ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Category Archives: માણવા જેવું

દોસ્તો,

બાળકો સાથે હું હજુ આજે સવારે સુરતથી આવી. સુરત શું કામ? તેમ પુછો છો? અરે ભાઈ – મારી બહેન સુરત રહે છે. બાળકો ત્યાં ફરવા ગયેલા. મારા મામાજીના દિકરાના દિકરાની જનોઈ હતી તો તેમાં હાજરી આપવા અને સુરતના સહુ સગા વહાલાઓને મળી લેવાય તે માટે ગઈ હતી. બાકી તો તમે જાણો છો ને કે હું અતુલને રેઢો મુકીને ક્યાંય નથી જતી. તેની આંખની તકલીફ તો ખરી પણ પાછો તે ભોળો યે બહુ છે તેથી મારે તેનુ બહું ધ્યાન રાખવું પડે છે.

આજે બાલદિન. આપણાં નહેરુ ચાચાનો જન્મ દિવસ. નવું તો કશું તૈયાર તમારે માટે નથી કરી શકી તો પહેલાનું જ એક ગીત સંભળાવી દઉ. ચાલશે ને?


આપણે ગઈકાલે શાત્ઝી વિશે જાણ્યું. શાત્ઝી અમારા પરિવારની એક સભ્ય બની ગઈ છે. “મધુવન” માં આનંદથી રમતી શાત્ઝી અને બાળકોને માણીએ આ મસ્ત મસ્ત ગીત હુતુતુતુ ની સાથે…..


હુતૂતૂતૂ… જામી રમતની ઋતુ

હુ તૂ તૂ તૂ તૂ તૂ તૂ તૂ
જામી રમતની ઋતુ

આપો આપ એક મેકના થઈને ભેરુ સારું
જગત રમતું આવ્યું ને રમે છે હુ તૂ તૂ તૂ તૂ
તેજ ને તિમિર રમે… હુ તૂ તૂ તૂ હુ તૂ તૂ તૂ
પાણી ને સમીર રમે… હુ તૂ તૂ તૂ હુ તૂ તૂ તૂ
વાદળની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને
પામવાને સંત ને ફકીર રમે
હુ તૂ તૂ તૂ તૂ તૂ તૂ તૂ…

એક મેકને મથે પકડવા સારા નરસા સ્વારથ સાથે
ધમ્માચકડી પકડા પકડી અવળે સવળે આટે પાટે
ખમીરથી ખમીરનો ખેલ રે મંડાયો ભાઈ
હોય જગ જાગતું કે હોય જગ સૂતું
હુ તૂ તૂ તૂ તૂ તૂ તૂ તૂ…

મનડાની પાછળ મન દોડે તનડું તનને ઢુંઢે
ધનની પાછળ ધન દોડતું પ્રપંચ ખેલી ઊંડે
જાત જાત ભાત ભાતના વિચાર દાવ પેચ
કયારે મળે લાગ અને ક્યારે લૂટું ?
હુ તૂ તૂ તૂ તૂ તૂ તૂ તૂ…

ભેરુ તો દેખાવ કરીને ખેલ ખેલતા ઊંચે શ્વાસે
પરને કેમ પરાજિત કરવો અંતર પ્રગટી એક જ આશે
વિધ વિધ નામ ધરી સંસારની કેડી માથે
ખાકના ખિલોના રમે સાચું અને જૂઠું


સ્વરઃ મહેન્દ્ર કપૂર
ગીતઃ અવિનાશ વ્યાસ
સંગીતઃ ગૌરાંગ વ્યાસ
ચિત્રપટઃ સાત કેદી (૧૯૮૬)તા.૧૭ એપ્રીલ ૨૦૧૧,
સ્થળ: શ્રી દક્ષિણામૂર્તિ રમત ગમતનું મેદાન,
ફીલ્ટર પાસે, ગિજુભાઈ બધેકા માર્ગ,
ભાવનગર

આત્મજો,

શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થાના શતાબ્દી મહોત્સવ અંતર્ગત ભવન સંચાલિત બાળમંદિરમાં ચાલતી બાળકનાં જીવન ઘડતરની પ્રવૃત્તિઓ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નીહાળી હતી તથા આ પ્રસંગે યોજાયેલ પૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલ તથા “બાળ કેળવણી આજના સંદર્ભમાં” તે વિષય પર મનનીય વક્તવ્ય આપેલ. આ પ્રસંગે ગવાયેલા બાળગીતો સાંભળીને પૂર્વ વિદ્યાર્થીઓ પોતાના અતિતમાં સરી પડ્યાં હતા અને સહુ કોઈ ફરી પાછાં તે નાનકડા ભોળા, ભલા, કપટ રહિત, તરવરતા, થનગનતા, રડવડતા, ખુશખુશાલ બાળકો બનીને આનંદથી ઝુમી ઉઠ્યા હતાં. આવો આપણે આ બાળગીતોના સથવારે ફરી પાછાં આપણાં શૈશવમાં સરી પડીએ.


૧. અંતર-મંતર-જંતર
https://madhuvan1205.files.wordpress.com/2011/04/1_antar_mantar-jantar.jpg


૨. લાડુ ભટ્ટ – લાડુ ભટ્ટ
https://madhuvan1205.files.wordpress.com/2011/04/2_ladu_bhatt.jpg


૩. હાલો હાલો કેસુડાના ફૂલ વિણવાં
https://madhuvan1205.files.wordpress.com/2011/04/3_halo_halo_kesudana_ful_vinava.jpg


૪. છુક છુક ગાડી – છુક છુક ગાડી
https://madhuvan1205.files.wordpress.com/2011/04/4_chhuk_chhuk_gadi.jpg


આ ઉપરાંત પૂર્વ વિદ્યાર્થીઓના યોગદાન વિશે વાત કરવામાં આવી, અમારાં બા સહિત નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું , સંગીતનો જલસો રજૂ કરવામાં આવ્યો, સહુ અઠંગ ગોઠીયાઓ અને સાહેલીઓ એક બીજાને પ્રેમ / વાત્સલ્ય / સ્નેહ / આત્મિયતા અને ઉષ્માપૂર્વક પુરે પુરા ભાવથી મળ્યાં અને સાથે ભોજન લીધાં પછી ચહેરા પર એક ચમક અને અનેરો ઉત્સાહ લઈને છુટાં પડ્યા.


ગાય,ગાંડા અને ગાંઠીયા માટે જાણીતું ભાવનગર તેના ગાયક કલાકારોથી યે ઓળખાય છે હો..

આજે હંસ:ની શાળાએથી પાછા ફરતા જોયું તો એક વાછરડું માતાના આંચળમાંથી અમૃત સમાન દુધની ધારાઓના ઘુંટડે ઘુંટડા ઘટઘટાવી રહ્યું હતું. માતા પણ ધન્યતા અનુભવી રહી હતી. હવે શહેરોમાં આવા દૃશ્યો દુર્લભ થઈ ગયા છે. ગો-પાલકો વધુ ધન કમાવાની લાલચે વાછરડાઓને દુધથી વંચિત રાખતા હોય છે તેવે વખતે આંખને ઠારનારા આ દૃશ્યને હંસ:ને બતાવવાની અને કચકડામાં કેદ કરવાની લાલચ બીલકુલ રોકી શકાય તેમ નહોતી. તો માણીએ માતા અને બાળક વચ્ચે વહેતી વાત્સલ્યની ધારા..ભાવનગરના આ આઠમાં “સૂર શૃંગાર” વિશે નીંરાતે વાતો આપણે પછી કરશુ. અત્યારે તો તમને કાર્યક્રમની એક નાનકડી ઝલક દર્શાવવાનો પ્રયાસ કરુ છું – જો જો હો પાછાં અફીણ ઘોળવા ન બેસતાં હો..

https://madhuvan1205.files.wordpress.com/2011/03/tari_ankh_no_aphini.jpg

હવે ચાલવું તો પડશે જ – અરે ભાઈ, અતુલને લોહીમાં સ્યુગર વધારે આવી છે, તેને લીધે આંખની નસ પર પણ સોજો આવી ગયો. બે દિવસ તો દોડધામ થઈ ગઈ. રીકવરી આવતાં સમય લાગશે પણ વધારે હાનિ ન થઈ – ધન્યવાદ આધુનિક મેડીકલ વિજ્ઞાનને કે જેને લીધે શરીરમાં ઉત્પન્ન થતી ખામી તરત પકડી શકાય છે. હવે અમે ચાલવાનું અભીયાન શરુ કર્યું છે તે અભીયાનના ભાગ રુપે સવારે આસ્થાની શાળામાં વાલી મીટીંગ પુરી કરીને સીધાં જ પહોંચ્યા જોગીંગ પાર્કમાં ચાલવા. અતુલ તો ફુલો જુવે એટલે ચાલવાનું પડતું મુકીને ફોટા પાડવા લાગે. મારે તેને વારે વારે ટોકવા પડે કે આપણે ચાલવા આવ્યા છીએ ફોટા પાડવા નહીં. તો કહે કે જો વસંત ઋતુમાં તો ચાલતા પણ જવાનું અને વસંતને માણતા પણ જવાની. તો આજે તમે પણ ચાલતા ચાલતા અમારી સાથે વસંતને માણશો ને?