ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: જન્મદિવસ

Posted By: Atul

આપ સહુ કદાચ જાણતા હશો કે કવિતાનો જન્મ દિવસ અમે ૩૧ ડીસેમ્બર અને ૧લી જાન્યુઆરી એટલે કે ઈસ્વીસન કેલેન્ડર વર્ષના અંતે અને શરુઆતમાં તેમ બંને દિવસે ઉજવીએ છીએ. આજે તમને અમારુ મનગમતુ ગીત સંભળાવીએ. ગમશે ને?

ક્યું હો ગયા ના


Song: Aao Na, Aao Na
Movie or Album: Kyun Ho Gaya Na
Singer(s): Sadhana Sargam, Udit Narayan
Music Director(s): Shankar-Ehsaan-Loy
Lyricist(s): Javed Akhtar

ghunjee see hai saree fija, jaise bajatee ho shehnaiya
leheratee hai mehakee hawa, gungunatee hain tanhaiya
sab gate hain, sab hee madhosh hain
ham tum kyun khamosh hain
sajedil chhedo na, chup ho kyun gao na
aao na, aao na, aao na, aao na

tan mann me kyun aise behatee huyee, thandee see ik aag hai
saanso me hai kaisee yeh raginee, dhadkan me kya rag hai

yeh huwa kya hame hamko samjhao na – (2)
sab gate hain, sab hee madhosh hain
ham tum kyun khamosh hain
dil me jo baate hai hoton pe lao na
aao na, aao na, aao na, aao na

abb koyee duree na uljan koyee, bas ek ikrar hai
abb na kahee ham na tum hd kahee, bas pyar hee pyar hai

sun sako dhadkane itne pas aao na. – (2)

sab gate hain, sab hee madhosh hain
ham tum kyun khamosh hain
abb mere sapno pe tum hee tum chaho na
aao na, aao na, aao na, aao na

ghunjee see hai saree fija, jaise bajatee ho shehnaiya
leheratee hai mehakee hawa, gungunatee hain tanhaiya
aao na, aao na, aao na, aao naભાવનગર શહેરની સ્થાપનાને આજે અખાત્રીજના પાવન દિવસે ૨૮૮ વર્ષ પૂર્ણ થયા અને ૨૮૯માં વર્ષમાં પ્રવેશ થયો. ભાવેણાના જન્મદિવસ નિમિત્તે દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા આજે તા.૬ને શુક્રવારે સાંજે ૫-૩૦ કલાકે ઘોઘાગેટ ચોક ખાતે લોકોની લાગણીની અભિવ્યક્તિનાં વિશિષ્ટ કાર્યક્રમ દ્વારા ઉજવણી કરાશે.

ગુજરાત રાજ્યની સ્થાપનાની ઉજવણીનો ઉમંગ હજુ ઓસર્યો નથી ત્યાં વધુ એક વિશિષ્ટ દિવસ ભાવેણાના જન્મદિવસની ઉજવણી માટે શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે ભાવેણાવાસીઓની લાગણીને અભિવ્યક્ત કરવા સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા આજે તા.૨૬ને શુક્રવારે સાંજે ૫-૩૦ કલાકે ઘોઘાગેઈટ ચોક ખાતે અખાત્રીજના શુભ દિવસે ભાવેણાના જન્મદિવસની અનેરી ઉજવણી કરવામાં આવશે.

ભાવેણાવાસીઓના આનંદમાં મેયર સુરેશભાઈ ધાંધલીયા, સાંસદ રાજુભાઈ રાણા, ધારાસભ્ય વિભાવરીબેન દવે, જિલ્લા કલેક્ટર ડી.જી. ઝાલાવાડીયા, એસ.પી. વી. ચંદ્રશેખર, એ.એસ.પી. પ્રદિપ શેદુળ, સ્ટેન્ડીંગ ચેરમેન અભયભાઈ ચૌહાણ, ડે.મેયર પ્રભાબેન પટેલ, બાડાના ચેરમેન અમોહભાઈ શાહ, શહેર ભાજપ પ્રમુખ ટી.એમ. પટેલ, કોંગ્રેસ પ્રમુખ ડૉ.ડી.બી. રાણીંગા, ચેમ્બર પ્રમુખ પંકજ પંડયા, ચેમ્બર ઈન્ડસ્ટ્રીઝ પ્રમુખ મહેન્દ્ર શાહ સહિતના અનેક રાજકીય સામાજિક આગેવાનો, અધિકારીઓ, પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ, અગ્રણીઓ, અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં શહેરીજનો જોડાઈ ગૌરવ અનુભવશે. સાથોસાથ ઇન્ટરનેટ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા “ભાવનગરી” ગ્રુપના મોડરેટરો અને સભ્યો ખાસ હાજરી આપશે.


સૌજન્ય: ભાવનગરી ગૃપભુરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધુમસે પ્હાડ સરખો,
નદી વચ્ચે ઊભો, નિર્ભયપણે એકસરખો;
દિસ્યો હાર્યો જોદ્ધો, હરિતણું હૃદે ધ્યાન ધરતો,
સવારે એકાંતે, કબીરવડ એ શોક હરતો.

કદે દેખાવે એ, અચરતિ જણાએ જગતમાં,
ખરી મ્હોરાંનો, મગરૂબ રહે દેશ નવ કાં?
મનાએ સત્સંગે, પવિતર કબીરાભગતમાં,
પ્રજાની વૃદ્ધિએ, નિત અમર કહેવાય નવ કાં?

જતાં પાસે જોઊં, વડ નહીં વડોનું વન ખરે,
મળે આડા ઊભા, અતિ નિકટ નીચે ઉપર જે;
વડો ઝાઝા તોએ, સહુ ભળી ગયે એક દીસતો,
વળી સંધાઓનું, અસલ જીવતું એક મુળ તો.

કિયૂં ડાળૂં પ્હેલૂં, કંઇ ન પરખાએ શ્રમ કરે ,
ઘસેડ્યો પાડીને, અસલવડ રેલે જણ કહે;
તણાયા છે ભાગો, ઘણી વખત જો એ વડ તણા,
તથાપી એ થાએ, ફુટ વીસ ગુણ્યા સો પરિઘમાં.

ફૂટી ડાળોમાંથી, પ્રથમ તરુ કેરી નીકળતા,
ખુંચે તેવા તંતુ, વધી જઈ નીચે જે લટકતા;
જટાની શોભાથી, અતિશ શરમાઈ શિવ ઊઠ્યા,
જટાને સંકેલી, વડ તજી ગિરિયે જઈ રહ્યા.

જટા લાંબી લાંબી, મુળ થડથી થોડેક દૂર જે,
નીચે ભૂમી સાથે, અટકી પછી પેસે મહિં જતે;
મળી મૂળીયાંમાં, ફરી નિકળી આવે તરુરુપે,
થડો બાંધી મોટાં, ઘણીક વડવાઈ કરી રહે.

વળી ડાળો મોટી, ઘણીક વડવાઇથી નિકળે ,
જટા પાછી જેને, અસલ પરમાણે જ લટકે;
નવાં બાંધી થાળાં, નવિન વટવાઇ ઉગી બને,
નહીં ન્હાની ન્હાની, પણ મુળ તરૂતુલ્ય જ કદે.

વડો વચ્ચે વચ્ચે, તરુ અવર આસોપાલવનાં,
વડોથી ઊંચાં છે, ખીચખીચ ભર્યાં પત્રથી ઘણાં;
ઘણા આંબા ભેગા, વળી ઘણીક સીતાફળી ઉગે,
બીજાં ઝાડો છોડો, વડની વચમાં તે જઈ ઘૂસે.

ઉનાળાનો ભાનુ, અતિશ મથી ભેદી નવ શકે,
ઘટા ઊંચે એવે, જન શીતળ છાયા સુખ લિયે;
ખુલી બાજૂઓથી, બહુ પવન આવી જમીનને,
કરે ચોખ્ખી રૂડી, પછી મીત થઈને ખુશી કરે.

ઘણાં જંતુ પંખી, અમળ સુખ પામે અહિં રહી,
ઘણાં જાત્રાળુઓ, અહીં ઊતરતાં પુણ્ય સમજી;
ઘણા શિકારીઓ, ગમત કરતા રેહ બહુ અહીં,
હજારો લોકોને, અડચણ સમાતાં અહિં નહીં.

અહીંયાંથી જોવી, ચકચકતી વ્હેતી નદી દુરે,
પશુ કો જોવાં જે, અહિં તહિં ચરે બેટ ઉપરે.
ઘટા ભારે જોવી, શબદ સુણવા કોઈ ખગના,
દિલે વાયુ લેવો, સુખ નવ હીણા લે કરમના.

ઘટા થાળાં લીધે, ઘણીક ફરવાને ગલી થઈ,
બખોલો બંધાઈ, રમણીય બહુ બેઠક બની;
નિરાંતે જેમાં તો, ખુશીથકી રમે લાલ લલના,
નિરાંતે જેમાં તો, ખુશીથકી રહે જોગી જપમાં.

દીપે છાયી જાડાં, હરિત કુમળાં પત્ર ઠુમસાં,
વળી રાતા ટેટા, ચુગી બહુ જીવો પેટ ભરતા;
પડે બાજૂએથી, બહુ ખુશનુમા રંગકિરણો,
નીચે ચળકે તડકે, બરફ સરખાં ઠારથી પડો.

ઠરી મારી આંખો, કબીરવડ તુને નિરખીને,
ખરી પાપી બુદ્ધિ, ખરી જ રૂડિ જાત્રા થઈ મને;
વિશેષે શોભે છે, ગભિર વડ તુંથી નરમદા,
કૃતાર્થી મોટો હું, દરશન વડે છું નરમદા.

– કવિ નર્મદ


અહીં આપ આ પદને સાંભળી પણ શકશો: મીતિક્ષા.કોમ


“મધુવન” માં મારો જન્મદિવસ આજે મનાવાય છે. વળી નવું વર્ષ ૨૦૧૧ પણ શરુ થાય છે. નવા વર્ષમાં આપ સહુને નવો ઉત્સાહ અને આનંદ પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા. હમણાં હું અને અતુલ એક સંબંધીના લગ્નપ્રસંગે ભરુચ ગયા હતા. ત્યાં વચ્ચે ત્રણેક કલાકનો અવકાશ હતો તો થયું કે અહીંથી કબીરવડ નજીક જ છે તો ત્યાં જઈ આવીએ. ઝાડેશ્વર ચોકડીથી રીક્ષામાં શુક્લતીર્થ પહોંચ્યા. ભરુચથી શુક્લતીર્થ લગભગ ૧૦ કીલોમીટર દૂર છે. ત્યાંથી હોડીમાં બેસીને સામે પાર કબીર વડ ગયા.

[Youtube=http://www.youtube.com/watch?v=OnpE-iH3Wjk]

અહીં એટલા બધા વિશાળ વડલા અને અનેક શાખાઓ એકબીજામાં વીંટળાઈને ઉભી છે. મુળ કબીર વડ ક્યો હશે ખબર જ ન પડે જો કે આ આખા સંકુલને જ કબીરવડ કહેવાય છે.

[Youtube=http://www.youtube.com/watch?v=2lJJBo5kVjM]

પછી પાછાં હોડીમાં બેસીને આ કિનારે આવ્યા.

[Youtube=http://www.youtube.com/watch?v=dtaXb-ip8vs]

આપ ને પણ ભરુચ જવાનો મોકો મળે તો કબીરવડ જરૂર થી જજો હો..


કવિતા

ફોટોગ્રાફ તારીખ : ૨૧ જુલાઈ ૧૯૯૬

ઈસ્વીસનનો પ્રથમ અને છેલ્લો દિવસ અમારા માટે ખૂબ જ મહત્વનો છે. કારણકે આજના દિવસે મારી વ્હાલસોઈ કવિતાનો જન્મ થયો હતો. કવિતાથી હવે આપ સહુ પરિચિત જ હશો અરે આ બ્લોગ જ કવિતાનો છે. ૩૧/૧૨/૧૯૭૧ ના રાત્રે ૨ થી ૩ ની વચ્ચે કવિતાનો જન્મ થયો હતો. તેના ઘરે એટલે કે પીયરમાં હંમેશા તેઓ ૩૧મી ડીસેમ્બરે જ તેનો જન્મદિવસ ઉજવે છે. વૈદિક સંસ્કૃતિ પ્રમાણે ચોઘડીયા સુર્યોદયથી ગણાય એટલે એક રીતે તેમની વાત સાચી છે કે તીથી પ્રમાણે તેનો જન્મ ૩૧ ડીસેમ્બરે થયો ગણાય. પરંતુ અંગ્રેજી દિવસ રાત્રે ૧૨:૦૦ વાગ્યે પુરો થાય અને ત્યાર પછી નવો દિવસ ગણાય તેથી અમે “મધુવન” માં તેનો જન્મ-દિવસ ૧લી જાન્યુઆરીએ ઉજવીએ છીએ. આમ તેના બે બે જન્મ દિવસ ઉજવાય છે. વર્ષની આખરે અને વર્ષના પ્રારંભે. તેથી ૧૯૯૬થી મારા માટે ઈસ્વીસનનો છેલ્લો અને પ્રથમ દિવસ ઘણો જ મહત્વનો બની ગયો છે.

૨૦૧૦નું આ આખુયે વર્ષ અમારા કુટુંબ માટે એક અજીબોગરીબ વર્ષ બની રહ્યું. અમારા કુટુંબે આ વર્ષે અનેક નવી સિદ્ધિઓ હાંસલ કરી તો અનેક વખત કપરા મનોમંથનમાંથી પસાર થવાનું પણ બન્યું. દરેક સારી કે માઠી કોઈપણ પરિસ્થિતિ વખતે કવિતા મારી પડખે અર્ધાંગિની બનીને ઉભી રહી અને મને હુંફ, આશ્વાસન, ટેકો અને ઉત્સાહ આપ્યાં છે. અમારાં કુટુંબના પ્રત્યેક સભ્યનું અમારે મન આગવું મહત્વ છે પણ જો કવિતા મને ન મળી હોત તો મને સ્પષ્ટ પણે લાગે છે કે હું અધૂરો જ રહી ગયો હોત. મારા જીવનમાં તેનું મહ્ત્વ તે હોય ત્યારે નહીં પણ તે જ્યારે ન હોય ત્યારે વધારે સમજાય છે. પ્રત્યેક નાની મોટી બાબતોમાં તે કુટુંબના સભ્યોની સંભાળ લે છે, બાળકોના શિક્ષણનું કાર્ય હોય કે રસોઈ બનાવવાની હોય, ઘરકામ હોય કે બજારનું કામ હોય, ઘરમાં બધું વ્યવસ્થિત કરવાનું હોય કે કશેક પ્રવાસમાં જવાનું હોય ટુંકમાં કોઈ પણ પરિસ્થિતિ હોય તે તેના ઉત્સાહ અને કાર્યદક્ષતાથી દરેક કાર્યો સારી રીતે ઉકેલે છે. પોતે આનંદથી જીવે છે અને મને પણ આનંદથી જીવતા શીખવાડે છે.

ઘણીએ વખત તે અકળાય છે, મુંઝાય છે અને ક્યારેક કંટાળે પણ છે. તેવે વખતે હું તેને સાંત્વના અને હૂંફ આપુ છું. થોડા પ્રેમાળ શબ્દો કહું છું અને તેની મુંઝવણ, અકળામણ અને કંટાળો તરત જ અદૃશ્ય થાય છે અને ફરી પાછી તે હસતી-રમતી થઈ જાય છે.

આમ તો મને કાવ્ય કે ગઝલ કે એવું કશું રચતા આવડતું નથી પણ મારી “વ્હાલી કવિ” માટે મેં એક કાવ્ય રચ્યું છે જે મારા બ્લોગ પર અગાઉ પણ પ્રસિદ્ધ કરેલ છે તે આજે ફરી વખત અહીં આપની સમક્ષ રજૂ કરું છું.

હું એક પ્રસન્ન જીવંત કવિ છું, શું તમને ખબર છે?
મારી કવિતામાં શબ્દો નથી, શું તમને ખબર છે?
વળી તે મૌનના પડઘા નથી, શું તમને ખબર છે?
આ કવિતા મુજ કાનની રાધા, શું તમને ખબર છે?
તે જ રુક્ષ્મણી ને સત્યભામા, શું તમને ખબર છે?
હું રામ તો તે મારી સીતા, શું તમને ખબર છે?
બે બાળકોનો હું છુ પિતા, શું તમને ખબર છે?
બ્લોગજગતનો નાટકાચાર્ય, શું તમને ખબર છે?
ભિન્નબ્લોગે ભિન્ન અભિનય, શું તમને ખબર છે?
સાચું મારુ જીવન છે ન્યારું, શું તમને ખબર છે?
હંસ: ને આસ્થા સંતાનો અમારા, શું તમને ખબર છે?
મારી પત્નિ મારી કવિતા, શું તમને ખબર છે?
કવિતાનો કૃષ્ણ “અતુલ” છું, શું તમને ખબર છે?

આજે કવિતાને અમારા કુટુંબ તરફથી જન્મ-દિવસના ખૂબ ખૂબ અભિનંદન. અને હા, તમે પણ જો અભિનંદન આપવા માંગતા હો તો કોમેન્ટ બોક્ષ હાજર જ છે..


ગઈ કાલે બપોર પછી આસ્થાની થોડીક સખીઓ ભેગી મળી અને તેઓ સાથે રમ્યા, સાથે જમ્યા અને સાથે આનંદ કર્યો. ગોપીઓની વચ્ચે કાનુડાની જેમ હંસ: પણ “મધુવન” માં તે સખીઓના વૃંદમાં ભળ્યો અને નિર્દોષ બાળ-સહજ રમતો રમ્યાં.જોઈએ આસ્થાના જન્મદિવસની એક નાનકડી ઝલક..Happy Birthday to Atul
શતમ જીવો શરદ:


ફોટો તારીખ: ૧૨ ફેબ્રુઆરી ૧૯૯૭


જેની કોઈ સાથે તુલના ન થઈ શકે તેવા “અતુલ” નો આજે ૪૩મો જન્મદિવસ છે. સાચે જ એ એક એવી વ્યક્તિ છે કે જેની જોડ મળવી મુશ્કેલ છે. તેનો સ્વભાવ અંતર્મુખી, ઉચ્ચ બુદ્ધિમતા, નિર્મળ, પ્રેમાળ, ઓછાબોલા, ચતુર, ચાલાક, હોંશિયાર, ચપળ એવા તો કંઈક વિશેષણોથી નવાજી શકાય તેવા મારા અતુલજી આજે ૪૨ વર્ષ પૂરા કરે છે.

અતુલ પહેલેથી જ મનમૌજી અને મનમાં આવે તો કોઈ પણ કાર્ય તરત કરે અને ઈચ્છા ન હોય તો વારંવાર તેને કહેવા છતાં ધ્યાનમાં ન લે, પણ તેને સોંપેલું કાર્ય પુરુ કરે ખરા.

તેની એકાગ્રતા તો ગજબની, તેઓ કંઈ વાંચતા હોય કે કોઈ કામ કરતા હોય તો આજુબાજુનો તેમને ખ્યાલ સુદ્ધાં ન રહે.

આમ તો તેઓ રાજકોટ Post Diploma in Computer Technology નું ભણતાં ત્યારે નિયમિત શ્રી રામકૃષ્ણ આશ્રમ જાય. શ્રી રામકૃષ્ણ મિશનના નિ:સ્વાર્થ સેવા કાર્યો તથા ઉચ્ચ આધ્યાત્મિક વાતાવરણનો તેમની ઉપર ગાઢ પ્રભાવ પડ્યો અને વધુ ઉચ્ચ આધ્યાત્મિક્તા પ્રાપ્ત કરવા એક દિવસ તો ઘર છોડી ચાલ્યા પણ ગયા. પણ અમે સંસારથી બંધાયેલા, તે મને મૂકીને ક્યાં જવાના હતા? તેને મારા સાસુ-સસરા ઘરે પાછાં લઈ આવ્યાં.

થોડા વખત પછી કોમ્પ્યુટરના સોફ્ટવેર બનાવવાનું તથા તેને લગતી સેવાઓ આપવાનું કામ શરુ કર્યું. અને ત્યાર બાદ અમારા સહ-જીવનની શરૂઆત થઈ. ત્યારથી આજ સુધી તેઓએ મને ક્યારેય રોક ટોક કરી નથી. હંમેશા તેઓ મને મારા કામ કરવામાં પ્રોત્સાહન આપતા રહ્યા છે. તેણે મને જીવનમાં એક સૂત્ર આપ્યું “હર હાલમેં ખુશ” અને આશીર્વાદ આપ્યા, “વૃક્ષ જેવા બનો” . આ બે સૂત્રોથી મારું જીવન ઘણું પલટાઈ ગયું અને વધારે ઉન્નત બને તેવા પ્રયત્નો કરી રહી છું.

હંમેશા તેઓ મારા પ્રેરણાસ્ત્રોત રહ્યાં છે. દરેક વાતમાં તેમના તરફથી સાથ-સહકાર મળી રહ્યાં છે અને મળતાં પણ રહેશે.

અને હા, તેને પુરણપોળી ખૂબ જ ભાવે છે, તેથી આજે તેના જન્મદિવસે પુરણપોળી અને બટેટાવડા બનાવશું. તો આપ સહુ પણ તેને અભિનંદન આપવા તથા પુરણપોળી અને બટેટાવડાનો પ્રસાદ લેવા જરૂર પધારશો.

આમ તો ઘણું લખવું છે, તેમના વિશે લખીએ એટલું ઓછું પણ આસ્થાનો સ્કુલ ટાઈમ થઈ ગયો છે, તેથી આજે આટલું જ..

પ્રભુ તેમનું જીવન વધુને વધુ ઉન્નત અને આધ્યાત્મિક બનાવે તેવી શુભેચ્છા.


[Youtube=http://www.youtube.com/watch?v=w_scuFzOYmw]


૨ જી ઓક્ટોબર ૨૦૧૦
સ્થળ:”મધુવન”, ભાવનગર

મિત્રો,
હંસ:ના જન્મદિવસના રોજ સાંજે તેનાં પાંચ મિત્રો આવ્યાં હતા. સૌ બાળકો સાથે મળી, ખૂબ આનંદથી રમ્યાં. તેઓની સ્ફુર્તિ જોઈને મને પણ ઘડીક તેઓની સાથે રમવાનું મન થઈ ગયું. (હુ નાની હતી ત્યારે દોડમાં, કૂદમાં કાયમ પહેલા નંબરે જ આવતી. પહેલેથી જ મને સ્પોર્ટસ વધારે રસ પણ ત્યારની પરિસ્થિતિ મુજબ કશું વધું થઈ શકે તેમ ન હોવાથી તે શાળા પુરતું જ સિમિત રહ્યું)

ત્યારબાદ રમીને પરસેવે રેબઝેબ થયા બાદ બધાં હાથ પગ ધોઈ હંસ:ને જન્મદિવસનાં અભિનંદન આપવા ઘરમાં આવ્યાં.

એક થાળીમાં નવ દીવા પ્રગટાવી તેનું નવમું વર્ષ પ્રકાશમય બની ઝળહળતું રહે તેવી શુભેચ્છા આપી.

આમ તો એક નવી સ્ટાઈલ મુજબ , કેન્ડલ પ્રગટાવીને પછી બુઝાવવામાં આવે છે. કેક ખવરાવવામાં આવે છે. પણ આપણાં આવનારા વર્ષને પ્રકાશમય બનાવવાનું છે બુઝાવવાનું નથી. કેક ને એ તો બધી અંગ્રેજી સ્ટાઈલ થઈ. આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે મીઠાઈ દ્વારા એક-બીજાને મ્હો મીઠું કરાવીએ છીએ અને મંગળ શુભેચ્છાઓ પાઠવીએ છીએ, તે રીતે અમે પણ હંસ:ના જન્મદિવસે સૌ બાળકોને મ્હો મીઠું કરાવી નવ દીવા પ્રગટાવી, ભારતીય પરંપરાને યાદ રાખી તેનું નવમું વર્ષ મંગલમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.