ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: દર્શન

ચારે બાજુ કુદરત મન મુકીને મ્હોરી રહી છે. વસંતે પોતાનો જાદુ પાથરવાનું શરુ કરી દીધું છે. ગઈ કાલે અમે એક લગ્ન-પ્રસંગે શિહોર ગયા હતા. થોડો સમય મળ્યો તો મને થયું કે ચાલને મારા નાનીમાને મળી આવું (મારા નાનીમા અને એક મામા શિહોરમાં રહે છે). હું, અતુલ અને આસ્થા ચાલતાં ચાલતાં ઉપડ્યા – રસ્તામાં જોયું તો આહાહા – વૃક્ષો પર t ફૂલો જ ફૂલો. અમે તો ઘેલાં થઈ ગયાં. આસ્થા અને અતુલ તો ફૂલ જોયા નથી કે તરત જ કેમેરામાંથી ક્લિક – ક્લિક કરીને છબી કંડારી લે. તો વસંત દર્શનનો લ્હાવો લેશુંને?[Youtube=http://www.youtube.com/watch?v=LDvNOrJn-gU]


આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફુલડાં અપરંપાર
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…

ધરતી માં ની લાડકડીની થઇ ચોમેર વધાઇ
કરિયાવરના લીલા પટોળા રહ્યા બધે પથરાઇ
પંખીડાની સ્વાગત રાગે ગુંજી ઉઠી શરણાઇ
ટહુકે કોયલ સૂર લગાવી,
ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…

ભીક્ષા યાચે ફુલડે ફુલડે ફરીને ભમરો ન્યારો
પાંખે વાગે ભિખારી કેરો ગુન ગુન ગુન એકતારો
દેતી જ્યાં ત્યાં પાનપાનમાં મસ્તીનો તડકારો
એવું દાન અનેરું લાવી,
ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…

મધુર એને પગલે પગલે ગુંજે રુમઝુમ ભાષા
સુણી સુતેલા અંતર જાગે છુપી અનોખી આશા
સર્જનહાર ઉમંગે આજે રંગીન રચે તમાશા
નાચે છે નટરાજ નચાવી
ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…

ગરબો લેતા ઘમ્મર ઘુમે રાત દિવસ રઢિયાળા
વર્ષ તણી પટરાણી કાજે સુંદર ગુંથે માળા
જીવન સાગરમાં છલકાતા રસના ધોધ રૂપાળા
આજ નિરંતર ઉર બહાવી
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફુલડાં અપરંપાર
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે…


શબ્દ અને ગીત માટે સૌજન્ય: “ટહુકો


મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું,
પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું.

સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું,
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.

મનોબળથી મનોવૃત્તિ ઉપર શાસન કરી લઉં છું
નયન નિર્મળ કરીને રૂપના દર્શન કરી લઉં છું.

નિરંતર શ્વાસ પર જીવનનું અવલંબન નથી હોતું,
બહુધા હું હૃદયમાં એક આંદોલન કરી લઉં છું.

અમે પાગલ, અમારે ભેદ શો ચેતન-અચેતનમાં,
પ્રતિમા હો કે હો પડછાયો હું આલિંગન કરી લઉં છું.

સમય ક્યારે વિસામો ખાય છે ‘અકબર’ના જીવનમાં?
વિસર્જન થાય છે નિત્, નિત્ નવું સર્જન કરી લઉં છું.


સૌજન્ય:
Fun_4_Amdavadi_Gujarati
વિચાર જગત
Webમહેફિલ
કવિલોક
લયસ્તરો
ગુજરાત સેન્ટર
હજુ પણ ઘણી જગ્યાએ આ ગઝલ આપ માણી શકશો.“બૈજુ બાવરા” ફીલ્મનું આ ખૂબ જ પ્રખ્યાત ગીત શ્રી મુહંમદ રફી સાહેબે શ્રી નૌશાદ સાહેબની સાથે ગાયેલ છે. હરિ, ઈશ્વર, અલ્લાહ, GOD, યહોવાહ કે પરમ ચેતના જે કહો તે કોઈ ધર્મ, મજહબ, પંથ કે સંપ્રદાયની મોહતાજ નથી. જે કોઈ આ પરમ તત્વને ચાહે છે તેની તે સાવ સમીપ છે. જે કોઈ વ્યાકુળતાથી પોકારે છે તેની પાસે આ દિવ્ય ચૈતન્ય પહોંચી જઈને તેને એક દિવ્ય આનંદમાં તરબોળ કરી દે છે. તો ચાલો માણીએ આજે હરિ દર્શનની વ્યાકુળતા..


[Youtube=http://www.youtube.com/watch?v=XJCqDLLdKHY]