ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: આદિ શંકરાચાર્ય

કર્મશાસ્ત્રે કુતો જ્ઞાનં તર્કે નૈવાસ્તિ નિશ્ચય: |
સાંખ્યયોગૌ ભિદાપન્નૌ શાબ્દિકા: શબ્દતત્પરા: ||
અન્યે પાખણ્ડિન: સર્વે જ્ઞાનવાર્તાસુ દુર્બલા: |
એકં વેદાન્તવિજ્ઞાનં સ્વાનુભુત્યા વિરાજતે ||
|| સદાચાર સ્તોત્ર – ૨૮,૨૯ ||

શ્લોકાર્થ:
કર્મશાસ્ત્રમાં જ્ઞાન ક્યાંથી?
તર્કમાં નિશ્ચય જ નથી.
સાંખ્ય ને યોગ ભેદને પ્રાપ્ત થયાં છે.
શબ્દશાસ્ત્રને માનનાર શબ્દમાં તત્પર છે.
બીજા સર્વે પાખંડીઓ જ્ઞાનની વાર્તાઓમાં દુબળા છે.
એક વેદાંતનું વિજ્ઞાન સ્વાનુભવ વડે વિશેષ શોભે છે.

ટીકા:

વૈદિક કર્મોનો ઉપદેશ કરનાર શ્રી જૈમિનિ પ્રણીત પૂર્વમીમાંસા દર્શનમાં વૈદિક કર્મોનો જ વિચાર હોવાથી તેમાં જીવ બ્રહ્મના અભેદના જ્ઞાનનું નિરૂપણ ક્યાંથી હોય?

શ્રી ગૌતમ પ્રણીત ન્યાયદર્શન ને શ્રીકણાદ પ્રણીત વૈશેષિક દર્શન યુક્તિપ્રધાન હોવાથી તર્કશાસ્ત્ર કહેવાય છે. તર્કની કોઈ સ્થળે સ્થિરતા નથી, કેમ કે બલવાન તર્કથી નિર્બળ તર્ક સર્વદા બાધ પામે છે. એવી રીતે અસ્થિર તર્કમાં બ્રહ્મતત્વનો નિશ્ચય જ નથી.

શ્રી કપિલ પ્રણીત સાંખ્યદર્શનમાં જીવોને ચેતનરુપ કહેલા છે, અને શ્રી પતંજલિપ્રણીત યોગ-દર્શનમાં જીવોને તથા શ્રી ઈશ્વરને ભિન્ન કહેલા છે. એ બંને દર્શનોમાં જીવોનો પરસ્પર ભેદ તથા જીવોનો ઈશ્વરથી ભેદ વર્ણવેલો હોવાથી એ બંને શાસ્ત્રો ભેદવાદને પ્રાપ્ત થયેલાં ગણાય છે.

વ્યાકરણ શાસ્ત્રના પરમાર્થની સાથે સંબધ રાખનારા ભાગમાં પરમતત્વનો સૂક્ષ્મવિચાર કર્યો નથી. શ્રી પાણિની આદિ સમર્થ વૈયાકરણોએ પ્રધાનપણે શબ્દોનો જ વિચાર કર્યો છે. વ્યાકરણ શાસ્ત્રના મતને માનનારા શાબ્દિકો કહેવાય છે. તેઓ શબ્દના વિચારમાં તત્પર છે, પણ બ્રહ્મના વિચારમાં તત્પર નથી.

ચાર્વાકાદિ બીજા સર્વે પાખંડીઓ (મોક્ષમાર્ગને નહિ માનનારા તથા તે પ્રમાણે પ્રયત્ન નહિ કરનારા) બ્રહ્મજ્ઞાન સંબધની વાતોમાં નબળા છે.

એક વેદાંતશાસ્ત્રનું સ્વાનુભવવાળું જ્ઞાન જ્ઞાનીઓના પોતાના અનુભવ વડે અત્યંત શોભે છે.

બીજાં દર્શનો બહુધા લોકાંતરમાં જવાથી દૃષ્ટ દુ:ખની નિવૃત્તિને પરમાનંદની પ્રાપ્તિ મોક્ષ સાધકને થશે એમ કહે છે, ને વેદાંતશાસ્ત્ર તો યથાયોગ્ય યત્ન કરનારને દૃષ્ટ દુ:ખની નિવ્રુત્તિ ને પરમાનંદની પ્રાપ્તિ અહીં જ (વર્તમાન જન્મમાં) અનુભવાય છે એમ કહે છે, એટલે અન્ય શાસ્ત્રોથી વેદાંતશાસ્ત્રનો ભેદ છે.


સદાચાર સ્તોત્ર વાંચવા અહીં ક્લિક કરશો[Youtube=http://www.youtube.com/watch?v=r4FUQxn4CnY]


આપણું સાચું સ્વરૂપ તો સત, ચિત અને આનંદ છે. ભ્રાંતિથી આપણે માની બેઠા છીએ કે હું શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ કે અહંકાર છું. પણ ખરેખર તો આપણે આનંદ સ્વરૂપ છીએ. આપણી આવી અનેક જુદી જુદી ભ્રાંતિઓ તોડવા માટે શ્રી શંકરાચાર્યજી મહારાજ ’નેતિ’ ’નેતિ’ એટલે કે આ નહીં આ નહી તેમ કહીને છેવટે કહે છે કે ચિદાનંદ સ્વરૂપ શિવોહમ આપણું સ્વરૂપ છે. દસમાં ધોરણના સંસ્કૃત વિષયમાં ’ભજ ગોવિન્દમ’ સ્તોત્ર બાળકોને ભણાવવામાં આવ્યું તેથી આ સ્તોત્ર આપની સમક્ષ મુકવાની ઈચ્છા થઈ કે જે મને ખૂબ ગમે છે. નાનકડી બાળા ગાયત્રીના સ્વરમાં રાગ દરબારી પર ગવાયેલું અને પંડીત જસરાજે કંપોઝ કરેલું આ સ્તોત્ર માણીએ અને પોતાના આત્મ સ્વરૂપને ઓળખીએ.


[Youtube=http://www.youtube.com/watch?v=71orI61o3rg]

મનોબુદ્ધયહંકાર ચિત્તાની નાહં
ન ચ શ્રોત્રજિહ્‌વે ન ચ ઘ્રાણ નેત્રે .
ન ચ વ્યોમભૂમિ ન તેજો ન વાયુ
ચિદાનંદ રૂપ: શિવોSહં શિવોSહમ્ – ..1..

ન ચ પ્રાણસંજ્ઞો ન વૈ પંચવાયુ
ર્ન વા સપ્તધાતુર્ન વા પંચકોષાઃ .
ન વાક્‌પાણિપાદં ન ચોપસ્થપાયૂ
ચિદાનંદ રૂપ: શિવોSહં શિવોSહમ્ – ..2..

ન મે દ્વેષરાગૌ ન મે લોભમોહૌ
મદો નૈવ મે નૈવ માત્સર્યભાવઃ .
ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષઃ
ચિદાનંદ રૂપ: શિવોSહં શિવોSહમ્ – ..3..

ન પુણ્યં ન પાપં ન સૌખ્યં ન દુઃખં
ન મંત્રો ન તિર્થં ન વેદા ન યજ્ઞાઃ .
અહં ભોજનં નૈવ ભોજયં ન ભોકતા
ચિદાનંદ રૂપ: શિવોSહં શિવોSહમ્ – ..4..

ન મે મૃત્યુ શંકા ન મે જાતિભેદઃ
પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ .
ન બન્ધુર્ન મિત્ર ગુરૂર્ નૈવ શિષ્યઃ
ચિદાનંદ રૂપ: શિવોSહં શિવોSહમ્ – ..5..

અહં નિર્વિકલ્પો નિરાકાર રૂપો
વિભુ વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ્ .
સદામે સમત્વં ન મુક્તિ ન બંન્ઘઃ
ચિદાનંદ રૂપ: શિવોSહં શિવોSહમ્ – ..6..