ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: અતુલ

ચાલો આજે કવિતા વતી એક પત્ર અતુલને :-

પ્રિય અતુલ,

આજે મારે તને વધારે કશું કહેવું નથી. આપણાં આનંદપૂર્ણ સહજીવનને ઘણાં વર્ષો થયાં. આ વર્ષોમાં આપણે સહજીવનના, કૌટુંબિક જવાબદારીઓના, બાળકોના ઉછેરને લગતાં અને બીજા અનેક વિધ પાઠ શીખ્યાં. મારો આખો દિવસ સવારથી લઈને રાત્રી સુધી ઘરની, બાળકોની અને કુટુંબની જવાબદારીઓમાં પૂર્ણ થાય છે તે તું સારી રીતે જાણે છે.

આજે મારે તને એટલું કહેવું છે કે તું બ્લોગિંગમાં વધુ પડતો સમય વેડફવાને બદલે તેમાંથી થોડોક સમય મને, બાળકોને અને કુટુંબને આપવાનું શરુ કરીશ તો હું આજીવન તારી ઋણી રહીશ.

ક્યારેક તો મારી વાત સાંભળીશ ને?

તારી કવિતા


દોસ્તો,

આજે અતુલ ના ઘરે આવ્યાને પંદર વર્ષ પુરા થયાં.

આ પંદર વર્ષની મારી મુખ્ય ઉપલબ્ધિ ગણાવું તો તે કે: લોકો “મધુવન” ને અતુલનું નહીં કવિતાનું ઘર કહે છે.

પંદર વર્ષમાં ઘણાં ઉતાર-ચઢાવ આવ્યાં. એક પુત્રી રત્ન અને એક પુત્ર રત્ન પ્રાપ્ત કર્યું. પિતાતૂલ્ય સસરા ગુમાવ્યાં.

આ દરેક પરિસ્થિતિમાં અમે શક્ય તેટલી સમતા ધારણ કરવાનો પ્રયાસ કર્યો છે. ક્યારેક આનંદની છોળો વચ્ચે ઉછળ્યાં તો ક્યારેક ઘોર નીરાશાની ગર્તામાં યે ડૂબ્યા. દરેક સ્થિતિને માણવાનો પ્રયાસ કર્યો છે. ક્યારેક છોભીલા અને ફીક્કા પડ્યાં તો ક્યારેક ઉત્સાહ અને આનંદથી ભરપૂર રહ્યાં.

છેલ્લા થોડા વખતથી તો આપ સહુ બ્લોગ/સાઈટ જનો અમારા પરિવારના સભ્યો બની ગયાં છો. તો આટલી વાત અમારા અંગત જીવનની અને અમે સાથે જીવેલી જિંદગી વિશે તમને કહીને વિરમું છું.

આપ સહુની નેટ સખી – કવિતા.

અરે બા તો ભુલાઈ જ ગયાં. બા ના સતત માર્ગદર્શન અને હુંફ વગર તો અહીં સુધી સફળતાપૂર્વક યાત્રા થઈ જ ન શકી હોત. બાને અમારાં કોટી કોટી વંદન. ચાલો હવે આશિર્વાદની ઝડી વરસાવો છો કે નહીં?ખુલ્લી હથેળી
જન્મ્યો જીવ્યો ને મર્યો
જીંદાદીલી થીમહારોગ તને થયો, કહે હવે શું થાય છે ?
ઘડી હસે, ઘડી રડે આ તે કેવી ભવાઈ છે ?

પુછું છું કાઈક અને ઉત્તર આપે છે કાઈક
આખો વખત શું એના વિચારો માં જ ખોવાઈ છે ?

કાળો છે કે ગોરો છે ? કહેને કેવો છોરો છે ?
મનેય જાણવાની હવે ઘણી ઉત્કંઠા થાય છે.

ખોટું ન બોલીશ જરા, કશુ નથી તેમ ના કહે
આંખો તારી ચમકે છે ને, ચાલ તારી બદલાઈ છે.

આપ તારો બગલથેલો, જોવા દે તારી નોટો
અરે આ પુસ્તકની વચ્ચે, શેની ચબરખી દેખાય છે ?

હવે તું માની જરા, પ્રેમ થયો ભારે તને
કહે તું વિગતો હવે, શું શું હ્રદયમાં થાય છે ?


સૌજન્ય: સર્જન સહિયારુંમુળભુત પ્રવચન: સ્વામી વિવેકાનંદ
પઠન: અતુલ નટવરલાલ જાની
પાર્શ્વ સંગીત: હરિપ્રસાદ ચોરસીયાઆ પ્રવચન વાંચવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરશો.
કર્મયોગ (4) – સ્વામી વિવેકાનંદપડી પ્રભાત
તોયે શાને કુકડો
હજુ ન બોલે?


જે શેરીમાં કાયમ ચોક્કસ સમયે કુકડો પ્રભાતના સ્વાગત અર્થે પોતાના કુક રે કુક થી આહલેક જગવતો હોય તે શેરીમાં ક્યારેક કુકડો ન બોલે તો મહોલ્લાવાસીઓને કેટલી બેચેની થતી હોય છે તે ભાવ ઉપરોક્ત “હાઈકુ” માં દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.૨૧ જુલાઈ ૧૯૯૬ મારા જીવનમાં નવો જ ઉત્સાહ અને ઉમંગ લાવ્યો કારણ કે તે દિવસે હું અને અતુલ જીવનસાથી બનવાનું પહેલું પગથીયું ચડ્યાં હતાં. આ દિવસો તો દરેકના જીવનના “ગોલ્ડન ડેઈઝ” હોય છે કારણ કે કોઈ જવાબદારી નહીં પણ એકબીજાને ઓળખવા, પ્રેમ પામવા અને અર્પણ કરવા તો આ દિવસો ઓછા પડે છે.

૧૨-૨-૧૯૯૭ અમારો લગ્ન-દિવસ. આદિવસે અમે લગ્ન-ગ્રંથિથી જોડાયા. સમાજની દૃષ્ટિએ સામાજિક જવાબદારી નિભાવવા અમે એક થયા. આપણી સમાજરચના કઈંક જુદી છે. સ્ત્રીને પરણીને સાસરે આવવાનું. જ્યાં તેણે બચપણથી યુવાનીના ૨૨-૨૫ વર્ષ વીતાવ્યા તે હવે તેનું ન રહેતા પારકું થાય છે અને જ્યાં ક્યારેય તે કોઈને મળી નથી, ઓળખતી પણ નથી પોતાનું કહી શકાય તેવું કાઈ જ ન હોવા છતાં તે સર્વ અપનાવે છે અને સાસરિયાના દરેકને તે પોતાના કરે છે. મેં પણ એવું જ કરેલું. મારા સાસુ-સસરા ખૂબ જ પ્રેમાળ હોવાથી આજ સુધી મને ક્યારેય પિયરની યાદ પણ આવવા દીધી નથી. જો કે મારું પિયર તો ગામમાં જ છે અને અમે દર અઠવાડિયે મમ્મી-પપ્પાને મળીએ છીએ પણ ખરાં.

૧૧-૧૨-૧૯૯૭માં ઈશ્વરે જેનો અવતાર ધારણ કર્યો છે તેવું માતૃત્વ મને મળ્યું. “આસ્થા” દ્વારા બસ, મારૂં જીવન જાણે વસંતનાં રંગોથી રંગાઈ ગયું. અને આસ્થાના રંગમાં સંગ આપનાર હંસે: પણ ૨-૧૦-૨૦૦૨માં રંગ બીખરાવ્યા. અને બસ, અમારા જીવનની સામાજિક જવાબદારી પૂર્ણ થતાં આધ્યાત્મિક દૌર શરૂ થયો. અને આજે પણ હું અને અતુલ “અમે” એકબીજા સાથે એટલા જ પ્રેમ, હૂંફ અને લાગણીથી રહીએ છીએ અને કાયમ રહીશું.

કવિતા

૧૨ ફેબ્રુઆરી અમારાં માટે મહત્વનો દિવસ છે. હું અને કવિતાં બંનેએ ’હું’ પણું ગુમાવ્યું અને “અમે” બન્યાં બરાબર ૧૨ ફેબ્રુઆરી ૧૯૯૭ – વસંત છઠ ના દિવસે. એક જ વર્ષ હજુ તો પુરુ નહોતું થયું અને અમારી વચ્ચે અમારા જીવનને નવ-પલ્લવિત કરવા માટે આસ્થા આવી ગઈ ૧૧ ડીસેમ્બર ૧૯૯૭ ના રોજ. ૧૯૯૬ અને ૯૭ ના વર્ષો અમારા માટે સીમાચિન્હરૂપ વર્ષો રહ્યાં. ૨૧મી જુલાઈ ૧૯૯૬ ના રોજ કવિતા મારી વાગદત્તા બની. ૧૨ ફેબ્રુઆરી ૧૯૯૭ ના રોજ અમે યુગલ બન્યા અને ૧૧મી ડીસેમ્બર ૧૯૯૭ ના રોજ અમારાં દાંપત્યજીવનની યશ-કલગી સમાન આસ્થાના માતા-પિતા બન્યાં.

૧૪ વર્ષમાં હું ઘણાં ઘણાં પાઠો શીખ્યો છું જે હું એકલો હોત તો કદીએ ન શીખી શક્યો હોત. સમૂહજીવન, જવાબદારી, સમાજ પ્રત્યેનું આપણું કર્તવ્ય, આપણે માત્ર લેનાર ભીખારી નથી પણ દેનાર દાતા તરીકેની ફરજો પણ અદા કરવાની છે તેનું ભાન. માતા-પિતા અને પત્નિ-સંતાનો વચ્ચે સુમેળભરી રીતે સંવાદિતા ટકાવવી અને આવી આવી તો અનેક બાબતો આ ૧૪ વર્ષમાં શીખ્યો. આ વર્ષોમાં વેપાર, પ્રવાસ, ટેકનોલોજી, માનવીય સંબધો અને કુટુંબજીવન વીશે અનેક નવા આયામો સર કર્યા – ઘણીએ વાર પછડાટો ખાધી, ક્યારેક નિરાશાની ઉંડી ગર્તામાં ડુબી ગયો તો ક્યારેક આનંદ અને ઉલ્હાસથી ભર્યુ ભર્યું જીવન હોય તેમ લાગ્યું. ૨જી ઓક્ટોબર ૨૦૦૨ ના રોજ અમારી સાથે એક નવો સભ્ય જોડાયો – હંસ:. હંસ:ના આગમને વળી પાછી જીવનની પધ્ધતિમાં થોડો બદલાવ આવ્યો. આસ્થાને ભાઈ મળ્યો, તેની એકલતા દૂર થઈ અને બહેન-ભાઈની આ જોડીએ “મધુવન” ને ગજવી મુક્યું.

આ પ્રસંગ માટે મેં લગભગ ૧૩ વર્ષોના ૧૩૨ ફોટોમાંથી એક ફોટો-વીડીયો બનાવ્યો છે. છેલ્લાં એક વર્ષથી તો તમારામાંથી ઘણાં ખરા અમને જાણો જ છો અને વળી તેના યાદગાર પ્રસંગો તો સમયે સમયે તમારી સમક્ષ મુકાતા રહ્યાં છે તેથી તમે માહિતગાર છો. આ વીડીયોની સાથે મારુ પ્રિય ગીત કે જે હું કવિતા અને ઠાકુર બંને માટે એક સરખા પ્રેમથી ગાવાનું પસંદ કરુ છૂં તે જોડેલ છે. અલબત્ત આ વીડીયો તો તમને માત્ર કવિતાની મંજુરી હશે તો જ જોવા મળશે કારણ કે તેમાં અમારા અંગત જીવનના પ્રસંગો છે. પણ હા, તમને નેટ પરથી આ ગીત જરૂર સંભળાવી શકું.

-અતુલ


[Youtube=http://www.youtube.com/watch?v=-yeHdylZuHg]