ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: દિપાવલી

આજે માણીએ “મધુવન”ની રંગોળી અને સાથે ભાવનગરમાં દિપાવલીની રાત્રે થયેલી આતશબાજીની ઝલક…







હર ઘડી બદલ રહી હે રુપ જીંદગી..
છાંવ હે કહીં કહી તો ધૂંપ જીંદગી…
હર પલ યહાં જી ભર જીઓ..
જો હે સમા કલ હો ન હો…


[Youtube=http://www.youtube.com/watch?v=phMnf9BuuKg]



દિપાવલી એટલે ઉત્સાહ અને આનંદનું પર્વ. ભારત વર્ષ અને આખીએ દુનિયામાં હવે તો ઉલ્હાસપૂર્વક ઉજવાતું આ પર્વ માનવ જીવનમાં એક તાજગી ભરી દે છે. તો આવો આજે માણીએ “મધુવન” ની રંગોળી અને સાથે હ્રદયના તાર ઝણઝનાવી દેતું એક મસ્ત મસ્ત થનગનતું ગીત..

મન મોર બની થનગાટ કરે…

આપ સહુને દિપાવલી તથા નૂત્તન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..




[Youtube=http://www.youtube.com/watch?v=kxAMwJZEyXs]


બહુ રંગ ઉમંગમાં પીછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.
મોર બની થનગાટ કરે

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે
નવે ધાનભરી મારી સીમ ઝૂલે.
નવ દીન કપોતની પાંખ ખૂલે.
મધરા મધરા મલકઐને મેંડક મેંહસું નેહસું બાત કરે
ગગને ગગને ગુમરાઇને પાગલ મેઘઘટા ગરજાટ ભરે.
મન મોર બની થનગાટ કરે

નવ મેઘ તણે નીલ આંજણિયે મારા ઘેઘૂર નૈન ઝગાટ કરે.
મારા લોચનમાં મદઘેન ભરે.
મારી આતમ લે’ર બિછાત કરે
સચરાચર શ્યામલ ભાત ધરે
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે
ઓ રે ! મેઘ અષાઢીલો આજ મારે દોય નેન નિલાંજન-ઘેન ભરે
મન મોર બની થનગાટ કરે

ઓલી કોણ કરી લટ મોકળીયુ ખડી આભ-મહોલ અટારી પરે
ઊંચી મેઘ-મહોલ અટારી પરે
અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ-પાલવડે
કરી આડશ કોણ ઉભેલ અરે
ઓલી વીજ કરે અંજવાસ નવેસર રાસ જોવ અંકલાશ ચડે
ઓલી કોણ પયોધર સંઘરતી વીખરેલ લટે ખડી મે’લ પરે
મન મોર બની થનગાટ કરે

નદીતીર કેરા કુણા ઘાસ પરે પનિહાર એ કોણ વિચાર કરે
પટ-કુળ નવે પાણી-ઘાટ પરે !
એની સુનમાં મીટ મંડાઇ રહી
એની ગાગર નીર તણાઇ રહી
એને ઘર જવા દરકાર નહી
મુખ માલતીફૂલની કુંપળ ચાવતી કોણ બીજા કેરૂં ધ્યાન ધરે!
પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે!
મન મોર બની થનગાટ કરે

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુકની ડાળ પરે
ચકચૂર બની ફૂલ-ડાળ પરે
વીખરેલ અંબોડાના વાળ ઝૂલે
દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે
શિર ઉપર ફૂલ ઝકોળ ઝરે
એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઉડી ફરકાટ કરે
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે!
મન મોર બની થનગાટ કરે


શબ્દ સૌજન્ય:”ટહુકો



હવે તો દિવાળીને એક દિવસની વાર આવતી કાલે તો દિવાળી આંગણે આવીને ઉભી રહેશે.. દિવસો,મહિનાઓ,વર્ષો અને જીંદગી જતાં ક્યાં વાર લાગે છે. એટલે જ ચિંતકો કહે છે કે:

“કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ;
પલમે પરલે હોયગી, બહુરી કરેગા કબ?”

સારા કાર્યો તરત જ કરવા જોઈએ કારણ કે સારા કામમાં સો વિઘન. તહેવારો અને પર્વો આપણા જીવનમાં ફરી પાછો ઉત્સાહનો સંચાર કરે છે. એકધારા જીવનની ઘરેડમાંથી થોડા બહાર નીકળીને કઈક નવી જ રીતે જીવવાની પ્રેરણા આપે છે. હા તે ખરું કે આપણાં દેશમાં પર્વોનો અતિરેક છે પણ આમ જોઈએ તો જુદા જુદા માનવીઓને પોતાની પ્રકૃતિ અનુસાર જુદા જુદા તહેવારો ગમે છે તેથી તહેવારોમાં રહેલી આવી વિવિધતામાંથી પ્રત્યેક વ્યક્તિને કશુક મનપસંદ મળી રહે છે. વળી ઘણાં લોકોને તેમાંથી રોજગારી પણ મળે છે.

અરે ગાડી પાછી આડે પાટે ચડી ગઈ, આપણે વાત કરતાં હતા રંગોળીની. આસ્થાએ ભાવનગર કલા શિક્ષક સંઘ દ્વારા યોજાયેલી રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો તેના ૩ ફોટોગ્રાફ આજે અહીં મુક્યા છે. અને હા, આજની “મધુવન” ની રંગોળી તો ખરી જ..


સ્પર્ધાની રંગોળી




“મધુવન” ની રંગોળી

રંગાઈ જાને રંગમાં..
તું રંગાઈ જાને રંગમાં…
સીતા રામ તણાં સત્સંગમાં..
રાધે શ્યામ તણાં તું રંગમાં…

( દિપાવલી પર્વમાં આપનું સ્વાગત છે )



દિપાવલી પર્વ હવે રંગે-ચંગે આગળ વધી રહ્યું છે. ગઈકાલે મીઠાઈઓ બનવાનું શરુ થઈ ગયું અને આજે તો ખાવાનું પણ. ફટાકડાની અને ઘરમાં નવા તોરણો લટકાવાની તથા રોશનીના ઝગમગાટની પણ શરુઆત થઈ ગઈ. ભાવનગર ધીરે ધીરે દિપાવલીમય બની રહ્યું છે. આમેય કલા અને સંસ્કારની નગરી ગણાતું ભાવનગર હંમેશા પર્વોની ઉજવણી આનંદ અને ઉત્સાહથી કરતું આવ્યું છે. તો જોઈએ આજની “મધુવન” ની રંગોળી…..


વૃક્ષ વૃક્ષની ડાળ ડાળને પાન પાનને ફૂલ ફૂલમાં નર્તન…..
( દિપાવલી પર્વમાં આપનું સ્વાગત છે )


અને હા, હંસ: પણ હવે રંગ પુરવા લાગ્યો છે હો.. જરા નીચે નજર કરો અને જુઓ હંસ: ની રંગોળી..




આજે ભાવનગર કલા શિક્ષક સંઘ દ્વારા ઘોઘાસર્કલના બગીચા ફરતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આસ્થાએ તેમાં ઉત્સાહભેર ભાગ લીધેલો. તેની વાત પછી કરશુ પણ આજે માણીએ “મધુવન” ની રંગોળી .


અંગ અંગ રંગ છે અનંગનો..

દિપાવલી પર્વમાં આપનું સ્વાગત છે..


આસ્થાને રંગોળી કરવાનો અનહદ શોખ. દિપાવલી આવે એટલે ગેરુ લઈને ફળીયાની 5 x 5 ટાઈલ્સ રંગી નાખે. પછી તેમાં મજાની રંગોળી કરે અને રંગ પુરે. એક દિવસ અગાઉ જ તે તો રંગોળી કરવા લાગે. આજની એક દિવસ Advance રંગોળી માણો..



સાથીયા પુરાવો દ્વારે, દિવડા પ્રગટાવો આજ
આજ મારે આંગણે પધારશે..

દિપાવલી પર્વમાં આપ સહુનું સ્વાગત છે..