ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Category Archives: સમાજ શાસ્ત્ર

Advertisements

ચોમાસામાં વરસાદ ન પડે તો જીવો ગભરાઈ જાય છે. શા માટે?

૧. પાણીની અછત થાય છે.
૨. પાક નીષ્ફળ જાય છે.
૩. નહાવાના આનંદથી પ્રકૃતિપ્રેમીઓ વંચિત રહી જાય છે.

પાણીની અછત થાય તો શું વાંધો?

પાણી જીવન જરુરીયાતનું અતી આવશ્યક અંગ છે. પાણી પીધા વગર જીવન ન ટકે. પાણી વગર સ્વચ્છતા ન રહે અને ગંદકી ન હટે.

પાક નીષ્ફળ જાય તો શું વાંધો?

ખાવા માટે જરુરી અન્ન ન ઉપજે. અન્નની અછત સર્જાય. ઉપલબ્ધ અન્ન મોંઘુ બને. અન્ન જીવન ટકાવી રાખવા માટે આવશ્યક છે.

જે દેશમાં પાણીની અછત છે તેવા દેશો જેવા કે ઈઝરાયેલ વગેરે પાણીના એક એક ટીપાનો સદુપયોગ કરે છે જ્યારે આપણે આપણાં જળાશયોની જાળવણી માટે ઘણાં બેદરકાર છીએ.

વરસાદ ઉપર આપણો કાબુ ન હોવાથી અને ક્યારે અતિવૃષ્ટિ કે ક્યારે અનાવૃષ્ટિ થાય તે આપણે જાણતાં ન હોવાથી જળ અને જળાશયો તથા અન્ન અને અન્નના ભંડારોની યોગ્ય જાળવણી કરવી અને તેનો યોગ્ય માત્રામાં સદુપયોગ કરતાં શીખવું અને શીખવવું તે આવશ્યક બાબત છે.

આપણાં પૂર્વજો બીજાનું કેમ પડાવી લેવું, બીજાને કેમ મ્હાત કરવા, બીજાને કેમ નીચાજોણું થાય તેવો પ્રયાસ કરવો વગેરે બાબતે કુશળ નહોતા પણ તેઓ વર્ષ ચાલે તેટલા અનાજના કોઠાર ભરી રાખવા જેટલા અને પાણીના સંગ્રહ માટે કુવા / વાવ / તળાવ અને જમીનમાં મોટા ટાંકા બનાવવાનું કાર્ય કરી શકે તેટલાં વ્યવહારુ તો હતાં.

પ્રગતિની વાતો અને કાર્યની સાથે સાથે રોજ બરોજની જીંદગી સરળતાથી કેમ જીવી શકાય તે વીશે અને જે અન્ન, હવા, પાણી, જમીન અને આકાશ વગર જીવન શક્ય જ નથી તે પર્યાવરણની જાળવણી અંગે ય થોડાં જાગૃત થઈએ તો કેવું?


મીત્રો,

આપણે સહુ આ ગીત કેટલીએ વખત સાંભળી ચૂક્યાં હશું કે :

ઉઠ જાગ મુસાફીર ભોર ભઈ
અબ રૈન કહાં જો સોવત હૈ
જો સોવત હૈ સો ખોવત હૈ
જો જાગત હૈ સો પાવત હૈ

એક જાગૃત અખબાર શું કરી શકે તે વિશે આજે સૌરાષ્ટ સમાચારમાં સમાચાર વાંચીને આનંદાશ્રુ આવ્યા.

ભાસ્કરના વાચકોની તાકાત : ૭ રાજ્યોમાં ગુટખા બંધ

વાચકોની તાકાત સાથે મધ્યપ્રદેશથી શરૂ થયેલી ગુટખા સામેના પ્રતિબંધની સફર માત્ર ત્રણ મહિનામાં સાત રાજ્યો સુધી પહોંચી ગઇ છે.

સ્વામી વિવેકાનંદ કહે છે કે : બહુ કાળ સુધી આપણે રોતા રહ્યાં છીએ, હવે વધુ રડવાની જરુર નથી. ઉભા થાઓ, તમારા પગ પર ટટ્ટાર ખડાં રહો અને દૃઢ મજબૂત બનો.

આજે કહેવાનું મન થાય છે કે : બહુ કાળ સુધી આપણે સુતા રહ્યાં છીએ, જાગૃત બનો. તમારી સમસ્યા તમે ઉકેલો અને બીજાને સમસ્યા ઉકેલવામાં મદદરુપ થાઓ.


૭ રાજ્યોમાં ગુટખા બંધ