ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: ચાલવું

હવે ચાલવું તો પડશે જ – અરે ભાઈ, અતુલને લોહીમાં સ્યુગર વધારે આવી છે, તેને લીધે આંખની નસ પર પણ સોજો આવી ગયો. બે દિવસ તો દોડધામ થઈ ગઈ. રીકવરી આવતાં સમય લાગશે પણ વધારે હાનિ ન થઈ – ધન્યવાદ આધુનિક મેડીકલ વિજ્ઞાનને કે જેને લીધે શરીરમાં ઉત્પન્ન થતી ખામી તરત પકડી શકાય છે. હવે અમે ચાલવાનું અભીયાન શરુ કર્યું છે તે અભીયાનના ભાગ રુપે સવારે આસ્થાની શાળામાં વાલી મીટીંગ પુરી કરીને સીધાં જ પહોંચ્યા જોગીંગ પાર્કમાં ચાલવા. અતુલ તો ફુલો જુવે એટલે ચાલવાનું પડતું મુકીને ફોટા પાડવા લાગે. મારે તેને વારે વારે ટોકવા પડે કે આપણે ચાલવા આવ્યા છીએ ફોટા પાડવા નહીં. તો કહે કે જો વસંત ઋતુમાં તો ચાલતા પણ જવાનું અને વસંતને માણતા પણ જવાની. તો આજે તમે પણ ચાલતા ચાલતા અમારી સાથે વસંતને માણશો ને?પહેલાં બ્લેક એન્ડ વ્હાઈટ ચિત્રપટ હતા અને આધિનુક ટેકનોલોજી આટલી વિકસી ન હોવા છતાં સુંદર ફીલ્મો બનતી હતી. કલાકારોના ભાવો અને અદાકારી આપણાં મન મોહી લેતાં.”હમ દોનો” ફીલ્મના આ ગીતના શબ્દો, દેવાનંદની અદાકારી અને મુહંમદ રફીનો અવાઝ ત્રણેય ના સુભગ મીલનથી ગીત માણવા લાયક બન્યું છે. અતુલને આ ગીતના શબ્દો બહુ ગમે છે જો કે તેને સીગારેટ પીવાની આદત નથી અને મને તો ધૂમાડાની એટલી બધી એલર્જી છે કે જો તે સીગારેટ પીતો હોય તો ઘરમાં જ ના આવવા દઉ હો..


[Youtube=http://www.youtube.com/watch?v=Sagi0o-d7XU]