો જોઈને,
દૂર જઈ એ પાંગળી વણઝાર પર હસતો રહ્યો.


શબ્દ સૌજન્ય: લયસ્તરો