ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Category Archives: પ્રેમ

ગાય,ગાંડા અને ગાંઠીયા માટે જાણીતું ભાવનગર તેના ગાયક કલાકારોથી યે ઓળખાય છે હો..

આજે હંસ:ની શાળાએથી પાછા ફરતા જોયું તો એક વાછરડું માતાના આંચળમાંથી અમૃત સમાન દુધની ધારાઓના ઘુંટડે ઘુંટડા ઘટઘટાવી રહ્યું હતું. માતા પણ ધન્યતા અનુભવી રહી હતી. હવે શહેરોમાં આવા દૃશ્યો દુર્લભ થઈ ગયા છે. ગો-પાલકો વધુ ધન કમાવાની લાલચે વાછરડાઓને દુધથી વંચિત રાખતા હોય છે તેવે વખતે આંખને ઠારનારા આ દૃશ્યને હંસ:ને બતાવવાની અને કચકડામાં કેદ કરવાની લાલચ બીલકુલ રોકી શકાય તેમ નહોતી. તો માણીએ માતા અને બાળક વચ્ચે વહેતી વાત્સલ્યની ધારા..પ્રેમ એટલે શું? જેણે પ્રેમ કર્યો છે તેને પુછો. પ્રેમ કર્યો મીરાંએ – પ્રેમ કર્યો કબીરે. સંસારી લોકોનો પ્રેમ સંસારની ક્ષણભંગુર વ્યક્તિ અને વસ્તુઓ માટે – જ્યારે મીરાં અને કબીરે અલૌકિક પ્રેમ કર્યો. એ પરમ સત્તાને – તે પરમ ચૈતન્યને પ્રેમ કર્યો કે જેના પ્રેમમાં પાગલ બનીને પોતાના સ્વને ભુલીને તે મહાસત્તા – પરમ ચેતનામાં વિલિન થઈ ગયા. દોસ્તો પ્રેમ કરવો જ હોય તો હંમેશા સર્વોચ્ચ તત્વને પ્રેમ કરજો. મીરાં હંમેશા કહેતાં કે મરી જાય તેવા પુરુષને પરણીને શું કરવું છે? હું તો એવા પુરુષને પરણીશ કે જે કદીએ નાશ ન પામે – અને છેવટે મીરાંનો પ્રેમ તેને તે અખંડ ચૈતન્ય શ્યામ સાથે એકરુપ બનાવી દે છે. મીરાંના આ મહાન પ્રેમે જ તેને અમર બનાવી દીધાં.

https://madhuvan1205.files.wordpress.com/2011/02/he_ri_me_to_prem_diwani.jpg

એ રી મૈં તો પ્રેમદિવાની
મેરો દર્દ ના જાને કોઈ… એ રી મૈં તો પ્રેમદિવાની…..

જો મે ઐસા જાનતી
પ્રિત કીયે દુ:ખ હોય
નગર ઢંઢેરા પીટતી
પ્રિત ન કીજો કોઈ… એ રી મૈં તો પ્રેમદિવાની…..

શૂળી ઉપર સેજ હમારી,
કિસ બિધ સોના હોય,
ગગન મંડલ પર સેજ પિયા કી
કિસ બિધ મિલના હોય… એ રી મૈં તો પ્રેમદિવાની…..

ઘાયલ કી ગત ઘાયલ જાને,
ઔર ન જાને કોય,
જૌહરી કી ગતી જૌહરી જાણે,
કી જિન જૌહર હોય… એ રી મૈં તો પ્રેમદિવાની…..

દરદ કી મારી વન વન ભટકૂઁ
વૈદ્ય મિલ્યા નહીં કોય
મીરાં કી પ્રભુ પીડ મિટેગી
જબ વૈદ્ય સાંવરિયો હોય… એ રી મૈં તો પ્રેમદિવાની…..