ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: ભાવનગર


તા.૯-૬-૨૦૧૨
ભાવનગર

વરીષ્ઠ પત્રકાર શ્રી કાંતી ભટ્ટ આજે ભાવનગર વૃદ્ધાશ્રમની મુલાકાતે આવ્યાં હતાં. ભાવનગરના ત્રણ કવિઓની રચનાઓનું સ્વમુખે પઠન તથા શ્રી કાંતી ભટ્ટના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.

શરુઆતમાં ત્રણ કવિઓ સર્વ શ્રી ડો.પરેશ સોલંકી, શ્રી અરુણ દેસાણી તથા શ્રી ગુણવંત ઉપાધ્યાયે તેમની સુંદર રચનાઓનું પ્રભાવશાળી શૈલિમાં રસ પાન કરાવ્યું. તેમને સાંભળ્યા પછી શ્રી કાંતી ભટ્ટને વક્તવ્ય માટે કહેવામાં આવતાં તેઓ એ કહ્યું કે દૂધપાક, કેસરી દૂધ અને બાસૂંદી જેવી વાનગીઓ આ કવિઓ પાસેથી સાંભળ્યા પછી મારે હવે ખાટી છાશ નથી પીરસવી. આમે ય હું પત્રકાર છું તેથી મારું કાર્ય વક્તવ્યનું નહીં પણ લેખનનું છે. મને તો તેમ કે અહીં દાંડીયા રાસનો કાર્યક્રમ હશે. જો તેવો કાર્યક્રમ હોત તો જરુર હું પણ દાંડીયા રાસ રમત તેમ કહીને તેમણે સ્ફુર્તીથી ઠેકદો મારીને એક ફુદરડી ફરી બતાવી. શ્રોતાઓએ તેમને કશુંક કહેવા વિનંતી કરી પણ તેઓ એકના બે ન થયા તે ન જ થયાં.

મેં એક વર્ષ પહેલાં તેમની સાઈટ પર ઈચ્છા વ્યક્ત કરેલી કે મને તો ૮૦ વર્ષના પત્રકારને પગે લાગવું ગમશે તે ઈચ્છા આજે પુરી થઈ. તેમના હસ્તાક્ષર લઈને તેમને સાંભળવા ન મળ્યાના અફસોસ સાથે છુટા પડ્યાં.


દોસ્તો,

ભાવનગરના પૂણ્યશ્લોક રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજીની જન્મ શતાબ્દી ઉજવાઈ રહી છે, મૂર્ધન્ય અને વિચક્ષણ દિવાન શ્રી પ્રભાશંકર પટ્ટણીની ૧૫૦મી જન્મ જયંતી ઉજવાઈ રહી છે તેવે વખતે ભારતના ૬૩માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ભાવસભર ભાવનગરને આંગણે લોક લાડીલા અને વિકાસના પ્રણેતા એવા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉજવે તેનાથી વધારે આનંદની વાત ભાવેણાના ભાવકો માટે બીજી કઈ હોઈ શકે?

આજે ઘોઘા-દહેજ ફેરી સર્વિસ પ્રોજેક્ટનું ભૂમી-પૂજન માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થશે અને ત્યાર બાદ નિયત સમય મર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ થઈ અને તેનું લોકાર્પણ પણ તેમના હસ્તે થાય તેવી અપેક્ષા પણ લોકહૈયે જરુર હોય જ.

મુખ્યમંત્રીશ્રીના આગમનના અવસરને વધાવવા શહેરના બગીચાઓને સુસજ્જ કરવામાં આવ્યા છે. ગઈકાલે શ્રી પુરુષોતમ ઉપાધ્યાય / ગૌરાંગભાઈ વ્યાસ અને અંકિત ત્રીવેદી તથા ઐશ્વર્યા મજમુદાર વગેરે જાણીતા કલાકારો ભાવનગરના આંગણે પધારીને ’સાત સૂરોના સરનામે’ કાર્યક્રમ અંતર્ગત ભાવેણાને સૂરોમાં ભીંજવી ચૂકવ્યા છે. આજે કુપોષણ વિરોધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૩૮૦૦૦ લોકો રેલીમાં ભાગ લઈને કુપોષણ વિરુદ્ધ અભીયાનને મજબુત બનાવવા હાકલ કરશે.

માનનીય રાજ્યપાલ શ્રી કમલાજી તથા માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની બે દિવસની હાજરી તથા અનેક કાર્યક્રમોમાં તેમની ઉપસ્થિતિ ભાવનગર માટે તેમ જ સમગ્ર ગુજરાત અને દેશ માટે પ્રેરણાદાઈ અને પ્રોત્સાહક બની રહેશે.

આખુંયે ભાવનગર આ દિવસોમાં એક અજબ ઉત્સાહથી ચેતનવંતુ બની ગયું છે. રાત્રે જાણે નવોઢાએ શણગાર સજ્યાં હોય તેમ સમગ્ર ભાવનગર રોશનીથી ઝળહળી ઉઠે છે ત્યારે અબાલવૃદ્ધ સહુ નગરજનોની આંખમાં હરખના ઝળઝળીયા આવે છે.દોસ્તો,

આજનો દિવસ ઘણી રીતે વિશિષ્ટ છે. આજે જેઠ મહિનાનો છેલ્લો દિવસ છે. આજે અમાસ છે તેથી રાત્રે ચંદ્ર જોવા નહિં મળે. આજે ખંડગ્રાસ સૂર્યગ્રહણ છે તેથી પૃથ્વી અને સૂર્ય વચ્ચે થોડો વખત ચંદ્ર અવરોધ કરશે. આજે પાંચ શુક્ર,શનિ અને રવિ આવતા હોય તેવા જુલાઈ મહિનાની શરૂઆત છે. સહુથી મહત્વની વાત કે આજે મેઘરાજાએ રીસામણાં છોડ્યાં છે અને ભાવનગરમાં અમે મનભરીને ભીજાઇ શક્યાં તેવો મોસમનો પહેલો વરસાદ આવ્યો. બોલો છે ને મજાના સમાચાર? અને હા, આવતી કાલે અષાઢ મહિનો શરૂ થાય છે, પરમ દિવસે અષાઢી બીજ – બહેન સુભદ્રા અને શ્રી કૃષ્ણ તથા બલરામજી લોકોને ઘરે ઘરે દર્શન આપવા નીકળશે તો કેટલી બધી મજા આવશે? બોલો આવશે કે નહિં? ચાલો તો આજે શ્રી ઝવેરચંદ મેઘાણીનું આ વરસાદી ગીત માણીએ.આષાઢી સાંજના અંબર ગાજે,
અંબર ગાજે, મેઘાડંબર ગાજે.

માતેલા મોરલાના ટૌ’કા બોલે,
ટૌ’કા બોલે, ધીરી ઢેલડ ડોલે.

ગરવા ગોવાળીયાના પાવા વાગે,
પાવા વાગે, સૂતી ગોપી જાગે.

વીરાની વાડીઓમાં અમૃત રેલે,
અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે.

ભાભીની રાતીચોળ ચુંદડી ભીંજે,
ચુંદડી ભીંજે, ખોળે બેટો રીઝે.


સૌજન્ય તથા સાંભળવા માટે : અભિષેક


અને હા, સાંજે ગરમા ગરમ ભજીયાં અને ગરમા ગરમ ચ્હા પીવા માટેનું આમંત્રણ આપી દઉ છું. અરે ભાઈ, અતુલને મોળી ચાહ પાઈશ તમને તો સરસ મજ્જાની ખાંડ નાખેલી કડક મીઠ્ઠી ચા પીવડાવીશ – હવે તો ખુશ ને? 🙂
સૌરાષ્ટ્રનાં દેશી રજવાડાંમાં ભાવનગરનું સ્થાન હંમેશાં વિશિષ્ટ રહ્યું છે. તે પ્રગતિશીલ રાજ્ય હતું. ત્યાંના રાજા પ્રજાવત્સલ અને કલ્યાણ રાજ્યના હિમાયતી હતા. સ્વાતંત્ર્ય પછી ભારતમાં ભળી જનારાં રાજ્યોમાં ભાવનગર એક અગ્રણી રાજ્ય હતું. પ્રજાને જવાબદાર રાજતંત્ર આપનારા સૌરાષ્ટ્રનાં રાજ્યોમાં ભાવનગર પ્રથમ હતું. અન્ય રજવાડાં ભાવનગરના રાજા અને રાજ્ય તરફ માન અને અહોભાવથી જોતાં હતાં. ભાવનગર ભૌગોલિક દષ્ટિએ સૌરાષ્ટ્રમાં હતું, પરંતુ તેનો સાંસ્કૃતિક-વ્યાપારિક સંબંધ સવિશેષ, અમદાવાદ-તળ ગુજરાત સાથે હતો અને છે. ભાવનગરની ગુજરાતી શિષ્ટ ગુજરાતીની સૌથી નજીક છે. ભાવનગર શહેર પણ ગાયકવાડી રાજ્યના પાટનગર વડોદરાની જેમ, ‘સંસ્કારનગરી’ તરીકે જાણીતું છે. વીસમી સદીના આરંભકાળના ત્રણ ચાર દાયકા દરમિયાન શિક્ષણ-સાહિત્ય-સંસ્કારના અનેક અવનવા સ્ત્રોતો ભાવનગરમાંથી વહેવા શરૂ થયાં હતાં અને સમગ્ર ગુજરાતમાં તે રેલાયાં હતાં.

વધુ આગળ વાંચો: વાહ, ભાવનગર !


ભાવનગર શહેરની સ્થાપનાને આજે અખાત્રીજના પાવન દિવસે ૨૮૮ વર્ષ પૂર્ણ થયા અને ૨૮૯માં વર્ષમાં પ્રવેશ થયો. ભાવેણાના જન્મદિવસ નિમિત્તે દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા આજે તા.૬ને શુક્રવારે સાંજે ૫-૩૦ કલાકે ઘોઘાગેટ ચોક ખાતે લોકોની લાગણીની અભિવ્યક્તિનાં વિશિષ્ટ કાર્યક્રમ દ્વારા ઉજવણી કરાશે.

ગુજરાત રાજ્યની સ્થાપનાની ઉજવણીનો ઉમંગ હજુ ઓસર્યો નથી ત્યાં વધુ એક વિશિષ્ટ દિવસ ભાવેણાના જન્મદિવસની ઉજવણી માટે શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે ભાવેણાવાસીઓની લાગણીને અભિવ્યક્ત કરવા સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા આજે તા.૨૬ને શુક્રવારે સાંજે ૫-૩૦ કલાકે ઘોઘાગેઈટ ચોક ખાતે અખાત્રીજના શુભ દિવસે ભાવેણાના જન્મદિવસની અનેરી ઉજવણી કરવામાં આવશે.

ભાવેણાવાસીઓના આનંદમાં મેયર સુરેશભાઈ ધાંધલીયા, સાંસદ રાજુભાઈ રાણા, ધારાસભ્ય વિભાવરીબેન દવે, જિલ્લા કલેક્ટર ડી.જી. ઝાલાવાડીયા, એસ.પી. વી. ચંદ્રશેખર, એ.એસ.પી. પ્રદિપ શેદુળ, સ્ટેન્ડીંગ ચેરમેન અભયભાઈ ચૌહાણ, ડે.મેયર પ્રભાબેન પટેલ, બાડાના ચેરમેન અમોહભાઈ શાહ, શહેર ભાજપ પ્રમુખ ટી.એમ. પટેલ, કોંગ્રેસ પ્રમુખ ડૉ.ડી.બી. રાણીંગા, ચેમ્બર પ્રમુખ પંકજ પંડયા, ચેમ્બર ઈન્ડસ્ટ્રીઝ પ્રમુખ મહેન્દ્ર શાહ સહિતના અનેક રાજકીય સામાજિક આગેવાનો, અધિકારીઓ, પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ, અગ્રણીઓ, અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં શહેરીજનો જોડાઈ ગૌરવ અનુભવશે. સાથોસાથ ઇન્ટરનેટ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા “ભાવનગરી” ગ્રુપના મોડરેટરો અને સભ્યો ખાસ હાજરી આપશે.


સૌજન્ય: ભાવનગરી ગૃપભાવનગરના ડો. નીપા ઠક્કરને ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માનીત કરાયા તે વિશે માહિતિ આપતી ફાઈલ જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરશો.


ગુજરાત ગૌરવ એવોર્ડ