ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: પ્યાર

મિત્રો,

આ જગતમાં સુખ અને દુ:ખ બંને એક સીક્કાની બે બાજુ જેવા કે જોડીયા ભાઈ જેવા છે. એક સાથે એક ફ્રી. કોઈ અહીં સંપૂર્ણ સુખી કે સંપૂર્ણ દુ:ખી જોવા નહીં મળે. મનુષ્ય લોકમાં મને સહુથી વધારે રહેવા જેવું લાગ્યું હોય તો તેનું રહસ્ય તે છે કે અહીં પ્યાર કરી શકાય છે, અહીં પ્યાર મેળવી શકાય છે. ઈશ્વરનો / પ્યારના સાગરનો પ્યાર સદાયે જીવો તરફ વહેતો હોય છે માત્ર આપણે તેની સન્મુખ થવાનું જરુરી હોય છે. આવો આજે તે પ્યારના સાગરના ગાન ગાઈએ અને આપણું હ્રદય પ્યારથી તર બતર કરી દઈએ :


http://lyricsindia.net/songs/show/2652

तू प्यार का सागर है
तेरी इक बूँद के प्यासे हम
लौटा जो दिया तुमने, चले जायेंगे जहाँ से हम
तू प्यार का सागर है …

घायल मन का, पागल पंछी उड़ने को बेक़रार
पंख हैं कोमल, आँख है धुँधली, जाना है सागर पार
जाना है सागर पार
अब तू हि इसे समझा, राह भूले थे कहान से हम
तू प्यार का सागर है …

इधर झूमती गाये ज़िंदगी, उधर है मौत खड़ी
कोई क्या जाने कहाँ है सीमा, उलझन आन पड़ी
उलझन आन पड़ी
कानों में ज़रा कह दे, कि आये कौन दिशा से हम
तू प्यार का सागर है …


૧૪ એપ્રીલ ૨૦૦૯ પૂજ્ય સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદજી મહારાજ (બાપુજી) બ્રહ્મલીન થયાં. તેમની પાવન સ્મૃતિમાં અમે દર ૧૪ તારીખે ભાવનગરમાં ૪-૫ પરિવાર એકત્ર થઈને રાત્રે ૯ થી ૧૦ પ્રાર્થના રાખીએ છીએ. ગઈકાલે લગ્નની મોસમ પૂરબહારમાં ખીલી હોવાથી આ પ્રાર્થનામાં અમે માત્ર ૪ વ્યક્તિઓ હાજર હતી. અતુલ,હું,આસ્થા અને હંસ:. આસ્થા અને હંસ: તો ચાલુ પ્રાર્થનાએ જ સુઈ ગયાં. પ્રાર્થના પુરી કર્યા પછી આરતી માટે દિપ પ્રગટાવ્યો. પછી અતુલને દિવાની જ્યોતનું શુટીંગ ઉતારવાનું મન થયું. અમે મધ્યમ વર્ગના માણસો છીએ. મોંઘા ડીજીટલ કેમેરા અમને ન પોસાય પણ જુદી જુદી ઘટનાઓને કંડારવાનો અતુલને શોખ હોવાથી અને નાનપણથી જ ફોટોગ્રાફીમાં રસ હોવાથી ચાઈનીસ JXD પ્લેયર ખરીદ્યું છે. જે એકદમ નાનકડું અને ઉપયોગ કરવામાં સરળ છે. હંસ: અને આસ્થા પણ તેનો સરળતાથી ઉપયોગ કરી શકે છે. દિવાની જ્યોત સાથે સુસંગત થાય તેવું તો એક ગીત “છૂપાલો યું દિલમેં પ્યાર મેરા” છે તેથી અતુલે ઈન્ટરનેટમાં શોધ ચલાવી. ઓરીજીનલ હેમંતકુમારના અવાજમાં તો ન મળ્યું પણ જે મળ્યું તેને વિડીઓ સાથે એટેચ કરીને આ સ્મૃતિગીત અંકીત કરી લીધું. અદ્યતન કેમેરાનો અભાવ, પ્રોફેશનલ ફોટોગ્રાફીની સ્કિલનો અભાવ અને ઓરીજીનલ હેમંતકુમારના અવાજનો અભાવ હોવા છતાં અમારો ભરપૂર ભાવ આ ગીત સાથે જોડાયેલો છે. તો આ ગીત તમને ગમશે ને?રાજકપૂર સાહેબની મસ્ત મસ્ત અદાકારી સાથે માણીએ “સંગમ” ફીલ્મનું આ ગીત..

અને હા, આ ગીત ખાસ ગીત-સંગીતના ઔરંગઝેબને અર્પણ કરવામાં આવે છે!

SANGAM Movie Songs Lyrics
Har Dil Jo Pyar Karega Lyrics Hindi Song Title: Har Dil Jo Pyar Karega : SANGAM
Singer(s): MUKESH, LATA MANGESHKAR, AND MAHENDRA KAPOOR

Hindi Lyrics:
Har dil jo pyaar karega, voh gaana gaayega – 2
Deewana sekdon mein pehchaana jaayega – 2
Deewana
Aap hamaare dil ko churaakar aankh churaaye jaate hain
Yeh ek tarfa rasm-e-vafa hum phir bhi nibhaaye jaate hain
Chaahat ka dastoor hai lekin aap ko hi maaloom nahin, o
Jis mehfil mein shamma ho parwaana jaayega
Deewana sekdon mein pehchaana jaayega
Deewana

Har dil jo pyaar karega, voh gaana gaayega
Deewana sekdon mein pehchaana jaayega
Deewana
Bhooli bisri yaadein mein hanste gaate bachpan ki
Raat beraat chali aati hai neend churaane nainan ki
Ab keh doongi karte karte kitne saawan beet gaye, ho
Jaane kab in aankhon ka sharmaana jaayega
Deewana sekdon mein pehchaana jaayega
Deewana

Har dil jo pyaar karega, voh gaana gaayega
Deewana sekdon mein pehchaana jaayega
Deewana
Apni apni sabne keh li, lekin hum chupchaap rahe
Dard paraaya jisko pyaara, voh kya apni baat kahe
Khaamoshi ka yeh afsaana reh jaayega baad mere, o
Apna ke har kisi ko begaana jaayega
Deewana sekdon mein pehchaana jaayega

Har dil jo pyaar karega, voh gaana gaayega
Deewana sekdon mein pehchaana jaayega

Deewana

Deewana
ગીતના શબ્દો માટે સૌજન્ય:hindilyrix.com


વેદના, નિઃશ્વાસ ,આંસુ, પ્યાર મારી નાખશે!
જીદગી સુંદર છે પણ આ ‘ચાર’ મારી નાંખશે!

આ નજર, આ પાંપણોની ધાર મારી નાખશે!
આપના આ તીર ને તલવાર મારી નાખશે!

પ્રેમીઓ તો બેઉં રીતે પ્રેમમાં થાશે ખુવાર,
જીતશે તો જીત નહિતર હાર મારી નાખશે!

ભેદના પણ ભેદ પામે માનવી તો શું થયું?
એક દિ’ ભેદનો ભંડાર મારી નાખશે!

પ્રેમીઓને મારવા શસ્ત્રોની હોયે શી જરૂર ?
એક મીઠો પ્રેમનો ઉદગાર મારી નાખશે!

જીવવા દે તો ખરું નહિતર પછી કે’તો નથી,
આ તમારી આંખડીનો પ્યાર મારી નાખશે!

વ્યોમ પર પંખી ભલે ઊડતું રહે , ઊડતું રહે!
એક દિ’ આ વ્યોમનો વિસ્તાર મારી નાખશે.

જ્ઞાનીઓ જો જ્ઞાનની સીમા થકી આગળ જશે,
પામવાની પાર પણ એ પાર મારી નાખશે.

‘શલ્ય’, આ કળિયુગમાં સતયુગ જેવું તારું આચરણ,
નોંધ કર! તારા તને સંસ્કાર મારી નાખશે.


અતુલનું પ્રિય ગીત જે મને રીઝવવા માટે અવારનવાર ગાયા કરે છે તે આજે માણીએ…..


[Youtube=http://www.youtube.com/watch?v=eRCEjkhWTo8]


વરસાદ તો હવે ધીરે ધીરે પોતાનું કાર્ય સંતોષપ્રદ રીતે કરીને ગયો. હવે તો કાલથી નવરાત્રી શરુ થશે. ભક્તોના હ્રદયમાં ભક્તિ અને ખેલૈયાઓના હ્રદયમાં ઉમંગ લહેરાવા લાગશે. મને થયું કે મોસમનું છેલ્લું વરસાદી ગીત તમને સંભળાવી જ દઉ. ચાલો માણીએ આ મસ્ત ગીત.


[Youtube=http://www.youtube.com/watch?v=HijuQ_ZpfXE]


આજે ફરી એક અતુલનું મનપસંદ ગીત માણીએ. મને આવા લાગણીશીલ ગીતો બહુ નથી ગમતા મને તો પ્રકૃતિ ના ઉછળતા કુદતા ગીતો ગમે. પણ અતુલ એટલે અતુલ તેની વાત સાવ નીરાળી તેને તો આવા બધા ગીતો બહુ ગમે. તો ચાલો માણીએ;

બસ યહી અપરાધ મે હરબાર કરતા હું,
આદમી હું આદમી સે પ્યાર કરતા હું.


[Youtube=http://www.youtube.com/watch?v=dfhdAPrWsLE]