ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Category Archives: સંગ્રહ ખુલ્લો મુકતા

દોસ્તો,

ભાવનગરની શાંતિલાલ શાહ ફાર્મસી કોલેજના ઈન્ચાર્જ પ્રીન્સીપાલ શ્રી હિમલ પંડ્યાના ઓડીયો ગઝલ સંગ્રહ ’ એવું લખ હવે ’ નું વિમોચન ૨જી જુલાઈ ૨૦૧૧ ના રોજ જાણીતા ગુજરાતી કવિ શ્રી અંકિત ત્રીવેદી ના હસ્તે કરવામાં આવશે.

સંગીત : શ્રી પ્રણવ મેહતા
ગાયક: શ્રીમતિ ભાવના મેહતા / શ્રી પ્રણવ મેહતા
સંગીત સંયોજક: શ્રી નીરવ પંડ્યા / શ્રી જ્વલંત ભટ્ટ
રેકોર્ડીંગ: શ્રી સુનીલ પંડ્યા
ગ્રાફીક્સ: શ્રી જિગર ત્રીવેદી

આ સંગ્રહની નાનક્ડી ઝલક મેળવવા નીચેની લિન્ક પર ક્લિક કરશો.

http://soundcloud.com/himalpandya/pramotional-audio-clip

કાર્યક્રમની વિગત નીચે પ્રમાણે છે:

તારીખ : ૨જી જુલાઈ, ૨૦૧૧ – સમય સાંજે ૬:૦૦ કલાકે
સ્થળ: શિવશક્તિ હોલ

કાર્યક્રમમાં પધારવા માટે સહુને જાહેર આમંત્રણ છે.

વધુ માહિતિ માટે આપ શ્રી હિમલ પંડ્યાનો નીચેના સરનામે સંપર્ક સાધી શકો છો.

HIMAL PANDYA
Principal Incharge
S.S.Pharmacy College
Bhavnagar University
Bhavnagar – 364 002
Gujarat (INDIA)
Cell No. +91 98790 49553
Email : himalpandya@yahoo.com

તેમની કેટલીક ગઝલો તેમના બ્લોગ પર માણવા નીચેની લિન્ક પર ક્લિક કરશો.

www.himalpandya.blogspot.com


બાળકો માટે વેકેશનનું પ્રિય સ્થળ એટલે મધુવન. અહીં ચારે બાજુથી બાળકો આવે. માસીના, મામાના, ફઈના, પાડોશીના,આસપાસના,દૂરના,દેશના,પરદેશના (બીજા ગ્રહોમાંથી હજુ નથી આવતા) અને મધુવન પરિવારના પોતાના તો ખરા જ.બાળકનું નામ: દૂર્વા
માતાનું નામ: નિશા
પિતાનું નામ: અમીત


દાડમડી - ૧

દાડમડી - ૧

દાડમડી - ૨

દાડમડી - ૨

મોગરો - ડોલર

મોગરો - ડોલર

ગુલમ્હોર

ગુલમ્હોર

ગુલમ્હોર

ગુલમ્હોર

ગલગોટા

ગલગોટા

સુર્યોદય સમયે પ્રકાશનું વાદળોમાં પરાવર્તન

સુર્યોદય સમયે પ્રકાશનું વાદળોમાં પરાવર્તન

સુર્યોદય સમયે પ્રકાશનું વાદળોમાં પરાવર્તન

સુર્યોદય સમયે પ્રકાશનું વાદળોમાં પરાવર્તન

સુર્યોદય સમયે પ્રકાશનું વાદળોમાં પરાવર્તન

સુર્યોદય સમયે પ્રકાશનું વાદળોમાં પરાવર્તન

ચાલતો અતુલ

ચાલતો અતુલ

દાદાની વાડીની પ્રથમ કેરી ખાતો હંસ:

દાદાની વાડીની પ્રથમ કેરી ખાતો હંસ:

દાદાની વાડીની પ્રથમ કેરી ખાતી આસ્થા

દાદાની વાડીની પ્રથમ કેરી ખાતી આસ્થા


આજે એક વધુ આનંદના સમાચાર – ગઈ કાલે જેનો ૧૫૫મો શો રજૂ થયો અને લિમ્કા બુક ઓફ઼ રેકર્ડમાં જેણે માનવંતુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે – તે ભાવનગરના લોકપ્રિય કાર્યક્રમ “સૂરીલી સાંજ” ના કેટલાંક અંશો હવે આપ યુ-ટ્યુબ પર માણી શકશો. રાહ કોની જુવો છો? નીચેની લિન્ક પર ક્લિક કરો.


સૂરીલિ સાંજસહેલીઓ અને દોસ્તો,

આજે આસ્થાની પરીક્ષા પુરી થઈ. હવે વેકેશન, વચ્ચે વચ્ચે નાના નાના પ્રવાસો, દરીયાકીનારે ફરવાનું એવો બધો આનંદ કરવાનો અવસર – કેમ બરાબર ને? તો ચાલો આજે દરીયે જઈશું ને?લમણે હાથ કાં દઈ બેઠો?
માર હાંકને , ઉભો થા

હોડી શીદ લંગારી બેઠો?
માર હલેસા, ઉભો થા

વાડામાં શીદ જઈ પુરાણો?
તોડ વાડને, ઉભો થા

પીંજરમાં પુરાવુ ખોટું
રહેજે સાવધ, ઉભો થા

કુવામાં છબછબીયા શાને?
આવ દરીયે, ઉભો થા

હું ને મારું આ છે બંધન
સઘળું તારુ, ઉભો થા

રાગ દ્વેષના દ્વંદો છોડી
આગંતુક તું , ઉભો થા

ભીખ માંગતો કાં ફરે છે?
આતમ રાજા, ઉભો થા

– અતુલ


તા.૧૭ એપ્રીલ ૨૦૧૧,
સ્થળ: શ્રી દક્ષિણામૂર્તિ રમત ગમતનું મેદાન,
ફીલ્ટર પાસે, ગિજુભાઈ બધેકા માર્ગ,
ભાવનગર

આત્મજો,

શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થાના શતાબ્દી મહોત્સવ અંતર્ગત ભવન સંચાલિત બાળમંદિરમાં ચાલતી બાળકનાં જીવન ઘડતરની પ્રવૃત્તિઓ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નીહાળી હતી તથા આ પ્રસંગે યોજાયેલ પૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલ તથા “બાળ કેળવણી આજના સંદર્ભમાં” તે વિષય પર મનનીય વક્તવ્ય આપેલ. આ પ્રસંગે ગવાયેલા બાળગીતો સાંભળીને પૂર્વ વિદ્યાર્થીઓ પોતાના અતિતમાં સરી પડ્યાં હતા અને સહુ કોઈ ફરી પાછાં તે નાનકડા ભોળા, ભલા, કપટ રહિત, તરવરતા, થનગનતા, રડવડતા, ખુશખુશાલ બાળકો બનીને આનંદથી ઝુમી ઉઠ્યા હતાં. આવો આપણે આ બાળગીતોના સથવારે ફરી પાછાં આપણાં શૈશવમાં સરી પડીએ.


૧. અંતર-મંતર-જંતર
https://madhuvan1205.files.wordpress.com/2011/04/1_antar_mantar-jantar.jpg


૨. લાડુ ભટ્ટ – લાડુ ભટ્ટ
https://madhuvan1205.files.wordpress.com/2011/04/2_ladu_bhatt.jpg


૩. હાલો હાલો કેસુડાના ફૂલ વિણવાં
https://madhuvan1205.files.wordpress.com/2011/04/3_halo_halo_kesudana_ful_vinava.jpg


૪. છુક છુક ગાડી – છુક છુક ગાડી
https://madhuvan1205.files.wordpress.com/2011/04/4_chhuk_chhuk_gadi.jpg


આ ઉપરાંત પૂર્વ વિદ્યાર્થીઓના યોગદાન વિશે વાત કરવામાં આવી, અમારાં બા સહિત નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું , સંગીતનો જલસો રજૂ કરવામાં આવ્યો, સહુ અઠંગ ગોઠીયાઓ અને સાહેલીઓ એક બીજાને પ્રેમ / વાત્સલ્ય / સ્નેહ / આત્મિયતા અને ઉષ્માપૂર્વક પુરે પુરા ભાવથી મળ્યાં અને સાથે ભોજન લીધાં પછી ચહેરા પર એક ચમક અને અનેરો ઉત્સાહ લઈને છુટાં પડ્યા.


ગંભીર લોકો આ જગતમાં શું કામના છે? તેઓ હળવાશભર્યા લોકોનો રેકોર્ડ રાખે છે અને ભારેખમ લોકોને હળવા થવામાં મદદરુપ થાય છે પછી પોતે ભલે ન થઈ શકતાં હોય. તો આજે માણીએ હાસ્યદરબારના હસતારામ અને જાની જોકરને.