ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: નામ


રાધાનું નામ
વાંસળીના સૂરમાં
છેડોના શ્યામ
“મધુવન” ના બગીચામાં આ ફુલો ઘણાં વખતથી થાય છે પણ મને તેનું નામ નથી આવડતું. આપના માંથી કોઈ આ ફુલોનું નામ કહી શકશે? અને હા, આ સ્પર્ધા નથી મને પોતાને જ તેના નામની ખબર નથી.


અમારા પાછળના પ્લોટમાં કે જેને અમે “દાદાની વાડી” કહીએ છીએ તેમાં ઉગેલ આ ફળ લીંબુ કરતા ખાસ્સુ મોટું હોય છે. વળી લીંબુ કરતાં અનેક ગણું ખાટું હોય છે. તેનું સરબત કરીને અથવા તો તેનું ચૂર્ણ બનાવીને ઉપયોગ કરવો જોઈએ. તે સરસ પાચક ચૂર્ણ બનાવવામાં ઉપયોગી છે. વળી પથરી દૂર કરવામાં પણ તેનો ઔષધ તરીકે ઉપયોગ થાય છે. કોઈ કહી શકશે કે આ ફળનું નામ શું છે?
ખૂશ્બૂમાં ખીલેલાં ફૂલ હતાં, ઊર્મિમાં ડૂબેલાં જામ હતાં,
શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાં પણ નામ હતાં!

થોડીક શિકાયત કરવી’તી, થોડાક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે, બેચાર મને પણ કામ હતાં.

હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંઝિલ પણ મશહૂર હતી – કંઈ રસ્તા પણ બદનામ હતા.

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો – બહુ અંગત-અંગત નામ હતાં.

પેલા ખૂણે બેઠા છે એ ‘સૈફ’ છે, મિત્રો, જાણો છો?!
કેવો ચંચલ જીવ હતો ને કેવા રમતારામ હતા!


આજે વિજયા-દશમીના દિવસે નામ રામાયણ સાંભળીને ભગવાન શ્રીરામ ને યાદ કરીએ..

[Youtube=http://www.youtube.com/watch?v=lPwG5kYfLgI]
[Youtube=http://www.youtube.com/watch?v=2jkvYc-BlJ8]


અતુલ નાનો હતો ત્યારે “નામ” ફીલ્મની આ પંકજ ઉધાસના સ્વરમાં ગવાયેલી ગઝલ હિંચકા ઉપર બેસીને લલકાર્યા કરતો અને જ્યારે મારા સાસુ તે સાંભળતા ત્યારે તે કહેતા અરે “ગટીયા” બંધ કર અને જો આ ગઝલ તારે ક્યારેય નહીં ગાવાની અને અતુલ પણ મલકાઈને પુછે કે કેમ બા નહીં ગાવાની? બા કશું કહે નહીં. તોયે અતુલ વારંવાર પુછે એટલે આંખમાં આંસુ સાથે કહે કે બેટા કલ્પનામાં પણ હું તારો વિયોગ સહન નથી કરી શકતી અને જ્યારે તું આ ગઝલ ગાય છે ત્યારે જાણે તું પરદેશ ચાલ્યો ગયો હોય તેમ લાગે છે, માટે જ કહું છું કે તું આ ગઝલ ન ગા. તો ચાલો આજે માણીએ અતુલની પ્રીય અને અને મારા સાસુને હચમચાવી મુકતી ગઝલ.


[Youtube=http://www.youtube.com/watch?v=0qBYoP-DySY]