ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: એક

કર્મશાસ્ત્રે કુતો જ્ઞાનં તર્કે નૈવાસ્તિ નિશ્ચય: |
સાંખ્યયોગૌ ભિદાપન્નૌ શાબ્દિકા: શબ્દતત્પરા: ||
અન્યે પાખણ્ડિન: સર્વે જ્ઞાનવાર્તાસુ દુર્બલા: |
એકં વેદાન્તવિજ્ઞાનં સ્વાનુભુત્યા વિરાજતે ||
|| સદાચાર સ્તોત્ર – ૨૮,૨૯ ||

શ્લોકાર્થ:
કર્મશાસ્ત્રમાં જ્ઞાન ક્યાંથી?
તર્કમાં નિશ્ચય જ નથી.
સાંખ્ય ને યોગ ભેદને પ્રાપ્ત થયાં છે.
શબ્દશાસ્ત્રને માનનાર શબ્દમાં તત્પર છે.
બીજા સર્વે પાખંડીઓ જ્ઞાનની વાર્તાઓમાં દુબળા છે.
એક વેદાંતનું વિજ્ઞાન સ્વાનુભવ વડે વિશેષ શોભે છે.

ટીકા:

વૈદિક કર્મોનો ઉપદેશ કરનાર શ્રી જૈમિનિ પ્રણીત પૂર્વમીમાંસા દર્શનમાં વૈદિક કર્મોનો જ વિચાર હોવાથી તેમાં જીવ બ્રહ્મના અભેદના જ્ઞાનનું નિરૂપણ ક્યાંથી હોય?

શ્રી ગૌતમ પ્રણીત ન્યાયદર્શન ને શ્રીકણાદ પ્રણીત વૈશેષિક દર્શન યુક્તિપ્રધાન હોવાથી તર્કશાસ્ત્ર કહેવાય છે. તર્કની કોઈ સ્થળે સ્થિરતા નથી, કેમ કે બલવાન તર્કથી નિર્બળ તર્ક સર્વદા બાધ પામે છે. એવી રીતે અસ્થિર તર્કમાં બ્રહ્મતત્વનો નિશ્ચય જ નથી.

શ્રી કપિલ પ્રણીત સાંખ્યદર્શનમાં જીવોને ચેતનરુપ કહેલા છે, અને શ્રી પતંજલિપ્રણીત યોગ-દર્શનમાં જીવોને તથા શ્રી ઈશ્વરને ભિન્ન કહેલા છે. એ બંને દર્શનોમાં જીવોનો પરસ્પર ભેદ તથા જીવોનો ઈશ્વરથી ભેદ વર્ણવેલો હોવાથી એ બંને શાસ્ત્રો ભેદવાદને પ્રાપ્ત થયેલાં ગણાય છે.

વ્યાકરણ શાસ્ત્રના પરમાર્થની સાથે સંબધ રાખનારા ભાગમાં પરમતત્વનો સૂક્ષ્મવિચાર કર્યો નથી. શ્રી પાણિની આદિ સમર્થ વૈયાકરણોએ પ્રધાનપણે શબ્દોનો જ વિચાર કર્યો છે. વ્યાકરણ શાસ્ત્રના મતને માનનારા શાબ્દિકો કહેવાય છે. તેઓ શબ્દના વિચારમાં તત્પર છે, પણ બ્રહ્મના વિચારમાં તત્પર નથી.

ચાર્વાકાદિ બીજા સર્વે પાખંડીઓ (મોક્ષમાર્ગને નહિ માનનારા તથા તે પ્રમાણે પ્રયત્ન નહિ કરનારા) બ્રહ્મજ્ઞાન સંબધની વાતોમાં નબળા છે.

એક વેદાંતશાસ્ત્રનું સ્વાનુભવવાળું જ્ઞાન જ્ઞાનીઓના પોતાના અનુભવ વડે અત્યંત શોભે છે.

બીજાં દર્શનો બહુધા લોકાંતરમાં જવાથી દૃષ્ટ દુ:ખની નિવૃત્તિને પરમાનંદની પ્રાપ્તિ મોક્ષ સાધકને થશે એમ કહે છે, ને વેદાંતશાસ્ત્ર તો યથાયોગ્ય યત્ન કરનારને દૃષ્ટ દુ:ખની નિવ્રુત્તિ ને પરમાનંદની પ્રાપ્તિ અહીં જ (વર્તમાન જન્મમાં) અનુભવાય છે એમ કહે છે, એટલે અન્ય શાસ્ત્રોથી વેદાંતશાસ્ત્રનો ભેદ છે.


સદાચાર સ્તોત્ર વાંચવા અહીં ક્લિક કરશોhttps://madhuvan1205.files.wordpress.com/2011/01/ek-naya-itihas-rache-hum.jpg

एक नया इतिहास रचें हम
एक नया इतिहास।

डगर-डगर सब दुनियाँ चलती हम बीहड़ में पन्थ बनायें।
मंजिल चरण चूमने आये हम मंजिल के पास न जायें।
धारा के प्रतिकूल नव खे एक नया विश्वास रचें हम ॥१॥

दूर हटाकर जग के बन्धन बदलें हम जीवन की भाषा।
छिन्न-भिन्न करके बन्धन बदलें हम जीवन परिभाषा।
अंगारों में फूल खिलाकर एक नया मधुमास रचें हम ॥२॥

अम्बर हिले धरा डोले पर हम अपना पन्थ न छोड़ें।
सागर सीमा भूले पर हम अपना ध्येय न छोडें।
स्नेह प्यार की वसुन्धरा पर एक नया आकाश रचें हम ॥३॥


સુર્યોદય પહેલાં સવારે ૫:૪૫ વાગ્યે લીધેલી તસવીર


સુર્યોદય પછી લગભગ ૭:૦૦ વાગ્યે લીધેલી તસવીર


આ તે કેવું?
આ પ્રશ્નનો જવાબ કદાચ કુરુક્ષેત્ર પર મળી શકે.એક વ્રતને માટે ક્યાંય-ક્યાં ભમું?
ક્યાંય-ક્યાં ભમું ને શુંય શું ખમુ?

વાડમાં, કાંટમાં, શૃંગમાં ગિરિ,
સૂર્ય પેર નિત્યે ઊગું ને આથમું.

સહયોગીઓ તણા વૃંદની મહીં,
ઓગળે છે અંતર શર્કરા સમું.

ના તીર્થોદકે સ્નાન છે કર્યાં –
પુણ્યથી સંતોનાં કાળ નિર્ગમું.

જ્યાં સૌંદર્ય હો, કલા તણી સુવાસ,
કરી તહીં નિવાસ નિદરું, રમું!

લાલસા આમિષની? લેશ ના હતી,
કોઈની આંખોમાં ખૂંચુ હું કે ગમું.

સો પતંગિયામાં તેજ છે પ્રબુદ્ધ –
જે સહન કરે છે તેજ કારમું.

જાનનો સદમો છે પ્રીત ઓ ’પતીલ’,
પ્રેમના ભાજનને નેહથી નમું!