ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Category Archives: હળવી પળો

આજે રજા 🙂


મીત્રો,

ગુજરાતી ભાષાની માન્ય જોડણી સાર્થ જોડણી છે.

સુધારાવાદીઓ ઉંઝા જોડણીને પ્રાધાન્ય આપે છે.

સાર્થ ફાવે તેવી નથી કારણ કે તેમાં નીયમો ઘણાં છે અને નીયમોમાં અપવાદો પાર વગરના છે.

વર્ષોથી સાર્થ વાંચી હોય એટલે ઉંઝા ગળે ન ઉતરે. વળી કેટલાયે શબ્દોના સાર્થ મુજબ ચિત્તમાં સંસ્કાર પડી ગયાં હોય.

સાર્થ સાચી રીતે લખવી હોય તો શબ્દકોશ સાથે રાખવો પડે.

ઉંઝામાં લખવા વાંચવાની મજા ન આવે.

લખવું યે હોય અને મજાયે લેવી હોય તો શું કરવું?

કેમ મુંજાઈ ગયા? અરે આ કાઈ હસવું ને લોટ ફાંકવા જેવો પ્રશ્ન નથી.

ઉકેલ હાજર છે – વિચિત્ર જોડણી.

વિચિત્ર જોડણી એટલે બને ત્યાં સુધી ચિત્તમાં પડેલા સાર્થના સંસ્કારો પ્રમાણે શબ્દોને લખવા અને જે શબ્દ વિશે પાકી ખબર ન હોય ત્યાં ઈચ્છા થાય તે હ્રસ્વ કે દિર્ઘ મુકી દેવો. બોલો છે ને સરળ?

શું સાર્થ કે શું ઉંઝા – લખવું છે તો લખવા માંડો !

ભાષાને શું વળગે ભૂર?
રણમાં જીતે તે શૂર.લ્યો કોફી પીઓ
જો જો ઢોળાય નહીં
સંભાળો જરા


નોંધ: કોફીને બદલે ચાય પીનારા ચાહ શબ્દ મુકી શકે છે 🙂
જો કે ગરમ હોવાથી છાશ તો નહીં કહેવાય.
હા કોઈને ઘાવો કહેવો હોય તો યે વાંધો નથી 🙂દોસ્તો,

શ્રી મહેન્દ્રભાઈ શાહ સારા કાર્ટુનીસ્ટ છે. તેમના કાર્ટુન રસપ્રદ અને આનંદદાયક હોય છે. એક નમુનો નીચે રજૂ કર્યો છે.

તેમના વધારે કાર્ટુન જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરશો.

http://isaidittoo.com/


હે ભગવાન ! મેં તમને માછલી ઘર લાવવાનું કહ્યું હતું અને તમે માછલીના આકારનો સાબુ ઉપાડી આવ્યાં? તમારામાં અક્કલ ક્યારે આવશે?