ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: ગાય અને વાછરડું

ગાય,ગાંડા અને ગાંઠીયા માટે જાણીતું ભાવનગર તેના ગાયક કલાકારોથી યે ઓળખાય છે હો..

આજે હંસ:ની શાળાએથી પાછા ફરતા જોયું તો એક વાછરડું માતાના આંચળમાંથી અમૃત સમાન દુધની ધારાઓના ઘુંટડે ઘુંટડા ઘટઘટાવી રહ્યું હતું. માતા પણ ધન્યતા અનુભવી રહી હતી. હવે શહેરોમાં આવા દૃશ્યો દુર્લભ થઈ ગયા છે. ગો-પાલકો વધુ ધન કમાવાની લાલચે વાછરડાઓને દુધથી વંચિત રાખતા હોય છે તેવે વખતે આંખને ઠારનારા આ દૃશ્યને હંસ:ને બતાવવાની અને કચકડામાં કેદ કરવાની લાલચ બીલકુલ રોકી શકાય તેમ નહોતી. તો માણીએ માતા અને બાળક વચ્ચે વહેતી વાત્સલ્યની ધારા..