ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: નરસિંહ મહેતા

ધ્યાન ધર, ધ્યાન ધર, નેત્રમાં નાથ છે,
અંતર ભાળની એક સુરતિ;
દેહીમાં દરસશે, પ્રેમથી પરસશે,
અજબ અનુપમ અધર મૂરતિ … ધ્યાન ધર

મન પરસન થશે, કર્યાં કર્મ નાસશે,
ભાસશે ભૂમિ વ્રજ વન વેલી;
કુંજ લલિત માંહે કૃષ્ણ ક્રીડા કરે,
નીરખતી નૌતમ સંગ સહેલી … ધ્યાન ધર

મોરલીના નાદમાં, શ્રવણના સાદમાં,
ઝાંઝરી ઝાલરી ઝમક વાજે;
તાલ મૃદંગ ને ચંગ ઉપમા ઘણી,
ભેરી શરણાઈમાં બ્રહ્મ ગાજે … ધ્યાન ધર

સુરત સંગ્રામ વિશે નાથ બહુ વિલસે,
દરસશે દેહીથી ભજન કરતાં;
નરસૈંયાનો સ્વામી સર્વ સુખ આપશે
કાપશે દુક્રિત ધ્યાન ધરતાં … ધ્યાન ધર.


સૌજન્ય તથા સાંભળવા માટે: સ્વર્ગારોહણદોસ્તો અને સખીઓ,

કાલે આસ્થાને શાળામાં શ્રી નરસિંહ મહેતાનું આ પદ ગાવાનું છે. અમે ઈન્ટરનેટમાં શોધ ચલાવી અને ઘણા બધાં બ્લોગ અને વેબ-સાઈટ પર આ પદ મળી આવ્યું. છેલ્લી પંક્તિ વાંચીને મને થાય કે આ પંક્તિ ખોટી છે – એટલે ઘણાં બધા બ્લોગ પર શોધ ચલાવી. છેવટે નીચેથી સાચું પદ મળ્યું. અહિં સાચું અને ભૂલ ભરેલું બંને પદ આપ્યાં છે. ચાલો શોધી બતાવો બંનેમાં શું ફરક છે. માત્ર શબ્દોનો ફરક હોય તે જ જોવો, વિરામ ચિન્હ, ધ્રુવ પદ વગેરેનો ફેર નહિં જુવો તો ચાલશે.


જળકમળ છાંડી જાને, બાળા ! સ્વામી અમારો જાગશે;
જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે.

કહે રે બાળક ! તું મારગ ભૂલ્યો ? કે તારા વેરીએ વળાવિયો ?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો ?

‘નથી નાગણ ! હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો;
મથુરાનગરીમાં જૂગટું રમતાં, નાગનું શીશ હું હારિયો.’

‘રંગે રૂડો, રૂપે પૂરો, દીસંતો કોડીલો કોડામણો;
તારી માતાએ કેટલા જન્મ્યાં, તેમાં તું અળખામણો ?’

‘મારી માતાએ બેઉ જન્મ્યા, તેમાં હું નટવર નહાનડો,
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો.

‘લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરિયો,
એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરિયો.’

‘શું કરું, નાગણ, હાર તારો ? શું કરું તારો દોરિયો,
શાને કાજે, નાગણ ! તારે ઘરમાં કરવી ચોરિયો?’

ચરણ ચાંપી, મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો:
‘ઊઠો રે બળવંત, કોઈ બારણે બાળક આવિયો.’

બેઉ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણા ફૂંફવે, જેમ ગગન ગાજે હાથિયો.

નાગણ સહુ વિલાપ કરે છે: નાગને બહુ દુ:ખ આપશે,
મથુરાનગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે.

બેઉ કર જોડી વિનવે: ‘સ્વામી, મૂકો અમારા કંથને;
અમો અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યા ભગવંતને.’

થાળ ભરી શગ મોતીએ, શ્રીકૃષ્ણને રે વધાવિયો ;
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો.


ઉપરનું પદ સાચું છે, સૌજન્ય: વેબ મહેફિલ


જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે … જળકમળ

કહે રે બાળક તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવીયો?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો? … જળકમળ

નથી નાગણ હું મારગ ભૂલ્યો, કે મારા વેરીએ વળાવિયો,
મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હારિયો … જળકમળ

રંગે રૂડો, રૂપે પુરો, દીસંતો કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં, તેમાં તું અળખામણો … જળકમળ

મારી માતાએ બેઉ જનમ્યાં, તેમાં હું નટવર નાનડો,
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાનુડો … જળકમળ

લાખ સવાનો મારો હાર આપું, આપું હું તુજને દોરિયો,
એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરિયો … જળકમળ

શું કરું નાગણ હાર તારો ? શું કરું તારો દોરિયો ?
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ ? …જળકમળ

ચરણ ચાંપી, મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવિયો … જળકમળ

બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો … જળકમળ

નાગણ સહુ વિલાપ કરે છે, નાગને બહુ દુ:ખ આપશે,
મથુરા નગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે … જળકમળ

બેઉ કર જોડી વિનવે, સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને … જળકમળ

થાળ ભરીને નાગણ સર્વે, મોતીડે કૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો … જળકમળ


ઉપરનું પદ ભૂલ ભરેલું છે – સૌજન્ય: સ્વર્ગારોહણ


તારણ: વેબ સાઈટની પ્રતિષ્ઠાને આધારે તેમાં મુકેલી માહિતિ સત્ય છે તેમ માની લઈ શકાય નહિં.સાંભળવા માટે


જે ગમે જગત ગુરુ દેવ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો … જે ગમે જગત

હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,
જોગી જોગેશ્વરા કો’ક જાણે … જે ગમે જગત

નીપજે નરથી તો કોઇ ના રહે દુઃખી,
શત્રુ મારીને સૌ મિત્ર રાખે;
રાય ને રંક કોઇ દૃષ્ટે આવે નહિ,
ભવન પર ભવન પર છત્ર દાખે … જે ગમે જગત

ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા,
માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું,
તેહને તે સમે તે જ પહોંચે … જે ગમે જગત

ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે,
મન કર્મ વચનથી આપ માની લહે
સત્ય છે એ જ મન એમ સુઝે … જે ગમે જગત

સુખ સંસારી મિથ્યા કરી માનજો,
કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;
જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે,
જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું … જે ગમે જગતગઇ કાલે વાત થઇ ગોપીની ફરિયાદની. આજે તો કાનુડો તેના મિત્રો સાથે ગેડી-દડો રમવા યમુના કિનારે જાય છે. રમતાં રમતાં દડો પાણીમાં પડે છે. યમુનાનું વિષયુક્ત પાણીને વિષમુક્ત કરવાના આશયથી કાનુડો પાણીમાં પડે છે. ત્યાં સહસ્રફેણા કાળીનાગ સાથે યુદ્ધ કરી કાળીનાગને હરાવી યમુનાના પાણીને વિષમુક્ત કરી જીવસૃષ્ટિને તૃપ્ત કરે છે.આવો જ ભાવ દર્શાવતું નરસિંહ મહેતાનું ભજન માણીએ.


જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે, તને મારશે, મને બાળ હત્યા લાગશે

કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવિયો
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો

નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો
મથુરા નગરીમાં જુગટુ રમતાં, નાગનું શીશ હું હારિયો

રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં, તેમાં તું અળખામણો

મારી માતાએ બેઉ જનમ્યાં, તેમાં હું નટવર નાનડો
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો

લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરીઓ
એટલું મારા નાગથી છાનું આપું, કરીને તુજને ચોરીઓ

શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ
શાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરીઓ

ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઈ, બારણે બાળક આવિયો

બેઉ બળિયા બાથે વળગિયા, શ્રીકૃષ્ણે કાળીનાગ નાથિયો
સહસ્ત્ર ફેણાં ફુંફવે જેમ, ગગન ગાજે હાથિયો

નાગણ સૌ વિલાપ કરે કે, નાગને બહુ દુઃખ આપશે
મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે

બેઉ કર જોડી વીનવે, સ્વામી ! મૂકો અમારા કંથને
અમે અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને

થાળ ભરીને શગ મોતીડે, શ્રીકૃષ્ણને રે વધાવિયો
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો


“ટહુકો” પર આ પ્રભાતિયું બે જુદા જુદા સ્વરોમાં સાંભળવા અહીં ક્લિક કરશો.પનઘટ પર છેડછાડ કરી કાનુડો તો ડાહ્યો ડમરો થઈ, ઘેર આવી જાણે કાઈ બન્યું જ નથી તેમ વર્તન કરે છે. ત્યાં તો ગોપીઓ નું વૃંદ આવી ને જશોદા મૈયાને ફરિયાદ કરતી કહે છે કે:-


ગોપીઃ
જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે;
આવડી ધૂમ મચાવે વ્રજમાં કોઇ નહિ પૂછણહાર રે. … જશોદા.

શીકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બ્હાર રે,
માખણ ખાધું, વેરી નાંખ્યું, જાન કીધું આ વાર રે … જશોદા.

ખાંખાંખોળાં કરતાં હીંડે, બીએ નહીં લગાર રે,
મહીં મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે …. જશોદા.

વારે વારે કહું છું તમને હવે ન રાખું ભાર રે,
નિત ઊઠીને કેટલું સહીએ, રહેવું નગર મોઝાર રે … જશોદા.

જશોદાઃ
આડી-અવળી વાત તમારી, હું નહિ સાંભળનાર રે;
ડાહ્યો ડમરો લાડકો મારો, કદી ન એમ કરનાર રે … જશોદા.

મારો કાનજી ઘરમાં સૂતો, ક્યારે દીઠો બ્હાર રે,
દહીં દૂધનાં તો માટ ભર્યાં, પણ ચાખે ન લગાર રે … જશોદા.

શોર કરંતી ભલે સહુ આવી, ટોળી વળી દસ-બાર રે,
નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે …. જશોદા.


નરસિંહ મહેતાનું આ પ્રભાતિયું સાંભળવા અહીં ક્લિક કરશો.