ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Category Archives: ફળ/ફૂલ/વનસ્પતિ

દોસ્તો,

આજે વસંત પંચમી. મા સરસ્વતીની આરાધના કરવાનું પર્વ. આજે આપણે મા શારદા / સરસ્વતીને પ્રાર્થીએ કે અમારા અજ્ઞાનરુપી અંધારા દૂર થાય અને અમારા અંત:કરણમાં જ્ઞાનનો ઉજાસ ફેલાય. બે મહિના હવે વસંત મ્હોરી ઉઠશે તો ચાલો આજે આપણે આપણાં લોક લાડીલા મુખ્યમંત્રી કે જેઓ એક સારા કવિએ છે તેમની એક કવિતા ભાવનગરના કલાકાર શ્રી પાર્થિવ ગોહીલના સ્વરમાં ભાવેણામાં ખીલેલા ફુલોની સાથે માણીએ અને વસંતને વધાવીએ.

અંતમાં આરંભ અને આરંભમાં અંત,
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત…

સોળ વર્ષની વય ક્યાંક કોયલને લઈ,
કેસૂડાંનો કોના પર ઉછરે પ્રણય,
ભલે લાગે છે રંક પણ ભીતર શ્રીમંત,
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત…

આજે તો વનમાં કોનાં વિવાહ,
એક એક વૃક્ષમાં પ્રગટે દીવા,
આશીર્વાદ આપવા આવે છે સંત,
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત…

– નરેન્દ્ર મોદી


શબ્દ સૌજન્ય : મા ગુર્જરી


સ્વર સૌજન્ય: વિજયકુમાર દવેજેને આનંદમાં રહેવું છે તે તો કોઈ પણ બાબતમાંથી આનંદ લઈ શકે છે. જેને ફરીયાદ કરવી છે તે તો સોનાની ચમચી લઈને જન્મ્યાં હશે અને પાણી માંગો ત્યાં દૂધ હાજર થાય તેવી સાહ્યબી ભોગવતા હશે તો યે દુ:ખમાં રહેવાના છે.

જીવનનો આનંદ કેટલો લૂંટ્વો તેનો બધોએ આધાર આપણાં મન પર રહેલો છે. એક નાનકડું બાળક બાકસની છાપ, શંખલા-છિપલાં, લખોટી, ગિલ્લી-દંડા અને તેવા સાવ સામાન્ય ઉપકરણોથી પણ રાજી રહે છે અને કહેવાતા મોટેરાઓ AC કારમાં બેઠા બેઠા યે વિષાદમય ચહેરે ફરતાં હોય છે.

અત્યારે હવે લીમડાંમાં લીંબોળીઓ પાકી ગઈ છે. પાકી લીંબોળી પીળી હોય અને થોડી મીઠી લાગે. આં લીંબોળીઓ લીમડા પરથી ખરી પડે તેનુંયે રમકડું બનાવી શકાય. માન્યામાં નથી આવતું? તો ખરેલી લીંબોળીઓ ભેગી કરી લ્યો. જો તેમાં ઠળીયો હોય તો સહેજ દબાવો એટલે નીકળી જશે. તેનો રસ મીઠો હશે ઈચ્છા થાય તો ચૂસી જાવ. હવે એક નાનકડી મજબુત સળી લ્યો. આ સળીના એક છેડે આ ખાલી લીંબોળી ભરાવો. સળીને સહેજ વાળો અને છોડો. લીંબોળી હવામાં દૂર દૂર ઉડશે. લ્યો થઈ ગઈ નાનકડી ગીલ્લોલ તૈયાર. બાળકોને બોલાવો અને શીખવાડી દ્યો આ રમત. તમેય ખુશ અને બાળકો પણ ખુશ.

બોલો – શું આનંદ પ્રાપ્તિ અઘરી છે?

દાડમડી - ૧

દાડમડી - ૧

દાડમડી - ૨

દાડમડી - ૨

મોગરો - ડોલર

મોગરો - ડોલર

ગુલમ્હોર

ગુલમ્હોર

ગુલમ્હોર

ગુલમ્હોર

ગલગોટા

ગલગોટા

સુર્યોદય સમયે પ્રકાશનું વાદળોમાં પરાવર્તન

સુર્યોદય સમયે પ્રકાશનું વાદળોમાં પરાવર્તન

સુર્યોદય સમયે પ્રકાશનું વાદળોમાં પરાવર્તન

સુર્યોદય સમયે પ્રકાશનું વાદળોમાં પરાવર્તન

સુર્યોદય સમયે પ્રકાશનું વાદળોમાં પરાવર્તન

સુર્યોદય સમયે પ્રકાશનું વાદળોમાં પરાવર્તન

ચાલતો અતુલ

ચાલતો અતુલ

દાદાની વાડીની પ્રથમ કેરી ખાતો હંસ:

દાદાની વાડીની પ્રથમ કેરી ખાતો હંસ:

દાદાની વાડીની પ્રથમ કેરી ખાતી આસ્થા

દાદાની વાડીની પ્રથમ કેરી ખાતી આસ્થા


મધુવન અને દાદાની વાડીમાં જાત જાતના અને ભાત ભાતના ફૂલ થાય – આમ તો વૃક્ષો પર ખીલેલાં ફૂલ સ્વયં પરમાત્માનું પૂજન કરી રહ્યાં છે પણ મને થોડાંક ફૂલ ઘરમાં ફુલદાનીમાં ગોઠવવા ગમે. હું ખુબ સારી સજાવટ કરું છું એવો દાવો નથી કરતી – ચાલો નીચેની સજાવટમાંથી તમને કઈ સજાવટ ગમી કહો જોઈએ.ફોટો સોર્સ - વિકિપીડિયા

કડવો હોય લીમડો, શિતળ એની છાંય;
બંધુ હોય અબોલડો, તોયે પોતાની બાંય.

લીમડાને આપણે ત્યાં કટુ અમૃત કહેવામાં આવે છે. એક તો તેની શીળી છાંય, આરોગ્યપ્રદ ગુણધર્મ અને પરોપકારી સ્વભાવને લીધે આપણી સંસ્કૃતિમાં લીમડાંના વૃક્ષને આગવું મહ્ત્વ આપવામાં આવ્યું છે.

પહેલાના જમાનામાં જ્યારે વૈદો પ્રકૃતિ અને વનસ્પતિ દ્વારા ઉપચાર કરતાં તે વખતની એક વાત છે. બે વૈદ્યોએ એક બીજાનું જ્ઞાન ચકાસવા માટે એક સાજી નરવી વ્યક્તિને પસંદ કરી. એક વૈદ્યે તેને બીજા વૈદ્યને ત્યાં બંધ પરબીડીયામાં કાગળ પહોંચાડવા માટે આપ્યો – અને સુચના આપી કે તું જ્યાં પણ રહે ત્યાં તારે આમલીના વૃક્ષની નીચે રહેવું. જે ખાવું હોય તે ખાવું પણ આમલીના કાતરા તો રોજ ખાવા જ. પેલા ભાઈ તો ઉપડ્યાં કાગળ લઈને – પેલા દિવસે તો શરીરમાં જોમ હતું પણ જેમ જેમ દિવસો જતાં ગયા તેમ તેમ શરીરમાં કળતર થવાં લાગ્યું. પાંચમે દિવસે જ્યારે તે બીજા વૈદ્ય પાસે પહોંચ્યા ત્યારે તો સાવ કોથળા જેવા થૈ ગયાં હતાં.

વૈદ્યે તરત તેના સમાચાર પુછ્યાં. કાગળ વાંચ્યો. તેમાં લખ્યું હતું કે આવેલ ભાઈ ખુબ બીમાર હશે તમે તેને કશીએ દવા આપ્યાં વગર અહીં સાજો-નરવો મોકલી આપજો.

વૈદ્યે બીમાર ભાઈને પુછ્યું કે તમે કેવી રીતે આવ્યાં? ભાઈએ કહ્યું કે હું તો આમલી ની પાસે જ રહેતો અને ઘણાં બધા કાતરા ખાતા ખાતા આવ્યો છું. પછી તે વૈદ્યે કહ્યું કે સારુ – હવે આ કાગળ લઈને તમે જાઓ અને વૈદ્યને પહોંચાડી દેજો. બીમાર ભાઈ કહે કે મારામાં અશક્તિ છે હું જૈ શકું તેમ નથી. વૈદ્યે કહ્યું કે એકાદ દિવસમાં તમારામાં શક્તિ આવશે આજે હિંમત કરીને ચાલી નાખો. અને તમારે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે તમારે હંમેશા લીમડાં પાસે રહેવું તેની કુંણી કુપળો અચૂક ખાવી, તેનો મ્હોર છે તે પણ શક્ય હોય તો વાટીને શીતળ અને શુદ્ધ જળ સાથે પી જવો. ભાઇ તો એમ કરતા કરતા ઉપડ્યાં. પહેલા દિવસથી તેને સારું લાગ્યું. બીજા દિવસે તો ઘણી સ્ફુર્તી આવી ગઈ. ત્રીજા દિવસે તો તાજો માજો થઈ ગયો અને ચોથા દિવસે તો પહોંચી ગયો.

જ્યારે અહીં વૈદ્યને કાગળ આપ્યો ત્યારે તો સાવ સાજો સારો હતો. વૈદ્યે કાગળ વાંચ્યો તેમાં લખ્યું હતું કે આ કાગળ લીમડાને છાંયે છાંયે મોકલેલ છે.

દોસ્તો, ચૈત્ર મહિનો આવી ગયો છે – અતુલ પણ હવે જાગ્યાં ત્યારથી સવાર સમજીને વધુને વધુ પ્રકૃતિનો સહારો લઈને ઝડપથી બેઠાં થવાનો પ્રયાસ કરે છે. આપણે સહુ પણ ચૈત્ર મહિનામાં લીમડાના રસનું સેવન કરીને આરોગ્ય પ્રાપ્ત કરશુંને?


લીમડી – બાલ મુકુન્દ દવે


મારે આંગણિયે લીલુડી લીમડી;
લચે લિંબોળીની લૂમ :
લીમડી લૂમેઝૂમે રે.

વાયા વૈશાખના વાયરા,
એણે ધાવ્યાં ધરતીનાં દૂધ :
લીમડી લૂમેઝૂમે રે.

લીલીપીળી ઓઢી ઓઢણી,
માંય ચાંદાસૂરજનાં ફૂલ :
લીમડી લૂમેઝૂમે રે.

ભલે ઊગે તું મારે આંગણે,
તારાં શાં શાં મૂલવું મૂલ ?
લીમડી લૂમેઝૂમે રે.

કાળે ઉનાળે તું કોળતી,
તારી ટાઢકભીની છાંય :
લીમડી લૂમેઝૂમે રે.

બળ્યાંજળ્યાંનું તું બેસણું,
થાક્યાંની ઠારે કાય:
લીમડી લૂમેઝૂમે રે.


વીકીપીડીયા પર લીમડા વીશે વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરશો
લીમડોપરિવર્તન સંસારનો નિયમ છે. અતુલ તેની જીવનશૈલિમાં જે રીતે સુખદ પરિવર્તન લાવી રહ્યાં છે તે જોઈને હું સાનંદાશ્ચર્ય અનુભવું છું. સવારમાં નરણે કોઠે આંબળા અને હળદરનું ચૂર્ણ લઈને – ગોમૂત્ર અર્કનું પાન કરીને તે પાછળ “દાદાની વાડી” માં ચાલ્યા જાય છે. સહુ પ્રથમ સન ગેઝીંગ એક્સરસાઈઝ કરીને તે પાંચ મીનીટ ખુલ્લા પગે ઘાસ પર ચાલે છે. ત્યાર બાદ ચપ્પલ પહેરીને (નાનપણથી જ ચપ્પલનો અભ્યાસ હોવાથી બુટ તેને નથી ફાવતાં) ચાલવાનું શરું કરી દે. દાદાની વાડીમાં તો જાત જાતના પક્ષીઓ સવારથી કલશોર શરુ કરી દે છે. કોયલ, ચકલી, કાગડો, દેવચકલી, બુલબુલ, કાબર, હોલો, કબુતર, કાગડકુંભાર એમ જાત જાતના અને ભાતભાતના પક્ષીઓ પોતાના કલબલાટથી વાતાવરણને ભર્યું ભર્યું બનાવી દે છે. ચાલવાનું પુરુ કરીને પછી છોડવાને પાણી પાવાનુ કાર્ય શરુ થાય. સરસ ફુલ ઉગેલા જુએ એટલે ખીસ્સાવગા મોબાઈલથી તરત જ છબી કંડારી લે. ત્યાર બાદ પ્રાણાયામ અને છેલ્લે વિશ્વશાંતિ માટે પ્રાર્થના. પપ્પાએ વાવેલા અનેકવિધ આંબાઓમાં અત્યારે તો મજાની નાની નાની કેરીઓ ઝુલે છે. અતુલ આ બધું એક આંખે જોતા જાય ને પપ્પાને સ્મરણાંજલી અર્પતા જાય. પક્ષીઓના ગાન પુરાં થયાં પછી તેઓ ચણવા અને પાણી પીવા આવે. અમે પક્ષીઓ માટે હંમેશા પાણી ભરી રાખીએ છીએ અને ચણ વેરી રાખીએ છીએ. ક્યારેક ડરીને ઉડી જતા પક્ષીઓને જોઈને અતુલના મુખેથી કલાપીની આ પંક્તિઓ સરી પડે – રે પંખીડા સુખથી ચણજો………..

https://madhuvan1205.files.wordpress.com/2011/03/kalarav_011.jpg

રે પંખીડા ! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો
શાને આવાં મુજથી ડરીને, ખેલ છોડી ઊડો છો ?

પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું
ના ના કો’ દી’ તમ શરીરને કાંઈ હાનિ કરું હું
ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં
ખુલ્લું મારું ઉપવન સદા પંખીડાં સર્વને છે

રે ! રે ! તો યે કુદરતથી મળી ટેવ બીવા જનોથી
છો બીતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની

જો ઊડો તો જરૂર ડર છે ક્રૂર કો’ હસ્તનો, હા
પાણો ફેંકે તમ તરફ, રે ! ખેલ એ તો જનોના

દુ:ખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી
રે ! રે ! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી
હવે ચાલવું તો પડશે જ – અરે ભાઈ, અતુલને લોહીમાં સ્યુગર વધારે આવી છે, તેને લીધે આંખની નસ પર પણ સોજો આવી ગયો. બે દિવસ તો દોડધામ થઈ ગઈ. રીકવરી આવતાં સમય લાગશે પણ વધારે હાનિ ન થઈ – ધન્યવાદ આધુનિક મેડીકલ વિજ્ઞાનને કે જેને લીધે શરીરમાં ઉત્પન્ન થતી ખામી તરત પકડી શકાય છે. હવે અમે ચાલવાનું અભીયાન શરુ કર્યું છે તે અભીયાનના ભાગ રુપે સવારે આસ્થાની શાળામાં વાલી મીટીંગ પુરી કરીને સીધાં જ પહોંચ્યા જોગીંગ પાર્કમાં ચાલવા. અતુલ તો ફુલો જુવે એટલે ચાલવાનું પડતું મુકીને ફોટા પાડવા લાગે. મારે તેને વારે વારે ટોકવા પડે કે આપણે ચાલવા આવ્યા છીએ ફોટા પાડવા નહીં. તો કહે કે જો વસંત ઋતુમાં તો ચાલતા પણ જવાનું અને વસંતને માણતા પણ જવાની. તો આજે તમે પણ ચાલતા ચાલતા અમારી સાથે વસંતને માણશો ને?ચારે બાજુ કુદરત મન મુકીને મ્હોરી રહી છે. વસંતે પોતાનો જાદુ પાથરવાનું શરુ કરી દીધું છે. ગઈ કાલે અમે એક લગ્ન-પ્રસંગે શિહોર ગયા હતા. થોડો સમય મળ્યો તો મને થયું કે ચાલને મારા નાનીમાને મળી આવું (મારા નાનીમા અને એક મામા શિહોરમાં રહે છે). હું, અતુલ અને આસ્થા ચાલતાં ચાલતાં ઉપડ્યા – રસ્તામાં જોયું તો આહાહા – વૃક્ષો પર t ફૂલો જ ફૂલો. અમે તો ઘેલાં થઈ ગયાં. આસ્થા અને અતુલ તો ફૂલ જોયા નથી કે તરત જ કેમેરામાંથી ક્લિક – ક્લિક કરીને છબી કંડારી લે. તો વસંત દર્શનનો લ્હાવો લેશુંને?[Youtube=http://www.youtube.com/watch?v=LDvNOrJn-gU]


આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફુલડાં અપરંપાર
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…

ધરતી માં ની લાડકડીની થઇ ચોમેર વધાઇ
કરિયાવરના લીલા પટોળા રહ્યા બધે પથરાઇ
પંખીડાની સ્વાગત રાગે ગુંજી ઉઠી શરણાઇ
ટહુકે કોયલ સૂર લગાવી,
ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…

ભીક્ષા યાચે ફુલડે ફુલડે ફરીને ભમરો ન્યારો
પાંખે વાગે ભિખારી કેરો ગુન ગુન ગુન એકતારો
દેતી જ્યાં ત્યાં પાનપાનમાં મસ્તીનો તડકારો
એવું દાન અનેરું લાવી,
ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…

મધુર એને પગલે પગલે ગુંજે રુમઝુમ ભાષા
સુણી સુતેલા અંતર જાગે છુપી અનોખી આશા
સર્જનહાર ઉમંગે આજે રંગીન રચે તમાશા
નાચે છે નટરાજ નચાવી
ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…

ગરબો લેતા ઘમ્મર ઘુમે રાત દિવસ રઢિયાળા
વર્ષ તણી પટરાણી કાજે સુંદર ગુંથે માળા
જીવન સાગરમાં છલકાતા રસના ધોધ રૂપાળા
આજ નિરંતર ઉર બહાવી
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફુલડાં અપરંપાર
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે…


શબ્દ અને ગીત માટે સૌજન્ય: “ટહુકો“મધુવન” ના બગીચામાં આ ફુલો ઘણાં વખતથી થાય છે પણ મને તેનું નામ નથી આવડતું. આપના માંથી કોઈ આ ફુલોનું નામ કહી શકશે? અને હા, આ સ્પર્ધા નથી મને પોતાને જ તેના નામની ખબર નથી.