ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Category Archives: Uncategorized

દોસ્તો,

આ વખતે અમે મે-જૂન ૨૦૧૧માં પૂના પ્રવાસે ગયેલા. આમ તો અતુલની આંખની તકલીફને લીધે જવાની ઈચ્છા નહોતી પણ ત્રણ મહિના અગાઉ ટ્રેનનું રીઝર્વેશન કરાવી રાખેલ અને બાળકોને ફરવાની ઘણી ઈચ્છા હતી તેથી ન જઈએ તો તેઓ ઉદાસ થઈ જાય તેથી થોડી તકલીફ વેઠીને પણ જવું તેમ નક્કી કર્યું.

આજથી ગણેશોત્સવ શરુ થઈ રહ્યો છે. અમને પૂનાની આસપાસ લગભગ ૧૦૦ કીલોમીટરના અંતરે આવેલા અષ્ટ વિનાયક ની યાત્રા સાંભરી આવી. આજથી ક્રમે ક્રમે આપણે એક એક ગણપતિના દર્શન કરશુ અને આ ઉત્સવને શાંતિપૂર્વક માણવાનો પ્રયાસ કરશું.

તા.૩૧/૦૫/૨૦૧૧ ના રોજ અમે સિદ્ધટેક શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિના દર્શન કરેલા.


સિદ્ધિ વિનાયક (સિદ્ધટેક)

સિદ્ધિ વિનાયક (સિદ્ધટેક)


મધુવન ગણેશ (૦૧-૦૯-૨૦૧૧)

મધુવન ગણેશ (૦૧-૦૯-૨૦૧૧)


આજે સંવત્સરી નીમિત્તે જાણ્યે અજાણ્યે મન, વચન કે કર્મ દ્વારા અમારાથી આપને દુ:ખ પહોંચ્યું હોય તો તે સર્વ કર્મોની અંત:કરણપૂર્વક બે હાથ જોડીને ક્ષમા ચાહીએ છીએ.પુષ્પ તણી પાંદડીએ બેસી કરતું કોણ ચિરંતન હાસ?
પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ?

કોણ બદલતું સંધ્યાકાશે પલપલ નવલાં સુંદર ચીર?
કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતી?

અહો! ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળ મોતીમાળ?
તરુએ તરુએ ફરતી કોની આશા કેરી સાખ રસાળ?

કોનાં કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ?
પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ?

ઓ સારસની જોડ વિશે ઊડે છે કોની ઝંખનઝાળ?
અહો ફલંગે કોણ અધીરું વાદળ વાદળ માંડી ફાળ?

અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ?
કાળતણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ?


સૌજન્ય: મીતીક્ષા.કોમ


ગીત : અવિનાશ વ્યાસ


ઓ નીલ ગગનના પંખેરુ તું કાં નવ પાછો આવે
મને તારી યાદ સતાવે…

સાથે રમતાં, સાથે ફરતાં, સાથે નાવલડીમાં તરતાં
એક દરિયાનું મોજું આવ્યું વાર ન લાગી તુજને સરતાં
આજ લગી તારી વાટ જોઉં છું તારો કોઇ સંદેશો લાવે
મને તારી યાદ સતાવે…

તારા વિના ઓ જીવનસાથી જીવન સુનું સુનું ભાસે
પાંખો પામી ઉડી ગયો તું, જઈ બેઠો ઉંચે આકાશે
કેમ કરી હું આવું તારી પાસે મને કોઈ નવ માર્ગ બતાવે
મને તારી યાદ સતાવે…

મોરલા સમ વાટલડી જોઉં ઓરે મેહુલા તારી
વિનવું વારંવાર હું તુજને સાંભળ રે વિનંતી મારી
તારી પાસ છે સાધન સૌએ તું કાં નવ મને બોલાવે
મને તારી યાદ સતાવે…


સૌજન્ય: પ્રીત નાં ગીતઝાકળના પાણીનું બિંદુ
એકલવાયુ બેઠુ’તુ ;
એકલવાયુ બેઠુ’તુ ને
સુરજ સામે જોતું ‘તુ;
સુરજ સામે જોતું ‘તું ને
ઝીણુ ઝીણુ રોતું ‘તું;

“સુરજ ભૈયા સુરજ ભૈયા!
હુ છુ ઝીણું જ્લબિંદુ;
મુઝ હૈયે તમને પધરાવું
શી રીતે હે જગબંધુ!

તમે દુર વાદળમા વસતા
સાત અશ્વને કરમાં કસતા
બ્રહ્માંડોની રદ રજ રસતા
ઘુમો છો બંધુ
તમ વો’ણુ મુજ જીવન સઘળુ
અશ્રુમય હે જગબંધુ”

“જ્લબિંદુ રે જ્લબિંદુ!
ઓ નાજુક ઝાકળબિંદુ!
સૂરજ બોલે સુણ બંધુ!

“હુ તો ત્રિલોક્મા ફરનારો,
કોટિ કિરણો પાથરનારો,
ગગને રમનારો :
તેમ છ્તા હુ તારો તારો,
હે ઝાકળબિંદુ !

“તોય મને તુ વા’લુ વા’લુ
બાળાભોલા જ્લબિંદુ
તુજ હૈયે હુ પોઢી જાણું
હે ઝાકળબિંદુ !

“તુજ સરીખો નાનો થઈને,
તુજ અંતરમા આસન લઈને,
ઈન્દ્રધનુની રમતો રમવા
આવીશ હે બિંદુ
“તુજ જીવનમા પ્રકાશ વાવુ,
તુજ અશ્રુને હાસ્ય બનાવુ
હે નાજુક બિંદુ! ”

હસતે મુખડે સૂરજ રાણા
જ્લબિંદુમા જઈ સમાણા:
રુદનભર્યાં જીવનમા ગાણા
ગાઈ રહ્યું ઝાકળબિંદુ !


સૌજન્ય: સૂર ગુર્જરીદોસ્તો,

આજે શ્રી રવિ ઉપાધ્યાયનું આ ’જરા હટકે’ કાવ્ય માણી લઈએ. જરાક કેમીકલ સ્ત્રવી જાય તો પોતાને સર્વોપરી માનવા લાગતો આ મગતરાં જેવો માનવ કેવા કેવા ફાંફા મારે છે તે તેમણે ચોટદાર રીતે વ્યક્ત કર્યું છે.


મિથ્યાવાદી મોહજાળમાં માનવ ફાંફા મારે!
આ માનવ ફાંફા મારે!
હોય ભલે વેરણ રણભૂમિ, તોયે મૃગજળ ભાળે!
આ માનવ ફાંફા મારે!….. મિથ્યાવાદી. 1

કોઇ રડે કોઇને ગુમાવી, કોઇ હસે કંઇ પામી,
ફરતી આ ઘટમાળ કાળની, કોઇ નહીં અહીં સ્થાયી !
વેરઝેરના અગ્નિતાંડવે, એક જીતે એક હારે !
આ માનવ ફાંફા મારે!….. મિથ્યાવાદી. 2

રાય-રંકને ઊંચ-નીચના ભેદભાવ જનમાવ્યા !
માનવીએ માનવતાં કેરાં કુસુમ કુમળાં કરમાવ્યાં !
કપટ અને લંપટનો અગ્નિ લાખો હૈયાં બાળે !
આ માનવ ફાંફા મારે!….. મિથ્યાવાદી. 3

આવ્યો ત્યારે લાવ્યો કૈં ના, જાવું ખાલી હાથે;
નિશ્ચે કાળમુખે ભરખાવું, કોઇ ન આવે સાથે !
(આ) સત્ય સહું સમજે છે, તો યે વૃથા જીન્દગી ગાળે!
આ માનવ ફાંફા મારે!….. મિથ્યાવાદી. 4

રહી જશે….. આશા ને મમતાના સહુ ખેલ અધુરા !
લોભ, લાલસા થકી થશે ના, જીવનગીત મધુરાં !
તોયે મથે સંગીત સર્જાવા, વ્યર્થ તૂટેલા તારે!
આ માનવ ફાંફા મારે!….. મિથ્યાવાદી. 5


સૌજન્ય: રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનોભાવનગરમાં તા.૨૭-૦૩-૨૦૧૧ ના રોજ સરદારનગર, સ્વામીનારાયણ ગુરુકુળમાં શ્રી રાજેશભાઈ વૈષ્ણવના અધ્યક્ષપણાં હેઠળ ૧૫૪મી સૂરીલી સાંજ નો કાર્યક્રમ સાંજે ૬:૦૦ થી ૮:૩૦ દરમ્યાન યોજાઈ ગયો. આ વખતનો થીમ હતો “આશા પારેખ – કલ ઔર આજ” .

એક આનંદના સમાચાર છે કે શ્રી રાજેશભાઈ વૈષ્ણવના સંગીત પરિવારમાં સંગીત ક્ષેત્રે એક નવી આશા તેમના પુત્રને ત્યાં પુત્રી રૂપે જન્મી છે – જેનું નામ છે – વૃષ્ટિ. શ્રી રાજેશભાઈના પરિવારમાં થયેલ આ વૃષ્ટિથી સહુ કોઈ સંગીતપ્રેમીઓને તુષ્ટિ થઈ છે. તેમનો સંગીતમય પરિવાર સતત સંગીત ક્ષેત્રે ભાવેણાનું નામ રોશન કરતો રહે અને નિજાનંદની સાથે સાથે લોકોને પણ આનંદ આપતો રહે તેવી અભ્યર્થના સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

અને હા, ડો. ભાવના મહેતાનું નામ હવે સંગીત પ્રેમીઓથી અજાણ્યું નથી. સંગીતમાં પી.એચ.ડી થયેલા સૌમ્ય, સરળ અને પ્રભાવશાળી વ્યક્તિત્વના સ્વામીની એવા ભાવનાજી જ્યારે પોતાના સુમધુર, સ્પષ્ટ અને હ્રદયના ભાવોર્મિથી સભર કંઠે જ્યારે ગાન ની તાન છેડે છે ત્યારે શ્રોતાઓ એક ભાવજગતમાં સરી પડે છે. તેઓશ્રી હાલમાં અંકુર શાળામાં બાળકોને સંગીતનું શિક્ષણ આપવાનું કાર્ય કરી રહ્યાં છે.

આ કાર્યક્રમ દરમ્યાન ગવાયેલ એક ગીત શ્રી રાજેશભાઈ વૈષ્ણવના સુપુત્ર શ્રી હિરેન વૈષ્ણવ અને ડો.ભાવના મહેતા ના યુગલ સ્વરમાં માણીએ.


https://madhuvan1205.files.wordpress.com/2011/04/record003.jpg

Itna na mujhse pyaar tu badha
ki main ik badal aawara
kaise kisi ka sahara banoon
ki main khudh beghar bechara

Isliye tujhse main pyaar karoon
ki too ik badal aawara
janam janam se hoon saath tere
hai naam mera jal ki dhara

Itna na mujhse pyaar tu badha
ki main ik badal aawara
janam janam se hoon saath tere
hai naam mera jal ki dhara

(Mujhe ek jagah aaraam nahi
ruk jana mera kaam nahi) -2
Mera saath kahan tak dogi tum
main dekh videsh ka banjara

Itna na mujhse pyaar tu badha
ki main ik badal aawara
kaise kisi ka sahara banoon
ki main khudh beghar bechara

Isliye tujhse main pyaar karoon
ki too ik badal aawara
janam janam se hoon saath tere
hai naam mera jal ki dhara

(Paani gagan ke deewane
too pyaar mera na pahchane) -2
main tab tak saath chaloon tere
jab tak na kahe too main haara

Isliye tujhse main pyaar karoon
ki too ik badal aawara
janam janam se hoon saath tere
hai naam mera jal ki dhara

Itna na mujhse pyaar tu badha
ki main ik badal aawara
kaise kisi ka sahara banoon
ki main khudh beghar bechara

(kyoon pyaar main too nadaan bane
ik pagal ka armaan bane) -2
Ab laut ke jaana mushkil hai
maine chhod diya hai jag sara

Itna na mujhse pyaar tu badha
ki main ik badal aawara
janam janam se hoon saath tere
hai naam mera jal ki dharaમુળભુત પ્રવચન: સ્વામી વિવેકાનંદ
પઠન: અતુલ નટવરલાલ જાની
પાર્શ્વ સંગીત: હરિપ્રસાદ ચોરસીયાઆ પ્રવચન વાંચવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરશો.
કર્મયોગ (4) – સ્વામી વિવેકાનંદ