ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Category Archives: સંગીત

દોસ્તો,

આજે વસંત પંચમી. મા સરસ્વતીની આરાધના કરવાનું પર્વ. આજે આપણે મા શારદા / સરસ્વતીને પ્રાર્થીએ કે અમારા અજ્ઞાનરુપી અંધારા દૂર થાય અને અમારા અંત:કરણમાં જ્ઞાનનો ઉજાસ ફેલાય. બે મહિના હવે વસંત મ્હોરી ઉઠશે તો ચાલો આજે આપણે આપણાં લોક લાડીલા મુખ્યમંત્રી કે જેઓ એક સારા કવિએ છે તેમની એક કવિતા ભાવનગરના કલાકાર શ્રી પાર્થિવ ગોહીલના સ્વરમાં ભાવેણામાં ખીલેલા ફુલોની સાથે માણીએ અને વસંતને વધાવીએ.

અંતમાં આરંભ અને આરંભમાં અંત,
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત…

સોળ વર્ષની વય ક્યાંક કોયલને લઈ,
કેસૂડાંનો કોના પર ઉછરે પ્રણય,
ભલે લાગે છે રંક પણ ભીતર શ્રીમંત,
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત…

આજે તો વનમાં કોનાં વિવાહ,
એક એક વૃક્ષમાં પ્રગટે દીવા,
આશીર્વાદ આપવા આવે છે સંત,
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત…

– નરેન્દ્ર મોદી


શબ્દ સૌજન્ય : મા ગુર્જરી


સ્વર સૌજન્ય: વિજયકુમાર દવેઆજે એક વધુ આનંદના સમાચાર – ગઈ કાલે જેનો ૧૫૫મો શો રજૂ થયો અને લિમ્કા બુક ઓફ઼ રેકર્ડમાં જેણે માનવંતુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે – તે ભાવનગરના લોકપ્રિય કાર્યક્રમ “સૂરીલી સાંજ” ના કેટલાંક અંશો હવે આપ યુ-ટ્યુબ પર માણી શકશો. રાહ કોની જુવો છો? નીચેની લિન્ક પર ક્લિક કરો.


સૂરીલિ સાંજતા.૧૭ એપ્રીલ ૨૦૧૧,
સ્થળ: શ્રી દક્ષિણામૂર્તિ રમત ગમતનું મેદાન,
ફીલ્ટર પાસે, ગિજુભાઈ બધેકા માર્ગ,
ભાવનગર

આત્મજો,

શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થાના શતાબ્દી મહોત્સવ અંતર્ગત ભવન સંચાલિત બાળમંદિરમાં ચાલતી બાળકનાં જીવન ઘડતરની પ્રવૃત્તિઓ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નીહાળી હતી તથા આ પ્રસંગે યોજાયેલ પૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલ તથા “બાળ કેળવણી આજના સંદર્ભમાં” તે વિષય પર મનનીય વક્તવ્ય આપેલ. આ પ્રસંગે ગવાયેલા બાળગીતો સાંભળીને પૂર્વ વિદ્યાર્થીઓ પોતાના અતિતમાં સરી પડ્યાં હતા અને સહુ કોઈ ફરી પાછાં તે નાનકડા ભોળા, ભલા, કપટ રહિત, તરવરતા, થનગનતા, રડવડતા, ખુશખુશાલ બાળકો બનીને આનંદથી ઝુમી ઉઠ્યા હતાં. આવો આપણે આ બાળગીતોના સથવારે ફરી પાછાં આપણાં શૈશવમાં સરી પડીએ.


૧. અંતર-મંતર-જંતર
https://madhuvan1205.files.wordpress.com/2011/04/1_antar_mantar-jantar.jpg


૨. લાડુ ભટ્ટ – લાડુ ભટ્ટ
https://madhuvan1205.files.wordpress.com/2011/04/2_ladu_bhatt.jpg


૩. હાલો હાલો કેસુડાના ફૂલ વિણવાં
https://madhuvan1205.files.wordpress.com/2011/04/3_halo_halo_kesudana_ful_vinava.jpg


૪. છુક છુક ગાડી – છુક છુક ગાડી
https://madhuvan1205.files.wordpress.com/2011/04/4_chhuk_chhuk_gadi.jpg


આ ઉપરાંત પૂર્વ વિદ્યાર્થીઓના યોગદાન વિશે વાત કરવામાં આવી, અમારાં બા સહિત નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું , સંગીતનો જલસો રજૂ કરવામાં આવ્યો, સહુ અઠંગ ગોઠીયાઓ અને સાહેલીઓ એક બીજાને પ્રેમ / વાત્સલ્ય / સ્નેહ / આત્મિયતા અને ઉષ્માપૂર્વક પુરે પુરા ભાવથી મળ્યાં અને સાથે ભોજન લીધાં પછી ચહેરા પર એક ચમક અને અનેરો ઉત્સાહ લઈને છુટાં પડ્યા.


એક યોગીની આત્મકથાના – લેખક શ્રી પરમહંસ યોગાનંદજીને અધ્યાત્મ માર્ગના ઘણાં બધા પ્રવાસીઓ ઓળખે છે. તેમણે કેટલીક સંગીતની ધૂનને દિવ્ય બનાવી છે. તેમાંથી એક અતુલની ખૂબ જ પ્રિય ધૂન આપણે માણીશું.
https://madhuvan1205.files.wordpress.com/2011/04/i-will-sing-thy-name-0928.jpg

ભાવનગરના આ આઠમાં “સૂર શૃંગાર” વિશે નીંરાતે વાતો આપણે પછી કરશુ. અત્યારે તો તમને કાર્યક્રમની એક નાનકડી ઝલક દર્શાવવાનો પ્રયાસ કરુ છું – જો જો હો પાછાં અફીણ ઘોળવા ન બેસતાં હો..

https://madhuvan1205.files.wordpress.com/2011/03/tari_ankh_no_aphini.jpg

તા.૧૩ માર્ચ ૨૦૧૧ ના રોજ ભાવનગરમાં સૂર શૃંગારનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જેની માહિતિ નીચે પ્રમાણે છે.

કાર્યક્રમ: સૂર શૃંગાર
કલાકાર: આસિત દેસાઈ, હેમા દેસાઈ, આલાપ દેસાઈ
સ્થળ: દક્ષિણામૂર્તિ ની ટેકરી
સમય: સવારે ૬:૩૦ કલાકે
આયોજક: ટ્રસ્ટ તરલ

રસ ધરાવતાં શ્રોતાઓને આયોજકો તરફથી જાહેર નીમંત્રણ પાઠવવામાં આવેલ છે.


અને હા, સંગીત રસીકોને – ત્રણ ભાષામાં સંગીતના સૂર રેલાવતા કીર્તન ભાગવત – વીશે જાણવું જરૂર ગમશે.આજે આપણે શ્રી હરિપ્રસાદ ચોરસીયાની વાંસળીના મધુર સૂર સાંભળીશું ને? તો પછી રાહ કોની જુવો છો. નીચેની લિન્ક પર ક્લિક કરો..


જય રાધા માધવ – જય કુંજ બિહારી


જય રાધા માધવ, જય કુંજ બિહારી
જય ગોપી વલ્લભ, કય ગીરધર હરિ,
મુરલી મનોહર કરુણા સાગર,
જય ગોવર્ધન ધારી,

Jai Radha Madhav, Jai Kunj Bihari,
Jai Gopi Jan Walabh, Jai Girdhar Hari,
Murli Manohar Karuna Sagar,
Jai Govardhan Hari,

યશોદા નંદન, બ્રીજ જન રંજન,
જમુના તીર બનચારી

Yashoda Nandan, Brij Jan Ranjan,
Jamuna Teer Ban Chari,

કરે ક્રિષ્ણા, હરે ક્રિષ્ણા,
ક્રિષ્ણા ક્રિષ્ણા, હરે હરે,
હરે રામા, હરે રામા,
રામા રામા, હરે હરે

Hare Krishna, Hare Krishna,
Krishna Krishna, Hare Hare,
Hare Rama, Hare Rama,
Rama Rama, Hare Hare