ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Category Archives: રાષ્ટ્ર


ભારતીયત્વ
જાતિ, ભાષા ને ધર્મ
એક ત્રિરંગોદોસ્તો,

ભાવનગરના પૂણ્યશ્લોક રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજીની જન્મ શતાબ્દી ઉજવાઈ રહી છે, મૂર્ધન્ય અને વિચક્ષણ દિવાન શ્રી પ્રભાશંકર પટ્ટણીની ૧૫૦મી જન્મ જયંતી ઉજવાઈ રહી છે તેવે વખતે ભારતના ૬૩માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ભાવસભર ભાવનગરને આંગણે લોક લાડીલા અને વિકાસના પ્રણેતા એવા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉજવે તેનાથી વધારે આનંદની વાત ભાવેણાના ભાવકો માટે બીજી કઈ હોઈ શકે?

આજે ઘોઘા-દહેજ ફેરી સર્વિસ પ્રોજેક્ટનું ભૂમી-પૂજન માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થશે અને ત્યાર બાદ નિયત સમય મર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ થઈ અને તેનું લોકાર્પણ પણ તેમના હસ્તે થાય તેવી અપેક્ષા પણ લોકહૈયે જરુર હોય જ.

મુખ્યમંત્રીશ્રીના આગમનના અવસરને વધાવવા શહેરના બગીચાઓને સુસજ્જ કરવામાં આવ્યા છે. ગઈકાલે શ્રી પુરુષોતમ ઉપાધ્યાય / ગૌરાંગભાઈ વ્યાસ અને અંકિત ત્રીવેદી તથા ઐશ્વર્યા મજમુદાર વગેરે જાણીતા કલાકારો ભાવનગરના આંગણે પધારીને ’સાત સૂરોના સરનામે’ કાર્યક્રમ અંતર્ગત ભાવેણાને સૂરોમાં ભીંજવી ચૂકવ્યા છે. આજે કુપોષણ વિરોધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૩૮૦૦૦ લોકો રેલીમાં ભાગ લઈને કુપોષણ વિરુદ્ધ અભીયાનને મજબુત બનાવવા હાકલ કરશે.

માનનીય રાજ્યપાલ શ્રી કમલાજી તથા માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની બે દિવસની હાજરી તથા અનેક કાર્યક્રમોમાં તેમની ઉપસ્થિતિ ભાવનગર માટે તેમ જ સમગ્ર ગુજરાત અને દેશ માટે પ્રેરણાદાઈ અને પ્રોત્સાહક બની રહેશે.

આખુંયે ભાવનગર આ દિવસોમાં એક અજબ ઉત્સાહથી ચેતનવંતુ બની ગયું છે. રાત્રે જાણે નવોઢાએ શણગાર સજ્યાં હોય તેમ સમગ્ર ભાવનગર રોશનીથી ઝળહળી ઉઠે છે ત્યારે અબાલવૃદ્ધ સહુ નગરજનોની આંખમાં હરખના ઝળઝળીયા આવે છે.
જન્મ જયંતિ
સ્વામી વિવેકાનંદ
ઉજવો હોંશે


ગજવ્યો ઘોષ
સ્વામી વિવેકાનંદે
જાગો જગાડો


યુવાનો જાગો
સ્વામી વિવેકાનંદ
પ્રેરણા મુર્તી


નોધ:

અત્યારે સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી ની ઉજવણી નીમીત્તે સમગ્ર વિશ્વમાં અનેક વિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. ગુજરાતમાં એક વર્ષ આ ઉજવણી ચાલશે અને તે દરમ્યાન અનેક પ્રકારના પ્રેરણાત્મક અને રચનાત્મક કાર્યોનું આયોજન થઈ રહ્યું છે.

વિકિપિડીઆ પર સ્વામી વિવેકાનંદ વિશે:

Swami Vivekananda : Life and Teachings

swami-vivekanand.com

21 Effective Quotation of Swami Vivekanandaજનની-જન્મભૂમિ સ્વર્ગ સે મહાન હૈ |
ઇસકે વાસ્તે યે તન હૈ મન હૈ ઔર પ્રાણ હૈ ||
જનની-જન્મભૂમિ સ્વર્ગ સે મહાન હૈ ||ધ્રુ||

ઇસકે કણ-કણ પે લિખા રામ-કૃષ્ણ નામ હૈ |
હુતાત્માઓં કે રુધિર સે ભૂમિ શસ્ય-શ્યામ હૈ |
ધર્મ કા યે ધામ હૈ, સદા ઇસે પ્રણામ હૈ |
સ્વતંત્ર હૈ યહ ધરા, સ્વતંત્ર આસમાન હૈ ||૧||

ઇસકે આન પે અગર જો બાત કોઈ આ પડ઼ે |
ઇસકે સામને જો જ઼ુલ્મ કે પહાડ઼ હોં ખડ઼ે |
શત્રુ સબ જહાન હો, વિરુદ્ધ આસમાન હો |
મુકાબલા કરેંગે જબ તક જાન મેં યે જાન હૈ ||૨||

ઇસકી ગોદ મેં હજ઼ારોં ગંગા-યમુના ઝૂમતી |
ઇસકે પર્વતોં કી ચોટિયાઁ ગગન કો ચૂમતી |
ભૂમિ યે મહાન હૈ, નિરાલી ઇસકી શાન હૈ |
ઇસકે જય-પતાકે પે લિખા વિજય-નિશાન હૈ ||૩||

ઇસકે વાસ્તે યે તન હૈ, મન હૈ ઔર પ્રાણ હૈ |
જનની જન્મભૂમિ સ્વર્ગ સે મહાન હૈ ||


ઉઠો ઉઠો ઉઠો ભાઈ
જાગો જાગો જાગો ભાઈદોસ્તો,

સરકારને વાંધો ઉપવાસ અને ભીડ સામે છે ને? ચાલો આપણે ઘરે બેસીને આપણું આંદોલન મજબુત બનાવીએ. વધારે વિગત માટે શ્રી જય વસાવડાની આ પોસ્ટની લિંક પર ક્લિક કરશો. जागो सोनेवालो… SPREAD IT, PLZશું તમે એક પોસ્ટકાર્ડ લખશો? કે હજુએ તમને સુઈ રહેવામાં મજા આવે છે?દોસ્તો,

જે રાષ્ટ્રની સરકાર પોતાના વફાદાર / પ્રામાણીક / બુદ્ધિજીવી અને દેશને માટે મરી ફીટવાની તમન્નાવાળા નાગરીકોની વાત કાને ધરતી નથી અને સતત પોતાના ભ્રષ્ટ અને આપખૂદ નીર્ણયો દ્વારા દેશવાસીઓની મહત્વાકાંક્ષા અને અરમાનોનું ગળું ઘોંટ્યા કરે છે – કાં તો તે સરકાર પદભ્રષ્ટ થઈ જાય છે અથવા તો દેશ અંધકાર યુગમાં ધકેલાઈ જાય છે.તા. ૧૫મી ઓગષ્ટ ૨૦૧૧ ના રાત્રે ૮ થી ૯ દરમ્યાન વીજળીના અભાવમાં મીણબત્તીના અજવાળે અભ્યાસ કરી રહેલા આસ્થા અને હંસ:દોસ્તો,

માતાનું રક્ષણ કરીએ – ભક્ષણ નહીં. વધુ તો શું કહું?