ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Category Archives: બાળપણ/રમતગમત/નિર્દોષતા


દોસ્તો,
આસ્થાએ કાવ્ય લખ્યું તો હંસ:ને થયું કે હું કેમ લખવાના વા થી રહી જાઉ. તેણે એક વાર્તા લખી. આ બાળકની વાર્તા છે તેથી તેવી રીતે મૂલવણી કરીને તેણે કેવું લખ્યું છે તે જરુરથી જણાવજો.

દોસ્તો,

શ્રાવણ, રમઝાન, ચાતુર્માસ વગેરે દિવસોને લીધે અત્યારે લોકો વિવિધ આરાધના, રોઝા, ઉપવાસ વગેરે તપશ્ચર્યા કરી રહ્યાં હશે. ક્યાંક ભક્તિભાવ છલકાશે, ક્યાંક આરાધના, ઉત્સવ, મેળા તો ક્યાંક ઉપવાસ, રોઝા વગેરે થશે. જેની જેવી મતિ અને સંસ્કારો તે પ્રમાણે સહુ કોઈ યથા શક્તિ શ્રેય / પ્રેય વગેરેમાં મન લગાડશે. તે સહુને પોતપોતાની રીતે જીવવા દઈએ પણ બાળકોનું શું? બાળકોને તો આનંદ કરવો હોય, હસવું હોય, રમવું હોય, નાચવું હોય, કુદવું હોય, ગીતો ગાવા હોય – હોય કે નહિં? તો ચાલો આજે બાળકો માટે એક ખાસ ગીત થઈ જાય. 🙂lakadi ki kaathi kaathi pe ghoda
ghode ki dum pe jo maara hathauda
dauda dauda dauda ghoda dum utha ke dauda

ghoda pahuncha chauk mein chauk mein tha naai
ghodeji ki naai ne hazaamat jo banaai
chag-bag chag-bag chag-bag chag-bag
ghoda pahuncha chauk …
dauda dauda dauda ghoda dum utha ke dauda

ghoda tha ghamandi pahuncha sabji mandi
sabji mandi baraf padi thi baraf mein lag gai thandi
chag-bag chag-bag chag-bag chag-bag
ghoda tha ghamandi …
dauda dauda dauda ghoda dum utha ke dauda

ghoda apana tagada hai dekho kitani charabi hai
chalata hai maharauli mein par ghoda apana arabi hai
chag-bag chag-bag chag-bag chag-bag
ghoda apana tagada hai …
baanh chhooda ke dauda ghoda dum utha ke dauda


Lyrics Courtesy:Bollywood Hangamaજેને આનંદમાં રહેવું છે તે તો કોઈ પણ બાબતમાંથી આનંદ લઈ શકે છે. જેને ફરીયાદ કરવી છે તે તો સોનાની ચમચી લઈને જન્મ્યાં હશે અને પાણી માંગો ત્યાં દૂધ હાજર થાય તેવી સાહ્યબી ભોગવતા હશે તો યે દુ:ખમાં રહેવાના છે.

જીવનનો આનંદ કેટલો લૂંટ્વો તેનો બધોએ આધાર આપણાં મન પર રહેલો છે. એક નાનકડું બાળક બાકસની છાપ, શંખલા-છિપલાં, લખોટી, ગિલ્લી-દંડા અને તેવા સાવ સામાન્ય ઉપકરણોથી પણ રાજી રહે છે અને કહેવાતા મોટેરાઓ AC કારમાં બેઠા બેઠા યે વિષાદમય ચહેરે ફરતાં હોય છે.

અત્યારે હવે લીમડાંમાં લીંબોળીઓ પાકી ગઈ છે. પાકી લીંબોળી પીળી હોય અને થોડી મીઠી લાગે. આં લીંબોળીઓ લીમડા પરથી ખરી પડે તેનુંયે રમકડું બનાવી શકાય. માન્યામાં નથી આવતું? તો ખરેલી લીંબોળીઓ ભેગી કરી લ્યો. જો તેમાં ઠળીયો હોય તો સહેજ દબાવો એટલે નીકળી જશે. તેનો રસ મીઠો હશે ઈચ્છા થાય તો ચૂસી જાવ. હવે એક નાનકડી મજબુત સળી લ્યો. આ સળીના એક છેડે આ ખાલી લીંબોળી ભરાવો. સળીને સહેજ વાળો અને છોડો. લીંબોળી હવામાં દૂર દૂર ઉડશે. લ્યો થઈ ગઈ નાનકડી ગીલ્લોલ તૈયાર. બાળકોને બોલાવો અને શીખવાડી દ્યો આ રમત. તમેય ખુશ અને બાળકો પણ ખુશ.

બોલો – શું આનંદ પ્રાપ્તિ અઘરી છે?

બાળકો માટે વેકેશનનું પ્રિય સ્થળ એટલે મધુવન. અહીં ચારે બાજુથી બાળકો આવે. માસીના, મામાના, ફઈના, પાડોશીના,આસપાસના,દૂરના,દેશના,પરદેશના (બીજા ગ્રહોમાંથી હજુ નથી આવતા) અને મધુવન પરિવારના પોતાના તો ખરા જ.બાળકનું નામ: દૂર્વા
માતાનું નામ: નિશા
પિતાનું નામ: અમીત


સહેલીઓ અને દોસ્તો,

આજે આસ્થાની પરીક્ષા પુરી થઈ. હવે વેકેશન, વચ્ચે વચ્ચે નાના નાના પ્રવાસો, દરીયાકીનારે ફરવાનું એવો બધો આનંદ કરવાનો અવસર – કેમ બરાબર ને? તો ચાલો આજે દરીયે જઈશું ને?લમણે હાથ કાં દઈ બેઠો?
માર હાંકને , ઉભો થા

હોડી શીદ લંગારી બેઠો?
માર હલેસા, ઉભો થા

વાડામાં શીદ જઈ પુરાણો?
તોડ વાડને, ઉભો થા

પીંજરમાં પુરાવુ ખોટું
રહેજે સાવધ, ઉભો થા

કુવામાં છબછબીયા શાને?
આવ દરીયે, ઉભો થા

હું ને મારું આ છે બંધન
સઘળું તારુ, ઉભો થા

રાગ દ્વેષના દ્વંદો છોડી
આગંતુક તું , ઉભો થા

ભીખ માંગતો કાં ફરે છે?
આતમ રાજા, ઉભો થા

– અતુલ