ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Category Archives: સાંસ્કૃતિક કાર્યક્રમ

તા.૧૭ એપ્રીલ ૨૦૧૧,
સ્થળ: શ્રી દક્ષિણામૂર્તિ રમત ગમતનું મેદાન,
ફીલ્ટર પાસે, ગિજુભાઈ બધેકા માર્ગ,
ભાવનગર

આત્મજો,

શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થાના શતાબ્દી મહોત્સવ અંતર્ગત ભવન સંચાલિત બાળમંદિરમાં ચાલતી બાળકનાં જીવન ઘડતરની પ્રવૃત્તિઓ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નીહાળી હતી તથા આ પ્રસંગે યોજાયેલ પૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલ તથા “બાળ કેળવણી આજના સંદર્ભમાં” તે વિષય પર મનનીય વક્તવ્ય આપેલ. આ પ્રસંગે ગવાયેલા બાળગીતો સાંભળીને પૂર્વ વિદ્યાર્થીઓ પોતાના અતિતમાં સરી પડ્યાં હતા અને સહુ કોઈ ફરી પાછાં તે નાનકડા ભોળા, ભલા, કપટ રહિત, તરવરતા, થનગનતા, રડવડતા, ખુશખુશાલ બાળકો બનીને આનંદથી ઝુમી ઉઠ્યા હતાં. આવો આપણે આ બાળગીતોના સથવારે ફરી પાછાં આપણાં શૈશવમાં સરી પડીએ.


૧. અંતર-મંતર-જંતર
https://madhuvan1205.files.wordpress.com/2011/04/1_antar_mantar-jantar.jpg


૨. લાડુ ભટ્ટ – લાડુ ભટ્ટ
https://madhuvan1205.files.wordpress.com/2011/04/2_ladu_bhatt.jpg


૩. હાલો હાલો કેસુડાના ફૂલ વિણવાં
https://madhuvan1205.files.wordpress.com/2011/04/3_halo_halo_kesudana_ful_vinava.jpg


૪. છુક છુક ગાડી – છુક છુક ગાડી
https://madhuvan1205.files.wordpress.com/2011/04/4_chhuk_chhuk_gadi.jpg


આ ઉપરાંત પૂર્વ વિદ્યાર્થીઓના યોગદાન વિશે વાત કરવામાં આવી, અમારાં બા સહિત નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું , સંગીતનો જલસો રજૂ કરવામાં આવ્યો, સહુ અઠંગ ગોઠીયાઓ અને સાહેલીઓ એક બીજાને પ્રેમ / વાત્સલ્ય / સ્નેહ / આત્મિયતા અને ઉષ્માપૂર્વક પુરે પુરા ભાવથી મળ્યાં અને સાથે ભોજન લીધાં પછી ચહેરા પર એક ચમક અને અનેરો ઉત્સાહ લઈને છુટાં પડ્યા.


તા.૨૭ જાન્યુઆરી ૨૦૧૧
ભાવનગર.

દિવ્યભાસ્કર ગૃપનું સૌરાષ્ટનું અગ્રણી દૈનિક “સૌરાષ્ટ્ર સમાચાર” તેના નવા બનેલા મકાનમાં જ્યારે નવપ્રસ્થાન કરી રહ્યું છે તથા સહુ પ્રથમ ૩ડી અખબાર બહાર પાડવાનું શ્રેય જેમને જાય છે તેવા પ્રસંગને વધાવવા માટે ભાવનગરના કલાકારોને પોતાની કલા પીરસવાનો મોકો દિવ્યભાસ્કર ગૃપ દ્વારા પુરો પાડવામાં આવ્યો હતો.

ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહમાં યોજાયેલ આ કાર્યક્રમમાં ભાવનગરના જ ગાયકો શ્રી પ્રણવ મહેતા અને શ્રી ધર્મિન મહેતાએ પોતાના જોશીલા અને ખુમારી ભર્યા કંઠથી શ્રોતાઓને આંદોલિત કર્યા હતાં. જ્યારે ડો.ભાવના પ્રણવ મહેતા અને કુમારી ખુશાલી શુક્લના ભાવવાહી અને સુમધુર કંઠનું આકંઠ પાન કરીને શ્રોતાઓ એક અગમ્ય ભાવ-જગતમાં સરી પડ્યા હતા.

નીરવ પંડ્યાએ કી-બોર્ડ પર, મીલન મહેતાએ ઢોલક પર અને જ્વલંત ભટ્ટે તબલાં પર સંગત આપી હતી. આ ઉપરાંત કી-બોર્ડના ભારતની બહાર પણ જેઓ પોતાની કલા પીરસી ચૂક્યા છે તેવા એક મિત્રએ પણ સંગત આપી હતી (જેનું નામ ભુલાઈ ગયું છે – ક્યાંયથી જાણવા મળશે તો જણાવીશું).

કાર્યક્રમની શરુઆત ભાવના અને ખુશાલીના યુગલ સ્વરમાં “મીલે સૂર મેરા તુમ્હારા” ની બે પંક્તિઓ ગાઈને શ્રી ભીમસેન જોષીને શ્રદ્ધાંજલિ અર્પીને કરવામાં આવી હતી.

જુના અને નવા અનેક ગીતોના સુમેળથી આ ચારેય ગાયકોએ શ્રોતાઓને શરુઆતથી અંત સુધી જકડી રાખ્યા હતા. પ્રત્યેક ગીતની પહેલાં મીતુલ રાવલનો સંવાદ સમગ્ર માહોલને સંવાદી બનાવી અને શ્રોતાઓના ચહેરા પર એક આછેરું સ્મિત ફેલાવતો રહ્યો હતો.

અંતમાં “વંદે માતરમ” ગીતથી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આયોજકો, કલાકારો અને શ્રોતાઓ ઉંડા સંતોષ અને કશુંક પામ્યાની ભાવના લઈને વીખરાયા હતા.


તા.૨ ડીસેમ્બર ૨૦૧૦
ભાવનગર
આજે નોબેલ પુરસ્કાર વિજેતા, શાંતિનીકેતન ના સ્થાપક અને સાંસ્કૃતિક યુગપુરુષ શ્રી રવિન્દ્રનાથ ટાગોર (ઠાકુર) ની ૧૫૦ મી જયંતી નીમિત્તે ભારતીય રેલ્વે દ્વારા યોજેલી સાંસ્કૃતિક યાત્રાનો ભાવનગરમાં છેલ્લો દિવસ છે. જે કોઈ હજુ ન ગયાં હોય તેઓ એ આજે સવારે ૯ થી સાંજે ૭ દરમ્યાન આ યાત્રા માણવા અચૂક પહોંચી જવા અપીલ છે. આજે જોઈએ શ્રી રવિન્દ્રનાથ ટાગોરના સગા-સ્નેહીઓ તથા તેમના જીવન વિશે થોડી માહિતિ.
ગઈ કાલે ભાવનગરમાં કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરની ૧૫૦મી જન્મ જયંતિ નીમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપવા અર્થે ભારતીય રેલ્વે દ્વારા યોજાયેલી સંસ્કૃતિ યાત્રા ભાવનગર આવી પહોંચી છે. સંપુર્ણ વાતાનુકુલિત આ ટ્રેનમાં કુલ પાંચ વિભાગો છે જેને વિશેની માહિતિ નીચેના ફોટોગ્રાફસ પરથી મળી રહેશે.તા. ૩૦-૧૧-૨૦૧૦ થી ૨-૧૨-૨૦૧૦ સુધી સવારે ૯ થી સાંજે સાત સુધી ખુલ્લા રહેનારા આ જાહેર સાંસ્કૃતિક પ્રદર્શનને માણવા માટે સર્વને રેલ્વે તંત્ર દ્વારા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. તો આપના બાળકોએ અને આપ સહુએ આ અમૂલ્ય તક જતી કરવા જેવી નથી. તો અત્યારે જ ચાલો.. રેલ્વે સ્ટેશન.
આજે રાત્રે ૯:૦૦ કલાકે ભાવનગરમાં શ્રી યશવંતરાય નાટ્યગૃહમાં ઉ. ગુલામ હુસૈન ખાં ના એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પીપાવાવ શીપયાર્ડ લિમિટેડ ના સૌજન્ય થી તથા સેન્ટર ફોર એક્સલન્સ અને સહયોગી મિત્રો દ્વારા આયોજન કરવામાં આવેલ છે. રસ ધરાવતા રસજ્ઞોને સેન્ટર ફોર એક્સલન્સ અથવા તો ઉત્તમ સીલેક્ષન માંથી પાસ મેળવી લેવા માટે આયોજકો તરફથી અનુરોધ કરવામાં આવેલ છે.