ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: આનંદ

આજે શ્રી કૃષ્ણ નો પ્રાગટ્ય દિવસ છે.

“મધુવન”ની આજે પ્રથમ વર્ષગાંઠ છે.

કવિતા પિયર અને બાળકો મોસાળ ગયા છે તેથી હું અને બા ’મધુવન’માં સ્વતંત્રતાનો આનંદ માણીએ છીએ. તેઓ જ્યારે “મધુવન”માં હોય છે ત્યારે અમે સહ-અસ્તિત્વનો આનંદ માણતા હોઈએ છીએ.

આપ સહુને જન્માષ્ટમી ના ખૂબ ખૂબ વધામણાં.

-અતુલ


જેને આનંદમાં રહેવું છે તે તો કોઈ પણ બાબતમાંથી આનંદ લઈ શકે છે. જેને ફરીયાદ કરવી છે તે તો સોનાની ચમચી લઈને જન્મ્યાં હશે અને પાણી માંગો ત્યાં દૂધ હાજર થાય તેવી સાહ્યબી ભોગવતા હશે તો યે દુ:ખમાં રહેવાના છે.

જીવનનો આનંદ કેટલો લૂંટ્વો તેનો બધોએ આધાર આપણાં મન પર રહેલો છે. એક નાનકડું બાળક બાકસની છાપ, શંખલા-છિપલાં, લખોટી, ગિલ્લી-દંડા અને તેવા સાવ સામાન્ય ઉપકરણોથી પણ રાજી રહે છે અને કહેવાતા મોટેરાઓ AC કારમાં બેઠા બેઠા યે વિષાદમય ચહેરે ફરતાં હોય છે.

અત્યારે હવે લીમડાંમાં લીંબોળીઓ પાકી ગઈ છે. પાકી લીંબોળી પીળી હોય અને થોડી મીઠી લાગે. આં લીંબોળીઓ લીમડા પરથી ખરી પડે તેનુંયે રમકડું બનાવી શકાય. માન્યામાં નથી આવતું? તો ખરેલી લીંબોળીઓ ભેગી કરી લ્યો. જો તેમાં ઠળીયો હોય તો સહેજ દબાવો એટલે નીકળી જશે. તેનો રસ મીઠો હશે ઈચ્છા થાય તો ચૂસી જાવ. હવે એક નાનકડી મજબુત સળી લ્યો. આ સળીના એક છેડે આ ખાલી લીંબોળી ભરાવો. સળીને સહેજ વાળો અને છોડો. લીંબોળી હવામાં દૂર દૂર ઉડશે. લ્યો થઈ ગઈ નાનકડી ગીલ્લોલ તૈયાર. બાળકોને બોલાવો અને શીખવાડી દ્યો આ રમત. તમેય ખુશ અને બાળકો પણ ખુશ.

બોલો – શું આનંદ પ્રાપ્તિ અઘરી છે?

સહેલીઓ અને દોસ્તો,

આજે આસ્થાની પરીક્ષા પુરી થઈ. હવે વેકેશન, વચ્ચે વચ્ચે નાના નાના પ્રવાસો, દરીયાકીનારે ફરવાનું એવો બધો આનંદ કરવાનો અવસર – કેમ બરાબર ને? તો ચાલો આજે દરીયે જઈશું ને?લમણે હાથ કાં દઈ બેઠો?
માર હાંકને , ઉભો થા

હોડી શીદ લંગારી બેઠો?
માર હલેસા, ઉભો થા

વાડામાં શીદ જઈ પુરાણો?
તોડ વાડને, ઉભો થા

પીંજરમાં પુરાવુ ખોટું
રહેજે સાવધ, ઉભો થા

કુવામાં છબછબીયા શાને?
આવ દરીયે, ઉભો થા

હું ને મારું આ છે બંધન
સઘળું તારુ, ઉભો થા

રાગ દ્વેષના દ્વંદો છોડી
આગંતુક તું , ઉભો થા

ભીખ માંગતો કાં ફરે છે?
આતમ રાજા, ઉભો થા

– અતુલ


ચારે બાજુ કુદરત મન મુકીને મ્હોરી રહી છે. વસંતે પોતાનો જાદુ પાથરવાનું શરુ કરી દીધું છે. ગઈ કાલે અમે એક લગ્ન-પ્રસંગે શિહોર ગયા હતા. થોડો સમય મળ્યો તો મને થયું કે ચાલને મારા નાનીમાને મળી આવું (મારા નાનીમા અને એક મામા શિહોરમાં રહે છે). હું, અતુલ અને આસ્થા ચાલતાં ચાલતાં ઉપડ્યા – રસ્તામાં જોયું તો આહાહા – વૃક્ષો પર t ફૂલો જ ફૂલો. અમે તો ઘેલાં થઈ ગયાં. આસ્થા અને અતુલ તો ફૂલ જોયા નથી કે તરત જ કેમેરામાંથી ક્લિક – ક્લિક કરીને છબી કંડારી લે. તો વસંત દર્શનનો લ્હાવો લેશુંને?[Youtube=http://www.youtube.com/watch?v=LDvNOrJn-gU]


આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફુલડાં અપરંપાર
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…

ધરતી માં ની લાડકડીની થઇ ચોમેર વધાઇ
કરિયાવરના લીલા પટોળા રહ્યા બધે પથરાઇ
પંખીડાની સ્વાગત રાગે ગુંજી ઉઠી શરણાઇ
ટહુકે કોયલ સૂર લગાવી,
ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…

ભીક્ષા યાચે ફુલડે ફુલડે ફરીને ભમરો ન્યારો
પાંખે વાગે ભિખારી કેરો ગુન ગુન ગુન એકતારો
દેતી જ્યાં ત્યાં પાનપાનમાં મસ્તીનો તડકારો
એવું દાન અનેરું લાવી,
ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…

મધુર એને પગલે પગલે ગુંજે રુમઝુમ ભાષા
સુણી સુતેલા અંતર જાગે છુપી અનોખી આશા
સર્જનહાર ઉમંગે આજે રંગીન રચે તમાશા
નાચે છે નટરાજ નચાવી
ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…

ગરબો લેતા ઘમ્મર ઘુમે રાત દિવસ રઢિયાળા
વર્ષ તણી પટરાણી કાજે સુંદર ગુંથે માળા
જીવન સાગરમાં છલકાતા રસના ધોધ રૂપાળા
આજ નિરંતર ઉર બહાવી
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફુલડાં અપરંપાર
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે…


શબ્દ અને ગીત માટે સૌજન્ય: “ટહુકો


ગયાં રવિવારે અહીં ભાવનગરના એક વિસ્તારમાં શ્રી રામકૃષ્ણ/વિવેકાનંદ સેવાશ્રમ દ્વારા બાળકોને પતંગ વિતરણ કરવાનું આયોજન કર્યું હતુ. પહેલા થોડી વાર તો બધું વ્યવસ્થિત ચાલ્યું પછી તો બાળકોને ધસારો એટલો વધ્યો કે અમુક પતંગો ફાટી ગયાં, પતંગ વહેંચનારાઓને પતંગ બચાવવા નાસભાગ કરવી પડી. ત્યાર બાદ બધાં બાળકોને બેસાડી દીધા અને કહ્યું કે જેને માથે હાથ મુકવામાં આવશે તેને જ પતંગ મળશે અને પછી દરેક બાળકોને પતંગ મળ્યો. બાળકોને માટે પતંગ એટલે જાણે મોંઘામુલું રમકડુ અને તેને માટે જીવ પર આવીને લડી પણ પડે. લ્યો માણો પતંગ વીતરણ દરમ્યાન થયેલી રમૂજી ઘટનાઓ. અને હા, છેલ્લે નીચેનું મસ્ત મસ્ત ગીત માણવાનું નહીં ભુલતા હો..


[Youtube=http://www.youtube.com/watch?v=Uyt6q28OHDM]


આવતી કાલે તો મકરસંક્રાતીનું પાવન પર્વ આવીને ઉભુ રહેશે. અમદાવાદીઓ, વડોદરાના રહેવાસીઓ અને હુરતીઓ ગેલમાં આવી ગયાં હશે. ગઈ કાલે અતુલ, આસ્થા અને હંસ: પતંગને કાનેતર બાંધવાની શરુઆત કરીને પતંગ-પર્વને આવકારવા થનગની રહ્યા છે. આ પર્વ પ્રેમ,ઉત્સાહ અને આનંદનું છે. મકરસંક્રાતી અને ઉત્તરાયણનું મહ્ત્વ દર્શાવતા લેખ ઈન્ટરનેટમાંથી શોધ કરતાં મળી જશે પણ મુળ વાત છે જીવનનો જંગ આનંદથી ખેલવો અને જીત મળે કે હાર 🙂 પણ જીવનની પ્રત્યેક પળને માણતા રહેવી.


[Youtube=http://www.youtube.com/watch?v=A4g-Wpqe2EM]


y Hey
oo..aa..
Kaipoche

ho…
oh…

Ay Dheel De Dheel Dede Re Bhaiya
Ay Dheel De Dheel Dede Re Bhaiya
Us Patang Ko Dheel De
Jaisi Hi Masti Mein Aaye
Arre Jaisi Hi Masti Mein Aaye
Us Patang Ko Kheench De
Dheel De Dheel Dede Re Bhaiya

Tez Tez Tez Hai Maanja Apna Tez Hai
Tez Tez Tez Hai Maanja Apna Tez Hai
Ungli Kat Sakti Hai Babu
Ho Ungli Kat Sakti Hai Babu
To Patang Kya Cheez Hai
Dheel De Dheel Dede Re Bhaiya
Hey Dheel De Dheel Dede Re Bhaiya
Us Patang Ko Dheel De
Jaisi Hi Masti Mein Aaye
Hey Jaisi Hi Masti Mein Aaye
Us Patang Ko Kheench De
Dheel De Dheel Dede Re Bhaiya

tak …

Hey …
Kaipoche
Ay Lapet
Teri Patang To Gayi Kaam Se
Kaisi Kati Udi Thi Shaan Se
Chal Sarak Ab Khisak
Teri Nahin Thi Vo Patang
Vo To Gayi Kisike Sang Sang Sang
Oh Gam Na Kar Ghumaphirke Tu Phirse Garr Garr
Aasmaan Hai Tera Pyaar Honsla Buland Kar
Dam Nahin Hai Aankhon Mein Na Maanje Ki Pakad Hai
Tanni Kaise Baandhte Hain Isko Kya Khabar Hai
Lagale Pech Phir Se Tu Hone De Jung
Nazar Sada Ho Oonchi Sikhaati Hai Patang
Sikhaati Hai Patang

Ho…
Oh…
Hey Dheel De Dheel Dede Re Bhaiya
Dheel De Dheel Dede Re Bhaiya
Dheel De
Dheel De Dheel Dede Re Bhaiya
Dheel De
Dheel De Dheel Dede Re Bhaiya
Us Patang Ko Dheel De
Jaisi Hi Masti Mein Aaye
Hey Jaisi Hi Masti Mein Aaye
Us Patang Ko Kheench De
Dheel De Dheel Dede Re Bhaiya

Hey..
Hey
Oh…
Ho..
Kaipoche .દિપાવલી એટલે ઉત્સાહ અને આનંદનું પર્વ. ભારત વર્ષ અને આખીએ દુનિયામાં હવે તો ઉલ્હાસપૂર્વક ઉજવાતું આ પર્વ માનવ જીવનમાં એક તાજગી ભરી દે છે. તો આવો આજે માણીએ “મધુવન” ની રંગોળી અને સાથે હ્રદયના તાર ઝણઝનાવી દેતું એક મસ્ત મસ્ત થનગનતું ગીત..

મન મોર બની થનગાટ કરે…

આપ સહુને દિપાવલી તથા નૂત્તન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..
[Youtube=http://www.youtube.com/watch?v=kxAMwJZEyXs]


બહુ રંગ ઉમંગમાં પીછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.
મોર બની થનગાટ કરે

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે
નવે ધાનભરી મારી સીમ ઝૂલે.
નવ દીન કપોતની પાંખ ખૂલે.
મધરા મધરા મલકઐને મેંડક મેંહસું નેહસું બાત કરે
ગગને ગગને ગુમરાઇને પાગલ મેઘઘટા ગરજાટ ભરે.
મન મોર બની થનગાટ કરે

નવ મેઘ તણે નીલ આંજણિયે મારા ઘેઘૂર નૈન ઝગાટ કરે.
મારા લોચનમાં મદઘેન ભરે.
મારી આતમ લે’ર બિછાત કરે
સચરાચર શ્યામલ ભાત ધરે
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે
ઓ રે ! મેઘ અષાઢીલો આજ મારે દોય નેન નિલાંજન-ઘેન ભરે
મન મોર બની થનગાટ કરે

ઓલી કોણ કરી લટ મોકળીયુ ખડી આભ-મહોલ અટારી પરે
ઊંચી મેઘ-મહોલ અટારી પરે
અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ-પાલવડે
કરી આડશ કોણ ઉભેલ અરે
ઓલી વીજ કરે અંજવાસ નવેસર રાસ જોવ અંકલાશ ચડે
ઓલી કોણ પયોધર સંઘરતી વીખરેલ લટે ખડી મે’લ પરે
મન મોર બની થનગાટ કરે

નદીતીર કેરા કુણા ઘાસ પરે પનિહાર એ કોણ વિચાર કરે
પટ-કુળ નવે પાણી-ઘાટ પરે !
એની સુનમાં મીટ મંડાઇ રહી
એની ગાગર નીર તણાઇ રહી
એને ઘર જવા દરકાર નહી
મુખ માલતીફૂલની કુંપળ ચાવતી કોણ બીજા કેરૂં ધ્યાન ધરે!
પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે!
મન મોર બની થનગાટ કરે

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુકની ડાળ પરે
ચકચૂર બની ફૂલ-ડાળ પરે
વીખરેલ અંબોડાના વાળ ઝૂલે
દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે
શિર ઉપર ફૂલ ઝકોળ ઝરે
એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઉડી ફરકાટ કરે
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે!
મન મોર બની થનગાટ કરે


શબ્દ સૌજન્ય:”ટહુકો[Youtube=http://www.youtube.com/watch?v=FbdjWaxa8PY]
[Youtube=http://www.youtube.com/watch?v=_FlIXNiehYw]
[Youtube=http://www.youtube.com/watch?v=NYEspI7S8Ww]

આજ મને આનંદ, વાધ્યો અતિ ઘણો મા,
ગાવા ગરબા છંદ, બહુચર માત તણો મા. ૧

અળવે આળ પંપાળ, અપેક્ષા આણી મા,
છો ઇચ્છા પ્રતિપાળ, દ્યો અમૃતવાણી મા. ૨

સ્વર્ગ મૃત્યુ પાતાળ, વાસ સકળ તારો મા,
બાળ કરી સંભાળ, કર ઝાલો મારો મા. ૩

તોતળા મુખ તન્ન, તોતો તોય કહે મા,
અર્ભક માગે અન્ન, નિજ માતા મન લહે મા ૪

નહીં સવ્ય અપસવ્ય, કંઇ કંઇ જાણું મા,
કવિ કહાવ્યા કાવ્ય, મન મિથ્યા આણું મા ૫

કુબજ કુપાત્ર કુશીલ, કર્મ અકર્મ ભર્યો મા,
મુરખમાં અણમીલ, રસ રટવા વિચર્યો મા ૬

મૂઢ પ્રમાણે મતિ, મન મિથ્યા માપી મા,
કોણ લહે ઉત્પત્તિ, વિશ્વ રહ્યા વ્યાપી મા ૭

પ્રાક્રમ પૌઢ પ્રચંડ, પ્રબળ ન પળ પ્રીછું મા,
પૂર્ણ પ્રગટ અખંડ, અજ્ઞા થકો ઇચ્છું મા ૮

અર્ણવ ઓછે પાત્ર, અકળ કરી આણું મા,
પામું નહીં પળમાત્ર, મન જાણું નાણું મા ૯

રસના યુગ્મ હજાર, તે રટતાં હાર્યો મા,
ઇશે અંશ લગાર લઇ મન્મથ માર્યો મા ૧૦

માર્કંડ મુખે મુનિરાય, માહાત્મય તુજ ભાખ્યું મા,
જૈમિની ઋષિ જેવાય, ઉર અંતરે રાખ્યું મા. ૧૧

અણગણગુણગતિગોત, ખેલ ખરો ન્યારો મા,
માત જાગતી જ્યોત, જળહળતો પારો મા. ૧૨

જણ તૃણવત ગુણનાથ, કહું ઉંડળ ગુંડળ મા,
ભરવા બુદ્ધિ બે હાથ, ઓધામાં ઉંડળ મા. ૧૩

પાગ નમાવી શીશ, કહું ઘેલું ગાંડુ મા,
માત ન ધરશો રીસ, છો ખુલ્લું ખાંડું મા. ૧૪

આદ્ય નિરંજન એક, અલખ અકળ રાણી મા,
તુજથી અવર અનેક, વિસ્તરતાં જાણી મા. ૧૫

શક્તિ સૃજવા સૃષ્ટિ, સહજ સ્વભાવ સ્વકલ્પે મા,
કિંચિત્ કરુણા દષ્ટ, કૃત કૃત કોટી કલ્પે મા. ૧૬

માતંગી મન મુક્ત, રમવા કીધું મન મા,
જોવા યુક્ત અયુક્ત, રચિયાં ચૌદ ભુવન મા. ૧૭

નીર ગગન ભૂ તેજ, કરી નીર્મ્યાં મા,
મારુતવાશ જે છેજ, ભાંડ કરી ભરમ્યા મા. ૧૮

તત્ક્ષણ તનથી દેહ, ત્રણ કરી પેદા મા,
ભવકૃત કર્તા જેહ, સૃજે પાળે છેદા મા. ૧૯

પ્રથમ કર્યો ઉચ્ચાર, વેદ ચાર વાયક મા,
ધર્મ સમસ્ત પ્રકરા, ભૂ ભણવા લાય મા. ૨૦

પ્રગટી પંચ મહાભૂત, અવર સર્વ જે કો મા,
શક્તિ સર્વ સંયુક્ત, શક્તિ વિણ નહીં કો મા. ૨૧

મૂળ મહીં મંડાણ, મહા માહેશ્વરી મા,
જગ સચરાચર જાણ, જય વિશ્વેશ્વરી મા. ૨૨

જળમધ્યે જળશાયી, પોઢયા જગજીવન મા,
બેઠાં અંતરીક્ષ આઇ, ખોળે રાખી તન મા. ૨૩

વ્યોમ વિમાનની વાટ, ઠાઠ ઠઠયો આછો મા,
ઘટઘટ સરખો ઘાટ, કાચ બન્યો કાચો મા. ૨૪

અજરજ ગુણ અવતાર, આકારે આણી મા,
નિર્મિત હિત કરનાર, નખશિખ નારાયણી મા. ૨૫

પન્નગને પશુ પંખી, પૃથક પૃથક પ્રાણી મા,
જુગ જુગ માંહિ ઝંખી, રૃપે રૃદ્રાણી મા. ૨૬

ચક્ષુ મધ્ય ચૈતન્ય વચ્ચે આસન ટીકી મા,
જણાવવા જનય મન્ય, મધ્યે માતા કીકી મા. ૨૭

કણચર તૃણચર વાયુ, ચર વારિ ચરતા મા,
ઉદર ઉદર ભરી આયુ, તું ભવાની ભર્તા મા. ૨૮

રજો તમો ને સત્વ, ત્રિગુણાત્મક ત્રાતા મા,
ત્રિભુવન તારણ તત્ત્વ, જગત તણી જાતા મા. ૨૯

જ્યાં જયમ ત્યાં ત્યમ રૃપ, તેજ ધર્યું સઘળે મા,
કોટી કરે જય ઘૂપ, કોઇ તુજને ન કળે મા. ૩૦

મેરુ શિખર મહીં માંહી, ધોળગઢ પાસે મા,
બાળી બહુચર માય, આદ્ય વસે વાસો મા. ૩૧

ન લહે બ્રહ્મા ભેદ, ગુહ્ય ગતિ તાહરી મા,
વાણી વખાણે વેદ, શી મતિ મહારી મા. ૩૨

વિષ્ણુ વિમાસી મન્ય, ધન્ય જ ઉચ્ચરિયા મા,
અવર ન તુમથી અન્ય, બાળી બહુચરિયા મા. ૩૩

માને મન માહેશ, માત મયા કીધે મા,
જાણે સુરપતિ શેષ, સહુ તારે લીધે મા. ૩૪

સહસ્ત્ર ફણીધર શેષ, શક્તિ સબળ સાધી મા,
નામ ધર્યું નાગેશ, ર્કીિત જ તો વાધી મા. ૩૫

મચ્છ કચ્છ વારાહ, નૃસિંહ વામન થઇ મા,
અવતારો તે તારાહ, તુજ મહાત્મ્ય મ્હી મા. ૩૬

પરશુરામ શ્રીરામ રામ, બની બળ જેહ મા,
બુદ્ધ કલંકી નામ, દશ વિધ ધારી દેહે મા. ૩૭

મધ્ય મથુરાથી બાળ, ગોકુળ પહોંચ્યુ તો મા,
તેં નાખી મોહજાળ, કોઇ બીજું નહોતું મા. ૩૮

કૃષ્ણ કૃષ્ણ અવતાર, કલી કારણ કીધું મા,
ભક્તિ મુક્તિ દાતાર, થઇ દર્શન દીધું મા. ૩૯

વ્યંઢળને વળી નાર, પુરુષપણે રાખ્યાં મા,
એ અચરજ સંસાર, શ્રુતિસ્મૃતિએ ભાખ્યા મા. ૪૦

જાણી વ્યંઢળ કાય, જગમાં અણજુક્તિ મા,
મા મોટો મહિમાય, ઇન્દ્ર કથે યુક્તિ મા. ૪૧

મહિરામણ મથી મેર, કીધો રવૈયો સ્થિર મા,
કાઢયાં રત્ન એક તેર, વાસુકિના નેતર મા. ૪૨

સુર સંકટ હરનાર, સેવકના સન્મુખ મા,
એવી ગતિ અગમઅપાર, આનંદો દધિ સુખ મા. ૪૩

સનકાદિક મુનિ સાથ, સેવી વિવિધ વિધે મા,
આરાધી નવનાથ, ચોરાસી સિદ્ધે મા. ૪૪

આવી અયોધ્યા ઇશ, નામી શિશ વળ્યા મા,
દશ મસ્તક ભુજ વીસ, છેદી સીતા મળ્યા મા. ૪૫

નૃપ ભીમકની કુમારી તમ પૂજ્યે પામી મા,
રૃક્ષ્મણી રમણ મુરારી મન માન્યો સ્વામી મા. ૪૬

રાખ્યા પાંડુ કુમાર, છાના સ્ત્રી સંગે મા,
સંવત્સર એક બાર, વામ્યા તમ અંગે મા. ૪૭

બાંધ્યો તન પ્રધુમન, છૂટે નહીં કોઇથી મા,
સ્મરી પૂરી સનખલ, ગયો કારાગ્રહથી મા. ૪૮

વેદ પુરાણ પ્રમાણ, શાસ્ત્ર સકળ સાખી મા,
શક્તિ સૃષ્ટિ મંડાણ, સર્વ રહ્યા રાખી મા. ૪૯

જ્યાં જ્યાં જુગતે જોઇ, ત્યાં ત્યાં તુ તેવી મા,
સમવિભમ મતિ ખોઇ, કહી ન શકું કેવી મા. ૫૦

ભૂત ભવિષ્ય વર્તમાન, ભગવતી તું ભવની મા,
આદ્ય મધ્ય અવસાન, આકાશે અવની મા. ૫૧

તિમિર હરણ શશીસૂર, તે પારો ધોખો મા,
અમિ અગ્નિ ભરપૂર, થઇ પોખો શોખો મા. ૫૨

પટ ઋતુ પટ માસ, દ્વાદશ પ્રતિબન્ધે મા,
અંધકાર ઉજાસ, અનુક્રમ અનુસન્ધે મા. ૫૩

ધરતી તળ ધન ધાન્ય, ધ્યાન ધર્યે નાવો મા,
પ્રજા પાલન પ્રજન્ય, અણચિંતવ્યા આવો મા. ૫૪

સકલ સિદ્ધિ સુખદાયી, પયદયી ધૃત માંહી મા,
સર્વે રસ સરસાઇ, તુજવણિ નહીં કાંઇ મા. ૫૫

સુખ દુખ બે સંસાર, તારા નિપજાવ્યા મા,
બુદ્ધિ બળ બલિહારી, ઘણું ડાહ્યા વાહ્યા મા. ૫૬

ક્ષુધા તૃષા નિદ્રાય, લઘુ યૌવન વૃદ્ધા મા,
શાંતિ શૌર્ય ક્ષમાય, તું સઘળે શ્રદ્ધા મા. ૫૭

કામ ક્રોધ મોહ લોભ, મદ મત્સર મમતા મા,
તૃષ્ણા સ્થિરતા ક્ષોભ, શાંચિ ને સમતા મા. ૫૮

ધર્મ અર્થ ને કામ, મોક્ષ તું મંમાયા મા,
વિશ્વ તણો વિશ્રામ, ઉર અંતર છાયા માં. ૫૯

ઉદે ઉદાહરણ અસ્ત, આદ્ય અનાદેની મા,
ભાષા ભૂર સમસ્ત, વાગ વિવાદેની મા. ૬૦

હર્ષ હાસ્ય ઉપહાસ્ય, કાવ્ય કવિત વિત્ત તું મા,
ભાવ ભેદ નિજ ભાષ્ય, ભ્રાંતિ ભલી ચિત્ત તું મા. ૬૧

ગીત નૃત્યુ વાજીંત્ર, તાલ તાન માને મા,
વાણી વિવિધ વિચિત્ર, ગુણ અગણિત ગાને મા. ૬૨

રતિ રસ વિવિધ વિલાસ, આશ સક્લ જગની મા,
તન મન વધ્યે વાસ, મંમાયા મંગની મા. ૬૩

જાણે અજાણે જગત, બે બધાં જાણે મા,
જીવ સકળ આસક્ત, સહુ સરખા માણે મા. ૬૪

વિવિધ ભોગ મરજાદ, જગદાખ્યુ ચાખ્યું મા,
ગરથ સુરત નિઃસ્વાદ, પદ પોતે રાખ્યું મા. ૬૫

જડ, થડ, શાખ, પત્ર, ફૂલે ફલે ફરતી મા,
પરમાણુ એકત્ર, રસ બસ વિયરતી મા. ૬૬

નિપટ અટપટી વાત, નામ કહું કોનું મા,
સરજી સાતે ધાત, માત અધિક સોનું મા. ૬૭

રત્ન, મણિ માણિક્ય, નંગ મગીયા મુક્તા મા,
આભા અટળ અધિક, અન્ય ન સંયુક્તા મા. ૬૮

નીલ પીત, અરિક્ત, શ્યામ શ્વેત સરખી મા,
ઉભય વ્યક્ત અવ્યક્ત, જગત જને નિરખી મા. ૬૯

નગ જે અધિકુળ આઠ, હિમાચલ આદ્યે મા,
પવન ગગન ઠઠી ઠાઠ, તુજ રચિતા બાંધે મા. ૭૦

વાપી કૂપ તળાવ, તું સરિતા સિંધુ મા,
જળ તારણ જયમ નાવ, ત્યમ તારણ ભવ બંધુ મા. ૭૧

વૃક્ષ વન ભાર અઢાર, ભૂ ઉપર ઊભા મા,
કૃત્ય કમ કરનાર, કોશ વિધાં કુંભા મા. ૭૨

જડ ચેતન તું અભિધાન અંશ અંશધારી મા,
માનવી માટે માન, એ કરણી તારી મા. ૭૩

વર્ણ ચાર વિધિ કર્મ ધર્મ સહિત સ્થાપી મા,
બેને બાર અપર્મ અનુચર વર આપી મા. ૭૪

વાડવ વન્હિ નિવાસ, મુખ માતા પોતે મા,
તૃપ્તે તૃપ્તે આશ, માત જગત જોતે મા. ૭૫

લખ ચોરાસી જંત, સહુ ત્હારા કીધા મા,
આણી અસુરનો અંત, દણ્ડ ભલા દીધા મા. ૭૬

દુષ્ટ દમ્યા કંઈ વાર, દારૃણ દુઃખ દેતા મા,
દૈત્ય કર્યા સંહાર, ભાગ યજ્ઞો લેતા મા. ૭૭

શુદ્ધ કરણ સંસાર, કર ત્રિશુલ લીધું મા,
ભૂમિ તણો શિરભાર, હરવા મન કીધું મા. ૭૮

બહુચર બુદ્ધિ ઉદાર, ખળ ખોળી ખાવા મા,
સંત ચરણ ભવપાર, સાધ્ય કરે સાહવા મા. ૭૯

અધમ ઉદ્ધારણ હાર, આસનથી ઊઠી મા,
રાખણ જગ વ્યવહાર, બદ્ધ બાંધી બેઠી મા. ૮૦

આણી મન આનંદ, મહી માંડયા પગલાં મા,
તેજ કિરણ રવિચંદ, દે નાના ડગલાં મા. ૮૧

ભર્યા કદમ બે ચાર, મદમાતી મદભર મા,
મનમાં કરી વિચાર, તેડાવ્યો અનુચર મા. ૮૨

કુરકુટ કરી આરોહ, કરુણાકર ચાલી મા,
નખ, પંખી મેદયોહ, પગ પૃથ્વી હાલી મા. ૮૩

ઊડીને આકાશ, થઈ અદ્ભુત આવ્યો મા,
અધક્ષણમાં એક શ્વાસ અવનિતળ લાવ્યો મા. ૮૪

પાપી કરણ નીપાત, પૃથ્વી પડ માંહી મા,
ગોઠયું મન ગુજરાત, ભીલાંભડ સાહી મા. ૮૫

ભોળી ભવાની માય, ભાવ ભલે ભાળે મા,
કીધી ધણી કૃપાય, ચુંવાળે આળે મા. ૮૬

નવખંડ ન્યાળી નેટ, નજર વજર પેઢી મા,
ત્રણ ગામ ને ત્રણ તરભેટ, ઠેર ઠરી બેઠી મા. ૮૭

સેવક સારણ કાજ, સંખલપુર સેડે મા,
ઊઠયો એક અવાજ, દેડાણા નેડે મા. ૮૮

આવ્યા શર્ણં અશર્ણ, અતિ આનંદ ભર્યો મા,
ઉદિત મુદિતા રવિકિર્ણ, દસદિશ જસ પ્રસર્યો મા. ૮૯

સકલ સમય જગમાત, બેઠા ચિત સ્થિર થઈ મા,
વસુધામાં વિખ્યાત, વાતવાયુ વિધિ ગઈ મા. ૯૦

જાણે સહુ જગ જોર, જગજનની જોખે મા,
અધિક ઉડાડયો શોર, વાસ કરી ગોખે મા. ૯૧

ચાર ખૂટ ચોખાણ, ચર્ચાએ ચાલી મા,
જનજન પ્રતિ મુખવાણ, બહુચર બિરદવાળી મા. ૯૨

ઉદો ઉદો જયકાર, કીધો નવખંડે મા,
મંગળ વર્ત્યાં કરે ચાર, ચઉદે બ્રહ્માંડે મા. ૯૩

ગાજ્યા સાગર સાત દૂધે મેઘ ઊઠયા મા,
અધમ અધર ઉત્પાત, સહુ કીધા જૂઠા મા. ૯૪

હર્યા સુરનર નાગ, મુખ જોઈ ‘મા’ નું મા,
અવલોકી અનુરાગ મુનિવર સરખાનું મા. ૯૫

નવગ્રહ નમવા કાજ, પાગ પાળી આવ્યા મા,
ઉપર ઉઘરાણ કાજ, મણિમુક્તા લાવ્યા મા. ૯૬

દશ દિશના દિક્પાલ દેખી દુઃખ પામ્યા મા,
જન્મ મરણ જંજાળ, મટતા સુખ પામ્યા મા. ૯૭

ગુણ ગાંધર્વ યશ ગાન, નૃત્ય કરે રંભા મા,
સુર સ્વર સુણતા કાન, ગતિ થઈ ગઈ સ્થંભા મા. ૯૮

ગુણનિધિ ગરબો જેહ, બહુચર તુમ કેરો મા,
ધારે ધારી દેહ, સફળ ફળે કરે ફેરો મા. ૯૯

પામે પદારથ પાંચ, શ્રવણે સાંભળતા મા,
નાવે ઉન્હી આંચ, દાવાનળ બળતા મા. ૧૦૦

શસ્ત્ર ન અઢકે અંગ, આદ્ય શક્તિ રાખે મા,
નિત નિત નવલે રંગ, ધર્મ કર્મ પાખે મા. ૧૦૧

જળ જે અકળ અઘાત, ઉતારે બેડે મા,
ક્ષણ ક્ષણ નિશદિન માત, ભવસંકટ ફેડે મા. ૧૦૨

ભૂત પ્રેત જાંબુક વ્યંતરી હાકિની ડાકીણી મા,
ના વે આડી અચૂક, સમર્યાં શક્તિની મા. ૧૦૩

ચરણ કરણ ગતિ ભંગ ખંગ પંગ વાળે મા,
ગુંગ મુંગ મુખ અંગ વ્યાધિ બધી ઢાળે મા. ૧૦૪

નેણ વિહોણાને, નેહે નેણ આપે, મા,
પુત્ર વિહોણાને, કોણે કંઈ મેણા તું કાપે મા. ૧૦૫

કલિ કલ્પતરુ ઝાડ, જે જાણે તેને મા,
ભક્ત લડાવે લાડ, પાડ વિના કેને મા. ૧૦૬

પ્રગટ પુરુષ પુરુષાઈ, તું આપે પળમાં મા,
ઠાલાં ઘર ઠકુરાઈ, દે દળ હળબળમાં મા. ૧૦૭

નિર્ધનને ધન પાત્ર, તું કરતા શું છે મા ?
રોગ, દોષ દુઃખ માત્ર, હરતા શું છે મા ? ૧૦૮

હય, ગજ, રથ સુખપાલ, આલ વિના અજરે મા,
વરદે બહુચર બાલ, ન્યાલ કરે નજરે મા. ૧૦૯

ધર્મ ધજા ધન ધાન, ન ટાળે ધામ થકી મા,
મહિપતિ દે મુખ માન, માં ના નામ થકી મા. ૧૧૦

નરનારી ધરી દેહ, હેતે જે ગાશે મા,
કુમતિ કર્મ કૃત ખેહ, થઈ ઊડી જાશે મા. ૧૧૧

ભગવતી ગીત ચરિત્ર, નિત સુણશે કાને મા,
થઈ કુળ સહિત પવિત્ર, ચડશે વૈમાને મા. ૧૧૨

તુંથી નથી કો વસ્તુ તેથી તુને તર્પુ મા,
પૂરણ પ્રગટ પ્રશસ્ત, સી ઉપમા અર્પુ મા. ૧૧૩

વારંવાર પ્રણામ, કર જોડી કીજે મા,
નિર્મળ નિશ્વળ નામ, જનનીનું લીજે મા. ૧૧૪

નમો નમો જગમાત, નામ સહસ્ત્ર તારે મા,
માત તાત ને ભ્રાત તું સર્વે મારે મા. ૧૧૫

સંવત શતદશ સાત, નેવું ફાલ્ગુન સુદે મા,
તિથિ તૃતીયા વિખ્યાત, શુભ વાસર બુધે મા. ૧૧૬

રાજનગર નિજ ધામ, પુર નવીન મધ્યે મા,
આઈ આદ્ય વિશ્રામ, જાણે જગત બધ્યે મા. ૧૧૭

કરી દુર્લભ સુલર્ભ, રહું છું છેવાડો મા,
કર જોડી વલ્લભ, કહે ભટ્ટ મેવાડો મા. ૧૧૮